ભાજપનો ઉદય ખાડિયાની ફૂટપાથ પાર્લામેન્ટથી થયો

BJP rose from the footpath parliament of Khadia

દિલીપ પટેલ

અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2024

ભાજપને કોઈ પૂછતું નહોતું, ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ ચાલતી હતી. જે સરદાર વલ્લ્ભભાઈ પટેલની સમયથી ચાલતી હતી. ભાજપે તેને લોકો સુધી પહોંચાલી હતી.

ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું નહોતું અને પછી ભાજપની સ્થાપના થઈ.અલબત્ત ગઢ એ વખતે ખાડીયા અને રાજકોટ હતો .

ભાજપની સક્રિયતા ખાડીયામાં વધુ હતી. એ સમયે ભાજપને કેમ લોકો સુધી પહોંચાડવો, એ મોટી કસોટી હતી.

નેતા નાથાલાલ ઝગડા અને અશોક ભટ્ટે નક્કી કર્યું કે સંસદમાં ના હોઈએ પણ ખાડીયામાં ફૂટપાથ સંસદ શરૂ કરીએ. એમાં જે કૉર્પોરેટર અને ધારાસભ્ય હોય એ ભેગા મળીને લોકોના પ્રશ્નોને વાચા આપે.

લોકોની વીજળી, પાણી, ગટરની સમસ્યાની ઉગ્ર રજૂઆત કરતા.
અખબારમાં વાત નહોતી આવતી, નક્કી કર્યું કે ભીંત છાપું ચાલુ કરવું.

1951માં ગુજરાત જનસંઘની સ્થાપના થઈ હતી. કેશુભાઈ પટેલ, નાથાલાલા ઝઘડા, ભાવનગરના હરિસિંહ ગોહેલ (ભાઈ), ચિમન શુક્લ, મણિયાર હતા. જેમા મુખ્ય કાલુપુરમાં રહેતાં નાથાલાલા ઝઘડા, ખાડિયામાં રહેલાં વસંજગજેન્દ્ર ગડકર હતા. તેની પાછળથી અત્યંત ખરાબ હાલત નરેન્દ્ર મોદીએ કરી હતી.

ખાડિયામાં જનસંઘને લોકપ્રિય કરનારા સૌથી પહેલાં હરીન પાઠક હતા. 1960માં રાષ્ટ્રીય સ્વયંસેવ એવા હરીન પાઠક 1962થી  જનસંઘમાં રાજકારણ શરૂ કર્યું હતું. ગુજરાતના પહેલાં જનસંઘી પૈકીના તે એક છે. ગોવિંદભાઈ પડદા-પોસ્ટર લગાવતાં હતા ત્યારે હરિન પાઠકની ઉંમર 15 વર્ષની હતી. 1966માં ફરીથી ગોવિંદભાઈ લડ્યા હતા.

1967માં હરીન પાઠકે ખાડિયામાં પહેલું પ્રવચન કર્યું ત્યારે તે હિંદીમાં હતું. નાથાકાકા તે પ્રવચનથી પ્રભાવિત થયા હતા. બાજપેઈ જેવું હિંદી બોલે છે એવું નાનાકાકાએ કહ્યું ત્યારથી પાઠળ છોટે બાજપેઈ તરીકે અને વીર ચપટી વાળા તરીકે આજ સુધી ઓળખાય છે.

પાઠકને બુથસમિતિના પ્રમુખ બનાવ્યા હતા.

1975માં જનસંઘમાંથી હરિન પાઠક સૌથી પહેલાં ચૂંટાયા હતા. 1970માં પંડિતજીના જૂના સાથીદાર અશોક ભટ્ટ અને જયેન્દ્ર પંડિય સામ સામે ચૂંટણી લડ્યા હતા. ત્યારે જયેન્દ્ર પંડિત ભાજપમાં ન હતા પણ  અશોક ભટ્ટ જનસંઘમાંથી અને પંડિતજી પીએસપીમાંથી ચૂંટણી લડ્યા હતા. બંસીકાકા અને પોતાના જૂના સાથી પંડિતને પોતાની સાથે 1973માં લાવ્યા હતા. ત્યારથી જનસંઘ ખાડિયામાં મજબૂત થયો હતો. અશોક ભટ્ટ ચૂંટણી લડ્યા ત્યારે માત્ર 2300 મત મળ્યા હતા. અશોકભાઈની ડીપોઝીડ ગઈ હતી.

1967માં શિક્ષક હરિન પાઠક જનસંઘ ખાડિયાના મંત્રી હતા. 1969માં અશોક ભટ્ટ મિલ કામદારમાંથી સક્રિય રાજકારણમાં આવ્યા હતા.

