ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર

દિલીપ પટેલ ઓગષ્ટ 2021

ખેતી અંગે ખેડૂતોના પ્રશ્નો અંગે આજે રૂપાણી સરકારને નર્મદા યોજનાની નિષ્ફળતા અંગે અનેક સવાલો કરવાના છે.

સવાલો ત્યારે થઈ રહ્યાં છે જ્યારે તેની બધી વિગતો પ્રજા સુધી પહોંચી ગઈ છે, પ્રજા જ સવાલો કરી રહી છે ત્યારે સત્તાધિશો તેનો જવાબ આપવા મોં સંતાડવા માટે ખેડૂતો માટે ઉત્સવ ઉજવી રહ્યાં છે.

ખેડૂતોને ભાજપે આપેલા વચનો જ્યારે પૂરા નથી થયા ત્યારે તેનો જાહેરમાં જવાબ રૂપાણીએ આપવો જોઈએ.

નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને પાણી આપવા, તળાવો ભરવા અને નદીઓમાં પાણી ભરી બગાડ કરવા માટે સફળ છે. પણ 18 લાખ હેક્ટર ખેતરોમાં પાણી પહોંચાડવામાં ભાજપની રૂપાણી સરકાર 5 વર્ષમાં નિષ્ફળ રહી છે અને પ્રજા તેમને નબળા મુખ્ય પ્રધાન જાહેર કરી ચૂકી છે.

ભાજપે અગાઉ કેવા વચનો આપ્યા હતા. તે વચનો આજે 5 વર્ષની ઉજવણીમાં ખેડૂતો યાદ કરીને સળગતા પ્રશ્નો પૂછે છે તેનો જવાબ મુખ્ય પ્રધાન અને ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આપવો પડે તેમ છે.

03 BITE જેઠાભાઈ પટેલ

કેવા હતા એ વચનો જે પળાયા નથી.

7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન બન્યા બાદ જાહેર કર્યું હતું કે, પાકિસ્તાન અને ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ પ્રમાણે પાકિસ્તાનની સિંધુ નદીનું પાણી મેળવવા માટે હકદાર છે. મોદીએ તે સમયના વડાપ્રધાન પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ કર્યો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા ઉપરાંત સિંધુ નદીના પાણી ને ગુજરાત લાવવા માટે નિવેદનો કર્યા હતા.

6 જૂન 2002માં મોદીએ સાબરમતી રીવર ફ્રંટને રૂ.300 કરોડની મંજૂરી આપી પાયો નાંખતા કહ્યું હતું કે, નદી કાંઠે આવેલા નગરોના વિકાસનો એક્શન પ્લાન અમલમાં મુકાશે. વડોદરા, સુરત, રાજકોટની નદીઓ ઉપર રિવરફ્રંટ બનાવી સુંદર બનાવાશે.

મોટી નદીઓના પાણીને દરિયામાં જતા અટકાવશે.

જમીન અને પાણીની સમસ્યા નિવારવા માટે એક્શન પ્લાન બનાવશે.

સમુદ્ર કાંઠે નદીને નાથી મીઠા પાણીના પ્રવાહને દરીયામાં વહી જતો અટકાવશે.

ખરી જમીનને નવસાધ્ય કરાશે.

રણ ને આગળ વધતું રોકાશે,

મહી અને નર્મદાના દરિયા કાંઠાની જમીન પાસે ખારાશ આગળ વધતી રોકવામાં આવશે. ક્ષાર નિયંત્રણ માટે 25 કરોડ વપરાશે.

100 કરોડના ખર્ચે જો જોબા ની ખેતી કરશે.

24 નદીઓના જોડાણ કરાશે. જેમાં નર્મદાની મેઈન કેનાલ કરોડરજ્જુ નું કામ કરશે.

28 ઓગસ્ટ 2002માં સુકી સાબરમતીમાં નર્મદાના 300 ક્યુસેક નીર વહેવા લાગ્યા હતા.

