અશકિત – નબળાઈ
- મામેજવો શ્રેષ્ઠ છે. વાયુ, પાચન, પૌષ્ટિકતા ધરેવે છે. તેથી વૈદ્યો તેને દીકરી માને છે.
- સંતરાનો રસ પીવો.
- ચાવીને ખાઓ. જમ્યા પછી સાંજે પાકા કેળાં ખાવા, અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી શક્તિ આવે છે, મોસંબીનો રસ પીવાથી ખળાઈ દૂર થાય છે, ધોળી મૂસળીનો ચોખા ધીમાં સાંતળીને ખાવો, ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવો.
- એક અંજીર, પાંચેક બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી ગરમી મટે, શક્તિ વધે.
- દૂધમાં બદામ, પિસ્તા, એલચી, કેસર અને ખાંડ કે ગોળ ઉકાળીને પીવાથી શક્તિ વધે છે, પલાળેલા ચણા ચાવીને ખાવો શરીર બળવાન અને પુષ્ટ બને છે.
- ગાયના ઘીની રાબ કે બાફેલો શીરો ખાવો, માંદગીમાંથી ઊડ્યા પછી અશક્તિ દૂર થાય છે.
- મેથીનાં કૂમળાં પાનનું શાક બનાવીને ખાવો લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
- સૂર્યનમસ્કાર, પ્રાણાયામ અને હળવી કસરત કરવાથી, બળ અને બુદ્ધિ વધે, નબળાઈ ઘટે.
- મેગ્નેટિક પાણી, સૂર્યજળ, આરામ, શવાસન કરો.