Admin
હું છું ગાંધી: ૧૧૦ ગોખલેને મળવા
દક્ષિણ આફ્રિકાનાં ઘણાં સ્મરણો હવે મૂકવાં પડે છે. સન ૧૯૧૪માં જ્યારે સત્યાગ્રહની લડતનો અંત આવ્યો ત્યારે ગોખલેની ઇચ્છાથી મારે ઇંગ્લંડ થઈને દેશ જવાનું હતું. તેથી જુલાઈ માસમાં કસ્તૂરબાઈ, કૅલનબૅક અને હું એમ ત્રણ જણ વિલાયત જવા ઊપડ્યાં. સત્યાગ્રહની લડાઈ દરમિયાન મેં ત્રીજા વર્ગની મુસાફરી શરૂ કરી હતી, તેથી દરિયારસ્તે પણ ત્રીજા વર્ગની ટિકિટ કપાવી. પણ આ ત્રીજા...
ભરૂચ બીજું ભયાનક ભોપાલ કેમ બની શકે, શુ છે એ ઝેરી કેમીકલ
જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે. ...
શટલ રીક્ષા હવે લૂંટારૂઓનું હાથવગુ સાધન, ત્રણ લૂંટારા પકડાયા
અમદાવાદ શહેરના વિશાલા હોટેલ પાસે આવેલા શાસ્ત્રીબ્રીજના છેડા પર ગઈકાલે રાત્રે શટલ રીક્ષામાં બેઠેલી લુંટારુ ટોળકીએ ઘાતક હથિયારો સાથે પ્રવાસીઓને લુંટવા માટે અંધારામાં રોડની સાઈડમાં આવેલી ઝાડી પાસે લઈ જઈ ધાક ધમકી આપતા હતા તે દરમિયાન જ પોલીસની જીપ આવી પહોંચતા લુંટારુઓ ત્રણ યુવાનોનું અપહરણ કરી ભાગી છુટયા હતા. પોલીસ જીપ રીક્ષા પાસેથી પસાર થતાં જ યુવકોએ...
અમદાવાદમાં વાહનોમાં મંદીના વાદળો દૂર થયા
અમદાવાદ મહાનગર પાલિકા - અમપાને પ્રથમ ત્રિ-માસિકમાં ગત વ્હીકલ ટેક્ષની આવકમાં ૧પ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. હવે વાહનોમાં સ્થિતી સુધરી છે લોકો વાહનો ખરીદ કરવા લાગ્યા છે તેથી આર્થિક મંદી છતાં ર૦૧૯-ર૦માં વાહનોનું સારું વેચાણ થયું છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ અઢીથી ત્રણ લાખ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે. જેમાં વાહન વેરા પેટે અમપાને રૂ.એ...
દીવ, દમણ અને દાદરાનગરને ગુજરાતમાં ભેળવવાના બદલે અલગ કરાયા
દીવ, દમણ અને દાદરાનગર હવેલીને ગુજરાતમાં ભેળવી દેવાની ગયા વર્ષે હીલચાલ થઈ હતી. તેથી ગુજરાતના લોકો એવી આશા રાખતાં હતા કે, ગુજરાતમાં તેને ભેળવીને દરિયાની સુરક્ષા અને દાણચોરીની સુરક્ષા વધું મજબૂત કરાશે. પણ તેનાથી ઉલટો નિર્ણય ભાજપે લીધો છે. હવે આ ત્રણેય સ્થળેથી ભરપુર દારુ, દામચોરી અને દાદાગીરી ચાલું રહેશે. ગુજરાતની હકુમત તેના પર નહીં ચાલે. કેન્દ્રીય ...
ગોલ્ડન બ્રિજ પાસે 12 કિલો ગાંજો પકડાયો, ક્યાંથી આવ્યો હતો ગાંજો ?
અંકલેશ્વર તરફથી આવેલી રીક્ષાને ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજના છેડે રિક્ષામાંથી ૧૨ કિલો ગાંજો મળી આવ્યો છે. વડોદરાની આર આર સેલની ટીમે સ્થાનિક પોલીસ પકડી પાડ્યો છે. સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો છે. ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. સ્થાનિક ...
સરકારી ડેટાને દબાવવા અને પછી તેમને લીક કરવા તે પ્રશ્નો ઊભા કરે છે ...
ભારતના ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી, પ્રણવ સેને એક નિવેદનમાં કહ્યું છે કે દેશમાં સત્તાવાર આર્થિક ડેટાનું પ્રકાશન કેલેન્ડર હોવું જોઈએ, જે સમયસર બહાર પાડવું જોઈએ, જેથી ભારતના ડેટાની વિશ્વસનીયતા પણ અકબંધ રહે. પ્રણવ સેન હાલમાં તાજેતરમાં રચાયેલી આર્થિક આંકડા પરની સ્થાયી સમિતિના વડા છે. ભારતના પૂર્વ ચીફ સ્ટેટિસ્ટિશિયને કહ્યું કે ભારતનો સત્તાવાર ડેટા ચ...
76 નેતાઓએ ભાજપ છોડી દીધો, મૂળ કારણ નાગરિકતા કાયદો
સુધારેલા નાગરિકત્વ કાયદા અને સૂચિત એનઆરસીના વિરોધમાં મધ્યપ્રદેશમાં ભાજપના ઓછામાં ઓછા 76 મુસ્લિમ કાર્યકરો અને પદાધિકારીઓએ પક્ષના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. પાર્ટી છોડનારા તમામ કાર્યકરો ભાજપના ઇન્દોર, દેવાસ અને ખારગોનની લઘુમતી શાખાઓથી સંબંધિત હતા. મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ભાજપના લઘુમતિ નેતાઓ પક્ષ છોડવાનું વિચારી રહ્યા છે. ભાજપના વરિષ...
