સુરતમાં ભાજપના નાઘોડના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. તેમના કુટુંબ સાથે નૃત્ય કરી રહ્યાં છે. આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવાનું પણ ભુલી ગયા. વીડિયોમાં ભાજપના કોર્પોરેટર સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે. ત્યારે આ સુરતના સગ્રામપુરાના આ કોર્પોરેટરનો વીડિયો નારગોલનો હોવાનું માનવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, ભાજપ દ્વારા સુરતના કોર્પોરેટર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તો બીજી તરફ સુરત શહેરના મેયર જગદીશ પટેલે કોર્પોરેટર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યુ હતુ. વાપીનો વિડિયો હોવાનું માનવામાં આવે છે.
પગલાં લઈશું. પોલીસ શેહ સરમ રાખ્યા વગરે પગલાં ભરે એવી સુરતના મેયર જગદીશ પટેલે જાહેર કર્યું છે. જે તથ્ય બહાર આવે તે પ્રમાણે પગલા લેવામાં આવશે. પક્ષ દ્વારા પગલાં લેવામાં આવશે. પક્ષ તેનો ખુલાશો પૂછશે. આ ઘટના નિંદનીય છે. મારા સમાજમાં આવા ડાન્સ થયો હોય છે.
આઈ એમ એ ડિસ્કો ડાંસર ગીત ગાઈને ડાંસ કરી રહ્યાં છે.
રાજકોટમાં દારૂ પીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બહાર આવ્યા બાદ અમદાવાદના રાણીપમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડ્યા બાદ ગુજરાત ભરમાં ચાલતાં અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં આવા 1050 અડ્ડા હોવાનું બુટલેગરો કહે છે. સમગ્ર ગુજરાતમાં તેનાથી 20 ગણા દારૂના અડ્ડા છે. જેના પર દેશી વધું અને વિદેશી પ્રકારનો ઓછો દારૂ વેચાય છે. પણ ભાજપના સમૃદ્ધ બનેતા નેતાઓ દેશી દારૂ નથી પીતા. આવા અડ્ડાઓ પરથી દારૂ મંગાવીને ભાજપના નેતાઓ પકડાયા હોય એવી અનેક ઘટનાઓ બહાર આવી છે. કોણ ક્યારે પકડાયું ?
ડાંગના નેતા પકડાયા
ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારૂ પીધેલા પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતા ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. તેમને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે પકડાઈ ગયા હતા. બાદમાં કોર્ટે તેમને 5 જાન્યુઆરી 2019એ છોડી મૂક્યા હતા.
મહામંત્રીએ દારૂ વેચવાની મંજૂરી માગી
વડોદરા તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય પંચાલે દારૂબંધીના કાયદાથી અલગ જ પ્રકારની વાત કરી છે. સંજય પંચાલે કલેક્ટરને એક આવેદન પાઠવ્યું છે, જેમાં તેમણે પોતાના જીવન નિર્વાહ માટે વિદેશી દારૂ વેચવાનો ધંધો કરવા દેવામાં આવે તેવું લખ્યું હતું. સંજય પંચાલે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત સલામત છે. મારી પાર્ટીની અંદર હું છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે ભટકી રહ્યો છું. મેં કલેક્ટર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કમિશનર સાહેબને બે-બે વાર આવેદન પત્ર આપ્યા છતાં આજદિન સુધી મને ન્યાય મળ્યો નથી.
વાવના મહામંત્રી પીધેલા પકડાયા
બનાસકાંઠાના વાવના ભાજપ મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. રૂપાણી સરકારને નીચું જોવાનો અને વિપક્ષના પ્રહાર સહન કરવાનો વારો આવ્યો હતો. બાકાસર ત્રણ રસ્તા નજીક ભાજપના મહામંત્રી રણજીત ચૌહાણને તેમની ગાડી સાથે પોલીસે ઝડપી લઈ તેમની તપાસ કરતાં દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. પોલીસે તેમની ગાડી જપ્ત કરી હતી. પોલીસ તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી ભાજપના ઇશારે સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલી લેવાશે તેને લઈ વિપક્ષ કોંગ્રેસમાં ચર્ચા તેજ બની હતી.
