રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ

સુરત,

લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. શહેરની જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે સરકાર સુસજ્જ છે.

આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે પાંચ ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત, 5,000 માસ્ક, 300 N95 માસ્ક અને સેનિટાઇઝરના પાંચ કેરબાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટેશનની આર.પી.એફ. વિભાગ, મુખ્ય ટિકિટ નિરીક્ષણ વિભાગ અને સ્ટેશનની જુદી જુદી ઓફિસ પાસે ઓટોમેટિક સેનિટાઇઝર મશીન લગાડવામાં આવ્યા છે.