અમદાવાદ, 9 એપ્રિલ 2021
રિલાયન્સ જિયોએ આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇ વર્તુળોમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં કેટલાક સ્પેક્ટ્રમ ખરીદવા માટે ભારતી એરટેલ સાથે જોડાણ કર્યું છે. આ સોદાની કિંમત આશરે 1,497 કરોડ રૂપિયા છે. નિવેદન અનુસાર રિલાયન્સ જિયો આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં વધારાના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરી શકશે.
રિલાયન્સ જિયો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સોદો આશરે 1,497 કરોડ રૂપિયાનો છે. નિવેદન અનુસાર રિલાયન્સ જિઓ પાસે આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઇ વર્તુળોમાં કુલ 7.5 મેગાહર્ટઝ વધારાના સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે. રિલાયન્સ જિયો 800 મેગાહર્ટઝ બેન્ડમાં આંધ્રપ્રદેશમાં 3.75, દિલ્હીમાં 1.25 અને મુંબઇમાં 2.50 મેગાહર્ટઝનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોને સારી સેવાઓ પ્રદાન કરી શકશે. રિલાયન્સ જિઓ પાસે આ ત્રણ વર્તુળોમાં કુલ 7.5 મેગાહર્ટઝ અતિરિક્ત સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે.
જિઓના જણાવ્યા અનુસાર નવા સ્પેક્ટ્રમના ઉમેરા સાથે રિલાયન્સ જિઓની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કની ક્ષમતામાં વધુ સુધારો થશે. સ્પેક્ટ્રમના વપરાશ માટેના કરાર બાદ રિલાયન્સ જિયો પાસે મુંબઇ સર્કલમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં 2X15 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ અને આંધ્રપ્રદેશ અને દિલ્હી સર્કલમાં 800 મેગાહર્ટઝ બેન્ડમાં 2X10 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ હશે.
દેશમાં જિઓના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 400 કરોડની નજીક છે. તે જ સમયે એરટેલના ગ્રાહકોની સંખ્યા આશરે 37 કરોડ હતી. દેશમાં મોબાઇલ ફોન ગ્રાહકોની કુલ સંખ્યા 96 કરોડ છે.