તમારા જૂના Android ફોન પર બ્રાઉઝિંગ બ્લોક થશે, બચવા આ એપ્લિકેશન ડાઉનલોડ કરો

શું તમે એક જૂના Android ફોનનો વપરાશ કરી રહ્યા છે? જો એવુ હોય તો તમારે તમારા ફોનને અપગ્રેડ કરવાની જરૂરિયાત છે. રિપોર્ટ પ્રમાણે હવે તમે કોઈપણ સુરક્ષિત વેબસાઈટ પર જઈ શકશે નહી અને ન તો બ્રાઉઝિંગ કરી શકશે. એવુ એટલા માટે થયુ છે કે, કારણ કે, તમારો Android ફોન 7.1.1 નોગટ અથવા બીજા વર્ઝન પર કામ કરી રહ્યા છે જે ખૂબ જ જૂની થઈ ચૂકી છે. એવામાં તમે પણ તમારા ફોન પર કોઈ સુરક્ષિત વેબસાઈટ ચલાવશો તો તે તમને એરર દર્શાવશે.

Android પોલીસીના એક રિપોર્ટ પ્રમાણે યૂઝર્સ હવે કોઈપણ સુરક્ષિત વેબસાઈટને એક્સેસ કરી શકશે નહી. વેબસાઈટ્સ પર જતા જ તમને ફેલ ટૂ લોડ મેસેજ દેખાશે અથવા તમને એ જાણકારી આપવામાં આવશે કે, તેના માટે તમારી પાસે આ માટે યોગ્ય પ્રમાણપત્ર નથી.

એવુ એટલા માટે થયું કારણ કે, Let’s Encrypt એ સર્ટિફિકેશન અથોરિટી IdenTrustની સાથે પોતાની ભાગીદારીની જાહેરાત કરી દીધી છે જે 1 સપ્ટેમ્બર 2021ના રોજ ખતમ થશે. એવામાં હાલમાં તેને રિન્યૂ કરવા માટે કોઈપણ પ્લાન વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે, Let’s Encrypt દુનિયાની લીડિંગ સર્ટિફિકેટ અથોરિટીમાંથી એક છે જે વેબ ડોમેંસના 30 ટકા સર્ટિફિકેશનનો વપરાશ કરે છે.

Let’s Encryptએ કહ્યું છે કે, 2016થી કેટલાક સોફ્ટવેર અપડેટ થયા નથી. આવી સ્થિતિમાં, જે લોકો વેબસાઇટ્સને એક્સેસ કરવા માગે છે અને તેમના ફોનને અપગ્રેડ કરવા માંગતા નથી તેઓ ફાયરફોક્સનો ઉપયોગ કરીને વેબસાઇટ્સ એક્સેસ કરી શકે છે. બ્લોગમાં કહેવામાં આવ્યુ છે કે, 66.2 ટકા Android ડિવાઈસ 7.1 અથવા તેથી ઉપરનાં વર્ઝનમાં કામ કરી રહ્યા છે. બાકીના 33.8 ટકા Android ડિવાઈસ છે, જેમને સર્ટિફિકેટ એરર દેખાવાની શરૂ થઈ જશે. તેથી તમારી પાસે ફક્ત એક જ પદ્ધતિ બચી છે.

જણાવી દઈએ કે, એન્ડ્રોઇડ ફોન્સના બિલ્ટ-ઇન બ્રાઉઝરમાં, રૂટ સર્ટિફિકેટ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે, જે હવે જૂના ફોનમાં આઉટ ઓફ ડેટ થઈ ચૂક્યા છે. પરંતુ ફાયરફોક્સ હજી પણ બ્રાઉઝર્સમાં શામેલ છે જે તેમના પોતાના ટ્રસ્ટેડ રુટ સર્ટિફિકેટ્સની સાથે કામ કરે છે. આવી સ્થિતિમાં, જે વ્યક્તિ ફાયરફોક્સના લેટેસ્ટ બ્રાઉઝરને ડાઉનલોડ કરશે તેને ટ્રસ્ટેડ સર્ટિફિકેટ ઓથોરિટી અપ ટૂ ડેટ મળશે અને તે વેબસાઇટ્સ ચલાવી શકશે.