Saturday, July 25, 2026

Admin

13486 POSTS 0 COMMENTS

હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ઓછામાં ઓછું એક ...

હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસથી ફેલાતા COVID-19 અનુસંધાનમાં સંભવિત સંક્રમણ અટકાવવા આગમચેતીના ભાગરૂપે હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ફરજીયાત ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવા તેમજ હોટ...

એક માસનું અનાજ એડવાન્સમાં આપવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે ગરીબ શ્રમજીવો સહિત સામાન્ય નાગરિકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણયો લેવામાં આવ્યા છે. વર્તમાન સ્થિતીમાં ગરીબ...

ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છ...

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે. કોરોના જીવલેણ નથી પણ વ્યાપક છે. લોકસંપર્ક ઓછો થાય, ભીડ ઓછી થાય અને કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શનનો અમલ થાય તે જરૂરી છે. હાલ રેલ્વે, એસ.ટી. સેવાઓ તેમજ સ્થાનિક વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છે જે પરદેશથી આવ્યા છે. કોરોનાનો ફે...

કર્મચારીઓનો પગાર ન કાપવા કે છટણી ન કરવા અનુરોધ

નોવેલ કોરોના વાઈરસના સંક્રમણના કારણે કામ પર ગેરહાજર રહેનાર કોઇપણ શ્રમયોગી કે કર્મચારીઓ પગાર ન કાપવા તથા તેઓની છટણી ન કરવા રાજ્યના શ્રમ નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યની જાહેર/ખાનગી સંસ્થાઓ, કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓને આર્થિક તેમજ નૈતિક ટેકો આપીને શ્રમયોગીઓ/કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને આ કટોકટીના સમયમાં સહાય કરવાની સામાજિક જ...

ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં ૨૫ માર્ચ સુધી જીવન...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વ વ્યાપ મહામારી COVID 19 કોરોના વાયરસ મોટા ભાગે લોકોના એક બીજાના વધુ સંપર્કથી ફેલાતો હોય છે તે સંદર્ભમાં લોકો  કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટમાં ન રહે, આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે  તેવી આરોગ્ય સુખાકારીની નેમ સાથે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં   તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ સુધી...

બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે – પ...

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ વડોદરા જીલ્લા ભાજપના બુથ પ્રમુખ અને બુથ સમિતિનાં સભ્યોને વીડિયો, વોટસઅપ અને SMS સંદેશાં દ્વારા નવી પહેલ સાથે વિનંતી કરી હતી. “દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે અને સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવે અને બીજી સૂચના ન મળે ત્યાં  સુધી લોકો ઘરની બહાર ન નીક...

અમદાવાદ જિલ્લા પંચાયતએ તમામ તાલુકાઓમાં હેન્ડ સેનિટાઇઝર  અને માસ્કનો જથ...

૧૩,૦૦૦ સેવાકર્મીઓએ સંપર્ક અભિયાન શરુ કર્યુ ૩,૨૦૦થી વધુ મૅ઼ડિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત તાલુકા મથકોએ હૉસ્પિટલોને સજ્જ કરાઈ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને  ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૫૦  હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. જિલ્લા  વિકાસ અધિકારીશ્રી  અરુણ મહેશ બાબુએ  આ ...

ગ્રામ્ય વિસ્તારમાં ડિસેલીનેશનથી પાણી પુરૂ પાડનાર ગુજરાત પહેલુ રાજ્ય

“દિકરીને બંદુકે દેતા પણ ધંધુકે ના દેતા” રાજકોટના જળાશયોમાં જ્યારે પાણી નહિવત્ત હતુ ત્યારે ટ્રેન મારફતે પણ પાણી પહોચાડવાનો ઇતિહાસ છે. એક સમયમાં રાજ્યમાં ૪૦૫૦ જેટલા ગામોમાં ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવામાં આવતું જેને લોકો “ટેન્કર રાજ” કહેતા. અને એક બેડા પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું હતું. સુરેન્દ્રનગર વિસ્તારમાં એક કુવામાંથી પાણી સિંચતા ...