મુન્દ્રા ભાજપના નેતાની રાજસ્થાનમાં મહેફિલ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કચ્છના મુન્દ્રા ભાજપના આગેવાનનું શરમજનક વર્તન સામે આવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ વાલજી ટાપરીયાએ દારૂ પીને ધમાલ મચાવી હતી. તેઓ ભાજપમાંથી ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન ગયા હતા. ત્યાં બાડમેરમાં વાલજી ટાપરીયાએ હોટલમાં દારૂપીને ધમાલ કરી હતી. જો કે, સ્થાનિકોએ માર મારીને તેમને ભગાડ્યા હતા.
મહામંત્રી પીતા પકડાયા
અમરેલી જિલ્લામાં વડીયા-કુંકાવાવમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતો, જેમાં ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા ઝડપાઈ ચૂક્યા હતા. દરોડામાં ભાજપ એટીવીટી મહામંત્રી અને એક બેન્ક મેનેજર સહિતના લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જે સંબંધીના પુત્રના લગ્ન પ્રસંગની મહેમાનગતી માણવા રેલવે કોલોનીમાં આવેલા હતા.
કોર્પોરેટરના પુત્ર પીતા ઝડપાયો
જામખંભાળિયા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સોનલ વાનરિયાપા પુત્ર રાજુ વાનરીયા BMW કાર સાથે મોટી ખાવડી પાસે મેઘપર પોલીસે તેમની પીધેલી હાલતમાં ધરપકડ કરી પ્રોહીબીશન ધારા મુજબ ફરિયાદ નોંઘી હતી. નશો કરેલ હાલતમાં રાજુ વાનરીયા ખંભાળિયા રોડ પર એક અકસ્માત કરી ત્યાંથી નાસી છૂટ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.
દારૂ પીવાનું છોડો નહીં, ઓછો પીવો: પ્રધાન
આઝાદી કાળથી દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતના ભાજપના ધારાસભ્યો જ હવે દારૂ પીવાની હિમાયત કરી રહ્યા છે. ધારાસભ્ય કાંતી ગામીતે 9 જૂન 2016મા કહ્યું કે દારૂ પીવાનું બંધ નહીં પણ ઓછું કરો. તહેવારો, લગ્ન પ્રસંગે જ દારૂ પીવાનું રાખવા માટે જણાવ્યું હતું. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કાંતિ ગામીતે દારૂ ઓછો પીવાની સલાહ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આપી હતી, જેના પગલે વિવાદ પેદા થયો હતો. દારૂ પીવો પણ માપમાં પીવો. પ્રસંગોપાત દારૂ પીવો તો કોઈ વાંધો નહીં પણ આપણી પાસે આદિવાસીઓ પાસે તો પીવાનું કોઈ માપ જ નથી. પીવા બેસે તો આખો દિવસ પીવે છે. કોંગ્રેસમુક્ત ગુજરાતના આગ્રહી ભાજપના નેતાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૈકી એક આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન કાન્તિ ગામીત હતા.
નગરપાલિકાના પ્રમુખે દારૂના નશામાં ધમાલ કરી
રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સિનેમામાં ગત રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમાં નશો કરેલી હાલતમાં રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી રક્ષકોએ અટકાતા આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા ઉશ્કેરાઈ ગયા હતા. પોતે ભાજપના આગેવાન છે, સિનેમા બંધ કરાવી દેશે, તેવી ધમકીઓ આપી હતી અને રાજકીય રોફ બતાવવા માંડ્યા હતા. દશામાનું જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. લલીત કામરીયાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશને લઈ જવાતા જ સ્થાનિક ભાજપના કેટલાક આગેવાનોએ પોલીસ પર દબાણ કર્યું હતું.
