Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

આર્થિક પછાત વર્ગ માટે સહાય વધારવામાં આવી

રાજયના શિક્ષિત યુવાનોને ઉચ્‍ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ સહાય મેળવવા વાર્ષિક આવક રૂા.૩.૦૦ લાખ હતી તે વધારીને રૂા.૪.૫૦ લાખ કરાઇ છે. તે જ રીતે ઉચ્‍ચ અભ્‍યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્‍યાજની રૂા.૧૫.૦૦ લાખની લોન અપાય છે. તે માટેની આવક મર્યાદા પણ રૂા.૪.૫૦ લાખ થી વધારીને રૂા.૬.૦૦ લાખ ...

એક વર્ષમાં પશુઓ માટે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ પશુ-પંખીઓને મદદ કરાઇ...

રાજ્યમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ૧ વર્ષ પૂર્ણ કુલ ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ કોલમાં એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને મદદ કરાઇ છે. પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ ૬-ઓક્ટોબરના-૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇ...

રૂ. 24 હજાર કરોડ ગરીબ મેળામાં 1.34 કરોડ લોકોને અપાયા પણ ગરીબી દૂર ન થઈ...

૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી 11મો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે. ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ ...

ભાવનગરના સેંજળીયા ગામે ગાય સતત 10 વર્ષથી દૂધ આપે છે

ભાવનગરના સેંજળીયા ગામે ગાયનો કિસ્સો આવ્યો સામે, ગાય સતત 10 વર્ષથી આપી રહી છે દૂધ પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય છે. જેમાં હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને લઈ બનતી ઘટના પાલીતાણાના સેંજળીયા ગામની સામે આવી છે. જેમાં એક ખેડૂતને ત્યાં એક ગાય કે જેને આજથી 10 વર્ષ પહેલા એક જ વાર વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે આજદિન સુધી સળંગ દૂધ આપી રહી છે....

પેપરલીક મામલે મુખ્ય ષડયંત્ર કારો પકડાયા

એક મહિના પહેલાં લોક રક્ષક દળ ના પેપર લીક મામલે  તપાસ ચલાવી રહેલી ગુજરાત પોલીસને સફળતા મળી છે.અને સમગ્ર ષડ્યંત્રનો મુખ્ય આરોપીઓ ને પકડી પર્દાફાશ કર્યો છે. રાજય પોલીસ વડા શિવાનંદ જહાં એ પત્રકાર પરિષદમાં સમગ્ર કાંડ ના પર્દાફાશ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે 1 મહિના પહેલા ગુજરાત પોલીસમાં 9713 જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે લેવાનારી પરીક્ષાનું પેપ...

ગુમાસ્તા ધારાના લાયસન્સ પ્રથા દૂર કરવાનો નિર્ણય

રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના લાયસન્સ પ્રથા દૂર કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકવાની સરળતા થઇ છે. ગરીબ શ્રમજીવીઓ  માટે શોષણ વધશે એવું માનવામાં આવે છે ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ સૈધ્ધાંતિક નિર્ણય અનુસ...

નિ:સ્વાર્થપણે દેશની સેવા, પંકજ મલ દ્વારા અનોખી સાઈકલ યાત્રા

નિ:સ્વાર્થપણે દેશની સેવા તેમજ દેશ માટે કંઈ કરવાની ભાવના ધરાવતા લોકો ઓછા હોય છે. પણ જે હોય છે, તેઓ દેશ માટે કંઈપણ કરી છૂટવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. આવા જ એક નેક વ્યક્તિ જેઓ દિલ્હીના નિવાસી છે. જેઓ સાઈકલ દ્વારા સમગ્ર દેશના પ્રવાસે નીકળ્યા છે. પંકજ મલ કે જેઓ દેશને સ્વચ્છ કરવાનો અને દિકરીઓને ભણાવવાનો ઉદ્દેશ્ય આપે છે. બસ આ જ નારા સાથે પંકજ મલ...