સપ્ટેમ્બર 2002માં એક જીઆર બહાર પાડી નર્મદાનું પાણી મેળવનારા બધા ખેડૂતોને પાણી વહેંચવા માટે પાણી સમિતિ બનાવવાની સુચના આપી.

01 BITE ભરતસિંહ ઝાલા

કલ્પસર

એપ્રિલ 2003માં ખંભાતના અખાતમાં ડેમ બનાવીને મીઠા પાણીનું વિશ્વનું સૌથી મોટું સરોવર બનાવવાની સિંચાઈ યોજના માટે શક્યતા અહેવાલ બનાવવા રૂ.84 કરોડ ફાળવવામાં આવ્યા. જે 2008 પહેલા અહાવાલ આવી જવો જોઈતો હતો.

1 મે 2003માં મોદીએ વચન આપ્યું કે ગુજરાતમાં નર્મદા કેનાલ આવતાની સાથેજ ગુજરાતનો ખેડૂત રૂપિયો વાવીને ડોલર ઉગાડશે. 1 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ રહી છે. તળ ઊંચા આવ્યા અને 700 તળાવો નર્મદાથી ભરાયા છે.

જુલાઈ 2003માં નર્મદાનું પાણી હિરણ,ઓરસંગ,કરદ,મહી, સિડક,મોહર,વાત્રક અને સાબરમતીમાં વહેવા લાગ્યા હતા.

 

 

 

સપ્ટેમ્બર 2003માં કલ્પસર યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી. તેનાથી ખંભાતના અખાતના કાંઠે 1.25 લાખ હેક્ટર જમીન ખારી કે બંજર બની ગઈ છે, તે ખેતી લાયક થશે. ખંભાતનો ખારો પટ હરિયાળા વૃક્ષોથી લહેરાતો હશે. 2007 સુધીમાં તમામ જમીન સારી થઈ જશે.

રૂપિયા 12000 હજાર કરોડનું કૃષિ ઉત્પાદન મળશે. હરિયાળી ક્રાંતિ આવશે.

4 નવેમ્બર 2003માં મુખ્ય પ્રધાનએ જાહેર કર્યું કે નર્મદાની કેનાલ મારફતે 17 નદીઓના પાણી ભરાશે. કેનાલની ડીઝાઇન માં ફેરફાર કરાશે, બધી નદીઓમાં ત્રણ કીલોમીટરના અંતરે જળાશયો બનાવશે. સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી ઠલવાશે. બનાસ, રૂપેણ ,અને સરસ્વતી નર્મદાના નીરથી ફરીવાર સજીવ થશે.

28 નવેમ્બર 2003માં મોદીએ જાહેર કર્યું હતું કે, નર્મદા યોજનાના ઉપરાંત રૂ.6 હજાર કરોડના ખર્ચે નર્મદાના વધારાના પુર ના પાણીને રાજ્યની 8 નદીઓમાં ઠાલવાશે. તેનાથી 1 લાખ હેક્ટર વધારાની સિંચાઈ કરાશે.

સુજલામ સુફામ યોજના કારણે ખારાશ આગળ વધતી અટકશે, ખેડૂતો ખરીફ પાકનો લાભ લેશે, ખેત ઉત્પાદન વધશે, કમાણીમાં વધારો થશે, સુજલામ સુફલામના કારણે સીંચાઈ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, રાજ્યની ખેતી અબળ થશે.

નવેમ્બર 2003માં મોદીએ જાહેર કર્યું હતું કે, કેવડીયાથી કડી સુધીની 263 કી.મી. લંબાઈની મુખ્ય નહેરનું કામ પૂરું થયું છે.

1 હજાર કિલો મીટરની શાખા નહેરો અને 2500 કિલો મીટરની પ્રશાખા નહેરો બનાવી દેવામાં આવશે. મુખ્ય નહેરનું કામ 2006-70માં પૂરું થઈ જશે.

