ગાંધીનગર, 13 જૂન 2021
અમૃત ફળ આમળાનું વેવાતર શરૂ થયું છે. આયુર્વેદની મોટા ભાગની દવાઓ અને ટોનિકમાં આમળા વપરાય છે. એસીડીટી દૂર કરે એવો આમળાનો મુરબ્બો છે. આમળામાંથી 300 જેટલી વસ્તુઓ આણંદમાં બની શકે તેમ છે. વૃક્ષને યુવાન જેવા બનાવવાની ક્ષમતા આમળામાં છે. ચવનપ્રાસમાં આમળા જ સૌથી વધું હોય છે. આમળા રસ અને શેરડીના રસને ભેગા કરી પ્રવાહી ગોળ બને છે. આમળામાં અનેક વસ્તુઓ બનાવવાની ક્ષમતા છે. મધ્ય પ્રદેશમાં પન્ના જિલ્લામાં માત્ર 500 હેક્ટર વિસ્તારમાં આમળા થાય છે પણ આણંદ અને ખેડામાં 2500 હેક્ટરમાં આમળા પેદા થાય છે. તેથી આણંદને આમળા અને તેની 300 જેવી પ્રોડક્ટ માટે આખા વિશ્વમાં જાણીતા કરી શકાય તેમ છે. આણંદ અને ખેડાના લોકો વિદેશમાં મોટા પ્રમાણમાં છે. તેઓ અથાણું અને મુરબ્બો મોટા પ્રમાણમાં લઈ જઈ શકે છે.
ગુજરાતમાં 25 વર્ષ પહેલા 1.29 લાખ હેક્ટરમાં 23 લાખ મેટ્રિક ટન ફળો પેદા થયાં હતા. હેક્ટરે 12 ટન ઉત્પાદકતા હતી. 2019-20માં ઉત્પાદકતાં વધીને 20.74 મેટ્રિક ટનની થઈ છે. જેમાં 4.50 લાખ હેક્ટરમાં 95 લાખ મેટ્રિક ટન ફળ પેદા થયા હતા.
જેમાં 2019-20માં આમળા 6896 હેક્ટરમાં 70 હજાર મેટ્રિક ટન આમળા આખા ગુજરાતમાં પાક્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ આમળા પકવતા જિલ્લામાં આણંદ અને ખેડા છે. આ બન્નેને આમળાના જિલ્લા તરીકે સ્થાપિત કરી શકાય તેમ છે. આ બન્ને જિલાઓ થઈને 2500 હેક્ટરમાં 27 હજાર ટન આમળા પેદા કરે છે. વડોદરા સાથે 50 ટકા આમળા અહીં અહીં પેદા થાય છે. આણંદ અને ખેડામાંથી 3 નેશનલ અને એક્સપ્રેસ હાઈવે અને બે રેલવે લાઈનો પસાર થાય છે. આ હાઇવે પરના ગામોને આમળાની વસ્તુઓ માટે ગુજરાત સરકાર પ્રખ્યાત બનાવી શકે છે.
મધ્યપ્રદેશના હીરાની ખાણો, મંદિરો અને જંગલો માટે જાણીતા પન્ના-અજયગ રોડ ઉપરના રસ્તાની બાજુમાં દહલાન ચોકી ગામ છે, જ્યાં આખા ગામ માટે આમળાનો મુરબ્બો આવકનું મુખ્ય સાધન બની રહ્યું છે. ઊગવતી યાદવનું મહિલા જૂથ અમદાવાદમાં આવીને વસ્ત્રાપુર ખાતે હાટ બજારમાં આવીને આમળાનો મુરબ્બો અને અથાણું વેચવા માટે આવ્યું હતું.
ગામના 60 વર્ષના એક પગે અપંગ ભગવતી યાદવ મુરબ્બો બનાવે છે. તેની મુરબ્બો બનાવવાની કુશળતાએ તેને કમાણી તો કરાવી આપી પણ તેના કારણે તેણે ગામનું નામ આખા મધ્યપ્રદેશમાં ઉજળું કરી બતાવ્યું છે. તેના કારણે અનેક મહિલાઓ હવે આમળાનો મુરબ્બો બનાવવા લાગી છે.
સ્વાદિષ્ટ મુરબ્બા ખરીદવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. ભગવતી યાદવ હંમેશા રસ્તાની બાજુના ટેબલ પર આમળા અને મુરબ્બો વેચતી જોવા મળે છે. અહીંથી પસાર થતા મુસાફરો તેમનું વાહન રોકીને આમળાના મુરબ્બા ખરીદે છે. કોરોના રોગચાળાના આ યુગમાં પણ, આમળા મુરબ્બાની માંગ ઓછી થઈ નથી, પરંતુ વધારો થયો છે. લોકડાઉન હોવા છતાં, 15 ક્વિન્ટલ મુરબ્બા વેચેલા છે.
આમળાના મુરબ્બા બનાવવાનું કામ 10 વર્ષ પહેલાં શરૂ થયું હતું. 10 મહિલા જૂથ છે અને તે દરેક જૂથમાં સો કરતા વધારે મહિલાઓ કામ કરે છે. એક જૂથ દર સીઝનમાં 30-40 ક્વિન્ટલ મુરબ્બાનું ઉત્પાદન કરે છે.
મુરબ્બા સિવાય આમળાનું અથાણું, આમળા કેન્ડી, આમળા સુપારી, આમળા પાવડર અને આમળા જ્યુસ બનાવે છે. ભોપાલ, દિલ્હી, મુંબઇ, અમદાવાદ અને ત્રિમૂલ (કેરળ) માં મેળોમાં આમળાની વસ્તુઓ ખેત પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સ્થળોએ તેણે અનેક એવોર્ડ પણ જીતી બતાવ્યા છે. એક કિલો મિરબ્બાનો ભાવ રૂ.150થી 160 હોય છે.
મધ્ય પ્રદેશ સરકારે પન્નાના આમળા મુરબ્બાને એક જિલ્લો એક ઉત્પાદન યોજનામાં લીધો છે.
જિલ્લામાં 45 ટકા જંગલ છે, આ વન એક વરદાન છે જિલ્લાની 11 લાખની વસ્તી છે. આમ હવે આમળા પ્રોડક્ટથી પન્નાની ઓળખ દેશભરમાં સ્થાપિત થઈ છે.
ખેડુતો તેમના ખેતર, વન અને ખાલી જગ્યા પર આમળાના વૃક્ષો રોપે છે. પન્નામાં 500 હેક્ટરમાં આમળાના બગીચા છે. પન્ના જિલ્લાને આમળા જિલ્લો બનાવવા તરફ પ્રયાસો શરૂ કરાયા છે.