મોડાસાના ખેડૂતોની ચિંતા વધી, ચણા અને ટામેટાના પાકમાં લાગ્યો રોગ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટામેટા તેમજ ચણાના વાવેતરમાં ઈયળના ઉપદ્રવથી પાકનો નાશ થવાના એંધાણથી ખેડૂતો ચિંતિત થયા છે. મોડાસા તાલુકાના બોરડીકંપા સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ બાગાયતી પાક તરીકે ટામેટાંની ખેતી કરી છે. જેમાં લીફ માઈનર નામની ઈયળથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ પ્રકારના રોગથી ઈયળ પાંદડાને ખાઈ જતી હોય છે. જેથી ટામેટાંનો છોડ સૂકા...

મહેસાણાના ગામોમાં કૃડ ઓઈલના કૂવા મોતના કૂવા

મહેસાણા જિલ્લાના પેટાળમાં ક્રૂડ ઓઈલનો વિપુલ જથ્થો સંગ્રહાયેલો છે અને તેના જ કારણે મહેસાણા ઓ.એન.જી.સી.મોટા પ્રમાણમાં ઓઈલનું ઉત્પાદન કરે છે. જોકે મહેસાણા જિલ્લાના હરદેસણ અને તેની આસપાસના ગામોમાં ઓએનજીસી દ્વારા ખાનગી એજન્સી પાસે ઓઈલ સંશોધન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં જમીનના પેટાળમાં બ્લાસ્ટ કરી મોટા પ્રમાણમાં ઊંડા કૂવા કરવામાં આવ્યા છ...

ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ

ભાવનગરના તલ્લી બાંભોર ગામમાં ખાનગી કંપનીના માઈનીંગને અટકવવા રાજકીય આગેવાન કનુ કલસરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉપરાંત પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતાં. જેને લઈને ખેડૂતો વધુ વિફર્યા હતાં અને ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલી...

ધોલેરા સરમાં કાયદાનો ભંગ કરવાના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સામે લોકો દ્વારા કરાયેલી અરજીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી હાઇ કોર્ટે પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપતાં ગુજરાત સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટને ફટકો પડયો હતો. 11 ડિસેમ્બર 2017થી આ આદેશ આવ્યો હોવા છતાં તેમાં ગુજરાત સરકાર ખેડૂતોને ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ નોટિસ આપીને પરેશાન કરી રહી હતી. સાત ગામના 3600 ખેડૂતોને નોટિસ આપ...

રાજકીય લડાઈમાં એઈમ્સ હોસ્પિટલ મોડી મળી, ભાજપમાં હજુ વિખવાદ

એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો...

રાજકોટ ભાજપના નેતાઓ ઈશુના નવા વર્ષે જ કેમ દાદાગીરી કરે છે ?

રાજકોટ મહાપાલિકાના ભાજપના કાઉન્સિલર અને રોશની શાખાના અધ્યક્ષ મૂકેશ રાદડિયાએ 2019ના નવા વર્ષની ઉજવણી દાદાગીરીથી કરી છે. રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર રાજ રેસીડેન્સીમાં ધસી જઈને સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. તેમના આતંકથી આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. સામે પક્ષે પણ લોકોએ ભાજપના આ નેતાને ફટકારવામાં આવ્યા હતા. ભાજપના મુકેશ રાદડિયા અને તેની સાથે રહેલ...

ભાજપની ખાટલા પરિષદ પણ લોકો ન આવ્યા

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં ખાટલા પરિષદ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં નવા પ્રભારી તરીકે ઓમ માથુરની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારથી અનુમાન હતું કે ખાટલા પરિષદ શરૂ થશે. એ પ્રમાણે જ થયું છે. ગામડાઓમાં જઇને ભાજપના કાર્યકરો ખાટલાઓ પાથરે છે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરે છે. તેમના સૂચનો સાંભળે છે. પરંતુ અગાઉ જે ર...

ખેડૂતોની નર્મદા લાવો કચ્છ બચાવોની સભા

પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ પાક વાવ્યો છે. પણ નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોએ હવે સરકાર સામે લડત ચલાવવા રણશીંગું ફૂંક્યું છે. અને માંડવી તાલુકાના બિદડા ગામે માંડવી અને મુન્દ્રાના ખેડૂતોની એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં સરકાર સામે રજૂઆત કરવાથી લઈને જરૂર પડ્યે સામખીયાળ...