2009-10માં રાજ્યની 18 લાખ હેક્ટર ખેડૂતોની જમીનમાં સિંચાઈ થતી હશે.

ઉપરાંત, રૂપિયા 6 હજાર કરોડ વધારાના ખર્ચીને  8 નદીઓમાં પાણી નાંથીને બીજી 1 લાખ હેક્ટર જમીન સાથે કુલ 19 લાખ અને સુજલામ સુફલામ તથા કલ્પસર યોજનાથી બીજી 5 લાખ હેક્ટર મળીને કુલ 25 લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઈ થવાની હતી.

02 BITE  મહેશ પંડ્યા.mp4

જેને આજે 9 વર્ષ થયા છે. પણ 3 લાખ હેક્ટરથી વધું સિંચાઈ ખરા અર્થમાં થતી નથી.

25 ડિસેમ્બર 2003માં પહેલા વાયબ્રંડ ગુજરાતના પ્રસિદ્ધિ મેળાામાં રૂપિયા 66 હજાર કરોડના રોકાણની જાહેરાત કરીને કૃષિ વિશ્વ વિદ્યાલયના 700 કૃષિ વિજ્ઞાનીઓની ટાસ્કફોર્સ બનાવવામાં આવી હતી.

જ્યોતિ ગ્રામ હેઠળ 24 કલાક વીજળી આપવાની જાહેરાત થઇ. ત્યારે બહારના લોકો વર્ષો સુધી માનતાં રહ્યાં હતા કે, ખેડૂતોને 24 કલાક વીજળી મળે છે. પણ ખરેખર તો તે ઘરના વીજ જોડાણ માટે યોજના હતી.

2001માં જ ઉત્તર ગુજરાત માટે રૂ.310 કરોડમાં નર્મદા નહેરથી પંપ કરીને પાઈપ લાઈન નાંખવામાંનું કામ શરૂ કરાયું હતું, જે 5 વર્ષ ચાલ્યું હતું.

જાન્યુઆરી 2004માં

મોદીએ જાહેર કર્યું હતું કે, રૂપિયા 54 હજાર કરોડના ખર્ચે કલ્પસર યોજના બનાવવામાં આવશે. ભાવાગરના દરિયામાં યોજનાઓ શુભારંભ કરાવ્યો અને રેકર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કવાની ખાતરી આપી હતી. આ યોજનાથી અમરેલીથી સુરતનું અંતર 225 કી.મી ઘટી જશે એવી ખાતરી આપી હતી. 2 હજાર ચોરસ કિલો મીટર મોટું મીઠા પાણીનું જળાશય બનશે. તેમાંથી 90 કરોડ ઘન મીટર પાણી ઘર વપરાશ માટે આપી દેવાની જાહેરાત કરી હતી. તેનાથી 10.54 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થશે એવું ખેડૂતોને વચન આપ્યું હતું.

ભાવનગર જિલ્લો વિકાસનું કેન્દ્ર બનશે.

મોદીએ પાણીના પ્રોજેક્ટનું અનાવરણ મુહૂર્ત કર્યું હતું. રેકોર્ડ ટાઈમમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ખાતરી આપી હતી.

એવું વચન 2007ની ચૂંટણી પહેલા આપ્યું હતું.

સુજલામ સુફલામ

17 ફેબ્રુઆરી 2004માં લોકસભાની ચૂંટણી પહેલા સુજલામ સુફલામ નામની રૂપિયા 6 હજાર કરોડની નવી સિંચાઈ યોજનાની જાહેરાત કરી.

નિરમા કંપનીના કરશેન પટેલ ત્યારે હાજર હતા. તેમણે મોદીની આ યોજનાના ભરપેટ વખાણ કર્યા હતા.  જેનાથી ભાજપને લોકસભા સહિત તમામ ચૂંટણીઓમાં સારા એવા મત મળ્યા હતા.

