BJP’s Vahan Yatra Politics in Gujarat
કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા
13 સપ્ટેમ્બર 2024
દિલીપ પટેલ દ્વારા
ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યાત્રાએ ઈગ્લેન્ડની સત્તાને પડકાર ફેંક્યો હતો અને નિર્ણયો લેવા પડ્યા હતા. ગાંધીજીની બીજી પદયાત્રા દાંડી યાત્રા હતી. જેણે અંગ્રેજોની સત્તા ઉખેડી હતી. જોકે, સાચી પદયાત્રા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર કરી હતી.
ભાજપ ક્યારેય પદ યાત્રા કરતો નથી તેઓ કાયમ વાહન યાત્રા કરે છે. જેમાં વૈભવી સગવડો હોય છે.
9 ઑગસ્ટ 2024થી સૌરાષ્ટ્રમાં મોરબીથી કોંગ્રેસે ‘ન્યાયયાત્રા’ શરૂ કરી હતી. તેના એક દિવસ બાદ ગુજરાત ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢી હતી. કોંગ્રેસ પક્ષ ભાજપના કાર્યક્રમો સામે વિરોધના કાર્યક્રમો આપતો હતો. પણ ભાજપે પહેલી વખત કોંગ્રેસના કાર્યક્રમ સામે પોતાના ઘસાયેલા કાર્યક્રમો આપવા પડે છે. જે લોકો દીલથી સ્વિકારતા નથી.
વાસ્તવમાં ભાજપની માતૃસંસ્થા આરએસએસના મુખ્ય કાર્યાલય પર 51 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ફરક્યો નથી. સંઘના રોજ કાર્યક્રમો બગીચામાં કે ખુલ્લી જગ્યાએ થાય છે ત્યાં રાષ્ટ્રધ્વજ લાગતો નથી. ત્યાં દેશભક્તિનો ત્રિરંગો દેખાતો નથી.
હકીકતે તો ભાજપ અને કોંગ્રેસનું આ રાજકારણ છે.
જ્યારે લોકો પોતાના પ્રશ્નો માટે યાત્રા કાઢે કે દેખાવો કરે ત્યારે ભાજપની સરકારો 24 વર્ષથી લાઠીઓ વિંઝતી આવી છે. પ્રજાને યાત્રા કાઢવા દેવામાં આવતી નથી. ભાજપની પોલીસ દર વર્ષે 700 જેવી યાત્રાઓ કે ધરણા કે દેખાવો કરવાની મંજૂરી ફગાવી દે છે. અને રાજકીય યાક્ષાઓ કાઢવા દેવામાં આવે છે. એક વર્ષતો જગન્નાથ મંદિર યાત્રા પણ કાઢવા દેવામાં આવી ન હતી. ગુજરાતમાં 600 જગન્નાથ રથયાત્રા અને 1500 ગણપતી યાત્રા અને માતાજી યાત્રા કાઢવા દેવામાં આવે છે એટલું શારું છે. જોકે તેમાં ભાજપના નેતાઓના ફોટો મૂકવા ફરજિયાત હોય છે.
લોકસભા ચૂંટણીઓ બાદ કોંગ્રેસની વધતી લોકપ્રિયતાને ઓછા કરવા અને ગુજરાતના સ્થાનિક પંચાયતોની ચૂંટણી માટે બન્ને યાત્રાઓ નિકળી હતી.
રાજ્યમાં 75 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયતો, 7 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી કરવી પડે તેમ હોવા છતાં કરી નથી.
ઝવેરી પંચના અહેવાલ બાદ ગામડામાં 52 ટકા અને શહેરોમં 46.43 ટકા ઓબીસી સમાજોની વસતિ છે.
ઓબીસીની અનામત બેઠકો-જિલ્લા પંચાયતોમાં 105થી વધીને 229, 248 તાલુકા પંચાયતોમાં 506થી વધીને રાજ્યની કુલ 14 હજાર 592 ગ્રામ પંચાયતોમાં 12 હજાર 750થી વધીને 25 હજાર 347 અને નગરપાલિકાઓમાં બેઠક વધી છે.
તિરંગા યાત્રા કોંગ્રેસની લોકોને ન્યાય અપાવવાની યાત્રાની સામે રાષ્ટ્રવાદ જગાવવાનો પ્રયાસ છે.
