ભાજપના વોર્ડ પ્રમુખ અનિષ જોશીએ રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને  ગાળો આપી, પક્ષ તૂટશે, સસ્પેન્ડ

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેના કારણે સિનિયર અને દાવેદારોમાં એક નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવાર તરીકે નામ ન આવતા અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પત્રકાર પરિષદે ગાળો ભાંડી હતી.

વૉર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી છે. કમલેશ મિરાણીને ગાળો પણ ભાંડી હતી. જોકે, આ બંને દાવેદારો અનિષ જોશી અને નરેન્દ્ર રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન ઉદય કાનગડે પોતાના કાર્યાલયનો દરવાજો બંધ કરી દીધો હતો. મીડિયાને અંદર આવવા માટે રોક્યું હતું.  કોઈ ફોન પણ ઉપાડતું ન હતું.

ત્યાર બાદ તેઓ ભાજપ કાર્યાલય છોડીને જતા રહ્યા હતા. અનિલ જોશીની નારાજગીથી શહેર પ્રમુખ, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન સહિતના મોટા નેતાઓએ કાર્યાલયની કચેરીમાં દરવાજો બંધ કરી દીધો હતો.

ભાજપના નેતા અને ટિકીટના દાવેદાર નરેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ ભાજપમાં મારી ઉપેક્ષા થઈ રહી છે. આ મુદ્દે હું અતુલ ભંડેરી, ભારદ્વાજ અને કમલેશ મીરાણીને મળ્યો હતો. તેમણે સિનિયોરિટી પ્રમાણે ટિકિટ આપવાની હા પાડી હતી. છતાં કંઈ થયું નથી. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કહું છું કે, રાજકોટમાં સિનિયોરિટી પ્રમાણે ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ ભાંગી પડશે.

આ બે વ્યક્તિ જ નહીં પણ ઘણા લોકો આ યાદીથી નારાજ થયા છે. ઉમેદવાર તરીકે નામ ન આવતા અનેક જાણીતા અને મોટા નેતાઓને માઠું લાગી ગયું છે. ભાજપની આવી પ્રણાલીથી ઘણાં કાર્યકરો દુઃખી થયા છે. કાર્યકરોમાં કચવાટ અને આંતરકલહ શરૂ થયાનું જાણવા મળ્યું છે.

ગુજરાત ભાજપે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ MLA ભાનુબેન બાબરિયાને પણ ટિકિટ આપી છે. ભાજપે જાહેર કરેલા લિસ્ટ મુજબ જુઓ કોને કયા વોર્ડ પરથી મળી ટિકિટ,