Admin
વાહન અકસ્માતની જાગૃત્તિ માટે મોટરકાર રેલી અમદાવાદ આવી
ભારત સરકારના સડક પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલય નવી દિલ્હી દ્વારા આયોજીત મોટરકાર રેલી અમદાવાદ આવી પંહોચી હતી. ગાંધી આશ્રમથી રેલી આગળ વધી હતી. દેશમાં વાહનોની સંખ્યા વધવાની સાથે વાહનોને કારણે સર્જાતા ગંભીર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગાંધી આશ્રમ થી પ્રસ્થાન થયેલી રેલી દાંડી, પુના, વર્ધા, લખનઉ, મુજફ્ફરપુર, કલકત્તા, પટના અને ઢાકા થઈ બર્મ...
સાંસદ સવસીભાઈ મકવાણાના પત્નિ ગંગાબેન દુકાન ચલાવે છે
ગુજરાતના પૂર્વ સાંસદ સવશીભાઇ મકવાણાના પત્ની ગંગાબેન 32 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને પરચૂરણ ચીજવસ્તુઓની નાની દુકાન ચલાવે છે. ગંગાબાએ પોતાના જીવનના 82 વર્ષ થયા હોવા છતાં તેઓ થાકયા નથી.દરરોજ દુકાન ખોલીને બેસવુંએ તેમનો રોજનો ક્રમ છે. તેમના પતિ સવશીભાઇ 13મી લોકસભાના સાંસદ બન્યા ત્યારે પણ પોતાની દુકાન બંધ કરી ન હતી. જીવન જરુરીયાત...
દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે, નવો કાયદો
કુકાનો અને ધંધામાં 24 કલાક સંસ્થા ચાલુ રાખવાની છૂટ આપવાનો નિર્ણય સરકારે લીધો છે. ગ્રાહકોને અનુકુળ સમયે ખરીદી કરવાની સગવડ થતાં ધંધામાં વધારો થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે પ્લેટફોર્મ, એસ.ટી. બસમથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલ દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવાની તેમજ નગરપાલિકા અને સ્ટેટ હાઈવે પર આવેલ દુકાનોને સવારના 6 વાગ્યાથી ...
650 શાળામાં કોમ્પયુટર આવી ગયા પણ શિક્ષક ન આવ્યા
અમરેલી જીલ્લામાં ૬૫૧ જેટલી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબો હોઅવ છતાં એકપણ શાળાઓમાં શિક્ષક નથી અને જીલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કોમ્પ્યુટર શિક્ષકોની જોગવાઈ જ ન હોવાનું જણાવે છે ત્યારે આજ અમરેલી જીલ્લાની ૬૫૧ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબો હયાત છે પણ કોપ્યુટર શિક્ષક જ ના હોવાથી સરકારના પ્રાથમિક શિક્ષણના વ્યાપને વધારવાની વાતો સ્લોગનો પુરતીજ સીમિત હો...
પામ ઓઈલની ખેતી ગુજરાતના જંગલો સાફ કરશે
ગુજરાતના જંગલ પર તાડનો ખતરો છે. 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે ત...
ચીકુ ફેસ્ટીવલ ઉત્પાદન
ગુજરાતમાં વલસાડી ચીકુ જાણીતા છે. રાજ્યમાં વર્ષે 4 લાખ ટન ચીકુનું ઉત્પાદન થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર પાલઘર જિલ્લાના ઘોલવડ તાલુકાનું બોરડી ગામ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ચીકુની મીઠાશભરી મીઠાઈ સહિતની અવનવી વેરાયટીને કારણે જગ પ્રસિદ્ધ છે. બોરડી ગામ ખાતે છેલ્લા 8 વર્ષથી ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં એક લાખ લોકોએ...
લગ્ન કે ડાયરા સહિતના જાહેર કાર્યક્રમમાં હથિયાર સાથે રાખવા પર પ્રતિબંધ ...
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં યોજાતા લોકડાયરા સહિતની ઉજવણીમાં જાહેરમાં ફાયરીંગની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને કેટલાક નામચીન લોકો દ્વારા લોક ડાયરા અને લગ્ન પ્રસંગોમાં હવામાં ગોળીબાર કરવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટનાઓ પર બ્રેક મારવા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેર અને સામાજિક પ્રસંગોમાં હથિયારોના વપરાશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્...
સુરેન્દ્રનગરના પાર્થરાજસિંહ IPS કેમ થયા
સુરેન્દ્રનગરના પાર્થરાજસિંહ ગોહિલે બાળપણ થી જ કંઈક એવું કરવાનું સ્વપ્ન સેવ્યુ હતું કે, જેથી નોકરી સાથે સાથે લોકોની સેવા પણ કરી શકાય. આમ ધોરણ 12 સાયન્સ સુધી સુરેન્દ્રનગરની દયામય માતા અંગ્રેજી સ્કૂલમાં ભણેલા અને પાર્થરાજસિંહને બાળપણમાં જનરલ નોલેજ અને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો શોખ હતો. પાર્થરાજસિંહે ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ અને 12માં અંગ્રજી મા...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ૨૦૧૯-૨૦નું ૮૦૫૧ કરોડનું બજેટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૧૯-૨૦ માટે ₹ ૮૦૫૧ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને વિકાસ કાર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે, અને તેના માટે ૨૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અને ૫૪૨ કરોડના પણ નવા સુધારા સૂચવ્યા છે. કોર્પોરેશન ના મેયર બીજલ પટેલ , ડે. મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને ભાજપના નેત...
