Admin
ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે
ગુજરાતમાં ભાજપને પાતળી બહુમતીથી 99 બેઠકો મળી ત્યારે ભાજપના અનેક ધારાસભ્યોએ પ્રધાન બનાવવા માટે રજૂઆતો કરી હતી અને રાજીનામાં આપવા સુધી વાત પહોંચી હતી. વળી નિતીન પટલે પણ નારાજ છે. ત્યારે જો થોડા ધારાસભ્યો ભાજપથી અલગ થાય તો સરકાર તૂટી પડે તેમ છે. તેથી કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે કાંતો તેમની સામે પોલીસ કેસ કરીને જેલમ...
20 લાખ યુવાનોમાં ભાજપ સરકારના શોષણ સામે રોષ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે બાંધેલા પગાર, કરાર આધારિત નોકરી, ઉછીના કર્મચાીરઓ લેવાના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ થાય છે. પગારની ચુકવણીમાં 4 મહિનાના વિલંબને પરિણામે રાજ્યના 5 લાખ સહાયક અને 15 લાખ આઉટસોર્સિંગમાં કામ કરતાં યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશ છે. શોષણ ક...
પ્રધાનમંત્રીએ શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજના અમદાવાદથી શરુ કરી
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો ગુજરાતના વસ્ત્રાલ ખાતે આરંભ થયો હતો. લાભાર્થીઓને PM-SYM પેન્શન કાર્ડનું વિતરણ કર્યું હતું. સમગ્ર દેશમાં ત્રણ લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો ખાતે બે કરોડથી વધુ શ્રમયોગીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઘટના નિહાળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એ PM-SYM યોજના દેશન...
બાબુ બોખીરીયાના બચાવમાં આવતી ભાજપ સરકાર
કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને વિધાનસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે હુમલો કરતાં સરકાર બાબુ બોખીરીયાની મદદે આવે છે. બાબુ બોખીરીયાને અદાલતે 3 વર્ષની જેલની સજા કરેલી ત્યારે સરકારે કોઈ પગલાં લીધા ન હતા. પણ કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ સામે પગાલાં લીધા હતા. જેની સામે કોંગ્રેસના નેતા અર્જ...
મોદીનું મીશન પાટીદાર મીશન કેમ ? કેશુભાઈને કેમ પાયવંદન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવીને ભાજપથી નારાજ પાટીદારોને રાજકીય રીતે ખુશ કરવા માટે તેમણે ત્રણ મહત્વની બાબતો જાહેરમાં કરી હતી. ભાજપના નેતાઓની બનેલી કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનનો પાયો નાંખ્યો હતો. બીજા દિવસે લેઉવા પાટીદારોની સંસ્થા અડાજણ ખાતે અન્નપૂર્ણાધામ મંદિરનો શિલાન્યાસ કરવા હાજરી આપી હતી. ત્રીજી બાબત તે...
જોડિયા દિકરીઓનું બેન્ડવાજા સાથે સુરતમાં સ્વાગત
સુરતમાં તાજી જન્મેલી બે દિકરીઓને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે બેન્ડવાજા સાથે રસ્તા પર નૃત્ય સાથે પોતાના ધરે આવકારી હતી. ટ્રાવેલ કંપની ચલાવનારા આશિષ જૈનની પત્ની પ્રિયમે બે જોડિયા દિકરીઓને જન્મ આપ્યો હતો. બાળકીઓને ઘરે લાવતા પહેલા પોતાના ઘરને લગ્ન પ્રસંગની જેમ શણગાર્યુ હતું. જેમાં સબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. બાળકીઓને હોસ્પિટલથી પોતાના ઘરે ...
જંગલમાંથી 1.30 લાખ આદિવાસી કુટંબોને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધા...
ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આદિવાસી વિસ્તારમા ંદોડી ગયા હતા. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 વનવાસી લાભાર્થીઓને 1570 એકર જમીનના હક્કપત્રો આપ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના 872, કપરાડા તાલુકાના 657 તેમજ ઉમરગામ તાલુકાના 60 લાભાર્થીઓને હક્કપત્રો અપાયા હતા. આવા કુલ 1.30 લાખ કુટુંબોને હક્કપત્રો આપવાના ...
કચ્છમાં વહાઈ દળના ફાઈટર પ્લેન બે કલાક સુધી કેમ ઉડતા રહ્યાં ?