તિરંગા યાત્રામાં ચાર મહાનગરોમાં પરેડ સાથે તિરંગા સેલ્ફી, તિરંગા સ્પર્ધા, ઉપરાંત ખાસ આદિવાસી નૃત્યો, અને સૌરાષ્ટ્રના ગરબાના ટૅબ્લૉ રાખવાનું સરકારે ખાસ આયોજન કર્યું છે.
તિરંગા યાત્રામાં 2200 ભાજપ સાથે જોડાયેલી સંસ્થાઓ હતી.
14 હજાર ગામડાંમાં તિરંગા વિતરણ અને તિરંગા યાત્રા થઈ હતી. 50 લાખ તિરંગા વહેંચાયા હતા. જે ભાજપે તૈયાર કરાવેલા હતા. જેની કિંમત રૂ. 100 કરોડ થવા જતી હતી.
દરેક ઘરમાં અને ધંધાનાં સ્થળોએ તિરંગો અપાયો હતો.
10 અને 11 ઑગસ્ટે રાજકોટ અને સુરતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે. પી. નડ્ડા અને સી. આર. પાટીલ હાજર હતા. 12 અને 13 ઑગસ્ટ વડોદરા અને અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન થશે.”
રાસ-ગરબા, આદિવાસી નૃત્યોના ટૅબ્લૉ ઉપરાંત પોલીસ, અર્ધલશ્કરીદળોની પરેડ અને બૅન્ડ હશે. શાળાઓમાં તિરંગા સ્પર્ધા યોજી ઈનામ અપાયા હતા. જેની પાછળ રૂ. 2 હજાર કરોડનું જંગી ખર્ચ થયું હોવાનું અનુમાન છે.
કોંગ્રેસ પાસે યાત્રા કાઢવાના પૈસા ન હતા.
કોંગ્રેસનો દાવો છે કે ન્યાય યાત્રાની સામે ભાજપે તિરંગા યાત્રા કાઢવી પડી હતી.
બન્ને પક્ષો માટે સમાજમાં પોતાની વિચારધારા લઈ જવાનો હતો. સરકાર સામે લોકો વધારે રોષે ન ભરાય તે માટે મુદ્દાને વાળવા માટે ભાજપે ત્રિરંગા યાત્રા કાઢી હતી.
ભાજપની યાત્રા અને રાજકિય ફાયદો
1987 મજદૂર ન્યાય યાત્રા – મજૂરીના દર વધારવા મજદૂર ન્યાય યાત્રા કાઢી હતી.
1989 લોકશક્તિ યાત્રા – નાગરિકોની શક્તિ જાગૃત કરવા ચુંટણી પહેલા યાત્રા.
1990 રામ રથયાત્રા – લાલ કૃષ્ણ અડવાણીએ રામ રથયાત્રા સોમનાથથી અયોધ્યા કાઢી.
1991 એકતા યાત્રા – કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા.
2002 ગુજરાત ગૌરવ યાત્રા – 2002માં વિધાનસભા ચૂંટણી ભાજપ જીતે તેમ ન હતી. તેથી કોમી તોફાનો કરાવાયા અને 117 બેઠકો મેળવી હતી.
2003 વુરાંજલી યાત્રા – શ્યામજી કૃષ્ણ વર્મા યાત્રા લોકસભાની ચુંટણી કરી.
2010 ગુજરાત સ્વર્ણિમ યાત્રા – ગુજરાતના 60 વર્ષ પૂરા થતા ટાત્રા કરી હતી
2011- જનચેતના યાત્રા – નવેમ્બરમાં અડવાણીને પ્રોજેક્ટ કરતી જનચેતના યાત્રા ગુજરાતમાં 25 સ્થાને સભામાં ફેરવાઈ હતી.
2011 – કમળ સંદેશ યાત્રા – એપ્રિલમાં કેન્દ્રસની કોંગ્રેસ સરકાર સામે ગુજરાતમાં યાત્રા કાઢી હતી.
2012 – કિશાન હિત યાત્રા – એપ્રિલમાં ખેડૂતો માટે સરકારે શું સારા કામો કર્યા તેની આખા રાજ્યમાં કિશાન હિત વાહન યાત્રા કાઢી હતી.
2012 સ્વામી વિવેકાનંદ યુવા યાત્રા – વિધાનસભાની ચુંટણી પહેલા વિકાસ બતાવવા યાત્રા કરી સત્તા મેળવી.
2023 – સરદાર લોખંડ યાત્રા – સરદાર પટેલનું પુતળુ બનાવવા માટે આખા દેશમાંથી લોખંડ ભેગુ કરવા માટે ભાજપે યાત્રા કાઢી હતી.
