કંપનીઓ 80 ટકા પૈસા ભાજપને 20 ટકા પૈસા બીજા પક્ષોને આપ્યા इलेक्टोरल ट्रस्ट में BJP पर पैसों की बारिश BJP receives a flood of money from Electoral Trusts
દિલ્હી 23 ડિસેમ્બર 2025
20 ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ 19 ઇલેક્ટોરલ ટ્રસ્ટ માંથી 13 ટ્રસ્ટના અહેવાલ ઉપલબ્ધ છે. જેમાંથી 2024-2025માં નવ ટ્રસ્ટોએ કુલ 3,811 કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપ્યા છે. જેમાં કેન્દ્રના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને 3,112 કરોડ રૂપિયા મળ્યા છે, જે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા કુલ ભંડોળના 82 ટકાથી વધુ છે. અદાણીનું ક્યાંય નામ નથી. રિલાયન્સનું નામ નથી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા સરકારની ગુપ્ત રાજકીય ભંડોળ યોજનાને નાબૂદ કરી દીધા છે. ચૂંટણી બોન્ડ બંધ થતા ઇલેક્ટોરલ ટ્રસ્ટનો રાજકીય પક્ષો પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
કોંગ્રેસને કુલ રકમના 8 ટકા એટલે કે 299 કરોડ રૂપિયા મળ્યા છે. બાકીના તમામ પક્ષોને મળીને બાકીના 10 ટકા અથવા લગભગ 400 કરોડ રૂપિયા મળ્યા.
2023-2024માં ટ્રસ્ટો દ્વારા આપવામાં આવેલા 1,218 કરોડ રૂપિયાની સરખામણીમાં આ 200% વધારો થયો છે. તો ચાર ટ્રસ્ટ (જનહિત, પરિવર્તન, જયહિંદ અને જય ભારત) પક્ષોને કોઈ પૈસા આપવાનું નથી.
કંઈ કંપની/વ્યક્તિએ ભાજપને કેટલું ફંડ આપ્યું?
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ: 100 કરોડ રૂપિયા
રુંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: 95 કરોડ રૂપિયા
વેદાંત લિમિટેડ: 67 કરોડ રૂપિયા
મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ: 65 કરોડ રૂપિયા
ડિરાઇવ ઇન્વેસ્ટમેન્ટ્સ: 53 કરોડ રૂપિયા
મોડર્ન રોડ મેકર્સ પ્રાઇવેટ લિમિટેડ: 52 કરોડ રૂપિયા
લોટસ હોમટેક્સટાઇલ્સ લિમિટેડ: 51 કરોડ રૂપિયા
સફળ ગોયલ રિયલ્ટી LLP: 45 કરોડ રૂપિયા
ITC લિમિટેડ: 39 કરોડ રૂપિયા
ગ્લોબલ આઈવી વેન્ચર્સ LLP: 35 કરોડ રૂપિયા
ITC ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ: 33.5 કરોડ રૂપિયા
હીરો એન્ટરપ્રાઇઝ પાર્ટનર વેન્ચર્સ: 30 કરોડ રૂપિયા
મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ: 30 કરોડ રૂપિયા
સુરેશ અમૃતલાલ કોટક: 30 કરોડ રૂપિયા
હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ: 27 કરોડ રૂપિયા
ભાજપને છ વર્ષમાં સૌથી વધુ ફંડ મળ્યા.
પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને કુલ 2,180 કરોડ રૂપિયા આપીને ભાજપને આપ્યા છે. ટ્રસ્ટને મુખ્યત્વે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ, ભારતી એરટેલ, અરવિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પાસેથી ભંડોળ મળ્યું હતું. પ્રુડેન્ટે કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી અને ટીડીપીને પણ દાન આપ્યું હતું, પરંતુ તેના કુલ 2,668 કરોડ રૂપિયાના ભંડોળમાંથી લગભગ 82 ટકા એકલા ભાજપને મળ્યા હતા.
પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ કંપનીઓ પાસેથી 917 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જેમાંથી 914.97 કરોડ રૂપિયા આપ્યા હતા. આ રકમનો 80.82 ટકા હિસ્સો ભાજપના ખાતામાં પણ ગયા હતા. આ ટ્રસ્ટમાં ટાટા ગ્રુપની કંપનીઓ જેવી કે ટાટા સન્સ, ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ટાટા પાવર કંપનીઓ છે.
પ્રુડેન્ટ ઈલેક્ટ્રોલ ટ્રસ્ટે કોંગ્રેસ, TMC, AAP, TDP અને અન્ય રાજકીય પક્ષોને ફંડ આપ્યું છે, પરંતુ 2024-2025માં તેના કુલ 2,668 કરોડ રૂપિયાનો મોટો હિસ્સો BJPને મળ્યો છે.
મુંબઈ સ્થિત કેઇસી ઇન્ટરનેશનલ લિમિટેડ એકમાત્ર એવી કંપની હતી જેણે ‘જનપ્રગતિ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’ને આપ્યા હતા. ટ્રસ્ટને મળેલા કુલ 1.02 કરોડ રૂપિયામાંથી 1 કરોડ રૂપિયા શિવસેના (યુબીટી)ને અપાયા હતા. ‘હાર્મની ઈલેક્ટોરલ ટ્રસ્ટ’ને 35.65 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 30.15 કરોડ રૂપિયા ભાજપને આપ્યા હતા. ભારત ફોર્જ (22 કરોડ) અને કલ્યાણી સ્ટીલ જેવી કંપનીઓએ આમાં મુખ્ય ફાળો આપ્યો હતો.
‘ન્યૂ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટ’ને મહિન્દ્રા ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી કુલ 160 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 150 કરોડ રૂપિયા ભાજપને આપવામાં આવ્યા હતા. ‘ટ્રાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’ને મળેલા 25 કરોડ રૂપિયામાંથી 21 કરોડ રૂપિયા ભાજપને મળ્યા હતા, જેમાં સીજી પાવરનું સૌથી વધુ યોગદાન હતું. તે જ સમયે, ‘જનકલ્યાણ ટ્રસ્ટ’ને મળેલા કુલ 19 લાખ રૂપિયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન રીતે (9.5 લાખ) વહેંચવામાં આવ્યા હતા.
ગત નાણાકીય વર્ષ (2023-24)માં ભાજપને કુલ 3,967.14 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી 43 ટકા ઇલેક્ટોરલ બોન્ડમાંથી હતું. સુપ્રીમ કોર્ટે બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ કંપનીઓ હવે સીધા અથવા ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ચેક, ડીડી અથવા યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા દાન આપે છે, જે ચૂંટણી પંચને જાણ કરવી ફરજિયાત છે.
ગુજરાતી
English