મોદી સરકારે રૂ.10 હજાર કરોડ રિઝર્વ બેંક પાસેથી ઉછીના માંગ્યા
બજેટ પહેલા કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસેથી 10,000 કરોડની ઉછીના પૈસાની માંગણી કરી છે. સરકાર પાસે વેરાની આવક ઓછી થઈ રહી છે. રસ્તા બનાવવાના અને બીજા પ્રજા લક્ષી યોજનાઓમાં કાપ મૂક્યા છે. હવે મોદી સરકાર ઉછીના નાણાં શોધવા નિકળી છે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેની સરકાર હંમેશ કહેતી કે વ્યાજે પૈસા લેવા તેના માટે છાતી જોઈએ. હવે કેન્દ્ર સરકારમાં એવુ...
જેટલાં ધાર્મિક સ્થાનો તેનાથી 3 ગણા ભિખારી, બિનસંવેદનશીલ સરકાર
(દિલીપ પટેલ) ગુજરાત સરકાર દ્વારા ભિખ માંગવા પર 1959થી પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં કોઈ પણ સ્થાને ભિખ માંગી શકાતી નથી. તેમ છતાં સરકારે એક નવા આદેશ પ્રમાણે રાજ્યના યાત્રાધામની બહાર ભિક્ષુક ભિખ નહીં માંગી શકે. ડાકોર, પાલિતાણા, શામળાજી, જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી ભિખ નહીં માંગી શકે. ગુજરાતમાં ભિખારીઓ વધી રહ્...
હું છું ગાંધી: ૧૦૯ પ્રાયશ્ચિતરૂપે ઉપવાસ
બાળકો અને બાળાઓને પ્રામાણિકપણે ઉછેરવાકેળવવામાં કેટલી ને કેવી રીતે કઠણતાઓ છે તેનો અનુભવ દિવસે દિવસે વધતો ગયો. શિક્ષક અને વાલી તરીકે તેમનાં હૃદયમાં પ્રવેશ કરવાનો હતો, તેમનાં સુખદુઃખમાં ભાગ લેવાનો હતો; તેમનાં જીવનની ગૂંચો ઉકેલવાની હતી, તેમની ઊછળતી જુવાનીના તરંગોને સીધે માર્ગે દોરવાના હતા. કેટલાક જેલીઓ છૂટતાં ટૉલ્સ્ટૉય આશ્રમમાં થોડા જ માણસો રહ્યા. આ...
પત્રકાર જે ડેની હત્યારા છોટા રાજન સામે વધું 4 ગુના
લગભગ ચાર વર્ષ પહેલા છોટા રાજનને ૨૫ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ ઇન્ડોનેશિયાથી ધરપકડ કરવામાં આવી હતી. તેના ઉપર આરોપ છે કે તેણે મુંબઈના બહાદુર પત્રકાર જે ડેની હત્યા કરાવી હતી. તિહાર જેલમાં બંધ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથીઓ વિરુદ્ધ ૪ નવા કેસ નોંધાયા છે. સીબીઆઈએ આ કેસ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ નોંધ્યા છે. આ ચારેય કેસ...
50 હજાર કરોડની સબમરીન પ્રોજેક્ટમાંથી અદાણીની બાદબાકી
આખરે મોદી મિત્ર અદાણી રૂ.50 હજાર કરોડના સબમરીન બનાવવાના પ્રોજેક્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં અદાણીને સામેલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિપક્ષો સતત આકરી ટીકા કરતા રહ્યા હતા અને અદાણીના ચેરમેન ગૌતમ અદાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દોસ્ત હોવાથી આ પ્રોજેક્ટ એમને અપાયો હોવાના આક્ષેપ પણ થયા હતા. વિપક્ષે એવો પણ આરોપ મૂક્યો હતો કે...
બળાત્કારી બાબા નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ
બાબા નિત્યાનંદને વિશ્વમાંથી શોધી કાઢવા ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. કર્ણાટકમાં બળાત્કાર અને કિડનેપિંગના કેસ દાખલ કરાયા છે જ્યારે ગુજરાતમાં ઉત્પીડનને લઇને કેસ દાખલ કરાયા છે. ગુજરાતમાં તેના પર આક્ષેપ છે કે, તે બાળકોનું અપહરણ કરી પોતાના અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવી લેતો હતો અને અનુયાયીઓથી નાણાં એકત્રિત કરવાના કામમાં લગાવી દેતો તો. પ...
એટલાસ સાયકલ કંપનીના માલિકની પત્નીએ આત્મહત્યા કરી
દેશની જાણીતી સાયકલ કંપની એટલાસના માલિકો પૈકી એક સંજય કપુરની પત્ની નતાશા કપુર (પ૭) નું સંદિગ્ધ હાલતમાં મોત થયુ છે. દિલ્હી પોલીસ પ્રાંરભિક તપાસમાં આપઘાતનો કેસ ગણાવી રહી છે. પરંતુ રૂમનો દરવાજા ખુલ્લો હોવાના કારણે પોલીસ આ મામલાને શંકાસ્પદ માનીને વિવિધ દ્રષ્ટીકોણથી તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઔરંગઝેબ લેન Âસ્થત કોઠીમાં નતાશા કપરુનો મૃતદેહ...

English