ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, મીડિયા એ લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે, કોરોના મહામારીના આ વિકટ સમયમાં મીડિયા જગતે કોરોના વોરિયર્સ બનીને સકારાત્મક ભૂમિકા અદા કરી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને આઇ.ટી સેલના કન્વીનરને સોશિયલ મીડિયાનો ઉપયોગ ગંભીરતાથી અને તકેદારીપૂર્વક કરવાની સૂચના આપી છે, કોઈએ પણ કોઈ વ્યક્તિ, સમૂહ કે મીડિયાજગત વિશે વિવાદ ઉભો થાય તેવી ટીપ્પણી ન કરવી જોઈએ.