“જનતા કરફ્યુ”નો આભાર

“જનતા કરફ્યુ”ની અપીલને રાષ્ટ્રહિત-રાષ્ટ્રસેવાની ભાવના સાથે સ્વીકારીને ગુજરાત સહિત ભારતવાસીઓએ સ્વયંભૂ કરફ્યુ રાખી, કોરોના વાયરસ ડીસીઝને પરાસ્ત કરવા હેતુ પોતાના નિવાસસ્થાને જ રહીને જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તે બદલ હું જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે વિજય મેળવવા માટે જનતા ક...

સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવતી નોન ક્રિટિકલ આઈસોલેશન ...

આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલ સહિતની જગ્યાઓએ પણ જરૂરિયાતને આધારે આવી હોસ્પિટલો ઊભી કરાશે રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તથા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઇ ઉભી થનાર  પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવી શકાય ત...

ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો – ઊર્જા મંત્રી સૌરભ પટેલ

નાગરિકોને વીજ વપરાશ માટે ઇલેક્ટ્રિસિટી ડયુટીનુંભારણ ન આવે તે માટે અમારી સરકારે ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો કર્યો છે.  દુકાનદારો/ વેપારીઓ/ કારીગરોને તથા વ્યવસાયની ઓફિસો ધરાવનારને રાહત આપવા માટે ર૫ ટકાના અત્યારના વીજકરમાં ઘટાડો કરી ર૦ ટકા કરવામાં આવશે. જેનો લાભ રાજ્યના ૩૦ લાખ જેટલા દુકાનારો/ વેપારીઓ/ કારીગરોને અને આવી ઓફિસ ધરાવનારાને મળશે.રૂા. ૩ર૦ ક...

8 સંસ્થાઓને 40 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપી દેવાઈ

રીવોલ્યુશન ઈન રેવન્યુ – મહેસૂલમાં ક્રાંતિ 18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે. ક્રમ પ્રોજેક્ટ જમીન 1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103....

રૂપાણીએ કરેલી અમ્મા કેન્ટીનની નકલમાં અકલ ન રહી, રૂ.10ની અન્નપૂર્ણા યોજ...

તામિલનાડુમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ શરૂ કરેલી 'અમ્મા કેન્ટીન'માંથી પ્રેરણા લઇ ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં બપોરનું ભોજન આપવા માટે રાજયના શ્રમ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી રાજય સરકારની મહત્ત્વાકાંક્ષી 'અન્નપૂર્ણા યોજના'માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. ય...

60 વર્ષથી વધારે વય ધરાવતા લોકો થોડા અઠવાડિયા ઘરની બહાર ન નીકળે

વૈશ્વિક રોગચાળા સામે લડવા તમામ ભારતીયોનો સંકલ્પ અને સંયમ આવશ્યક છે. કોરોનાવાયરસે અત્યારે આખી દુનિયામાં આતંક મચાવ્યો છે. તેમણે નાગરિકોને આ ઝડપથી ફેલાતા વાયરસનાં પ્રસારને નિયંત્રણને સુનિશ્ચિત કરવા ચોક્કસ પગલાંને અનુસરવા અપીલ કરી હતી. તેમણે નાગરિકોને આ રોગચાળાને હળવાશ ન લેવાના મહત્ત્વ પર તથા કોવિડ-19ના પ્રસારને અટકાવવા જાગૃત થવા અને સક્રિય પગલાં લેવાન...

વડાપ્રધાન મોદીએ કહ્યું પત્રકારોએ સારું કામ કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ના ફેલાવા સંબંધે ઉભરી રહેલા પડકારો વિશે આજે દેશના ઇલેક્ટ્રોનિક મીડિયાના મુખ્ય હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ પહેલા દિવસથી જ આ મહામારીના જોખમની ગંભીરતા સમજવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં ચેનલોએ નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી...