મોદી પહેલા ભારતમાં 650 કિલોની મેટ્રો રેલ હતી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતમાં આવીને અમદાવાદની મેટ્રો રેલનું ઉદઘાટન કરવાના છે।

21 સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેયરોને કેમેરાથી સંબોધિત કરતાં કહ્યું કે ભારતના જુદા જુદા શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક 2014 માં 250 કિલોમીટરથી ઓછું હતું.

હવે તે વધીને 750 કિ.મી.થી વધુ થઈ ગયું છે, જ્યારે બીજા 1000 કિ.મી.થી વધુ મેટ્રો રેલ નેટવર્ક પર કામ ચાલી રહ્યું છે.

વાસ્તવિકતા એ છે કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યાં સુધીમાં શહેરી રેલ 650 કિમી શરૂ થઈ હતી. 650 કિલોમીટર લાંબુ મેટ્રો રેલ નેટવર્ક વિશ્વના ટોચના 5 દેશોમાં ભારત આવી ગયો હતો. જે પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગ, બાજપેઈ, મોરારજી દેસાઈ અને ઇંદિરા ગાંધીના કારણે થયું હતું.

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગના કારણે 2017 સુધીમાં દેશના 9 શહેરોમાં મેટ્રો રેલ દોડતી હતી. મનમોહન સીંગે ગુજરાતમાં મેટ્રો રેલ બનાવવા માટે તત્કકાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઓફર આપી હતી. પણ મોદીએ મેટ્રો રેલ બનાવવા માટેનો ઈન્કાર કરીને બીઆરટીએસ અમદાવાદમાં પસંદ કરી હતી. જે રસ્તા પરથી ખાનગી વાહનો દૂર કરવામાં પ્રોજેક્ટ સફળ થયો નથી.

જેમાં કોલકત્તામાં 1984, દિલ્હી 2002, બેંગલુરુ 2011, મુંબઈ 2014, ચેન્નાઈ 2015, જયપુર 2015, કોચ્ચિ 2017, લખનઉ 2017 અને હૈદરાબાદ 2017માં મેટ્રો શરૂ થઈ હતી. જે પ્રોજેક્ટ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાના હતા.

10 માર્ચ 2019 સુધીમાં દેશમાં 650 કિલોમીટર મેટ્રો રેલ નેટવર્ક હતું. જે મોદી પહેલાની સરકારોએ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા. 900 કિમી પર કામ ચાલી રહ્યાં હતા.

2017માં 1000 કિમી લાંબા પ્રોજેક્ટના ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ્સ મંજૂરી માટે દિલ્હી સરકાર સમક્ષ પડેલા હતા.

દિલ્હીમાં 2017 સુધીમાં ગાઝિયાબાદથી દિલશાદ ગાર્ડન અને નોઈડાના સિટી સેન્ટર સુધીનું દિલ્હી મેટ્રો નેટવર્ક 250 સ્ટેશનો સાથે 343 કિમી લાંબુ હતું.

2017 સુધીમાં લખનૌ મેટ્રોનો 24 કિલોમીટર લાંબો સેક્શન ખોલી દેવામાં આવ્યો હતો.

કાનપુર અને આગ્રાના 30 કિલોમીટર લાંબા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.

દેશમાં મેટ્રો

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગના કારણે 2017 સુધીમાં દેશના 9 શહેરોમાં મેટ્રો દોડતી હતી.

1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કોલકાતામાં પ્રથમ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું.

હૈદરાબાદ, દિલ્હી, કોલકાતા, લખનૌ, બેંગ્લોર, ચેન્નાઈ, કોચી, મુંબઈ, જયપુરમાં મેટ્રો મોદી આવ્યા ત્યારે ચાલતી હતી.

મોદી સત્તા પર આવ્યા ત્યારે નાગપુર, પુણે, ભોપાલ, ઈન્દોર, અમદાવાદ, વિજયવાડા, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, કેરળ અને પટનામાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું.

હાલ 2022માં ભારતના 15 શહેરોમાં હાલ મેટ્રો રેલ ચાલુ છે. જેમાં કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, ગુરુગ્રામ, મુંબઈ, નોઈડા, કોચી, લખનૌ, નાગપુર, કાનપુર અને પુણે છે. જે યોજનાઓ મોદીના વડાપ્રધાન બનતા પહેલાની મંજૂર થઈ હતી.

patil
https://twitter.com/CRPaatil/status/1575793629024555009

DILIP PATEL YOU TUBE
https://www.youtube.com/user/dmpatel1961/playlists

કોલકાતા મેટ્રો

દેશનો પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં શરૂ કરવામાં આવ્યો હતો. મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનું આયોજન વર્ષ 1971માં માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું હતું. રોજ 5 લાખ મુસાફરો હતા.

