કચ્છ-જામનગરના દરિયામાં તરતા હજારો ખારાઈ ઊંટ

ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે — ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર.

રીતાયાન મુખરજી

અનુવાદ – કૌશર સૈયદ

આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્માઈલ જાટ, જે ફકીરની જત સમાજનો એક ચારણહાર છે.

મારી નજર સામેના દૃશ્ય પર મને જરા પણ ભરોસો નહોતો પડતો – તરી શકે એવા ઊંટો? પરંતુ આ તો ભવ્ય ખારાઈ ઊંટો હતા. ભર ઉનાળાના માર્ચ-એપ્રિલ મહિનાથી લઈને જુલાઈ મહિનાના મધ્ય સુધીના સમયમાં આ ઊંટો ૩-૪ દિવસ ના દરીયાકાંઠા પાસેના ટાપૂઓ ઉપર દરિયાઈ વનસ્પતિ ખાતા પસાર કરે છે. પછીએ પ્રાણીઓ તરીને – લગભગ ત્રણ કિલોમીટર એક તરફ– દરિયાકિનારાના ગામોમાં પાણીનો પૂરવઠો એકઠો કરવા પાછા આવે છે અને પછી પાછા ટાપુ પર ચાલ્યા જાય છે.

આ ઊંટો સાથે ગુજરાતના ઊંટ માલધારી સમુદાયના ચારણહારો પણ હોય છે. સામાન્ય રૂપે બે પુરુષ માલધારી ભેગા થઇ એક ટોળકી બનાવે છે – કાં તો બન્ને સાથે તરતા હોય, અથવા બેમાંનો એક નાની હોડીમાં રોટલા અને પીવાનું પાંણી લઈ જાય, અને પછી ગામમાં પાછો ફરે. પેલો બીજો ચારણહાર ઊંટો સાથે ટાપૂ પર રહે, જ્યાં તે પોતાના આછેરા ખોરાક સાથે સમુદાયના મુખ્ય ખોરાકનો ભાગ એવું ઊંટણીનું દૂધ લેતો રહે છે.

એકવાર વરસાદની શરૂઆત થાય, એટલે માલધારીઓ ઊંટોને તે ટાપૂઓ પર છોડી દે . સપ્ટેમ્બરના મધ્ય સુધી, તે માં એ લોકો જાનવરોને પાછા લઇ આવે, અને વરસાદે સીંચેલી ગોચર જમીન અને કાંઠાની વનસ્પતિ ચરવા લઈ જાય. ( જુઓ ગૌચરની અનંત શોધ )

મેં ૨૦૧૫માં પહેલીવાર તરતા ઊંટો જોયા હતા; હું ઊંટોની સાથે સાથે મોહાડીથી એક માલધરી સાથે ગયો હતો, પણ સરહદ સુરક્ષા દળ (BSF)ની અનુમતિ વગર છેક ટાપૂ સુધી જઈ શક્યો નહોતો. આ વિસ્તાર પાકિસ્તાન સાથેની સરહદની પાસે છે, અને દરિયા પરથી અંદર અને બહારની અવરજવર પર BSFની ચેક પોસ્ટ કડી નજર રાખે છે. ત્યાં સુધી તો ક્ષિતિજ પરથી ઊંટો પાણીમાં ગાયબ થવા માંડ્યા.

આગળ જઈને, ઇસ્માઈલે મને જણાવ્યું કે ગુજરાતીમાં “ખારાઈ” નો અર્થ “ખારું ” થાય છે. આ ઊંટોની એક ખાસ જાતી છે જે વનસ્પતિ સૃષ્ટિના ઈકોટોન ઝોન અથવા પરિવર્તનીય વનસ્પતિ સૃષ્ટિના ક્ષેત્રો — જેવા કે આ તટીય વનસ્પતિ વાળા અને ચરિયાણ જમીનના પ્રદેશો– સાથે સફળતા પૂર્વક જીવવા માટે ટેવાઈ ગયેલી છે. . પણ જો તે લાંબા સમય સુધી મેન્ગ્રોવ ના ખાઈ શકે, તો આ મજબૂત પ્રાણી બીમાર પડી જાય અને છેલ્લે ખતમ થઈ જાય.

કચ્છમાં, માલધારીઓના બે સમુદાયો ખારાઈ ઊંટો રાખતા હોય છે –રબારી અને ફકીરની જાટ, જ્યારે સમા સમુદાય પણ ઊંટ રાખે, પણ ખારાઈ ઊંટ નહીં. કચ્છ ઊંટ ઉચ્છેરક માલધારી સંગઠન ના કહેવા (Kachchh Camel Breeders Association) પ્રમાણે ગુજરાતમાં લગભગ ૫,૦૦૦ જેટલા ખારાઈ ઊંટો છે.

