Admin
ગુજરાતના 30 લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 2000 જમા થયા
કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને સશકત અને પગભર કરવાની સાથે પાક સંરક્ષણ, ખેતી ખર્ચની જરૂરીયાતો પરિપૂર્ણ કરવા માટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનામાં બે હેક્ટર સુધીના જમીનધારક કુટુંબોને વર્ષે દહાડે રૂા.6 હજારની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી રહી છે. જેના પ્રથમ હપ્તાની રૂ.2 હજારની રકમ જમા થઇ રહી છે. 34 લાખથી વધુની ઓન...
ઉનળો શરૂં થતાં જ પીવાના પાણીની કટોકટી ઊભી થશે
આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો પડવાના કારણે કેટલાક જિલ્લાઓમાં પાણીની અછત વર્તાઈ રહી છે. પાણીની અછતના કારણે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને જળસંકટનો સામનો કરવો પડશે તેવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યાના અનેક જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં પાણી તળીયે પહોંચી ગયું છે. સરકાર દ્વારા પાણી કાપની શરૂઆત કરવામાં આવી ...
જળ, જમીન અને આકાશ અદાણીને આપતી મોદી સરકાર
દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી અને અપગ્રેડેશ માટેની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી છે. દેશના જે 5 એરપોર્ટની જવાબદારી અદાણીને સોંપવામાં આવી છે, તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ, લખનઉનો સમાવેશ થાય છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, અદાણી ગ્રુપ 50...
મુખ્ય પ્રધાન રૂપાણી સાચા ઠર્યા, ગૃહ અને મહેસુલ વિભાગ સૌથી વધું ભ્રષ્ટ
ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષાટાચાર વધું છે. તે વાત સાચી છે. આખી સરકારના વિભાગો ભ્રષ્ટ છે. જેમાં સૌથી વધું ભ્રષ્ટ કોઈ વિભાગ હોય તો તે મુખ્ય પ્રધાન પોતે સંભાળે છે અને તેમના આસિસ્ટંટ તરીકે પ્રદીપ જાડેજા છે તે ગૃહ વિભાગમાં છે. જેમાં 474 ગુના ભ્રષ્ટાચાર અંગે નોંધાયા છે. સરકારના જ આંકડા કહે છે કે, છે...
ખતરનાક કેમિકલથી હત્યાના ગુનામાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીની સંડોવણી
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે લોકોના મોત બાદ રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને લોકસભાની બેઠકના ભાજપના પ્રભારી ધનસખ ભંડેરી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમની સાથે બીજા 15 લોકો પણ છે. જેમાં 12ની ધરપકડ થઈ છે. હવે ભાજપના વિવાદાસ્પદ નેતા કંપનીના ધનસુખ ભંડેરી સહિતના ત્રણ માલિકોની ધરપકડ ગમે ત્યારે...
યુદ્ધની ધમકી બાદ ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના ચૂકાદાને પડકા...
ગુજરાત સરકારે વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનું વિચારવામાં આવી રહ્નુંયું છે. છોટુભાઈ વસાવાએ જાહેર કર્યું છે કે જો જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો સિવિલ વોર ફાટ...
ગુજરાતમાં 900 સ્થળે મેરા બુથ કાર્યક્રમ યોજાશે
જયારે ગુજરાત કુલ 451 સ્થાનોમાં જેમાં ગ્રામ્ય અને શહેરના 414 મંડલમાં અને મહાનગરમાં 37 વિધાનસભા સીટ ઉપર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવનાર મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત માર્ગદર્શન મેળવશે.
કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર ભારત દેશમાં તા.26 ફેબ્રુ-19 ના રોજ, સાંજે 6-30 કલાકે દરેક બુથમાં “કમલ જ્યોતિ” કાર્યક્રમનું આયોજ...
અમદાવાદ જિલ્લામાં ૧૩૭૨ લાખના ખર્ચે જળસંચયના કુલ ૪૫૩ કામ શરૂં
વરસાદી પાણીના મહતમ સંગ્રહ સાથે પાણીનો મહત્તમ સ્ત્રોત ઉભો થાય, વધુ જળરાશી ઉપલબ્ધ થાય તથા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તેવા બહુવિધહેતુ સાથે ધોળકા તાલુકાના વાસણા ગામે ૪૦ હેક્ટરના તળાવને ઊંડા કરવાના કામનો જિલ્લાકક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ થયો હતો. અમદાવાદ જિલ્લામાં રૂ.૧૩.૭૨ કરોડના ખર્ચે ૪૫૩ કામો હાથ ધરાશે. શહેરી વિકાસ વિભાગ અને ગ્રામ વિકાસ...