આ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના તમામ 5 હજાર ગામ આવરી લેવાના હતા.

કડાના ડેમથી બનાસ રીવર બેઝીન સુધી 280 કી.મી.લાંબી રીચાર્જ કેનાલ તૈયાર થશે.

ગામતળાવ નર્મદાના પાણીથી છલકાતા થશે. 21 સુકી નદીઓમાં નર્મદાના પાણી વહેતા હશે.

બોર વેલ પાછળ વપરાતી 3 હજાર મેગાવોટ વીજળીની બચત થશે.

એક સૂત્ર આપ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના આવી, ખેતરે ખેતરે પાણી લાવી….

નર્મદા યોજના પાછળ 40 વરસમાં રૂ.12 કરોડ ખર્ચાયા હતા.

સુજલામ સુફલામ પાછળ માત્ર દોઢ વરસમાં રૂ.6 હજાર કરોડ ખર્ચાયા હતા.

10 હજાર ગામોના પેટાળમાં પાણી રિચાર્જ થશે.

ખેડૂતોએ ટ્યુબ વેલ પાછળ ખર્ચ નહીં કરવો પડે. ઉત્તર ગુજરાતના ખેડૂતો દેવાના ડૂંગરમાથી મુક્ત થશે. ખેડૂતોની આવક બમણી થશે. 300 ગામમાં હાડકાના રોગો છે તે મટી જશે.

100 દિવસમાં 1 લાખ ખેત તલાવડીઓ ખોદાશે. 1 કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે.

ખેડૂતો રવિ અને ખરીફ એમ બંને પાક લેતા થશે. દુષ્કાળનો ખર્ચ બચી જશે.

5 હજાર કરોડનું ખેત ઉત્પાદન થશે. ખેત તલાવડીથી 1.5 લાખ ખેત મજુરોને રોજી આપશે.

દહેગામ, મહેસાણા, હિંમતનગર, ડીસા ,પાટણ સાનંદ , બાવળા ખાતે મુહુર્ત કરાશે.

31 મે 2004માં નર્મદા બંધના પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ જાહેર કર્યું કે 2004માં નર્મદાના પાણીથી 3 લાખ હેક્યરમાં સિંચાઈ થશે. 2007 સુધીમાં નર્મદા યોજનાના તમામ કામો પૂરા કરાશે.

સૌરાષ્ટ્ર શાખા નહેર ઉપર 5 પમ્પીંગ સ્ટેશન કામ કરતા થશે.

1995 સુધીમાં રૂ.3846 કરોડ ખર્ચાયા હતા. 1995થી 2004 સુધીમાં રૂપિયા 13 હજાર કરોડ નર્મદા યોજના પાછળ ખર્ચી કઢાયા હતા.

ભાજપે ખેડૂતોને જાહેરમાં વચન આપ્યું હતું જે 14 વર્ષ પછી પણ પૂરું નથી. થયું નર્મદા યોજના પાછળ તમામ મળીને રૂપિયા 1 લાખ કરોડ ખર્ચાઈ ગયા છતાં આવી હાલત આજે છે. માંડ 4 લાખ હેક્ટરમાં ખરા અર્થણાં સિંચાઈ થાય છે.

2007માં વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ સરકારે શું કહ્યું હતું કે જૂઓ

નર્મદા નિગમે જાહેરાત કરી કે નર્મદાની 20 શાખા કેનાલોમાં પાણી છોડવામાં આવશે. અઢી લાખ હેક્ટમાં સિંચાઈ જશે.

તેનો સીધો મતલબ થયો કે અગાઉ ભૂપેન્દ્ર ચૂડાસમા ખોટું બોલ્યા હતા.

15 જુલાઈ 2004માં કહેવાયું હતું કે,  ફતેહ વાડી, વઢવાણ, વડોદરા, પોર, કુંડલા, મહી, ધરોઈ, બનાસ, અને ધોળકા નહેર શાખામાં પાણી છોડવામાં આવશે.

