રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. સાંજે 7 વાગ્યે અમદાવાદ હવાઈ મથકથી વિમાનમાં નિકળશે. એક જૂથ ઉદેપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ જૂથનું છે. શક્તિસિંહ અને ભરતસિંહના અલગ અલગ બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે.
15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે. 5 ધારાસભ્યો ભાજપ તેને તોડીને પોતાની સાથે લઈને આર્થિક રીતે મદદ કરે એવું કોંગ્રેસને લાગતાં રિસોર્ટમાં લઈ જવામા આવે છે,
બેંગલોરમાં 2017માં આવો જ બનાવ હતો. જયપુર અને ઉદેપુર બે જૂથ લઈ જવાશે. 35 જયપુર અને 15 ઉદેપુર લઈ જવામાં આવશે.
ભાજપે 2017માં ભાજપે 12 ધારાસભ્યોને નાણાં અને હોદ્દા માટે ઓફર કરવામાં આવી હતી. તેથી કર્ણાટક લઈ જવામાં આવ્યા હતા. જેમાં ખરીદી થઈ હોવાનું કોંગ્રેસના ધારાસભ્યોને કહ્યું હતું.
29 જુલાઈ 2017માં પક્ષમાંથી 12 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. ભાજપ દ્વારા ધારાસભ્યોની ખરીદી શરૂં કરતાં આવું કરવાની ફરજ પડી હતી.
કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલને પછાડવાની ભાજપની યોજનાને નિષ્ફળ બનાવવા કોંગ્રેસના 35 ધારાસભ્યોને શુક્રવારે મોડી રાત્રે ગુજરાત બહાર-કર્ણાટકના બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ ધારાસભ્યોને મતદાનના એક-બે દિવસ પહેલાં, 6-7 ઓગસ્ટે ગુજરાત પરત લવાયા હતા.
કોંગી ધારાસભ્યોના રાજીનામાના દોર વચ્ચે શુક્રવારે દિવસ દરમિયાન વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલ, પ્રભારી અશોક ગેહલોત સહિત ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરતાં તેમની પાસે ધારાસભ્યોની પુરતી સંખ્યા હોવાનો દાવો કરી રહ્યા હતા. ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજ્યસભાની ચૂંટણી માટે જે રીતે જંગ છેડાયો હતો તેમાં અનેક રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા.
8 ઓગસ્ટે થનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જતાં અટકાવવા તમામ ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. જ્યાં તેમને એક રિસોર્ટમાં મીડિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોના મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો સિલસિલો શુક્રવારે જારી રહ્યો હતો. શુક્રવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને ઠાસરાના રામસિંહ પરમારે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા 6 થઈ છે.