- નાણામંત્રીએ સંસદમાં સ્વીકાર્યું- 6 માસમાં 1 લાખ કરોડનાં બેન્ક ફ્રોડ, NPA પણ 9 લાખ કરોડ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે કે રૂ. નવ લાખ કરોડ સુધી આંબી ગઈ છે.
RBIએ ડિસેમ્બર 2019માં જાહેર કરેલા ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ નોંધ્યું છે. ભારત સરકારની ખરાબ આર્થિક નીતિના કારણે મંદી આવતાં બેંકો સાથે આવી છેતરપીંડી થઈ છે.
લોકસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રીએ આ આંકડા આપ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, 2015માં સરકારે એક ચોક્કસ સમયમર્યાદામાં તપાસ અને અહેવાલ રજૂ કરવાના હેતુથી એક ફ્રેમવર્ક ઈસ્યૂ કર્યું હતું. આ ફ્રેમવર્કનો હેતુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ. 50 કરોડથી વધુ રકમના કથિત કૌભાંડની તપાસ અને ઉકેલ લાવવાનો હતો. આ ફ્રેમવર્કની મદદથી બેન્કિંગ સિસ્ટમમાં અનેક પાયાના અને પ્રક્રિયાત્મક સુધારા કરવાનો તેમજ શંકાસ્પદ બેન્કિંગ વ્યવહારો પર કાબૂ રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આરબીઆઈએ ડિસેમ્બર 2019માં જાહેર કરેલા ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે, આ ફ્રેમવર્કની મદદથી જાહેર ક્ષેત્રની નોન-બેન્કિંગ એસેટ સહિતની છેતરપિંડીને લગતા અનેક વર્ષો જૂના કૌભાંડ બહાર લાવવામાં મદદ મળી રહી છે.
તપાસ અને રિપોર્ટીંગના કારણે છેલ્લાં વર્ષોમાં થયેલા કૌભાંડની મોટી રકમ બહાર આવી
આ દરમિયાન સીતારામને છેલ્લાં વર્ષોની બેન્ક છેતરપિંડી અને એનપીએને લગતા આંકડા પણ રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, આ પદ્ધતિથી તપાસ અને રિપોર્ટીંગના કારણે છેલ્લાં વર્ષોમાં થયેલા કૌભાંડની મોટી રકમ બહાર આવી છે, જેથી બેન્ક છેતરપિંડીનો આંકડો મોટો દેખાઈ રહ્યો છે, પરંતુ સમયાંતરે તેમાં ઘટાડાનો ટ્રેન્ડ નોંધાયો છે.
કૌભાંડ રૂપિયા કરોડમાં છે
2016-17 – 23,934
2017-18 – 41,167
2018-19 – 71,543
બેંકોની લોન નબળી રૂ.કરોડ
2015 – 2,79,016
2017 – 6,84,732
2018 – 8,95,601