નવી પેઢીને એ ખબર નથી કે ભાજપ એ નરેન્દ્ર મોદીથી નથી. પણ આવા નેતાઓના કારણે નરેન્દ્ર મોદી છે.

ખાડિયાના રાયપુરનાં ભજીયાં અને ફૂલવડી વખણાય સંખ્યાબંધ લોકો ફૂલવડી ખાવા આવતા. ભીંત પર બ્લૅક બૉર્ડ બનાવ્યું એ સમયે રાત્રે છાપું બહાર પડે એના સમાચાર લખતા અને લોકો માટે કરેલી કામગીરી પણ લખતા હતા. ધીમેધીમે ખાડિયા ભાજપનો ગઢ બની ગયો.

ખાડીયા બહારથી લોકો આવવા લાગ્યા અને સમસ્યા રજૂ કરવા લાગ્યા. એ સમયે તેલના ભાવમાં એક રૂપિયો વધ્યો, ખાંડના ભાવ વધ્યા અને દૂધના ભાવમાં પાંચ પૈસાનો વધારો થયો ત્યારે રેલી કાઢી અને આંદોલન કર્યા જેના કારણે લોકો અમને સ્વીકારવા લાગ્યા.

1980ની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો ન થયો કે 1981ના મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પણ ફાયદો ન થયો.

ગુજરાતમાં એ સમયે ગુંડારાજ ચાલતું હતું એની સામે અવાજ ઉઠાવ્યો, શરૂઆતમાં લોકો બહાર આવતા નહોતા કાર્યકરો મળતા નહોતા. ગુજરાતમાં લતીફ ગૅંગ સક્રિય હતી એની સામે અમે કાઢેલા મોરચાને કારણે છેવટે એ જેલમાં ગયો લોકોને વિશ્વાસ બેસવા લાગ્યો હતો.પણ ધીમેધીમે કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા અને આમ પક્ષની તાકાત બનતી ગઈ.

ગુજરાતમાં 1985માં થયેલી કોમી હિંસા પછીનો સમય ભાજપ માટે મહત્ત્વનો હતો. લોકો કોમી હિંસાથી થાકી ગયા હતા.

યુવા મોરચાના પ્રમુખ ભરત બારોટ હતા. નક્કી કર્યું કે હિંદુત્વને લઈને આગળ વધીએ. કૉલેજ અને અમદાવાદ શહેરમાં ભીંતો પર ગૌહત્યા, રામમંદિરનિર્માણ, 370ની કલમ હઠાવો વગેરે જેવા સૂત્રો લખવાનું શરૂ કર્યું. કોમી લાગણી ભડકાવવાના આરોપ થયા. વિધાનસભામાં પણ આ મુદ્દો ચગ્યો. ભાજપના નેતાઓ તરફથી ઠપકો પણ મળ્યો. કામ ચાલુ રાખ્યું. ધીરેધીરે યુવાનો જોડાવવા લાગ્યા અને યુનિવર્સિટીની ચૂંટણીઓમાં કૉંગ્રેસના ગઢમાં પહેલું ગાબડું પાડ્યું. ભાજપનો યુવા મોરચો મજબૂત થયો. ભાજપના તે સમયના યુવા મોરચાના પ્રમુખ અને પછી ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બારોટ હતા.

દલિત નેતા ફકીર વાઘેલા સાથે એ સમયના ભાજપના પ્રમુખ શંકરસિંહ વાઘેલા દલિતોનાં ઘરે જતા.

1986ના અંતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આવી અને ભાજપે એમાં ઝંપલાવ્યું.

ઉમેદવારો નહોતા, કોઈ માનતું નહોતું કે ભાજપ જીતી શકે છે. ડૉક્ટર, ઇજનેર અને વકીલો ભાજપ તરફથી લડવા માટે તૈયાર નહોતા.

કોઈ માનવા તૈયાર નહોતું કે ભાજપ જીતી શકે છેવટે પૅનલમાં જશુમતીબહેન બારોટને ઊભાં રાખ્યાં અને બાકી યુવાનોને ટિકિટ આપી.

સવા રૂપિયામાં બેકાર યુવાનોને નામ નોંધાવી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. સરકારની પેરેલલ એમ્પ્લોયમેન્ટ ઍક્સચેન્જ બનાવી હતી અને છાપાંમાં આવતી જાહેરાતો પ્રમાણે નોંધાયેલા ઉમેદવારોની અરજી કરાવતા અને ખાનગી કંપનીમાં લોકોને નોકરી મળતી. એના કારણે લોકોને સરકારી એમ્પ્લોયમેન્ટ ઍક્સચેન્જમાંથી રસ ઊઠી ગયો હતો.

