[:gj]અમદાવાદ મ્યુ.કો.ના સફાઈ કર્મચારીઓને એપ્રિલ માસનો પૂરો પગાર મળ્યો નથી[:]

[:gj]https://www.youtube.com/watch?v=R4Fm7K6fGZY

પ્રો. હેમંતકુમાર શાહ

અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પૂરો પગાર ના મળ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ખમાસા ચાર રસ્તા પાસે રહેતા અને ચંડોળા તળાવની આસપાસના રસ્તાની સફાઈ કરતા એક સફાઈ કર્મચારી કેતન જાદવ જણાવે છે કે તેમના નરેશભાઈ નામના કોન્ટ્રેક્ટરે તેમને એપ્રિલ મહિનાનો પગાર ₹ ૫,૦૦૦ જ આપ્યો છે કે જયારે તેમનો માસિક પગાર ₹ ૭,૦૦૦ નક્કી કરવામાં આવેલો છે.

તેમણે જણાવ્યું હતું કે આ કોન્ટ્રેકટર હેઠળ તેમના સહિત ત્રીસેક સફાઈ કર્મચારીઓ લગભગ બે વર્ષથી કામ કરે છે અને તે દરેકને એપ્રિલ માસનો પગાર ₹ ૧,૨૦૦થી ₹ ૫,૦૦૦ સુધી જ કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવ્યો છે.

કોન્ટ્રાકટર દ્વારા લોકડાઉન અને કરફ્યુના સમય દરમ્યાન સફાઈ કર્મચારીઓએ કામ ના કર્યું હોઈ પગાર કાપવામાં આવ્યો છે એમ કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ કર્મચારીઓને લોક ડાઉન કે કરફ્યુ દરમ્યાન કામ પર જાવ માટે કોઈ સત્તાવાર પાસ આપવામાં આવ્યા નહોતા અને તેથી તેઓ રસ્તાના સફાઈકામ માટે જઈ શકતા નહોતા.

માસિક ₹ ૭,૦૦૦નો પગાર એટલે કે રોજના ₹ ૨૩૩નો પગાર મેળવતા કેતન જાદવ જણાવે છે કે તેમને કોઈ સાપ્તાહિક રજા આપવામાં આવતી નથી. વળી, જો તેઓ પોતે કોઈ રજા કોઈ પણ કામસર પાડે તો તેમનો તેટલા દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં આશરે ૪,૦૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ કામ કરતા હોવાનો અંદાજ છે અને તેમાંથી ૬૦ ટકા તો કોન્ટ્રાકટ પર જ કામ કરતા હોવાનો અંદાજ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના ૨૦૨૦-૨૧ના ₹ ૮,૯૦૭ કરોડના બજેટમાં હાલ જેમને કોરોના વોરિયર કહેવામાં આવે છે તેવા સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની અને પૂરો પગાર આપવાની સગવડ ના હોય તે શું ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી માટે અને વાયબ્રન્ટ ગુજરાત માટે શોભાસ્પદ છે ખરું? શું આ રીતે સફાઈ કર્મચારીઓને આત્મનિર્ભર થવાનું કહેવામાં આવી રહ્યું છે?

તા. ૨૫-૦૫-૨૦૨૦.

કેતન જાદવ-૬૩૫૧૮૧૭૬૩૦[:]