ટીબીમાં હવે રૂ.500ની સહાય મળશે
અરવલ્લી જિલ્લામાં ટીબીનો ફેલાવો અટકે તે માટે , જેને બે અઠવાડિયાની ઉધરસ , સાંજ પડે તાવ , રાત્રે પરસેવો , ભુખ ના લાગે , વજન ઘટે , છાતીમાં દુ ઃ ખાવો , ગળફામાં લોહી આવવું તો ટીબી હોઇ શકે . ટીબીના નિદાન સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ટીબીની સારવાર મેળવી શકશે . ટીબીના દરેક દર્દીને ભારત સરકાર બેન્ક એકાઉન્ટ હશે તો દર્દીને સારવાર ચાલુ રહેશે ...
મોડેલ બનવા યુવતિ મુંબઈ ભાગી અને પોલીસે પકડી
મોડેલ બનવાનાં ચક્કરમાં ઘરેથી ભાગી ગયેલ યુવતીને વરાછા પોલીસે ફેસબુકની મદદથી શોધી કાઢી હતી. યુવતિ એક મહિના સુધી મોડેલનું કામ મેળવવા મુંબઈમાં ભટકતી હતી. પોલીસે ફિલ્મ પ્રોડયુસર ર્ેારા એડનું શુટીંગ કરવાના બહાને યુવતિને બોલાવી અને યુવતિ ભરાઈ ગઈ પોલીસનાં સકંજામાં. યુવતિનો કબ્જો તેના માતા-પિતાને સોંપ્યા બાદ યુવતિએ પણ ભારોભાર પસ્તાવો વ્યકત કર્યો હતો.
...
લીલીયામાં સિંહણે વધું 4 બચ્ચાને જન્મ આપ્યો
લીલીયા બૃહદગીર વિસ્તારની શેત્રુંજી-ગાગડીયો નદીનાં સીમ વિસ્તારમાં પાછલા અઢી દાયકાથી એશિયાઈ સિંહો પોતાનું રહેઠાણ બનાવી મોટી સંખ્યામાં વસવાટ કરી રહૃાા છે અને સને 2013થી રાજમાતા સિંહણે અંટાળીયા વિસ્તારમાં બચ્ચા આપી સિંહોનો વસવાટ શરૂ થયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં કાયમી સિંહોએ વસવાટ શરૂ કરી નવું નિવાસ સ્થાન બનાવી રહેવાનું શરૂ કરેલ છે. તેવા સમ...
8 કરોડનું કૌભાંડ કરનાર અધિકારી સામે 10 વર્ષ પછી ગુનો
અમરેલી જિલ્લામાં આજથી 10 વર્ષ પહેલા પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ, કોન્ટ્રાકટરોએ મિલીભગત રચીને રૂપિયા 8 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક નિવૃત્ત અધિકારીની અટકાયત કરતાં વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલી સીટી પોલીસ સ્ટેશન એમ.કેસ નં. 01/10થી એમ.કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468...
ખાંભા ગીરમાં કાગડા એકાએક વધી ગયા
ભાદરવા માસમાં પિતૃઓને શ્રાઘ્ય જમાડાવ્યુના રીવાજ સમયે પણ શ્રાઘ્ય જમવા એકપણ કાગડો શોધવા મુશ્કેલ બનેલ છે. ત્યારે -છેલ્લા ત્રણ દિવસથી સાંજના 6 થી 7 વાગ્યા વચ્ચે દરરોજ સેંકડોની સંખ્યામાં કાગડાઓના ટોળા ઉડવા જોવા મળતા. પક્ષી પ્રેમીઓમાં હર્ષની અને ગ્રામજનોઅમાં આશ્વર્યની લાગણી ફેલાવા પામી છે. ડાયકલોફીનાકના નામની પશુઓને સારવારમાં આવતી દવાઓ બાદ પ...
હીરામાં મંદી આવતાં અમરેલીમાં 2 કરોડ મજૂરી હવે 1 કરોડ થઈ ગઈ
અમરેલી જિલ્લામાં ઓણસાલ ઓછા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તો ખેતી બાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ અગ્રેસર છે પણ દિવાળી બાદ તેજીને બદલે મંદીનું મોજુ યથાવત રહેતા અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ પણમાંદગીના બિછાને જોવા મળી રહૃાો છે. 2 કરોડની રોજ રોજગારી મળતી હતી હવે રૂ.1 કરોડની થઈ ગઈ છે. ખેતી બાદ ઉદ્યોગ જ રોજગારીની મહત્વનું સાધન અમરેલી જિલ્લાના લોકો મ...

English