BJP candidate spent Rs. 50 lakh, Congress did not have money भाजपा प्रत्याशी रु. 50 लाख, कांग्रेस के पास पैसा नहीं था
કોંગ્રેસના ઉમેદવારનો માત્ર રૃા.૧૪.૦૨ લાખ ખર્ચ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો સૌથી વધુ ખર્ચ 1 –
વડોદરા લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલો છેલ્લો ખર્ચ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવારે કર્યો હતો.
લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે ચૂંટણીખર્ચની મર્યાદા રૃા.95 લાખ છે.
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ 14 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં ઊભા રહેલા તમામ 14 ઉમેદવારો દ્વારા પંચને અંતિમ ચૂંટણીખર્ચ રજૂ કર્યો હતો જેમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ રૃા.64 લાખ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ખર્ચ રજૂ કરતી વખતે રૃા.50 લાખ જેટલી રકમ પક્ષ તરફથી પ્રાપ્ત થઇ હોવાનું જણાવાયું છે.
ચૂંટણીમાં સૌથી ઓછો માત્ર રૃા.13 હજાર ખર્ચ અપક્ષ ઉમેદવાર પરમાર હેમંત અરવિંદભાઇએ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહે કુલ રૃા. 14 લાખનો ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું છે. કોંગ્રેસના ઉમેદવારને પક્ષ દ્વારા ચૂંટણી લડવા કોઇ ફંડ મળ્યું ન હતું પરંતુ ડોનર્સ દ્વારા 8.51 લાખનું ફંડ મળ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.