BJP women leader commits suicide, family members suspect murder
2 ડિસેમ્બર 2024
ભાજપ 34 વર્ષના નેતા દીપિકા પટેલે પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. તેઓ સુરત શહેરના અલથાણા વોર્ડ નંબર 30માં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હતા. પોલીસે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારજનોએ વ્યક્ત કરી હત્યાની આશંકા.
દીપિકા પટેલના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. દીપિકા પટેલના પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. દીપિકા પટેલની આત્મહત્યાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
દીપિકા પટેલની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દીપિકા ઘણા વર્ષોથી ભાજપની કાર્યકર હતી. તેણે આપઘાત કર્યો ત્યારે તેના બાળકો ઘરે હતા. તેનો પતિ ખેતરમાં હતો.
દીપિકા પટેલના આપઘાત કેસમાં પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટના બની કે તુરંત કોર્પોરેટર ચિરાગ સોલંકી અને આકાશ નામના વ્યક્તિ પહોંચી ગયા હતા, અથવા તેઓ ત્યાં હાજર હતા. કોર્પોરેટર ચિરાગ સોલંકીએ પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો ગળેફાંસો ખાધેલો મૃતદેહ નીચે ઉતાર્યો હતો, જેથી દીપિકા પટેલે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઇ છે એ મોટો સવાલ ઉભો થયો હતો. કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.
કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો મૃતદેહ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઇ ગયો. કોર્પોરેટર ચિરાગે શા માટે પોલીસ આવવાની રાહ ન જોઈ?
હત્યા છે, નિમેષ પટેલ
મૃતક દીપિકા પટેલના સંબંધી નિમેષ પટેલે આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ તેમના ઘરમાં હતા, આ સિવાય દીપિકા પટેલના ઘરનું કોઈ વ્યક્તિ હાજર ન હતું. બાળકો હતા અને મૃતક મહિલાના પતિ ખેતરે હતા. તેમણે કહ્યું કે કોર્પોરેટર ચિરાગ સોલંકી શા માટે મૃતદેહ ઉતાર્યો. નિમેષ પટેલે આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દિપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે, દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે. અમને આશંકા છે કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. કારણકે, જ્યાં દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહતો.
CCTVમાં ઘટનાક્રમ
મહિલાના નેતાના ઘર બહારના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય આકાશ નામનો શખ્સ મહિલા નેતાના ઘરમાં જતા નજરે પડી રહ્યા છે.
CCTVનો ઘટના ક્રમ
ભત્રીજાએ ઘરના સભ્યોને જાણ કરી હતી.
2:07 કલાકે કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યા હતા.
2:17 કલાકે ડોક્ટર આકાશ પટેલ આવ્યા હતા.
2:30 કલાકે ભત્રીજો આવ્યો હતો, પહેલાં માળે દરવાજો લોક હતો, રૂમમાં ચિરાગ, આકાશ અને દીપિકા અંદર હતા.
2:34 ડોક્ટર સુનિલ આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ કર્યું છે – પોલીસ
આ અંગે DCP વિજયસિંહ ગજ્જરે જણાવ્યું હતું કે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે. તેમણે કહ્યું કે મૃતકના પતિનો સાથે વાત કરવામાં આવી છે, હાલ તેમણે કોઈના પર આરોપ લગાવ્યો નથી. કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વગર મૃતદેહ ઉતારવા અંગે તેમણે કહ્યું કે આ કોમન બાબત છે, ઘણી વાર આવું થાય છે.
સમૃતદેહ સીધો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
મૃતક મહિલાના સંબંધી મિનેષ પટેલના જણાવ્યા પ્રમાણે બનાવ સમયે દિપીકાબેનના પતિ ઘરે ન હતા પરંતુ તેમના છોકરાઓ ઘરે હતા. દિપીકાબેને આપઘાત કરી લેવાના સંદેશ મળતા ચિરાગ અને આકાશ નામના વ્યક્તિઓ ત્યા પહોચ્યા હતા. જેમાં ચિરાગ સોલંકી દિપીકાબેન સાથે નગર સેવક તરીકે કામ કરતો હતો. બંનેએ દિપીકાબેનને મૃત ગળેફાંસો ખાધેલી હાલતથી નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરવાની જગ્યાએ તેમના મૃતદેહને સિધો સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જેથી પરિવારજનો દ્વારા આ મામલે અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.