2017 – આદિવાસી ગૌરવ યાત્રા – ચૂંટણી પહેલાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી ગૌરવ યાત્રા યોજી હતી.
2018 – સરદાર એકતા યાત્રા – લોકસભાની ચૂંટણી પહેલાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઓક્ટોબરમાં એકતા યાત્રા નિષ્ફળ ગઈ હતી. લોકો ન આવતાં મોદીનો કાર્યક્રમ બંધ રાખવો પડ્યો હતો.
2021 – વંદે ગુજરાત યાત્રા – રૂપાણીએ વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. તેમને કાઢી મૂક્યા.
2022- ગુજરાત ગૌરવ યાત્રા – ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી હતી. ઉનાઈથી અમિત શાહે શરૂ કરાવી હતી. જેની પાછળ રૂ. 30 કરોડનું ખર્ચ થયું હોવાનો અંદાજ છે.
2024 – વન સેતુ ચેતના યાત્રા – જાન્યઆરીમાં 13 જિલ્લાના 51 આદિજાતિ તાલુકામાં 3 લાખ પરીવારને આવરી લેતી યાત્રા કાઢી હતી.
2024 – જન આશીર્વાદ યાત્રા – લોકસભા ચૂંટણીમાં જન આશીર્વાદ યાત્રા
2012ની વિધાનસભા ચૂંટણી સમયે કેશુભાઈ પટેલે ‘મહાગુજરાત જનતા પાર્ટી’ કરી મોદી સામે રણશિંગુ ફૂંક્યું ત્યારે ભાજપે સપ્ટેમ્બરમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કરી હતી.
ચૂંટણી પહેલાં થતી યાત્રા આખા ગુજરાતમાં લગભગ 6 હજાર કિલો મીટર ફરતી હોય છે. જેમાં સરેરાશ 50 લાખ લોકો જોડાતાાં હોવાનો અંદાજ છે.
ગામ, શહેર, મહાનગરોમાં હજારો યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં છેલ્લા પંદર વર્ષથી સત્તારૂઢ ભાજપ વિવિધ પ્રકારની યાત્રાઓ કરી લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યો છે. આવી યાત્રાઓનો તો કોઈ હિસાબ નથી. પણ 250 શહેરો જ ગણવામાં આવે તો તે 20 વર્ષમાં કેટલી યાત્રા કાઢી હશે તેવો અંદાજ આવી શકે છે.
વંદે ગુજરાત યાત્રામાં વિકાસના દાવા દાવા વાસ્તવિકતાથી દૂર
યાત્રા અને સભાના ખર્ચા
24 વર્ષમાં રૂ. 50 લાખ કરોડ વેરાના પ્રજાએ સરકારને આપ્યા છે. એક માણસ દીઠ 10 લાખનો ખર્ચ કર્યો, કુટુંબ દીઠ 50 લાખનો ખર્ચ કર્યો પણ વિકાસ ક્યાંય નથી. તેથી યાત્રા કાઢવી પડે છે.
કૃષિ રથ યાત્રા કાઢે તેમાં 82 વિકાસ રથ, એક રથ બનાવવા પાછળ 40 લાખનું ખર્ચ થતું હતું. આવું 24 વર્ષથી ચાલે છે. 2500 કાર્યક્રમો યોજાશે – 50 લાખ માણસો, 3 લાખ કર્મચાચારીઓ એક યાત્રા પાછળ બધુ મળીને સરેરાશ રૂ. 33 કરોડ પ્રજાના વેડફાય છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે અનેક યાત્રાઓ સરકારી ખર્ચે કાઢી હતી. અબજો રૂપિયા જેમાં ખર્ચાયા છે. તેઓ 12 વર્ષ મુખ્ય પ્રધાન રહ્યાં તેમાં 26 યાત્રાઓ અને 1200 જેવા જાહેર કાર્યક્રમો કર્યા હતા. એખ કાર્યક્રમ અને એક યાત્રા કાઢવી હોય તો રૂ. 10 લાખથી રૂ. 5 કરોડનું ખર્ચ થાય છે. એટલું ખર્ચ પ્રજાના વેરાથી મોદીએ કર્યું છે. જેમાં ભાજપની પોતાની 6 ચૂંટણીની યાત્રા તેના ખર્ચે હતી.
