મોરારી બાપુનો ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતો જૂનો વિડિઓ વાયરલ થતા રોષ

જામનગર,

પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે.

કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે.

મોરારીબાપુનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પર કહી રહ્યાં છે કે શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે જન્મ લીધો હતો, પરંતુ તેઓ દ્વારકામાં ધર્મની સ્થાપના એટલા માટે ન કરી શક્યાં કે તેમના પુત્ર અને ભાઇ બલરામ દારૂનું સેવન કરતા હતા.તેઓ મદીરાની ચોરી કરીને પણ નશો કરતા હતા.

નોંધનિય છે કે અગાઉ ભગવાન સ્વામીનારાયણ પર ટિપ્પણી કરીને મોરારીબાપુ રોષનો ભોગ બન્યાં હતા. અને હવે ફરીથી નવો વિવાદ ઉભો થયો છે.