તે ઊંટોમાંથી આશરે ૨,૦૦૦ ખારાઈ ઊંટો કચ્છ જિલ્લામાં રહે છે, જ્યાં અઢળક ટાપૂઓ અને મૅન્ગ્રોવનો સમૂહ છે. પણ એક જમાનામાં ફળતા ફૂળતા આ જંગલો, મોટા ઉત્પાદકો, કે ઉધ્યોગો માટે મીઠાના અગર માં પરિણમતા, હવે ઝડપથી લોપ થતા જાય છે. ગોચર જમીનના મોટા ભાગને હવે સરકાર તરફથી સુરક્ષિત ક્ષેત્રો તરીકે ઘેરીને અલગ પાડી દેવામાં આવ્યો છે, અથવા તો ગાંડા બાવળની ( prosopis julifora ) આક્રમક છોડની જાતિ દ્વારા હડપી લેવાયો છે.

જિલ્લાના વહિવટી મથક ભુજથી આશરે ૮૫ કીલોમીટર પર આવેલ ભચાઉ તાલુકાની જુલાઈ ૨૦૧૮માં લીધેલી એક મુલાકાત સમયે, ઘોરીમાર્ગથી થોડાક જ કીલોમીટર સુધીમાં, મેં મીઠું બનાવવાના ક્યારાના અનંત વિસ્તારો જોયા હતા, જે પાછલી મુલાકાતોમાં જોયા કરતા ઘણા વધારે હતા. ત્યાર પછી તાલુકાના અમલીયારા ક્ષેત્રમાં કાદવથી ઘેરાયેલ એક નાના ટાપૂ પર મારી મુલાકાત મુબારક જત અને તેના કુટુંબ સાથે થઈ. તેમના અત્યંત મૂલ્યવાન ૩૦ ખારાઈ ઊંટો માટે મૅન્ગ્રોવનો ચારો લગભગ પૂરો થઈ ચૂક્યો હતો. “હવે અમે ક્યાં જશું તેની અમને ખબર નથી,” તેણે કહ્યું. “અહીં કોઈ હરિયાળી બાકી નથી રહી. અમે આજીવિકા માટે વારેઘડીયે જગ્યા બદલતા રહીયે છીએ, પણ ક્યાં સુધી? જ્યાં જુઓ ત્યાં બસ મીઠાના અગર છે .”

આ વરસની શરૂઆતમાં, કચ્છ ઊંટ ઉચ્છેરક માલધારી સંગઠને, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા મીઠાના અગરોના વ્યાપક ભાડાપટ્ટા આપવા સામે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ અધિનિયમ (NGT) પાસે ફરિયાદ કરી હતી. માર્ચ ૨૦૧૮માં, NGTએ કંડલા અને સૂરજબારી વચ્ચે ભાડાની જમીન પર મીઠાના અગરની પ્રવૃત્તિ પર એક તાત્પૂરતું મનાઈ હુકમ જાહેર કર્યું હતું. અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત તટીય ક્ષેત્ર પ્રબંધન પ્રાધિકરણ (GCZMA), અને બીજા અધિકારીઓ દ્વારા તપાસ ધરવાનો આદેશ આપ્યો . આ તપાસનો અહેવાલ એપ્રિલમાં આપવામાં આવ્યો . આ કેસ પર હજી કાર્ય ચાલી રહ્યું છે.

મારી જુલાઈનીમુલાકાત દરમિયાન, મેં ભચાઉથી આશરે ૨૧૦ કીલોમીટર પર આવેલ ફકીરની જત કુટુંબોના ઘર સમા લખપત તાલુકામાં ઘણા દિવસો ગાળ્યા, . પણ આ સમુદાયના કેટલાય લોકો હવે ભ્રમણશીલ રહ્યા નથી. તેમનું કહેવું છે કે આનું કારણ તેમના ખારાઈ ઊંટો માટે ગૌચર જમીનોની ઉણપ છ. મોરી ગામના કરીમ જત નું કહેવું છે, “મારે અમારું પરંપરાગત જીવન મૂકવું નથી, પણ મારે એવું કરવું પડ્યું. અહીં વરસાદ ઓછો હોય છે. મૅન્ગ્રોવ ઓછા થતા જાય છે કે પછી સુરક્ષિત ક્ષેત્રો બની ગયા છે જ્યાં અમે અમારા જનાવરોને ચરાવી શકતા નથી. અમે કરીએ શું? આ ઊંટ મારા કુટુંબના માણસો જ સમજો. તેમની પીડા જોઈ હૃદય ભાંગી જાય છે.”