યાત્રાથી ભાજપને મોટો રાજકીય ફાયદો હંમેશ થયો છે. મોદીના કાળમાં 5 યાત્રાઓ એવી હતી કે જેની સામે લોકોએ ભારે વિરોધ કર્યો હતો. ભાજપની આ યાત્રાને અનેક ગામની અંદર પ્રવેશવા દેવામાં આવતી ન હતી. અમિત શાહ સામે ખુરશીઓ ઉછળી હતી. અમિત શાહે અનેક સભા રદ કરવી પડી હતી.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી એમણે કાઢેલી યાત્રાઓથી ભાજપની સાથે સાથે તેમની વ્યક્તિગત છબીને પણ ફાયદો થયો હતો. સપ્ટેમ્બર 2002માં ગુજરાતમાં થયેલી હિંસા બાદ નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં ફાગવેલથી ગૌરવયાત્રાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ નર્મદા યોજનાની ઊંચાઈ વધારવાની માંગણી સાથે એપ્રિલ 2005માં 51 કલાકના ઉપવાસ કર્યા હતા.
મોદી ભાજપમાં કેશુભાઈ પટેલના સમર્થકોનો સામનો કરી રહ્યા હતા. ત્યારે 2007ની ચૂંટણી પહેલાં વનબંધુ કલ્યાણ યોજના, માછીમારો માટે સાગરખેડુ યોજના મહિલાઓ માટેની યોજનાઓ 2005થી 2007માં યાત્રાઓ કાઢી હતી. ભાજપને તેનો મોટો ફાયદો ચૂંટણીમાં મળ્યો હતો.
દર વર્ષે કૃષિ યાત્રા અને ગરીબ કલ્યાણ મેળાઓની જંગી સભાઓ કરી હતી. આ રેલી કે સભાની સંખ્યા જ 24 હજાર થાય છે. સરકારી યોજનાના ચેક આપવા તે અધિકારી કે સરકારી કર્મચારીઓનું કામ છે. પણ તે કામ મોદી અને ભાજપના નેતાઓ ખર્ચાળ કાર્યક્રમો કરીને કરે છે. જેની પાછળ કરોડો રૂપિયા પ્રજાના વપરાયા છે.
શાળા પ્રવેશ અગાઉથી થઈ ચૂક્યો હોય છે. વિદ્યાર્થીઓના નામો અગાઉથી નક્કી થઈ ગયા હોય છે. તેમ છતાં 20 વર્ષથી શાળા પ્રવેશોત્સવ યોજીને પ્રજાના નાણાનો ધુમાડો કરાય છે. ખરેખર તો શળામાં શું સુનિધા નથી તેનો અધિકારીઓ અને ચૂંટાયેલા લોકોનો પ્રવેશ કરાવીને સરકારે વિગતો મેળવવી જોઈતી હતી. તે પણ બંધ છે.
આંદોલનો
1991થી શરૂ થયેલો ઉદારવાદ, 1999 સુધીમાં ઉદારવાદ અને બહુમતીવાદ બન્યો હતો. હવે મૂડીવાદ અને એકહથ્થુ સત્તાવાદ શરૂ થયો છે. જેમાં લોકોને ગેરમાર્ગે દોરવા આવી યાત્રાઓ નિકળતી હોય છે.
1947થી 1974 સુધી નવા કાયદાઓ, સંસ્થાનો બન્યાં અને ત્રણ વડા પ્રધાનો અને એક પક્ષ રહ્યો. જ્યારે 1974 થી 1999 સુધીમાં 10 વડા પ્રધાનનાં 13 કાર્યકાળ, 7 પક્ષ અને 14 આંદોલનો થયાં હતા.
1999થી 2024 સુધી કોંગ્રેસ અને ભાજપની સ્થિરતા આવી. ભાજપે ઉદારવાદને રાષ્ટ્રવાદ, મૂડીવાદ, ઉદ્યોગપતિવાદ, સાથે હિંદુ બહુમતીવાદ સાથે જોડ્યો. જ્યારે કોંગ્રેસ ઉદારવાદની સાથે સાથે સામાજિક ન્યાયને વળગી રહી છે. ભાજપે વિચારધારા બદલી છે, કોંગ્રેસે તેની મૂળ વિચારધારા રાખી છે.
જગતભરમાં સામાજિક ન્યાયની વાત ચાલી રહી છે. જેને કોંગ્રેસ આગળ વધારી રહી છે. 2001ના ભાજપમાં સમાજિક ન્યાય રહ્યો નથી. ધર્મવાદ અને મૂડીવાદ છે. ગરીબ અને ખેડૂત વિરોધી વલણ જોવા મળે છે. ઉદ્યોગપતીઓની સાથે સરકાર રહે છે. સામાન્ય લોકોના અધિકારો પર તરાપ મારે છે.
