boAT કંપનીએ Boat Storm નામની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. બોટ સ્ટોર્મમાં 24/7 હાર્ટ રેટ મોનિટર ઉપરાંત બ્લડ ઓક્સિજન મોનિટર(SPO2) પણ છે.બ્લડ ઓક્સિજન મોનિટર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Boat Storm સૌથી સસ્તી સ્માર્ટવોચ છે.
ફ્લિપકાર્ટ અને બોટની વેબસાઇટ પરથી 29 ઓક્ટોબરથી બોટ સ્ટોર્મનું વેચાણ શરુ થશે.આ ઓફર હેઠળ બોટ સ્ટોર્મ સ્માર્ટવોચ ફક્ત 1,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે તેની ઓરિજનલ કિંમત 5,990 રૂપિયા છે.
બોટ સ્ટોર્મના ફિચર્સ
આ સ્માર્વોચમાં નવ સ્પોર્ટ્સ મોડ્સ અને 100થી વધુ વોચ ફેસીસ આપવામાં આવ્યા છે.વોચની બોડી મેટલની બનેલી છે.વોચ બ્લેક અને બ્લુ કલર ઓપ્શનમાં મળશે, તેનો બેલ્ટ સિલિકોનનો છે જે આસાનીથી ચેન્જ કરી શકાય છે.વોચમાં 1.3 ઇંચની કર્વ્ડ ટચ ડિસ્પ્લે છે.
બોટ સ્ટોર્મનો બેટરી બેકઅપ 10 દિવસનો હોવાનો કંપનીનો દાવો છે.બોટ સ્ટોર્મમાં SPO2 મોનિટર ઉપરાંત બ્રિધિંગ ફિચર્સ પણ છે. વોચમાં રનિંગ,વોકિંગ,સાયકલિંગ, હાઇકિંગ, ક્લાઇમ્બીંગ અને યોગ જેવા નવ સ્પોર્ટ્સ મોડ્સ છે. તેને વોટર રેઝિસ્ટન્ટ વોચમાં 5ATM રેટિંગ આપવામાં આવ્યું છે.મોબાઇલ પરના તમાામ નોટિફિકેશન ફોન આ સ્માર્ટવોચ પર મળે છ