કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ “આત્મનિર્ભર ભારત પેકેજ” અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, આગેવાનઓ, ડીબેટ ટીમના સભ્ય ઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, વિવિધ વેપારી અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુ ઉધોગ-MSME સાથે જોડાયેલ બુદ્ધિજીવિઓ સાથે સંવાદ કર્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેન્દ્રીય રેલ્વે, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું શાબ્દિક સ્વાગત કરી કેન્દ્રીય મંત્રી તરીકે દેશવાસીઓના હિતમાં સતત પરિણામલક્ષી કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત વાઘાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિત વર્ચ્યુઅલ સંવાદમાં જોડાયેલ સૌનેપણ આવકાર્યા હતા.
કેન્દ્રની ભાજપા સરકારના કેબિનેટ મંત્રી પિયુષ ગોયલએ જણાવ્યું હતું કે ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે દેશની સામે સંકટ આવ્યું છે ત્યારે ગુજરાતે સંકટની પરિસ્થિતિમાં દેશને દિશા આપી છે. આજે દેશમાં કોરોના મહામારી ને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા ગુજરાતના બે પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારત સરકાર આત્મવિશ્વાસ સાથે દેશના તમામ વર્ગોના કલ્યાણ માટે સતત કાર્યશીલ છે.
ગોયલએ જણાવ્યું હતું કે, ગુજરાતવાસીઓ ગમે તેવી કઠિન પરિસ્થિતિનો સામનો કરવામાં અગ્રેસર રહ્યા છે. કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપ બાદનું કચ્છનું પુનઃનિર્માણ ઐતિહાસિક ઘટના છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉભરતા ભારતમાં ગુજરાત દિશા બતાવશે અને દેશના વિકાસમાં પ્રમુખ યોગદાન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગુજરાતે વિવિધ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી, તે સમયના અનુભવોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય સ્તરે અમને સૌ મંત્રીઓને વિવિધ વિભાગોની કાર્યપધ્ધતિના અનુસંધાને જે સલાહ સૂચન આપી રહ્યા છે તેનાથી આજે દેશ આજે ગુડ ગવર્નન્સની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.
ગોયલએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે બીડું ઉપાડ્યું છે ત્યારે તેને સિદ્ધ કરવા સરકાર ની સાથે જનતા પણ રાષ્ટ્રવાદના ભાવ સાથે દેશને આત્મનિર્ભર બનાવવાના આ યજ્ઞમાં જોડાઈ છે તે આનંદદાયક બાબત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સંદર્ભે થયેલ પરિણામલક્ષી કામગીરીનને પગલે જ ભારત આજે વિશ્વમાં 142 થી 63માં સ્થાને પહોંચવામાં સફળ થયું છે. 200 કરોડ રૂ. સુધીના ટેન્ડરમાં ‘મેક ઇન ઇન્ડિયા’ કંપની જ ભાગ લાઇ શકશે તે નિર્ણયથી ભારતીય કંપનીઓને ચોક્કસ પણે ફાયદો થશે.
આ વર્ચ્યુઅલ સંવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, વિવિધ વેપારી અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુ ઉધોગ-MSME સાથે જોડાયેલ બુદ્ધિજીવિઓએ પિયુષ ગોયલ સાથે પ્રશ્નોત્તરી કરી હતી.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે, દેશવાસીઓના મનમાં દેશની આઝાદી વખતના સમયે જે ‘સ્વદેશી’ની ભાવના હતી તે લાંબા અરસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એક વખત જીવંત થઈ છે. આત્મનિર્ભર ભારતની પરિકલ્પના મહાત્મા ગાંધીજીના ‘ગ્રામ સ્વરાજ’ના વિચારમાં હતી જેને આજે ચરિતાર્થ કરવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂ.20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજ સાથે આત્મનિર્ભર ભારત યોજના લઈને આવ્યા છે.
રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત 1 લાખ કરોડ રૂપિયા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવેલ છે જેનાથી આગામી સમયમાં પોસ્ટ-હારવેસ્ટિંગ સ્ટોરેજ માટે, કોલ્ડચેઇન સ્ટોરેજ માટે, રેફ્રિજરેટર વેન સહિતની વ્યવસ્થાઓ મોટા પ્રમાણમાં થશે. આજે દેશ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના પથ પર આગળ વધી રહ્યો છે, ઈમ્પોર્ટ ઘટાડવા અને એક્સપોર્ટ વધારવા કેન્દ્રની ભાજપા સરકાર ઉદ્યમીઓ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ લાવી રહી છે ત્યારે કોંગ્રેસ ફક્ત અને ફક્ત જનતામાં ભ્રમ અને નકારાત્મકતા ફેલાવી પાણીમાંથી પોરા કાઢવાનું કાર્ય કરી રહી છે.
રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં આત્મનિર્ભર થવાની પૂર્ણ સક્ષમતા છે, 23મી માર્ચ 2020 પહેલાં ભારતમાં એક પણ PPE કીટ બનતી ન હતી અને આજે ભારતીય કંપનીઓએ 3 મહિનાના ટૂંકા ગાળામાં દિવસમાં 3 લાખ PPE કીટ બનાવવાની ક્ષમતા ઉભી કરી લીધી છે. 120 દેશોમાં કોરોનાની સારવાર માટે ઊપયોગી દવાઓ ભારતે મોકલી છે. સમગ્ર વિશ્વની નજર આજે ભારત પાર છે, આયુર્વેદ તરફ આખી દુનિયા મીટ માંડી રહી છે.