કોંગ્રેસ ગુજરાતમાં બનેલી અકસ્માતની ઘટનાઓ, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા સામાજિક ન્યાય સાથે સંકળાયેલા મુદ્દા ઉઠાવી રહી છે. જેને નિમ્ન મધ્યમવર્ગ અને ઓછી આવક ધરાવતાં સામાજિક જૂથોનું સમર્થન મળી રહ્યું છે, એટલે એ ન્યાય સાથે ગરીબો અને મધ્યમ વર્ગના વિકાસની વાત કરે છે.
સામાજિક ન્યાયની સાથે વિકાસને લઈ જવા કરવી પડશે. એટલે તેમણે ન્યાયયાત્રા કાઢી હતી.
હિંદુ બહુમતીવાદ સાથે વિકાસનો લાભ નથી મળ્યો, એમને અંકે કરવા રાજ્યમાં થયેલા અકસ્માતોની ઘટનાઓ, ભ્રષ્ટાચાર, સરકારી નોકરી, પરીક્ષા ખેડૂતોને નુકસાન વગેરે સામાજિક ન્યાયના મુદ્દા સાથે કોંગ્રેસ બહાર નીકળી હતી. ગુજરાતમાં સુરતનો તક્ષશિલાકાંડ, મોરબીનો ઝૂલતો પૂલ તૂટવો, રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ સહિત સંખ્યાબંધ કિસ્સામાં લોકોને ન્યાય નથી મળ્યો.
ભાજપે રાષ્ટ્રવાદ સાથે વિકાસને લઈને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તિરંગાયાત્રા ભૌતિક મુદ્દો નથી ભાવનાત્મક મુદ્દો છે, દરેક લોકો રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારના કાર્યક્રમ વિકાસ અને રાષ્ટ્રવાદ સાથે હિંદુવાદની જુગલબંધી છે. પણ કોંગ્રેસની ન્યાય યાત્રામાં પણ રાષ્ટ્રવાદીઓ હતા.
ગુજરાતમાં 2002 ઉદ્યોગપતિઓને લવાયા છે. 2007થી 2012 સુધી મિડલ ક્લાસની ખરીદશક્તિ વધારવા પ્રોત્સાહન આફવા ગરીબ મેળા કર્યા હતા. તેથી ખરીદશક્તિ વધી અને ઉત્પાદન વધ્યું. 2014થી કાગળ પર આવક વધી છે, પણ મોંઘવારીને કારણે ખરીદશક્તિ ઘટી છે. મધ્યમવર્ગની બચત ઓછી થઈ છે. બાંધી મૂદતની થાપણો બેંકોમાં ઘટી છે.
સામાન્ય લોકો માટેની કેન્દ્રમાં સરકાર નથી એવું લોકોને લાગી રહ્યું છે. ભાજપની મુખ્ય વોટબૅન્ક એવા મધ્યમવર્ગ નાખુશ છે. સમાજ કલ્યાણ યોજનાઓમાં ગરીબોને મફત અનાજ આપવાને કારણે ખેડૂત નારાજ છે. ગરીબોની ખરીદ શક્તિ ઘટી છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં વધારો કર્યો જેના કારણે યોગ્ય શિક્ષણ મળતું નથી. જેથી શિક્ષિત બેકારોની સંખ્યા વધી છે, ત્યારે વિકાસ સાથે હિંદુત્વના રાષ્ટ્રવાદ જગાવીને મતદારોને પોતાની સાથે રાખવા ભાજપની આ કુનીતિ રહી હતી.
લોકોનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કરે છે. ભાજપને પગ નીચેથી ધરતી સરકતી દેખાય છે. કોંગ્રેસ ધરાતલની સમસ્યા લઈને નીકળી છે, એનો ડર ભાજપને છે.
યાત્રાનું રાજકારણ કે રાજકારણની યાત્રા? લોકસભા 2024 લોક-જંગ યાત્રાની રણનીતિ
રાજકીય નેતાઓ અને પક્ષો વિવિધ સમયે પદયાત્રાઓ અથવા વાહરથ યાત્રા કરી મુસાફરી કરતા રહ્યાં છે. નેતાઓ યાત્રા કે રોડ શો કરે છે. સભા, ટોળા, દર્શકોને સંબદોધીને લોકો સુધી પહોંચવાનો આ કાર્યક્રમ થાય છે.
