અમદાવાદ, 30 જૂન 2020
હું સત્તા પર આવીશ તો બધાના સારા દિવસો આવશે એવી વાતો કરીને સત્તામાં આવેલી મોદી સરકારના શાસનમાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ- ડીઝલ પર વેરા અને ભાવ વધારો ઝીંકીને દેશના નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે.
જે કુટુંબો પેટ્રોલ ડિઝલ વાપરે છે એવા દરેક કુટુંબ પાસેથી ભાજપને કેન્દ્રની મોદી સરકારે રૂ. 1.25 લાખ વધારાના લીધા છે. દરેક વ્યક્તિને સ્વિસ બેંકમાં પડેલા કાળા નાણાંથી રૂં. 20 લાખ ભાજપ આપવાનું હતું. પણ આતો લોકોના ગજવામાંથી વધારાના રૂ. 1.25 લાખ દરેક કુટુંબ પાસેથી લઈ લીધા છે. લૂંટી લીધા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો થવા છતાં દેશના નાગરિકો પાસેથી પેટ્રોલ- ડિઝલના ઊંચા ભાવ વસુલવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી છે? ક્રુડના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઐતિહાસીક ઘટાડા બાદ પણ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ, સેસ, VAT ઉપરાંત પેટ્રોલ- ડીઝલના ભાવમાં રોજીંદા વધારાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રવ્યાપી દેખાવો યોજવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહીત તમામ શહેરો તથા જીલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.
પેટ્રોલ- ડીઝલના ભાવોમાં છેલ્લા ૨૩ દિવસથી સતત થઇ રહેલા વધારા ઝીંકનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજુટ થઈને લડી રહ્યો છે, બીજીબાજુ લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોતી પૂરી પાડવા, રોજગાર આપવા અને આર્થિક સંકટ દુર કરવાને બદલે રાત દિવસ ભારતીયોની પરસેવાની કમાણી લુંટવામાં વ્યસ્ત છે. વિશ્વભરમાં જયારે કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્તરે છે ત્યારે બીજી તરફ કેન્દ્રની ભાજપ સરકાર નિર્દયતાથી સતત પેટ્રોલ- ડીઝલના ભાવોમાં વ્હ્દોર કરી નફાખોરી કરી રહી છે તે કેટલે અંશે યોગ્ય કહેવાય? કોરોનાના કપરા સમયમાં પણ દેશના નાગરિકોના ખિસ્સામાં રૂપિયા નાખવાનું તો દુર તેમના પાસેથી કેવી રીતે ખિસ્સા ખાલી કરવા તેની હંમેશા તત્પર ભાજપ સરકારે ૧૮ દિવસમાં ૧૮ વખત પેટ્રોલ- ડીઝલમાં આકરો ભાવ વધારો તે પોતાની જનવિરોધી નીતિઓનું સર્ટીફીકેટ છે. વર્ષ ૨૦૧૪ ના મેં મહિનામાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. ૭૧.૪૧હતો જે આજે ૭૯.૯૬ રૂપિયા પ્રતિ લીટર થયો છે.
બીજીતરફ મે, ૨૦૧૪ માં ક્રુડનો ભાવ ૧૦૬.૮૫ ડોલર પ્રતિ બેરલ હતો જે આજે માત્ર ૩૮ ડોલર પ્રતિ બેરલ છે. તેમ છતાં તેનો લાભ જનતાને આપવાને બદલે દેશના ૧૩૦ કરોડ નાગરિકોને લુંટી ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. જનવિરોધી ભાજપ સરકારે ૪ માર્ચ ૨૦૨૦ થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્સ વધારી દીધો. ત્યારબાદ મે મહિનામાં પેટ્રોલ- ડીઝલમાં ક્રમશ: ૧૦ રૂપિયા અને ૧૩ રૂપિયા જેટલો વધારો કરી માત્ર ૫૮ દિવસમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧,૬૦,૦૦૦ કરોડ રૂપિયા નાગરિકો પાસેથી ઉઘાડી લુંટ કરીને કેમ વસુલ્યા? તેનો જવાબ આપે ભાજપ સરકાર.
કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ વચ્ચે ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ- ડીઝલ પર ટેક્સ વધારીને ૧૩૦ કરોડ ભારતીયો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે તો બીજી તરફ પ્રતિ બેરલ ભાવ નીચો હોવા છતાં નાગરિકોને કેમ લાભ આપ્યો નહી? ભાજપ સરકારની અણઆવડત, સદંતર નિષ્ફળ વ્યવસ્થાતંત્રને પગલે શાકભાજી, સિંગતેલ, કપાસિયા, પામોલીન તેલમાં આગ ઝરતી તેજીએ ગરીબો અને મ્ધ્ય્વર્ગની મુશ્કેલીમાં અસહ્ય વધારો કર્યો છે. ‘અચ્છે દિન’ના ગાણા ગાતા ભાજપના સત્તાધીશો, આગેવાનો, નેતાઓ જયારે દેશ અને ગુજરાતની જનતાને કોરોના મ્હામાંરીમાં સૌથી વધુ જરૂર હતી ત્યારે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કરવેરા, ભાવ વધારો કરી લોકોના ખિસ્સા ખંખેરી પોતાની તિજોરી છલકાવતી ભાજપ સરકારે નાગરિકોને સહાય, સુરક્ષા સહિતના તમામ મોરચે નિષ્ફળ નીવડી છે.
અમદાવાદ શહેરના સરદારબાગ ખાતે દેખાવો અને બાદમાં કાર્યકરો દ્વારા ઘોડા પર બેસી, ગાડા પર ફોર વ્હીલર મુકીને તથા પદયાત્રા કરવામાં આવતા સરકારના ઈશારે પોલીસ દ્વારા આમ જનતાની સમસ્યા અને પ્રશ્નને ઉજાગર કરી રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડા, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી શશીકાંત પટેલ, ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા સહીત અનેક કાર્યકરો-આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. સુરતમાં અઠવાલાઈન્સ પર દેખાવો યોજવામાં આવ્યા હતા, વડોદરામાં શહેર કોંગ્રેસ સમિતિથી કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા હતા. તો રાજકોટમાં પેલેસ રોડ, યાગ્નિક રોડ સહીત દરેક વોર્ડ ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો- કાર્યકરો દ્વારા ઘોડા પર બેસી પ્લેકાર્ડ, સુત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
૨૯-૦૬-૨૦૨૦કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે સરકારને થયેલું આર્થિક નુકસાન જનતા પાસેથી વસુલી રહી છે સરકાર: અમીત ચાવડાસરકારને થયેલું નુકસાન પીએમ કેર ફંડ કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાને બદલે સરકાર જનતાના ખિસ્સા ખંખેરી રહી છે: અમીત ચાવડા સરકાર જનતાને સહાયમાં પેકેજના લોલીપોપ જાહેર કરી લોન આપી રહી છે અને જનતા પાસેથી રોકડા વસુલી રહી છે: અમીત ચાવડાકોંગ્રેસના સમયમાં ૧૩૦ ડોલર પ્રતિ બેરલ મળતું ક્રુડ ઓઈલ અત્યારે ૪૦ ડોલર પ્રતિ બેરલ મળી રહ્યું છે તો આ બમણો ભાવ શું કામ? : અમીત ચાવડા