બે વર્ષના પ્રયાસોને કારણે પ્રદેશમાં હિંદુત્વની લહેર પણ બની હતી.

ગુજરાતનો ડોન લતીફ પાંચ જગ્યાએથી 1986 ચૂંટણી લડી રહ્યો હતો, એ પાંચ જગ્યાએથી ચૂંટણી લડ્યો અને જીતી ગયો, પણ કૉર્પોરેશનમાં પહેલી વાર ભાજપની બહુમતી આવી. લતિફે ચાર જગ્યા પરથી રાજીનામું આપ્યું અને એ ચારેય જગ્યા પર બીજા નંબરે ભાજપના ઉમેદવાર હતા. એટલે ભાજપનું સંખ્યાબળ વધી ગયું, ત્યારે લાગવા માંડ્યું કે ભાજપ માટે હવે ગાંધીનગરનો રસ્તો આસાન થઈ રહ્યો છે.

લતીફના રાજીનામા પછી ચૂંટાઈને આવેલાં એ સમયનાં કૉર્પોરેટર ભામિનીબહેન પટેલ હતા. લતીફની સામે ચૂંટણી માં ઊભા રહેવાની કોઈ પુરુષની હિંમત નહોતી. એની સામે પટેલ ચૂંટણીમાં ઊભી રહી. લોકો તેને ઝાંસીની રાણી કહેતા હતા, કારણકે ડોન લતીફના નામથી લોકો ફફડતા હતા. કોમી હિંસા અને લતીફના લોકો સામે લડવું મુશ્કેલ હતું. પણ તેમની હિંમતને કારણે કોઈ તકલીફ ન પડી. કૉર્પોરેટર બની. કેટલાક લોકો ધાકધમકીથી સસ્તામાં મકાન પડાવી લેતા એની સામે મેં લડત આપી જેના કારણે ભાજપની એક અલગ પાર્ટીની છાપ ઊભી થઇ હતી. બીજાથી અલગ ગુંડા અને ભ્રષ્ટાચારથી અલગ પાર્ટીની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા જેની છાપ આખાય ગુજરાતમાં પડી.

અલગ છીએ એ છાપ જાળવી રાખવા માટે હરીન પાઠલે અમદાવાદના મેયર થવાના કે કૉર્પોરેશનમાં મોટો હોદ્દો લેવાની ના પાડી દીધી. કરિયાણાની દુકાન ચલાવનાર જયેન્દ્ર પંડિતને મેયર બનાવ્યા હતા. જેથી પાર્ટી સામાન્ય માણસની છે એ છાપ ઊભી થાય.

નેતા પ્રફુલ બારોટ અને ડૉ. મુકુલ શાહ સહિત ઘણા લોકો સક્રિય હતા.

40 પૈસામાં ચા મળતી, પાન-મસાલા પણ 60થી 70 પૈસામાં મળતા, સિગારેટ પણ એક રૂપિયાની અંદર મળતી , ફિલ્મની ટિકિટ પણ અઢી રૂપિયામાં મળતી, મોંઘી ટિકિટ સાડા-ત્રણ રૂપિયામાં મળતી એટલે અમે બે રૂપિયાની નોટ ભેગી કરી અને એના પર ભાજપના સ્ટૅમ્પ લગાવ્યા કારણકે બે રૂપિયાનું ચલણ વધુ હતું. ત્યારે આ નોટ ચલણમાં આવી હતી. જેમાં હરીન પાઠક લોકસભાની ચૂંટણી જીતી ગયા હતા.

ફૂટપાથ પાર્લમેન્ટથી ગુજરાતને અમારો ગઢ બનાવી શક્યા છે.

1986ની ચૂંટણી પહેલાં લોકોનું ધ્યાન ખેંચવામાં ભાજપ સફળ રહ્યો છે. એ પછી બે રૂપિયાની નોટ હોય કે ગીત હોય.

ભાજપની પ્રસિદ્ધિ હાંસલ કરવાની રણનીતિમાં ગીતો બનાવ્યાં હતાં અને દરેક ધાર્મિક સ્થળોએ એ વગાડ્યાં હતાં, મફતમાં એ સમયમાં કૅસેટો વહેંચી હતી. તેઓ લોકપ્રિયતા હાંસલ કરવા માટે ટી- શર્ટ, કૅપ સહિતની વસ્તુઓ વહેંચતા હતા જેથી ભાજપ લોકોનાં મનમાં રજિસ્ટર થવા લાગે.
માર્કેટિંગની સાચી પદ્ધતિ ભાજપની ગળથૂથીમાં છે.