સરળ રાજકારણ મુજબ પદયાત્રા વ્યૂહરચના સફળ થઈ શકે છે. સ્થાનિક મુદ્દાઓ સાથે જ વ્યૂહરચના ઘડવી પડે છે. રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારને સફળતાપૂર્વક આગળ ધપાવવા યાત્રા જરૂરી બની ગઈ છે. યાત્રાના દરેક પગલાંને ખૂબ જ રસથી જોવામાં આવે છે.
રાજ્યને ખરેખર એક નવી દૃષ્ટિ અને દિશાની જરૂર છે. સારાં કામ થયાં છતાં સામાજિક-આર્થિક પરિમાણોમાં પાછળ છે. રાજ્યના રાજકારણમાં અથવા રાષ્ટ્રીય રાજકારણ પર પદયાત્રાની શું અસર થશે તે અંગે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. દેશમાં રાજકીય વ્યૂહરચના તૈયાર કરતી હવે ઘણી એજેંસીઓ છે. વિવાદ દ્વારા પ્રચાર એ રાજકિય પક્ષોને ફાવી ગયું છે.
રાજકીય નેતાઓ મહત્ત્વાકાંક્ષી હોય છે. સ્થાપિત, કઠોરતામાંથી પસાર થાય તો લોકો ચાહે છે એવું તેઓ માને છે. આરામ ભૂલી પદયાત્રાનો કઠિન પંથ સ્વીકારે છે. નેતાઓને લોકો સાથે સીધો સંપર્ક કરવા અને જોડવામાં મદદ મળે છે. સોશ્યલ મીડિયા અને ડિજિટલ કનેક્ટના આ દિવસોમાં પણ માણસોને રૂબરૂ મળવું પડે છે. પ્રજા બંને પર કાયમી અસર કરે છે. પદયાત્રાઓ ચાલુ રહેશે અને સત્તાની યાત્રાઓ બનતી રહેવાની છે.
લોકસભા ચૂંટણી એપ્રિલ કે મે 2024માં ઈવીએમના મતદાન સાથે જ યોજાશે. તેથી ભાજપને પુરો ભરોષો જીતનો છે. છતાં ભાજપ શાસિત રાજ્ય ગુજરાતની પ્રજા માટે 10 વર્ષમાં મોદી સરકારે કરેલા સારા કામ પ્રજા વચ્ચે લઈ 33 જિલ્લાની 26 લોકસભા બેઠક પર રથ કાઢ્યા છે.
જનસંપર્કથી જનસમર્થન યાત્રા સાથે મિસકોલ કરો અને ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 26 લોકસભા બેઠક ઉપર 26 રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જે કેન્દ્ર સરકારે કરેલા 9 વર્ષના કાર્યોનો લોકો વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કરશે.
જનસંપર્ક વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. 24 જૂન 2023થી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 26 લોકસભાના રથનો પ્રારંભ કરાવ્યો હતો. 24 જૂનથી સાત દિવસ સુધી 26 લોકસભાની તમામ 182 વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાનો રથ ફર્યો હતો. ભારતમાં સરકારની યોજનાના ટેમ્પ્લેટ પણ રાખવામાં આવ્યા હતા.
ઘર ઘર સંપર્કની રણનીતિ ઘડવામાં આવી હતી. ભાજપ હજારો કાર્યકરોને ગ્રાઉન્ડમાં સંપર્ક માટે 51,931 કાર્યકરો એટલાં વિસ્તારમાં મેદાનમાં હતા.
રાજધર્મ યાત્રા
ધર્મ સાથે યાત્રા શબ્દ છે. જેનો રાજકારણીઓએ ભરપુર ફાયદો લીધો છે.
રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તર તરફની હતી, જ્યારે બીજી યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફની થશે.
7 સપ્ટેમ્બર 2022 કન્યાકુમારીથી 30 જાન્યુઆરી 2023માં શ્રીનગર સુધી રાહુલ ગાંધી તેમની પદયાત્રાના પ્રથમ તબક્કા થઈ હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી 136 દિવસમાં 3,970 કિમી ચાલ્યા હતા. જેમાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના કદમતાલે ચાલનારાઓમાં તેમની પાર્ટીના ટોચના નેતાઓ તેમજ બોલીવૂડ કલાકારો સહિત અલગઅલગ ક્ષેત્રના લોકો હતા. આ યાત્રાએ રાહુલ ગાંધીની છબી પ્રજામાં સાબ બદલાઈ ગઈ હતી.