સ્વામીનારાયણ સાધુ પર બળાત્કારની ફરિયાદ
જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સ્સ્વામીનારાયણ આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતા પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વડીયા સ...
સોમનાથ મંદિર બનાવવા નહેરુની સરકારની કેબિનેટે મંજૂરી આપી હતી
ગુજરાતના જાણીતા પત્રકાર હરી દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૯ નવેમ્બર ૧૯૪૭ લગી પાકિસ્તાનમાં રહી આવ્યું. ૯ નવેમ્બરે ભારતમાં ભળ્યું.૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ નાયબ વડાપ્રધાન તેમ જ ગૃહ,માહિતી અને પ્રસારણ તથા રિયાસત ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં સભા સંબોધ્યા પછી સોમનાથમાં સંકલ્પ કર્યો કે સોમનાથનો જીર્ણોદ્ધાર ભારત સરકાર કરશે,પણ...
ગુજરાતમાં શાસ્ત્રો વિરૃદ્ધ જ્યાં કુંભ થવાનો છે ત્યાં રશિયન મહિલા પર હુ...
વિશ્વના મુસાફર ભારત આવે છે તેમાં ગુજરાતમાં મોટા ભાગે કોઈ વિદેશી આવતાં નથી. દેશમાં ગુજરાતનું સ્થાન તો પ્રથમ 10માં આવતું નથી. ત્યાં હવે વિદેશથી આવતાં પ્રવાસીઓ પર હુમલા અને લૂંટ થઈ રહી છે. ગીરનાર પર આવો હુમલો રશિયાથી ગીરનાર ચઢવા માટે આવેલી બે મહિલાઓ પર થયો અને લૂંટનો પ્રયાસ થયો હતો. ગુજરાત સરકાર ગીરનારમાં કુંભ કરી રહી છે. જે શાસ્ત્રોની વિરૃદ્ધ છે. પણ ...
નર્મદા નહેર તુટતા જીરૂં અને રાડયાનો પાક 12 એકરમાં ધોવાઈ ગયો
ભાભર તાલુકાના કુવાળા ગામે માઇનોર નહેર તૂટતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરીવળતા મોટું નુકસાન થયું છે. બાર એકર જમીનમાં આવેલ જીરા અને રાયડાના પાકમાં પાણી ફરીવળતા પાક ધોવાઈ ગયો છે. અગાઉ પણ આ નહેરમા બે વખત ગાબડુ પડી ચૂક્યાં છે સીઝન ના બગડે તે માટે કુવાળા ગામના ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી નાખવામાં આવી હતી. કુવાળા ગામના ખેડૂતો એ જણાવ્યું હતું.કે કેનાલમાં ગ...
58 દારૂની દુકાનમાંથી 78 લાખ લીટર દારૂં ગુજરાત પી ગયું
ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં 58 જેટલી પરમીટ લિકર શોપ આવેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 58 લિકર પરમિટ શોપમાંથી ૭૮.૩૮ લાખ લીટર વિદેશી દારૂ અને ૪.૫૯ કરોડ લીટર જેટલું બિયરનું વેચાણ થયું છે. જોકે, આ તમામ મોરચે સુરતીઓ બાજી મારી જાય છે. છેલ્લા બે જ વર્ષની વાત કરીએ તો વર્ષ 2016 17 માં ૫.૧૬ કરોડ અને 2017 18 માં પાંચ કરોડ 50 લાખ નો વિદેશી દારૂ સુરતની પરમીટ લિકર શોપ મા...
ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન, રોબર્ટ વાઢેરા કોંગ્રેસમાં ?
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હવે રાજકારણમાં ઝંપલાવશે ! વાડ્રાએ તાજેતરમાં કરેલી એક ફેસબુક પોસ્ટ ઉપરથી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે મની લોન્ડરિંગ કેસમાંથી પોતાનું નામ દૂર થયા બાદ રોબર્ટ વાડ્રા હવે દેશવાસીઓની કરવા મોટી ભુમિકા નિભાવવા તૈયાર છે. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ નિર્ણય લે એવી શક્યતા છે...
મોહનથી મહાત્મા સુધીની સફરમાં કસ્તુરબાનું યોગદાન
દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવનાર અને સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીને સૌ કોઈ વિશ્વ વિભૂતિ અને મહામાનવ તરીકે સ્વીકારે છે. આ મહામાનવની મોહનથી મહાત્મા સુધીની સફર માં સૌથી વધુ મહત્વનું કોઈનું યોગદાન હોય તો તેમનાં જીવન સંગીની કસ્તુરબાનું હતું. પરંતુ ઘણા લોકો તેમના આ મહત્વના યોગદાન થી અજાણ છે. ૨૨ ફેબ્રુઆરી એ કસ્તુરબાન...

English