પૂર્વ મુખ્ય પ્રધાને સમર્થન કર્યું
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ હજુ પણ દારૂ વેયાચ છે. કારીગર, શ્રમજીવી વર્ગ રોજ દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. દારૂબંધી ડામી દેવામાં અસરકારક પગલા ભરવાની આવશ્યકતા રહેલી છે. તેમનું નિવેદન કહે છે કે, ગુજરાત સરકાર દારૂના બેરોકટોક ધંધાને બંધ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારની સામે જ દારૂબંધી અંગે તાતાતીર છોડ્યા છે.
કાઉન્સીલરનો પુત્ર દારૂના ધંધામાં પકડાયો
ભાજપ કચ્છ જિલ્લા પ્રમુખ ઉમિયાશંકર જોષી અને ભચાઉ મ્યુનિસિપાલિટી કાઉન્સીલર કલ્પના જોષીના દીકરા આરોપી અભિષેક જોષી પાસેથી 45,000 રૂપિયાનો અંગ્રેજી દારૂ જપ્ત થયો હતો. મુંબઈથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી થેલા અને ટ્રોલી બેગ લઇને અભિષેક જોષી ઉતર્યો હતો. ગાંધીધામ રેલવે પોલીસને તેની ગતીવિધિઓ શંકાસ્પદ લાગતા પોલીસે તેની તલાશી લીધી હતી. ત્યારે અભિષેક જોષીના બેગમાંથી દારૂની બોટલ નીકળતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી 354 બોટલ તથા 96 બીયરના ટીન મળી આવ્યા હતાં. જો કે હજુ સુધી આ અંગે વધુ માહિતી જાહેર થઇ નથી. જો કે પોલીસે હજુ આ શખ્સની પૂછપરછ બાકી હોવાથી આ શખ્સ અંગે વધુ માહિતી ન હોવાનું કહ્યું હતું.
સરપંચે દારૂબંધી કરી તો ભાજપે વિરોધ કર્યો
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ખરા અર્થમાં દારૂબંધીનો અમલ અઢી વર્ષથી કરી બતાવ્યો છે. સરપંચ જાતે જઈને દારૂ વેચનારના માટલા ફોડી કાઢ્યા હતા. પહેલા ગામમાં દારૂ વેચાતો હતો. તેની સામે ભાજપના સાંસદ કે ધારાસભ્ય કંઈ કરી શકતા ન હતા, જે આ સરપંચે કરી બતાવ્યું છે. ગામમાં દારૂ પીને કોઈ પ્રવેશી શકતું નથી. રાજકીય નેતાઓ દારૂના હપ્તા લઈને દારૂ વેચવા દે છે, તેથી આ સરપંચ તેમને પસંદ નથી. એ તો ઠીક પણ ખેડા જિલ્લા પોલીસ વડા પણ તેમની ફરિયાદ લેતા નથી અને ધારાસભ્યની તરફેણ કરે છે. DSPને ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે કહી દીધું હતું કે, ‘ફરિયાદ લેવી તે તમારું કામ છે. ન્યાય આપવો તે કોર્ટનું કામ છે. તમે ન્યાયાધીશ ન બનો. ધારાસભ્યની તમે તરફેણ ન કરો. મારી ફરિયાદ લો પછી બીજી વાત કરો.’
દારૂ બંધ થઈ શકે, BSPએ કરી બતાવ્યું BJPએ નહીં
છોટા ઉદેપુર નગરપાલિકાના ગુજરાતના એક માત્ર બહુજન સમાજ પક્ષના પ્રમુખ નેહા જયસ્વાલે પોલીસને કહી દીધું હતું કે જન્માષ્ટમી, તાજીયા અને ગણેશોત્વમાં શાંતિ જોઈતી હોય તો દારૂના અડ્ડા બંધ કરાવો. છૂટથી દારૂ મળે છે. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાની હાજરીમાં તેમણે અધિકારીઓને 19 સપ્ટેમ્બર, 2018ના રોજ કહ્યું હતું, જેની અસર પણ થઈ છે. ગણેશોત્સવ પૂરો થયો અને ક્યાંય જાહેરમાં દારૂ મળતો ન હોવાથી ક્યાંય ધમાલ કે છેડતી પણ થઈ ન હતી. દારૂડિયાઓ જાહેરમાં દારૂ પીને આવવાની હિંમત જ ન કરી હતી. જો આમ દરેક સ્થળે રાજકારણીઓ દારૂના અડ્ડા બંધ કરાવે તો દારૂ બંધ થઈ જાય તેમ છે પણ ધારાસભ્યો દારૂના અડ્ડા બંધ કરાવતા નથી, કારણ કે તેમને તેમાંથી હપતો મળતો હોય છે.
