ગુજરાતની સાસંદની એક બેઠક ભાજપને ગુમાવવી પડશે

ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચ 2020એ થશે. 2014માં ભાજપ પાસે 121 ધારાસભ્યો હતા. અને 3 બેઠકો આવી હતી. હવે તે સંખ્યા ઘટીને 102 થઈ છે. એક બેઠક કોંગ્રેસને વધું મળશે. ભાજપ એક બેઠક ગુમાવશે. જે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો બતાવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની લોકપ્રિયતા ઘટાડી છે. ભાજપના ચુની ગોહિલ, લાલજી વડોદીયા, શંભુપ્રસાદ ટુંડિયાની મુદત પૂરી થશે. કોંગ્રેસ હાલના સાંસદ મધુસુદન મિસ્ત્રીને ફરી ટિકિટ આપશે. અને બીજા ટિકિટ શક્તિ ગોહીલને આપે એવી સંભાવના છે.