ડો.વર્ગીશ કુરીયને સહકારી મંડળીઓ દ્વારા એક અકલ્પનીય શ્વેત ક્રાંતિનું સર્જન કર્યું હતું. શ્વેતક્રાંતિ જ્યાંથી શરૂ થઈ હતી તે આણંદથી હવે છાણ ક્રાંતિ શરૂ થઈ રહી છે. દૂધની જેમ પશુઓના છાણની રબડીનું સહકારી મંડળીઓ દ્વારા ખરીદી કરાશે. મહિલાઓ આ મંડળીઓ ચલાવશે, જે પોતાના ઘરનો ગેસ બનાવી શકાય એવા નાના પ્લાંટ જર્મન ટેકનોલોજીના બનાવશે.
મહિને 300 રૂપિયાનો ગેસ બચાવીને અને રબડીથી મહિને 3 પશુએ રૂ.3 હજારની આવક મહિલાઓ મેળવશે. તેના માટે રૂ.25 હજાર જેવું રોકણ થશે પણ મદદ સાથે મહિલા પશુપાલકે રૂ.5 હજાર ગેસ પ્લાંટ સ્થપવા માટે રોકાણ કરવું પડશે. ગેસ નિકળી ગયા પછી સ્લરી-રબડી નિકળશે તે 0.75 પૈસાથી 2 રૂપિયે લિટરના ભાવે વેચાણ કરશે. આમ દૂધ, ગેસ અને રબડીની આવક મેળવશે. આ રબડીમાંથી કંપનીઓ ખેતી માટેનું ખાતર બનાવીને ખેડૂતોને વેચાતું આપશે. જેની ટેકનોલોજી ભારત પાસે છે.
20 લાખ કુટુંબો પાસે પશુ છે
ગુજરાતમાં 40 ટકા છાણ બાળી કઢાય છે – ગુજરાતમાં પશુનું 40 ટકા છાણ છાણા બનાવીને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. છાણાને કે છાણને બાળવાથી જેનો 10 ટકા ઉપયોગ થાય છે. ગુજરાતમાં પશુ પાળે એવા 20 લાખ કુટુંબો છે. કુલ ખેડૂતો તો 45 લાખ છે.
200 લાખ મેટ્રીક ટન છાણ
ગુજરાતમાં જેટલા પશુ છે તેનું 60 ટકા છાણ મેળવી શકાય છે. 1 કિલો છાણમાંથી 300 ગ્રામ ઘન રબડી મળે છે. સરેરાશ 3-4 પશુ એક કુટુંબ પાસે છે. પશુ પાસેથી 10થી 15 કિલો છાણ મળે છે. 200 લાખ મેટ્રીક ટન રબડી મળી શકે છે.
મફત ગેસ
જો 40 ટકા છાણ ગુજરાતમાં ગેસ પ્લાંટ માટે વપરાય તો તમામ ગામને મફત ગેસ મળે તેમ છે. ખેડૂતો પોતે જ પોતાના ખેતરના ખાતર અને દવા કે છોડ રક્ષકો બનાવી શકે છે. પછી માત્ર શહેરોમાં જ સીએનજી ગેસ વપરાય પણ ગામડાઓ તો આત્મ નિર્ભર બની શકે છે.
રબડીમાંથી પાણી અને ઘન પદાર્થ અલગ કરવાની પેટન્ટ કોની પાસે છે ?
(વધું આવતા અંકે)