અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો

Amreli's Dawn Sonu crime

ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે.

સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર સહિતના 8 જેટલા શખ્સો સામે ગુજરાત આંતકવાદ 1 નિયં ત્રણ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ પાટણ સહિતના શહેરોમાં આરોપીઓના નેટવર્ક હોવાનું સામે આવ્યું છે. ખૂન, ખૂનનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ધાકધમકી આપવી, સ્થાવર મિલકત પડાવી લેવી અને અનઅધિકૃત હથિયારો રાખવા અંગેનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ ફરિયાદમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે અને અમરેલી જિલ્લામાં ગુજરાત આંતક વાદ 1 નિયંત્રણ મુજબની પ્રથમ ફરીયાદ હોવાનું જાણવા મળ્યું છે