સરદાર સરોવર નર્મદા નિગમ ના અધ્ય્ખે જાહેરાત કરી કે હવે નર્મદા કેનાલને ઢોળાવ પર વાંસની ખેતી કરાશે.

મુખ્ય કેનાલ અને શાખા કેનાલની આજુબાજુ સરકારી હસ્તકની જમીનનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. પણ તેનો કોઈ લાભ થયો નથી.

જાન્યુઆરી 2005માં વાંસની ખેતી માટે એક પ્લાન તૈયાર કરાયો હતો. રોજગારીમાં વધારો અને પાણીના બાષ્પીભવનમાં ઘટાડાની નિગમે બાંહેધરી આપી સાથો સાથ પાણી વિતરણ માટે 1696 મંડળીઓ અને કમાંડ એરિયામાં 5 લાખ ખેડૂતોની નોંધણી કરવાનું વચન આપ્યું હતું.

જે હજું પૂરું થયું નથી.

જાન્યુઆરી 2007માં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ પી કે લહેરી એ જાહેર કર્યું હતું કે, આ ડેમ ભારતના બધા જ ડેમનો સરદાર છે. આ ડેમના કારણે 37 હજાર હેક્ટર જમીન ડૂબી ગઈ છે. તેની સામે 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. 4 લાખ હેક્ટર જમીનમાં 2007માં ખેતીને પાણી મળશે.

આખી દુનિયામાં માત્ર નર્મદા યોજનામાં જ ઉત્તમ પ્રકારનું જળ વિતરણ ગોઠવાયું છે. એવું લહેરીએ કહ્યું તેને 14 વર્ષ થયા છતાં નહેરનું કોઈ મેનેજમેન્ટ થતું નથી. નહેરોની ક્ષમતાના માંડ 10 ટકા પાણી વહે છે.

સૌરાષ્ટ્રમાં 3400 ગામ પિયત મંડળીઓ  બનાવશે. આવી ૧૪૦૦ ગામોની પિયત મંડળીઓ તો તૈયાર પણ થઈ ગઈ છે.  ગુજરાતના 14  જીલ્લામાં નર્મદા પિયત મંડળીઓ ઉત્તમ વહીવટ કરી બતાવશે. આટલા મોટા પાયે અને અને વિશાલ વિસ્તારમાં પિયત કરવાનો અખા દેશમાં પ્રથમ પ્રયાસ છે. એવું લહેરીએ કહ્યું તેને 14 વર્ષ થયા છતાં આજે મંડળીઓની પૂરી રચના થઈ નથી તે મંડળીઓની વાત કોઈ સાંભળતું નથી.

2007માં પૂર્વ મુખ્ય પ્રધાન મોદીએ ચૂંટણી સભામાં જાહેરાત કરી કે 2010નું વર્ષ ગુજરાત રાજ્યની સ્થાપનાનું  50મું વરસ હોવાથી

ગોલ્ડન ગોલ તરીકે ઉજવાશે. તેમણે જાહેરમાં ચૂંટણી વચન આપ્યું હતું કે, 2010માં સરદાર સરોવર યોજના પૂરી થઈ જશે.

તેના 11 વર્ષ થયા અને તેઓ વડાપ્રધાન હોવા છતાં યોજના પૂરી થઈ નથી. રાષ્ટ્રિય યોજના જાહેર કરી નથી. મોદીએ કોઈ મોટી સહાય નર્મદા યોજના માટે આપી નથી.

ગુજરાત અને અન્યત્ર જમીન બિન-ઉપલબ્ધતા મુદ્દો ખૂબ જ વિચિત્ર અને ગંભીર બાબત બનવા લાગ્યો,

04 BITE રોમલ સુતરીયા

રાજ્ય સરકારે જાહેર કર્યું કે નહેર નેટવર્ક માટે પૂરતી જમીન ઉપલબ્ધ જમીન નથી. સરદાર સરોવરના કેનાલ નેટવર્ક બાંધવાના કામ માટે જમીન મેળવવી અસંભવ બની.