ઉમેદવારોએ કહ્યું દારૂ નહીં આપીએ
ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડનં 1ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં દારૂ લાવીને પીવડાવવો નહીં તેવી સાથે પ્રતિજ્ઞા લીધી હતી. હનુમાનજીના મંદિરે એકઠા થયેલા ઉમેદવારોએ દારૂ ન વેચવા તેમજ કોઈપણ ઉમેદવાર મતદારને દારૂ પહોંચાડે તો તેનો રૂ. 50 હજારનો દંડ કરાશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
સાંસદના ગામમાં દારૂનો ધંધો
વિધાનસભાના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવાએ કહ્યું હતું કે, ખુદ સાંસદ મનસુખ વસાવાના ગામ લોકો આજે દારૂના ધંધામાં ધકાયેલા છે. મનસુખ વસાવાનું ગામ હોવાથી ત્યાં પોલીસ પણ રેડ પાડતા અચકાય છે. શું સાંસદ મનસુખ વસાવા જિલ્લામાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓથી અજાણ છે? મનસુખ વસાવા દારૂ વેચવાવાળા બૂટલેગરો વિશે કેમ કંઈ બોલતા નથી? નર્મદા જિલ્લામાં દારૂના ધંધા ભાજપવાળા જ કરાવે છે. બૂટલેગરો પોલીસથી બચવા ભાજપમાં જોડાય જાય છે. નર્મદા જિલ્લામાં ભાજપ બૂટલેગરોના પૈસાથી જ તો ચૂંટણીઓ લડે છે.
ચૂંટણી જીતવા દારૂ આપીએ છીએ
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ગોધરા ખાતે કહ્યું હતું કે વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી. ભાજપના સાંસદ અચાનક સાચું બોલી ગયા હતા. છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પૈસાની રેલમછેલ, દારૂની રેલમછેલ, સત્તાનો ડર બતાવી અને વહીવટીતંત્રના દુરુપયોગથી સત્તા ટકાવી રહી છે. તેનું એમના સાંસદે જ અનુમોદન આપ્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે પણ નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે એવું આજે ભાજપના સાંસદ પ્રભાતસિંહે પણ ગોધરા ખાતે કીધું હતું.
સાંસદ વસાવાએ પણ સમર્થન કર્યું
પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે પ્લાસ્ટિક પર પતિબંધના બદલે પોટલી પર પ્રતિબંધ મૂકે તો સારું કહેવાય.
મારો પુત્ર બુલટેગર છે: સાંસદ
સાંસદ પ્રભાતસિંહે પક્ષ પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, તેમનો પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ ભાજપના વિધાનસભાના ઉમેદવાર સુમનબેનનો પતિ બૂટલેગર છે. પોલીસે તેમની પાસેથી દારૂ પકડેલો હતો. તેથી તેમને ટિકિટ આપવામાં ન આવે.
ભાજપ ઉપપ્રમુખની હોટલમાં મહેફિલ
જૂનાગઢ-રાજકોટ હાઇવે ઉપર વડાલ નજીક આવેલી ક્રિષ્ના ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલ જૂનાગઢ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હોટલમાં તાલુકા પોલીસે દરોડો પાડી ગાંધીનગરના ત્રણ સહિત છ શખ્સોને દારૂની પાર્ટી માણતા ઝડપી લીધા હતા. વડાલ નજીક રજિસ્ટર તપાસતા તેમાં શંકા જતા રૂમોની તલાશી લેતા એક રૂમમાંથી ગાંધીનગરના શૈલેન્દ્રસિંહ સોલંકી, હસમુખ પ્રજાપતિ અને જીજ્ઞેશ પરમારને દારૂ પીતા ઝડપી લીધા હતા.