મેટ્રો ટ્રેક હુગલી નદીમાંથી પસાર થાય છે. કોઈપણ નદીમાંથી પસાર થનારી આ દેશની પ્રથમ મેટ્રો છે.

દિલ્હી મેટ્રો

શાહદરા અને તીસ હજારી વચ્ચેની પ્રથમ મેટ્રો 25 ડિસેમ્બર 2002ના રોજ દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી. 4 લાખ વાહનો રસ્તા પરથી દૂર કરી શકાયા છે. દિલ્હી મેટ્રો પાંચ લાઇન લાલ, પીળો, વાદળી, લીલો અને વાયોલેટ પર 8 કોચ વાળી 235 રેલ 218 કિમી ચાલે છે. દિલ્હી, નોઈડા અને યુપીના ગાઝિયાબાદ, હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ફેલાયેલું છે. એરપોર્ટ એક્સપ્રેસના છ સ્ટેશનો છે.

યલો લાઇન અને બ્લુ લાઇન પર દરરોજ 9 લાખ મુસાફરો અને રેડ લાઇન પર દરરોજ 3.5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. રૂ.70 હજાર કરોડ ખર્ચ થયું છે.

બેંગલોર મેટ્રો

દરરોજ 10 લાખ મુસાફરો કર્ણાટકની રાજધાની બેંગલુરુ મેટ્રો દ્વારા મુસાફરી કરે છે. મેટ્રોને નમ્મા મેટ્રો તરીકે  ઓળખા છે. બેંગ્લોરમાં 2006માં કામ શરૂ થયું અને પ્રથમ મેટ્રો 20 ઓક્ટોબર 2011ના રોજ એમજી રોડ અને બાયપ્પનહલ્લી સ્ટેશન વચ્ચે દોડી હતી. હાલમાં બે મેટ્રો લાઇન જાંબલી અને ગ્રીન 42.30 કિમીની છે.

સમયસર પુરું કામ ન થતાં ખર્ચ ચાર ગણો વધી ગયો હતો. 40 હજાર કરોડનું ખર્ચ થયું છે. 14 લાખ મુસાફરો છે.

મુંબઈ મેટ્રો

મુંબઈ મેટ્રોનો પાયો જૂન 2006માં કામ શરૂ થયું અને પહેલી મેટ્રો ટ્રેન જૂન 2014માં શરૂ થઈ હતી. 11.40 કિમીનો 4300 કરોડનો ખર્ચ થયો હતો. રોજ 3.50 લાખ મુસાફરો મળતા હતા.

ચેન્નાઈ મેટ્રો

ચેન્નાઈમાં પ્રથમ મેટ્રો 2015માં તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાએ 45 કિમી શરૂ કરી હતી. 14 હજાર કરોડનો ખર્ચ થું હતું. ભારત સરકારે જાન્યુઆરી 2009માં મંજૂરી આપી હતી. 2011માં કામ શરૂ થયું હતું. 2026 સુધીમાં 11 લાખ લોકો મુસાફરી કરતા હશે. 2017માં બીજી રેલ 90 હજાર કરોડની છે.

કોચી મેટ્રો

કોચી મેટ્રો 13-કિમી-લાંબા અલુવાથી પલારીવટ્ટમ માર્ગ પરના 11 સ્ટેશનોની શરૂ થઈ હતી. 25 કિલોમીટરના પ્રોજેક્ટ માટે કુલ 5,180 કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું. 1 લાખ મુસફરો મુસાફરી કરતાં હતા.

જયપુર મેટ્રો

રાજસ્થાનની રાજધાની જયપુરમાં 3100 કરોડમાં 31 સ્ટેશન સાથે જૂન 2015થી શરૂ થઈ હતી. 2010માં કામ શરૂ થયું હતું.

લખનૌ મેટ્રો

લખનૌમાં 2017થી મેટ્રો શરૂ થઈ. યુપીના તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે 2014માં 8.5 કિમીમાં 6900 કરોડમાંકામ શરૂ કરાવ્યું હતું.  23 કિમીનું કામ ચાલતું હતું.

હૈદરાબાદ મેટ્રો

72 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં 66 સ્ટેશન છે. 2012થી કામ ચાલું થયું અને 2017માં 24 સ્ટેશનો સાથે શરૂ થયેલો હતો. 20 હજાર કરોડ ખર્ચ થઈ ગયું હતું.

દુનિયાની લાંબી મેટ્રો ચીનમાં

ચીનમાં વિશ્વની સૌથી લાંબી 8831 કિમી શાંઘાઈની બે નવી મેટ્રો લાઈનો 2022માં શરૂ થઈ છે. શાંઘાઈમાં સંપૂર્ણ સ્વચાલિત મેટ્રોની 5 લાઈનો છે. 508 સ્ટેશનો સાથે 20 મેટ્રો લાઇન છે.