નર્મદા યોજનાનો મૂળ પ્રોજેક્ટ 6400 કરોડ રૂપિયાનો હતો. જે 1 લાખ કરોડના ખર્ચ સુધી પહોંચી ગઈ છે.

એક સમયે જયારે નર્મદા ખીણમાં વસતા આદિવાસી અસર્ગ્રસસ્તો જમીન જપ્તી સામે વિરોધ કરતા ત્યારે ગુજરાતના ખેડૂતો તેમની સામે વિરોધ પ્રદર્શનો કરતા હતા.

હવે ગુજરાતના ખેડૂતો નહેર માટે જમીન મફતમાં આપવાનો ઈન્કાર કરે છે.

સરદાર સરોવરનું કેનાલ નેટવર્ક એક મહાકાય ષડ્યંત્ર સાબિત થવા લાગ્યું છે.

10મી પંચવર્ષિય યોજનામાં ગુજરાત સરકારે 84 હજાર કિલો મીટરની નહેરનું કામ પૂરું કરવાનું વચન આપ્યું હતું. પણ ત્યારે માત્ર 20 ટકા જ કામ પરું થયું હતું.

8 મિલિયન એકર ફીટ પાણી સિંચાઈ માટે છે. 1 મિલિયન એકર ફીટ પાણી બિન ખેતી વિષયક હેતુ માટે ફાળવાયું છે.

હવે ગુજરાત સરકારે પીવાના પાણીની જરૂરીયાત 3.10 મિલિયન એકર ફીટ કાર્ય છે.

નર્મદા યોજના હવે માત્ર પીવાના અને કારખાનાઓના પાણીની યોજના બની ગઈ છે.

2007માં સરકારે 44 ગામના 15 હજાર ખેડૂતો પાસેથી 270 એકર જમીન સરના નામે પડાવી લઈ મારુતિ ઉદ્યુગને હાંસલપુરમાં આપી તે ખેડૂતોની ખેતીની જમીન હતી. જે જમીન પરત માગી હતી.

જૂન 2009માં નર્મદા નિગમે કહ્યું હતું કે, નિગમમાં સ્ટાફ ઈજનેરોના અભાવે મુખ્ય નહેરની જાળવણી માટે કામ થતું નથી. જો 80 હજાર કિલો મીટર નહેર પર નજર રાખવી હોય તો 8 હજાર ઈજનેરોની જરૂર પડે છે.

ગુજરાતમાં ઈજનેરો બેકાર છે. અને નિગામ પાસે ઈજનેરો નથી.

નર્મદા નિગમે ફરિયાદ કરી કે ખુલ્લી કેનાલોની યોજના કારગત નીવડી નથી. એટલે નર્મદા નિગમના તે સમયના અધ્યક્ષ એન વી પટેલે ખુલ્લી કેનાલો ને બદલે ભારે ખર્ચાળ પાઈપ લાઈનોની  ખર્ચાળ પદ્ધતિ ઠોકી બેસાડવા ના પ્રયાસ હાથ ધર્યા હતા.

ગુજરાત સરકારે ખુલ્લી કેનાલના બદલે ભૂગર્ભ પાઈપ લાઈનો પાથરવાનું નક્કી કર્યું હતું.

66 હજાર કિલો મીટરની પાઈપલાઈનો નાંખવાની હતી. જે રૂપાણી સરકાર નાંખી શકી નથી.

રૂપાણી સરકારે પોતાની નિષ્ફળતા ઢાંકવા સોનું ઉગાડતી નહેરો કરતાં ઘડામણ મોંઘું થઈ ગયું હતું.

2009માં સરકારે નક્કી કર્યું કે, “પ્રેશરાઇઝડ ઈરીગેશન નેટવર્ક સીસ્ટમ” અંતર્ગત 200 થી 500 હેકટરના યુનિટ બનાવવાના હતા.