ભાજપ દારૂ લાવે છે
વિધાનસભાની ચૂંટણી સમયે 2017મા ભરત સોલંકીએ ચૂંટણી કમિશનને પત્ર લખીને કહ્યું હતું કે, ચૂંટણીના સમયે ભાજપ દ્વારા પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દારૂ મગાવે છે અને લોકોને દારૂ પીવડાવીને તેઓ ચૂંટણીમાં મત મેળવે છે. ગુજરાતમાં ભાજપ માત્ર દારૂબંધીની વાતો જ કરે છે પરંતુ પોતે જ લોકોને દારૂ લઈને આપે છે. સુરત ભાજપના ઉમેદવારના કાર્યાલય પાસેથી જ દારૂ ભરેલી એક કાર પકડી પાડી હતી.
ભારતમાતા કી જય સાથે દારૂની મહેફિલ
વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો, જેમાં વડોદરામાં ભાજપના 5 કાર્યકરોમાં મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જિગ્નેશ પરમાર અને કમલેશ રોહિત નજરે પડ્યા હતા. દારૂની મહેફિલમાં તેઓ સિગરેટનું પણ સેવન કરતા જોવા મળ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે કાયદાનો ડર ન હોય તેમ વીડિયો પણ વાયરલ કર્યો હતો. મહેફિલ માણનાર ભાજપના આ કાર્યકર્તાઓ ભાજપના ફ્લેગ સાથે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. કાર્યકરો જ નશાની હાલતમાં હોય તો સામાન્ય લોકોને દારૂ પીતા કઈ રીતે અટકાવશે સરકાર? દારૂની મહેફિલ માણતા આ ભાજપના કાર્યકરો સામે ભાજપે કોઈ પગલાં લીધા નથી.
આવક જાય છે
નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે દારૂ અંગે કહ્યું કે ગુજરાતમાં દારૂ પર ટેક્સ નથી એટલે પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ નાખવામાં આવે છે. પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ નાખવાની સરકારને ફરજ પડી છે.
વિરોધ પક્ષ શું કહે છે?
શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં લીરેલીરાં ઉડાડ્યા હતા. 20થી 25 વર્ષથી ભાજપ સત્તામાં છે. આ સમયગાળો એક પેઢી જેટલો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમે છે. ભાજપના લોકો દારૂ પીતા પકડાય છે. ભાજપના નેતાઓની ગુનાખોરી હવે વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ સામે ગંભીર કહી શકાય એવી ઘટનાઓ નોંધાય છે. તેઓ સામાન્ય પ્રજાને પરેશાન કરી રહ્યા છે. ખૂન કરે છે. બળાત્કાર કરી રહ્યા છે. જુગાર, દારૂ અને સટ્ટો રમતા પકડાયા છે. ભ્રષ્ટાચાર કરતા પકડાયા છે. આમ હવે ભાજપ એ ભાજપ નહીં પણ ગુનાખોરીને પ્રોત્સાહન આપતો પક્ષ બની ગયો છે.
25 જુલાઈ 2006ના રોજ સરકારી પરિપત્ર બહાર પાડીને નશાબંધીના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતા પાસેથી લઈને પરત પોલીસ ખાતાને એ સુપરત કરે છે. એ પરિપત્રમાં જણાવ્યું હતું: ‘ગુજરાત રાજ્યના અસ્તિત્વથી તા. 30-04-1997 સુધી નશાબંધી અમલીકરણની કામગીરી ગૃહ વિભાગ નીચેના પોલીસ ખાતા દ્વારા કરવામાં આવતી હતી. તા. 30-04-1997થી આ કામગીરી માટે નશાબંધી અને આબકારી ખાતું અલગથી ઊભું કરવામાં આવેલ.
