ગુજરાતની અમિતા દિલ્હીની હોસ્પિટલમાં લીંગ પરિવર્તન કરાવીને આદિત્ય યુવાન બની ગયો

અમદાવાદ, 30 નવેમ્બર 2020

અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં પરિવારની સાથે રહેતી અમિતા નામની યુવતીને કોલેજમાં દિકરો હોવાનું બિરુદ મળ્યું હતું. યુવતીના શારીરની આંતરિક રચના અને હોર્મોન્સમાં આવેલા બદલાવના કારણે તેને પુરુષ બનવું હતું. પરિવારના સભ્યોએ પણ દીકરીને લિંગ પરિવર્તન કરાવવા માટેની મંજૂરી આપી હતી.

પરિવારની મંજૂરી મળ્યા પછી યુવતીએ દિલ્હીની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તન કરાવ્યું હતું. તે યુવતીમાંથી આદિત્ય નામનો યુવક બની ગયો છે. લિંગ પરિવર્તન કરાવ્યા પછી તેને તમામ કાયદેસરની પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી. નામ બદલીને પુરુષ તરીકેની ઓળખ વાળું આધારકાર્ડ પણ બનાવી લીધું છે.

અમિતાનો જન્મ 31 જાન્યુઆરી 1994માં થયો હતો. અમિતાએ શાળા સુધીના અભ્યાસ દરમિયાનનું જીવન યુવતીઓની જેમ જ ગાળ્યું હતું. પરંતુ કોલેજમાં અભ્યાસ સમયે તેને દીકરીના સ્વરૂપના દીકરાનું બિરુદ મળ્યું હતું. અમિતાને પુરુષ બનવું હતું. યુવાનીના સમયમાં તેના શરીરના આંતરિક બદલાવના કારણે અમિતાને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.