05 BITE ભરતભાઈ ઠક્કર કચ્છ

ખેડૂતોની મંડળીઓ બનાવવી પડશે, મંડળીઓ પમ્પીંગ કરી પાણી લેશે, દરેક મંડળી એ પોંડ પંપ, પી વી સીની પાઈપ લાઈન, વીજળી કનેક્શન મોટર પંપ, પંપ હાઉસ બનાવવા પડે તેમ છે. દરેક મંડળી માટે ખેડૂતોએ રૂપિયા 2 લાખ ખર્ચ કરવાનો થાય છે. જે ખેડૂતો ખર્ચ કરી શકતા નથી તેથી નહેરનું પાણી ખેતરો સુધી પહોંચતું નથી. તેથી ખેડૂતો પોતે નહેરના કાંઠે પોતાના ડીઝલ એન્જીન મૂકીને મોંઘી ખેતી કરે છે. પણ રૂપાણી સરકાર આ એન્જીન પણ ઉખેડીને ફેંકી દે છે.

6 હજાર મંડળીઓએ કરોડો રૂપિયા ખર્ચવા પડશે. મોટા ઉદ્ય્ગ ગ્રહો ને ફાયદો થશે.

જાન્યુઆરી 2010માં ગુજરાત સરકારે જાહેરાત કરી કે, નર્મદાના પાણીથી 7 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ રહી છે. 2007માં નહેરોનું કામ પૂરું કરવાનું હતું પણ હવે યોજના 2015માં પૂરી થશે. ખર્ચ રૂપિયા 51 હજાર કરોડનો થશે. 51 હજાર કિલો મીટર લાંબી નહેર બનાવવાની 2015માં બાકી હતી. ત્યારે મોદીએ ગુજરાત છોડીને દિલ્હીમાં નિવાસ કર્યો હતો. ત્યારે 73 ટકા કામ બાકી હતું.

જુલાઈ 2010માં જાહેર કર્યું કે , 450 કી.મી. લાંબી મુખ્ય નહેરના નિભાવ – રખ-રખાવત માટે એક સેલની રચના કરી છે.

વડોદરા, ગાંધીનગર અને રાધનપુર વિભાગ છે. જેના માટે 8 હજાર ઈજનેરો જોઈએ પણ નથી.

દરેક 50 કિલો મીટરના વિભાગમાં એક્ઝીક્યુટીવ ઈજનેર નીચે 4 સબ ડીવીઝન હોવા જોઈએ. ટેકનીકલ સ્ટાફ હોવો જોઈએ.

સરદાર સરોવર નર્મદા નિગમ ના અધ્યક્ષ એસ જગદીશને બહાનું કાઢ્યું “ સાયફન જામ થઈ જાય છે.

હવે નર્મદા બ્રિગેડ બનાવી પાણીની ચોરી અટકાવવાની યોજના બનાવી હતી.

અમદાવાદ, પાટણ, મહેસાણા,અને સાબર કાંઠા જીલ્લાના કમાંડ એરિયામાં આવતા ખેડૂતો માટે નર્મદાની કેનાલમાં પાણી નો પ્રવાહ વધાર્યો.

2010માં રેવન્યુ પ્રધાન આનંદી બેન પટેલ એક સમારંભમાં ચીમકી આપી હતી કે, ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી જોઈતું હોય તો, પોતાની જમીનો નજીવા ભાવે સરકારને આપવી પડશે. નહીતર સિંચાઈ માટે પાણી નહી મળે. જે ખેડૂતો કેનાલ બાંધવા માટે જમીન આપવામાં સહકાર ન આપતા હોય તેમણે તાત્કાલિક સિંચાઈ નું પાણી આપવાનું બંધ કરાશે. ત્યારે 22 હજાર હેક્ટર જમીન ખેડૂતો પાસેથી પડાવી લેવાની હતી.