200 કરોડનો હપતો
ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાંથી ગેરકાયદેસર 43,70,311 લીટર દેશી દારૂ પકડાયેલો છે, જેની કિંમત રૂા. 8,52,61,725 જેટલી થાય છે. જ્યારે 2,42,50,146 વિદેશી દારૂની બોટલ પકડાયેલી છે, જેની કિંમત 24,68,33,929 રૂપિયા જેટલી થાય છે. જ્યારે સત્તાવાર દારૂ આટલો પકડાયેલો હોય તો ગેરકાયદેસર દારૂનો વેપારનો આંકડો કેટલો મોટો હશે? ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને ગુજરાતમાં ભાજપ શાસનમાં રોજેરોજ કરોડો રૂપિયાનો દારૂ પાડોશી રાજ્યોમાંથી ઠલવાય છે. જે માટે ભાજપ સરકારનું ભ્રષ્ટ અને હપ્તારાજ જવાબદાર છે. સાથો સાથ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કઈ પરિસ્થિતિ છે તેનું ચિત્ર રજૂ થાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ દારૂના 200 કરોડના હપ્તાની રાજનીતિના બધા ભાગીદાર છેઃ અલ્પેશ ઠાકોર
1050 લીસ્ટેડ બુટલેગર
અલ્પેશે અમદાવાદમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. છતાં 2019માં પોલીસની યાદી પ્રમાણે અમદાવાદ શહેરમાં લિસ્ટેડ બુટલેગરો 1050 છે, જેમાં ગૃહમંત્રીની જાહેરાત બાદ 0.4 ટકા બુટલેગરો સામે કાર્યવાહી થઇ છે. એક અડ્ડા પરથી રોજની 100થી 2 હજાર વિદેશી પ્રકારનો બનાવટી દારૂની બોટલો અને પોલટી વેચવામાં આવે છે. રોજ 11 લાખ બોટલ કે પોટલી વેચાય છે. અમદાવાદની વસતી 60 લાખ છે, તેથી દર 6 વ્યક્તિએ એક બોટલ વેચાય છે. તેનો મતલબ કે ઘરેઘરે દારુ અમદાવાદમાં પિવાય છે.
ત્રણ વર્ષ પહેલાની યાદી ભૂલાઈ
અલ્પેશ ઠાકોરે 26 ફેબ્રુઆરી 2016માં ત્રણ વર્ષ પહેલા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલના મહેસાણા જિલ્લાના વતનમાં દારૂના 900 અડ્ડા ચાલે છે. મહેસાણામાં દારૂ-જુગારના 900થી વધુ અડ્ડા ધમધમતા હોવાનો ઘટસ્ફોટ કરતી યાદી ઓબીસી એસસી એસટી મંચના નેતા અલ્પેશ ઠાકોરે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદી પટેલને રૂબરૂ મળીને આપી હતી. દારૂની બદી સામે ઝુંબેશ ચલાવનારા અલ્પેશે ટોકન તરીકે બુટલેગર્સનાં નામ-સરનામાં સાથેની યાદી આપી હતી. જે આજે અલ્પેશ ઠાકોર ભૂલી ગયા હોવાથી લોકો તેમને યાદ કરાવી રહ્યાં છે કે તે જૂની યાદી ફરીથી બહાર કાઢે અને જનતા રેડ કરાવી ઠાકોર સમાજને બચાવે.
પોલીસ નહીં પ્રજાએ અડ્ડા બંધ કરાવ્યા
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. કાયદાનું પાલન કરાવતી પોલીસ જ દારૂના અડ્ડાને બંધ કરાવવામાં નિષ્ફળ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે જનતાને દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની ફરજ પડી છે, જ્યારે જનતા દારૂના અડ્ડા પર રેડ કરે છે એ પછી પોલીસ આવીને દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરને પકડીને લઇ જાય છે. હવે જનતા જ પોલીસનું કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં કેટલાક લોકોએ પોતાનાં ઘરની નજીક ચાલતા દેશી દારુના અડ્ડા પર રેડ કરીને દેશી દારુની પોટલીઓ લારીમાં ભરીને તેનું સરઘસ કાઢ્યું હતું.
