કોરોના સારવાર માટે 25,000 બેડની વ્યવસ્થા કરી

Arranged 25,000 beds for the treatment of corona

રાજય સરકારે કોરોનાના સંક્રમણની સ્થિતિ 25,000 બેડની વ્યવસ્થા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના 70 થી 80 ટકા કેસ અમદાવાદ, વડોદરા અને સુરતના છે. રાજ્ય સરકારે સામે ચાલીને ઘેર ઘેર જઈને કેસ શોધ્યા છે. ઘણા લોકોનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો થયો છે અને રાજ્યમાં રિકવર થયેલા લોકોનો આંક 100 ઉપર પહોંચ્યો છે, તે આનંદની વાત છે.
કોરોનાનો એક પોઝિટિવ કેસ અંદાજે 400 વ્યક્તિને ચેપ લગાડી શકે છે તેવા સમયે કરફ્યૂ ન લગાડ્યો હોત તો હાલત બદથી બદતર થઈ હોત, તેથી લોકડાઉન અને કરફ્યૂ પ્રજાજનોના હિત માટે લગાવવામાં આવ્યા છે, જેને લીધે કોરોનાનું સંક્રમણ અટક્યું છે.
કોરોનાથી ન ગભરાવાની અપીલ કરતા લોકોને કહ્યું કે, કોરોનાના 85 ટકાથી વધુ કેસમાં લોકો સાજા થયા છે અને બાકીના 15 ટકામાંથી મૃત્યુદર 3 થી 4 ટકા છે.
ગુજરાતમાં જે પણ મૃત્યુ થયા છે તેમાં મોટાભાગના ડાયાબિટિસ, બ્લડપ્રેશર અને કેન્સરના દર્દીઓ હતા, જેને તબીબી ભાષામાં કૉ-મોર્બિડ કહે છે. આ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હતી એટલે જ આપણે તેને વધારવા પર ભાર મૂકી રહ્યા છે.
રાજ્યમાં આગોતરુ આયોજન કરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1,200, એસવીપીમાં 500 અને સુરત, વડોદરા, રાજકોટમાં 2,500 – એ રીતે આપણે 9,500 બેડ તૈયાર રાખ્યા હતા. આપણે માત્ર 2,500 કેસ સુધી જ પહોંચ્યા છીએ પણ આપણે 9,500 બેડની વ્યવસ્થા રાખી છે. યુદ્ધના ધોરણે રાજ્યમાં ડેડિકેટેડ, હોસ્પિટલ, કેર સેન્ટર ઉભા કરીને આવનારા દિવસોમાં 25,000 બેડની વ્યવસ્થા રાખી છે.
કોરોનાના કેસમાં સરકારી હોસ્પિટલમાં સારવારનો બધો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે છે. આ ઉપરાંત અમદાવાદમાં ત્રણ ખાનગી હોસ્પિટલને પણ સારવારની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતે કોવીડની સારવાર માટે અત્યંત આવશ્યક એવા વેન્ટિલેટરનું ઉત્પાદન પણ જ્યોતિ સીએનસીની મદદથી રાજ્યમાં જ ઉત્પાદિત કરી મેઈક ઈન ઈન્ડિયાનું સપનુ સાકાર કર્યું છે.