રાહુલ ગાંધીએ તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબમાંથી પસાર થઈને કાશ્મીર સુધી કરી હતી.
2023માં 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર ‘ભારત જોડો યાત્રા’ પર નીકળવાના છે. ગુજરાતથી શરૂ થયેલી તેમની પદયાત્રાના આ બીજા તબક્કામાં તેઓ પૂર્વોત્તર રાજ્ય મેઘાલય સુધી પદયાત્રા કરવાના છે.
રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 5 મહિનાની ભારત જોડો યાત્રા તાજેતરના વર્ષોમાં સૌથી લાંબી યાત્રા હતી.
ભાજપ તેની વિચારધારામાં મજબૂત કેડર બેઝ ધરાવે છે. કોંગ્રેસને ખબર નથી કે તેનો સામનો કેવી રીતે કરવો. તેથી જ રાહુલ ગાંધી ક્યારેક બિનસાંપ્રદાયિકતાનો તો ક્યારેક સોફ્ટ હિન્દુત્વનો આશરો લે છે.
1982માં તેલુગુ દેશમના નેતા અને ફિલ્મ સ્ટાર એન. ટી. રામા રાવે શેવરોલે વાહનરથ બનાવીને 35 હજાર કિલો મીટર‘ચૈતન્ય રથમ’કાઢ્યો હતો.
સમાજવાદી નેતા ચંદ્રશેખરની પદયાત્રા કન્યાકુમારીથી રાજઘાટ સુધી 6 જાન્યુઆરી 1983થી 25 જૂન 1983માં પૂરી થઈ હતી.
1975માં ઈન્દિરા ગાંધીએ દેશની આંતરિક કટોકટી લાદી હતી.
5 મહિના પીવાનાં પાણી, પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને અનુસૂચિત જાતિ/જનજાતિના કલ્યાણ વિશે વાત કરતાં 4200 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો. તે રાજકિય ન હતી. વૈચારિક રાજનીતિનું આ એક અલગ પૃષ્ઠ ગણાય.
1987માં સુનીલ દત્તે 78 દિવસની 2 હજાર કિલો મિટરની યાત્રા કાઢી હતી. પંજાબમાં હિંસાત્મક આતંકવાદ ચરમસીમાએ હતો.
1990 સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં જોરશોર પ્રસિધ્ધિ સાથે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા રામ જન્મભૂમિ રથ રથયાત્રા હતી. આ યાત્રા રાષ્ટ્રીય રાજકારણમાં મંડલ-કમંડલની તકરાર વચ્ચે આવી હતી. જેની સાથે શ્રીરામ જન્મ ભૂમિ સ્થળે રામ મંદિરના સમર્થનમાં ભાજપને ટેકો મળ્યો. આગળ વધતાં તે ટકાઉ મુદ્દો બની ગયો. યાત્રાને જનસમર્થન મળ્યું. રથયાત્રા અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. પરિણામે, ભાજપે રાષ્ટ્રીય મોરચાની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. વી.પી. સિંહ સરકાર પડી. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર દેશના આગામી વડાપ્રધાન બન્યા હતા.
1991-92માં ભાજપ પ્રમુખ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી શ્રીનગર રાષ્ટ્રીય એકતા યાત્રા કરી હતી. પ્રજાસત્તાક દિવસે તિરંગો લહેરાવ્યો હતો.
2003માં આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પહેલાં વિપક્ષના નેતા વાય.એસ. રાજશેખર રેડ્ડીએ ‘પ્રજા સંકલ્પ યાત્રા’3 મહિના સુધી 1500 કિ.મી. સુધી ચાલીને ગ્રામીણ લોકો કે ખેડૂતો સાથે જોડાયા હતા. જેનાં પરિણામે 2004માં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા. 2004માં વાયએસ રાજશેખર રેડ્ડીની પદયાત્રાએ ચંદ્રાબાબુ નાયડુને હરાવ્યા હતા, ત્યારબાદ 2009માં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ચંદ્રબાબુ નાયડુ
2013માં ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ રેડ્ડીની યાત્રા રણ રણનીતિ અપનાવી હતી. નાયડુએ વાસ્તુના મીકોસમ (હું તમારા માટે આવું છું) નામની 208 દિવસની 2,800 કિમીની પદયાત્રા કાઢી હતી. આ યાત્રાએ ચંદ્રબાબુ નાયડુને રાજ્યના રાજકારણમાં ફરીથી પકડ મેળવી હતી. નાયડુ જનતા વચ્ચે જઈને 2014માં તેમની પાર્ટી વિધાનસભામાં સત્તા પર આવી હતી. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ આંધ્રપ્રદેશથી અલગ થયેલા નવા રાજ્ય તરીકે તેલંગાણાનું વિલિનીકરણ કર્યું હતું.