દારુડીયા સામે સરઘસ
દારૂડીયાઓના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ એકઠાં થઇને દારુના અડ્ડા પર રેડ કરી હતી અને દેશી દારુના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ દારૂનો અડ્ડો દારુના દુષણને દૂર કરવાની વાત કરનારા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરની નજીક આવેલા મગનપુરામાં જ ધમધમતો હતો. સ્થાનિક લોકોએ દારુના અડ્ડા પર રેડ કરીને મોટી સંખ્યામાં દેશી દારુની પોટલીઓ લારીમાં ભરીને તેનું સરઘસ કાઢ્યું હતું. દારુના અડ્ડા પર જનતા રેડની માહિતી પોલીસને મળતા રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી કરી હતી.
પોલીસ, ભાજપ અને પત્રકારનો હપ્તો
સ્થાનિક મહિલાઓને આ બાબતે પોલીસ ફરિયાદ કરવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસવાળા શું કરે, પોલીસ જ અહીં દારુ પીવા આવે છે અને હપ્તા લઇ જાય છે. એ બધા લોકોએ પોલીસવાળાના હપ્તા બાંધ્યા છે. મહિલાઓએ આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું કે, દારુ પીવા આવતા લોકો અમારી બહેન-દીકરીઓ સામે અશ્લીલ હરકતો કરે છે અને અમે તેને આ બાબતે ઠપકો આપીએ ત્યારે એ લોકો એમ કહે છે કે, અહિયાં શું કરવા રહો છો. આ પરિસ્થિતિમાં અમારે અહિયાં રહેવું કેવી રીતે. એક અડ્ડા પાસેથી મહીને પોલીસ રૂ.1 લાખ, રાજનેતાઓ 25 હજાર અને પત્રકારો 5 હજારનો હપ્તો લે છે. મહિને રૂ.10 લાખનો હપ્તો એક અડ્ડા વાળા આપે છે. આવા કુલ 1050 અડ્ડા અમદાવાદમાં છે. આમ હપ્તા પેટે રૂ.1000 કરોડ મહિને જાય છે. વર્ષે 12000 કરોડ થયા. તો આખારાજ્યમાં કેટલી હપ્તાખોરી ચાલી રહી છે.
શું હપ્તા વધારવા અડ્ડા બંધ કરાવીને ફરી ચાલુ કરાવાય છે ?
રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામા ગત રાત્રીના અગ્યારેક વાગ્યે ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમા નશો કરેલી હાલતમા રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી પક્ષકોએ અટકાવ્યા હતા. પરંતુ શરાબ અને સત્તાના નશામાં મદ આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. સિક્યોરીટીએ આ યોગ્ય ન હોવાનુ જણાવી સિનેમાની બહાર જતુ રહેવા કહ્યું હતું. પરંતુ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા ઉશ્કેરાઈ ગયા હતા. પોતે ભાજપના આગેવાન છે સિનેમા બંધ કરાવી દેશે તેવી ધમકીઓ આપી હતી. રાજકીય રોફ બતાવવા માંડ્યા હતા.
આ સમયે દશામાનું જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી અંતે સીક્યોરીટી એજન્સીએ સતર્કતા વાપરી મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી. એ ડિવીઝન પોલીસે કોઈ જાતનો પક્ષપાત રાખ્યા વિના જ દારૂ ઢીંચીને રોફ જમાવતા ભાજપના પુર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયાને પકડી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશને લઇ જવાતાં જ સ્થાનિક ભાજપના કેટલાક આગેવાનોએ પોલીસ પર દબાણ કર્યું હતું. પરંતુ પોલીસે રાજકીય ભલામણોને વશ થયા વગર કાયદો બધા માટે સરખો તેવો સંદેશ આપી પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા વિરુદ્ધ દારુબંધી કાયદા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.