75 વર્ષ પહેલાં આણંદના અજરપુર ગામે દૂધ સહકારી મંડળી ભારતમાં પહેલી બની હતી. શ્વેતક્રાંતિના બીજ રોપાયા હતા. છાણની સ્લરીના ખાતર વ્યવસ્થાપન માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીએ આખા દેશ માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તે માટે મોડેલ ગામની આણંદમાં પસંદગી કરીને ત્યાં ગોરબ ગેસ પ્લાંટ સ્થાપેલા છે.
છાણ ક્રાંતિનું પહેલું ગામ ઝાકળીયાપુરા
છાણ ક્રાંતિનું પહેલું ગામ – બોરસદ તાલુકાના ઝાકળીયાપુરા ગામે એનડીડીબી દ્વારા ગોબર ખાદ્ય મંડળીની રચના કરી છે. આવી મંડળીઓ આખા દેશમાં બનશે. એનડીડીબી દ્વારા આણંદના મુજકુવા ગામે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 38 પશુપાલક મહિલાઓ ગામની સહકારી મંડળીમાં જોડાઈ હતી. ગામમાં દૂધાળાં પશુઓ ધરાવતાં 368 પરિવારોને 2 ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતાં બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવ્યા છે. તેઓ બાયોગેસ પ્લાન્ટથી ઘરમાં રસોઇ માટે વિના મૂલ્યે બળતણ મેળવી રહ્યા છે. છાણની સ્લરીના પ્રતિ લીટરે રૂા. 1.50થી રૂ.2 અપાય છે. જેવી રબડી એવો ભાવ મળે છે. દૂધની જેમ, તેની ગુણવત્તાના માપદંડો બનાવ્યા છે.
ઝાકળીયાપુરા ગામમાં 368 બાયોગેસ પ્લાન્ટ
બેથી ત્રણ પશુઓ ધરાવતાં પશુપાલક દ્રારા 30-35 કિલો છાણથી રોજની સરેરાશ 60 લિટર છાણની રબડીનું વેચાણ કરવામાં આવે છે. રોજના રૂ.90થી 100ની આવક મળે છે. ઝાકળીયાપુરા ગામમાં 368 પરિવારો બાયોગેસ પ્લાન્ટમાંથી ગેસ બળતણ અને રોજ 22 મેટ્રિક ટન રબડીનું ઉત્પાદન કરે છે. જેમાંથી પશુપાલક પોતાની જરૂરિયાત પૂરી કર્યા બાદ વધેલી છાણની સ્લરીનું વેચાણ કરે છે. પશુપાલક રોજ સરેરાશ 10 મેટ્રિક ટન છાણની સ્લરીનું વેચાણ કરે છે. પશુપાલકોના વ્યક્તિગત બેંક ખાતામાં ચૂકવી આપવામાં આવે છે. દૂધ સહકારી મંડળી દ્વારા સંચાલન થાય છે.
કેટલા લોકોને તેનો ફાયદો થશે ?
(વધું આવતા અંકે)