અતિ સંવેદનશીલ કચ્છ સરહદે ભુજ નજીક મધરાત્રે ભુજના આકાશમાં ચકરાતા એરફોર્સના ફાઇટર વિમાનો અવાજ સાંભળીને લોકો આકાશમાં જોવા લાગ્યા હતા. હવાી જહાજ જોઈને લોકોમાં ઉચાટ ફેલાયો હતો. સતત બે કલાક સુધીના હવાઈ જહાજના આંટાફેરા અને મોટા ધડાકા સાંભળાયા હતા. પાકિસ્તાનની સરહદના કચ્છમાં સેના અને હવાઈ દળની કવાત ચાલી રહી છે ત્યાં રાતના સમયે બનેલી આ ઘટનાથી લોકોમાં ચિ...
મોરબી જીલ્લા પંચાયતની સમિતિઓમાં પ્રમુખની મનમાનીના આક્ષેપ
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્રને મંજૂરી આપતી વેળાએ કોંગ્રેસના જ સભ્યોએ આરોપો મૂક્યા હતા. મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા છે. કોંગ્રેસના સભ્ય હરદેવસિંહ જાડેજાએ સામાન્ય સભામાં કોંગ્રેસ શાસિત પંચાયત પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા. જેમાં કમિટીઓના નામમાં પ્રમુખે ફેરફાર કર્યા હોય જે મામલે ઉપપ્રમુખે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્...
ગૌરક્ષ પર ફાયરીંગ ઉપજાવી કઢાયું, ગૌચર પચાવી પાડવા માંગતા હતા
મોરબીના મહેન્દ્રનગર ગામે ગૌરક્ષક પર થયેલા ફાયરીંગના બનાવમાં ગૌરક્ષક દ્વારા ફાયરીંગનું તરકટ રચવામાં આવ્યું હતું જેનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને ગૌરક્ષક અને તેના ત્રણ મળતિયાઓને ધરપકડ કરી છે. 12 ફેબ્રુઆરી 2019માં દિનેશ રામજીભાઈ લોરિયા રહે મહેન્દ્રનગર વાળા પર મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલા નિરાધાર ગૌશાળાના મેઈન ગેટ પાસે પોતાની સ્કોર્પીઓ કારમાં બેઠા ...
કોંગ્રેસના ધારાસભ્યને હાંકી કઢાયા, ભાજપના ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં...
કોંગ્રેસના ધારાસભ્યને ધારાસભ્ય પદેથી દૂર કરી દેવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હત...
ભાજપના નેતા છબીલ પટેલે સાક્ષીઓને ફોડવા પત્રકાર અને સગાનો ઉપયોગ કરેલો
ભાજપના નેતાઓની લડાઈમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. આ હત્યા ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાની ફરિયાદ નોંધાતા છબીલ પટેલ ફરાર થઈ ગયા છે. આ કેસની તપાસ કરી રહેલા ખાસ તપાસ દળે બે ભાડૂતી મારાઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાનમાં રઘવાઈ ગયેલા છબીલ પટેલે સાક્ષીઓને સમજાવવા માટે પોતાના બે સ્વજનો અને...
નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આ...
નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા બંધની મ...
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન અને સુજલામ-સુફલામ યોજનાનું ખર્ચ
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ (૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩) વિધાનસભા દરમ્યાન ઉપરોક્ત બે યોજના જાહેર કરી. એક ઉત્તર ગુજરાતના લોકોને છેતરવા અને બીજી સૌરાષ્ટ્રના લોકોને ગેરમારગે દોરવા માટે.
કાઠીયાવાડમાં કહેવત છે કે નેવાના પાણી મોભે ના ચડાવાય , પરંતુ ભાજપની સરકારે આ બન્ને યોજનાઓ પાછળ અનુક્રમે રૂ.૬૦૦૦ કરોડ અને રૂ.૧૬૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ચોમાસામાં જયારે ઇ...
શેત્રુંજીમાં નર્મદાનું પાણી કેમ નાખો છો, અમને સિંચાઈ માટે આપો
શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો ૧૫ ફૂટ એટલે કે 20 ટકા પાણી છે. વરસાદ ઓછો થવાના કારણે પાણી ઓછું છે તેથી નર્મદાનું પાણી અહીં નાંખવાનું શરૂ કરાયું છે. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારીયાએ શેત્રુંજી સિંચાઈ યોજનાનું પાણી આપવાની રજૂઆત મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. ભાજપે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી હતી. પણ ભાજપ સરકારે આ પાણી પિવા માટે અનામત રાખવ...

English