દિગ્વિજય સિંહ
2017 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે નર્મદા નદીના કિનારે 3,300 કિલોમીટરની યાત્રા કરી હતી. દિગ્વિજયે આ પરિક્રમાને સંપૂર્ણપણે બિનરાજકીય ગણાવી અને કહ્યું કે તે ધાર્મિક અને આધ્યાત્મિક છે. પરંતુ 6 મહિનાની આ યાત્રામાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ હોવાનું સ્પષ્ટ થયું હતું. બાદમાં 2018ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવી હતી. કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ બાદમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાએ ભાજપને સત્તામાં લાવી. યાત્રાએ રાજ્યમાં કોંગ્રેસને પુનર્જીવિત કરી અને તેને સત્તામાં લાવી.
6 નવેમ્બર 2017થી 9 જાન્યુઆરી 2019 સુધી વાય એસ આર કોંગ્રેસ પાર્ટીએ 430 દિવસમાં રાજ્યના 13 જિલ્લાઓમાં 125 વિધાનસભા વિસ્તારોમાં પગપાળા કૂચ માટે “રાવલી જગન, કાવલી જગન”(જગન આવવું જોઈએ. અમને જગન જોઈએ છે) સૂત્ર આપ્યું હતું.
તેલંગાણામાં 2023ના અંતમાં ચૂંટણી થવાની છે. ત્યાં પણ યાત્રાઓ નિકળી રહી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ માટે વ્યૂહરચના વ્યાવસાયિક ધોરણે પ્રશાંત કિશોર જ કરી રહ્યાં છે.
2023માં પ્રશાંત કિશોરે બિહારમાં જન સુરાજ પદયાત્રા કાઢી હતી.
બાબા આમ્પ્ટે અને યાત્રા આજે પણ લોકો યાદ કરે છે.
2 જાન્યુઆરી 2023માં દરેક રાજ્યમા ભાજપે સુશાસન યાત્રા કાઢી હતી.
હર ઘર ત્રિરંગા યાત્રા
2022માં ભારત જોડો કોંગ્રેસના રાહુલ ગાંધીની પદયાત્રા સફળ યાત્રા હતી. લોકપ્રિય ભારત જોડો યાત્રાનો 37મો દિવસ, છાપા અને ટીવી સમાચારો બતાવતાં નથી.
ગુજરાત ભાજપની સફળ યાત્રાઓ ઘણી છે. જેમાં જનચેતના યાત્રા, કમલ યાત્રા, કિસાન યાત્રા, સરદાર યાત્રા, વિવેકાનંદ યાત્રા, ગૌરવ યાત્રા દર ચૂંટણીના દિવસોમાં ભાજપ કાઢે છે. 2002થી 2022 સુધીના 20 વર્ષમાં આવી યાત્રાઓ ભાજપે કાઢી છે.
2022માં ગુજરાત ગૌરવ યાત્રામાં અમિત શાહનું ઘમંડ તૂટી ગયું અને ગૌરવ હણાયુ હતું. ધંધુકામાં ગૃહ પ્રધાન અમિત શાહની રેલી હતી. જેમાં 35 હજાર લોકોને હાજર રાખવા માટે પ્રદેશ ભાજપને આદેશ હતો. માંડ 6 હજાર લોકો હતા. તેમાં 3 હજાર તો મહંતના આમંત્રીતો હતા. આમ અમિત શાહની રેલી યાત્રા નિષ્ફળ રહી હતી.
2022માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો પ્રજા સુધી લઈ જવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી હતી. મુખ્ય પ્રધાન – 20 વર્ષની વંદે ગુજરાત વિકાસ યાત્રા – વાસ્તવિકતા – તો અગાઉના 8 વર્ષની 3 સરકારો ભાજપની ન હતી.
2021માં રૂપાણીએ વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. અને ભાજપે તેમને કાઢી મૂક્યા. હવે પ્રજા ભાજપને કીઢી મૂકશે. ત્યારે 80 રથ હતા. કામો કર્યા હોય તો પછી યાત્રા કાઢવાની જરૂર જ ન પડે.