Admin
દુષ્કળગ્રસ્ત ખેડૂતોને માત્ર રૂ.9500 ચૂકવાયા
અમરેલી જિલ્લાના ધારી, બાબરા, લાઠી તાલુકાનાં 58955 ખેડૂત ખાતેદારોને 56.14 કરોડ બેન્ક ખાતામાં જમા કરાયા છે. જેમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ.9522 જમા થયા છે. ધારી તાલુકાનાં 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 19705 ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે રૂ.56.14 કરોડ ચૂકવ્યા છે. દુષ્કાળ સહાય તરીકે આ રકમ ઓછી છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક ...
અમરેલીમાં વર્ષોથી ચાલતું ભુગર્ભ ગટરનું કામ પૂરું
અમરેલી શહેરમાં ગુજરાત સરકાર દ્વારા અમરેલી શહેરની જનતાની સુવિધા માટે અને આરોગ્યઅને મચ્છરથી ફેલાતા રોગનાં ત્રાસથી મુકત થવા માટે ભૂગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવેલ. જે પ્રથમ તબક્કાનું કામ છેલ્લા ઘણા સમયથી શરુ હતું એ કામ હવે 99% પૂર્ણ થઈ ગયેલ છે. આ બાબતની સ્પષ્ટતા ગુજરાત સરકારની જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને અમરેલીની જના મા...
8 કરોડના પાણી કૌભાંડમાં સ્ટે હટાવવા હાઈકોર્ટમાં પોલીસની રીટ
અમરેલીમાં 8 વર્ષ જુના આઠ કરોડ ઉપરાંતના પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચાર કૌભાંડમાં પોલીસે તત્કાલીન મુખ્ય ઈજનેરની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. આ અંગેની વિગતો મુજબ અમરેલી પાણી પુરવઠા વિભાગમાં આજથી ...
જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર
જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર બહુમતિ સદસ્યોએ નામંજૂર કરી દીધું છે. તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 12 સભ્યો હાજર હતા. જેમાંથી 8 સભ્યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું. આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજ...
હાર્દિક સામે અમરેલી ભાજપના ઉમેદવાર કોણ હશે ? પરસોત્તમ રૂપાલા લેશે ટક્ક...
લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ આવવાના હોવાથી અહીં રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ છે. અહીં હાર્દિકની સામે ટક્કર લઈ શકે તેના ભાજપના ઉમેદવ...
રૂ.13 કરોડનાં રમતગમત કૌભાંડમાં દસ્તાવેજો સલામત સ્થળે રખાયા
અમરેલીની રમત-ગમત કચેરી ઘ્વારા રૂ.13 કરોડની ગેરરીતિ થઈ છે. આંગણવાડીનાં બાળકો માટે થયેલ રમકડાની ખરીદીમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ રહી છે. તેથી તેના દસ્તાવેજો સલામ રીતે રાખવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલીનાં બહુમાળી ભવનમાં આવેલ રમત-ગમત કચેરી ઘ્વારા થોડા મહિનાઓ પહેલા સાંસદની અ...
અમરેલીમાં બિન રાજકીય આંદોલનને રાજકીય રંગ આપતો ભાજપ
અમરેલી શહેર ગટર, રોડ અને અન્ય જાહેર બાંધકામોમાં આયોજન, સંકલન અને યોગ્ય સુપરવિઝનના અભાવે નબળા થયેલ કામોને કારણે લોકો છેલ્લા બે વર્ષથી હાલાકી ભોગવી રહયા છે. સમગ્ર શહેર ધુળીયા શહેરભભમાં ફેરવાઈ ગયું છે અને વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોને ખુબ હાડમારીવેઠવી પડી રહી છે. આ માટે જવાબદાર તંત્રને ઢંઢોળવા ડો. ભરત કાનાબારે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, વેપા...
મેરા પરિવાર-ભાજપા પરિવાર શરૂ કરતાં અમિત શાહ
આજરોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં હજારો સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમ્’’ના ગગનભેદી નારાઓ સાથે સ્વયંના નિવાસસ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવી તથા સ્ટીકર લગાવીને પક્ષનાં રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહે ‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ અભિયાનનો પ્રભાવી પ્રારંભ કર્યો હતો.‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ અભિયાનના દેશવ્યાપી શુ...
ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 70 ટકા બેઠકો ખાલી
ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ-
એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્...
4 લાખ મતદારો યાદીમાંથી દૂર કરાયા, 7 લાખ વધારો થયો
૩૧મી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ મતદારોની સંખ્યામાં ૬,૬૯,૪૮૫નો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.૩૧મી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ ૪,૪૭,૪૪,૭૫૯ મતદારો પૈકી ૨,૩૨,૫૫,૯૩૭ પુરૂષ મતદારો અને ૨,૧૪,...
મકાઈ અને બાયોમાસનું બાયો ઈંધણ બનાવવા રિફાઈનરી
ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં બાયો રીફાઇનરી નિર્માણ માટેના MOU કરાયા હતા.
અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે અને ર૦૦૦ કર્મચારી હશે. દહેજ પી.સી.પી.આઇ.આર.માં વાર્ષિક ૧૦ લાખ ટન કોર્ન અને ૩ લાખ ટન બાયો માસ ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રોટિન ફીડ ફોર એનીમલ્સ, બાયોફ...
વડોદરા શહેર ૧૭ ચો.કિમી. મોટું થયું ભાજપ હવે મોટો થશે
વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારોને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. હવે વડોદરા મહાનગર પાલિકાની હદ માં ૧૭.૦૪૫૮ ચો.કી મી નો વધારો થશે.
આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચ...
કેન્દ્રીય અંદાજપત્રમાં ગુજરાત માટે કંઈ નહીં
સંસદમાં કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા વિભાગના મંત્રી પિયૂષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાત માટે બહું ઓછી જાહેરાતો કરવામા આવી હતી. નવી જાહેરાતો ખેડૂતોઃ · પીએમ- કિસાન યોજના હેઠળ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ખાતરીપૂર્વક રૂ. 6,000ની આવક પૂરી પાડવામાં આવશે. · નાણાંકિય વર્ષ 2019-20 માટે આ યોજનામાં રૂ. 75,0...
ભાજપને કોંગ્રેસ યુક્ત કરવાની પ્રક્રિયા ચાલું
ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના શક્તિશાળી ધારાસભ્યોને એક પછી એક કરીને તેમને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવવામાં આવી રહ્યાં છે. તેથી હવે કોંગ્રેસમાં એક એવી રાજકીય મજાક કરવામાં આવી રહી છે કે કોઈ યુવાનો પોતાની રાજકીય કારકીર્દિ બનાવવા માંગતા હોય તો તેઓ સીધા ભાજપમાં જાય તો એક ખૂણામાં રહે છે પણ જો તે કોંગ્રેસમાં થઈને ભાજપ...
૬૬૦૦ બેડ સાથે ૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ તૈયાર
સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ એકરના કેમ્પસમાં તમામ પ્રકારના નિદાન, તપાસ, સારવાર અદ્યતન સાધન સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવા રૂા. ૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ બની છે. એમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશ્યાલિસ્ટ વિભાગો છે. તેમના બિલ્ડિંગ અદ્યતન સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ જ કેમ્પસમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજ પણ કાર્યરત છે. એક જ કેમ્પસમાં ૬...

English