ગુજરાતના કચ્છ જિલ્લામાં મૅન્ગ્રોવના વિશાળ ક્ષેત્રો સદીઓથી આ ક્ષેત્રના પર્યાવરણ માટે મહત્વપૂર્ણ, અને ખારાઈ ઊંટો માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત રહ્યાં છે.

ખારાઈ ઊંટની અનોખી જાત હોય છે જે તટીય પર્યાવરણ સાથે અનુકૂળ થઈ જાય છે, અને ઊંટની એક માત્ર જાત છે જે તરી શકે છે. ગુજરાતમાં માત્ર ૫,૦૦૦ ખારાઈ ઊંટ બચ્યા છે.

લખપત તાલુકામાં કચ્છના અખાતને પાર કરતા,મૅન્ગ્રોવ ની શોધમાં નજીકના ટાપૂ પર પહોંચવામાટે તરી રહેલ ખારાઈ ઊંટો. ખુલ્લા સમુદ્રમાં તે લગભગ ૧૦ કીલોમીટર સુધી તરી શકે છે. ગોવાળીયા માલધારી સમુદાયના ચારણહારો એમની આ સફરમાં સાથે તરે છે ને ટાપુઓની સહેલ પણ કરે છે.

ભચાઉ તાલુકાની જાંગી ખાડી પાસેના એક દ્વીપ પાસે મૅન્ગ્રોવસ ચરતાં ખરાઈ ઊંટો. એમના ચરવાથી થતી
પરાગનયનની પ્રક્રિયાને કારણે મૅન્ગ્રોવસ પુનર્જીવિત થાય છે.

એકસરખા ને ચૂપચાપ વિસ્તરતા મીઠાના અગર આ તાલુકામનાગીચ અને ફળદ્રુપ મૅન્ગ્રોવના ક્ષેત્રોનો નાશ કરી ચુક્યા છે

ભરતીના પાણી આવતા રોકવા માટે પાળ બનાવવા બનાવવા મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે – એનાથી મૅન્ગ્રોવ અને ઘણી બીજી જાતીઓ, જે આ પર્યાવરણમાં ફળતી હોય છે તે મરી જાય છે.

મુબારક જત હે છે કે તેના જાનવરો માટે કોઈ ગૌચર જમીન જમીન બચી જનથી. તે ભચાઉમાં ચીરાઈ મોટી ગામ નજીક મીઠાના અગરો વચ્ચે એક નાના ટાપૂ પર તેના ખારાઈ ઊંટો સાથે રહે છે.

ગૌચર જમીન ઝડપથી ઓછી થતી જાય છે, જેથી ભ્રમણશીલ ફકીરની જાટોને તેમના ઊંટો માટે ઘાસ ના મેદાનોની શોધમાં વારેઘડીયે તેમની જગ્યા બદલતા રહેવાની ફરજ પડે છે.

કરીમ જત અને યાકૂબ જત ધ્રાંગાવંધ ગામ નજીક એક ખારાઈ ઊંટને સારવાર કરતા – પાણીની અછત અને લાંબા સમય માટે તેના આહારમાં મૅન્ગ્રોવની ઊણપને કારણે તે બીમાર થઈ ગયું છે.

કરીમ જત લખપત તાલુકાના મોરી ગામના ફકીરાની જત સમુદાયનો છે છે, જેણે તેના ઊંટોને ચરાવવા માટે ગૌચર જમીનની અછતના કારણે ભ્રમણશીલ જીવન શૈલી છોડી દીધી છે. “માલધારી પરેશાન છે,” તે કહે છે,

“નથી ઘાસ, નથી ચરાવવાનું, નથી અમે ચારો ખરીદી શકતા. નથી અહીંયા કોઈ વરસાદ , અને બહુ ચિંતિત છીએ…”

ભચાઉ તાલુકામાં, ચીરાઈ નાની ગામ નજીક જ, નિરાશ અય્યૂબ અમીન જત બંજર જમીન વચ્ચે ચરાવવા લાયક મેદાનો શોધતો ફરી રહ્યો છે.

રમેશ ભટ્ટી દિલ્લીમાં પશુપાલન કેન્દ્ર માટે ભુજ-આધારિત પ્રોગ્રામના ડાયરેક્ટર અને ટીમ લીડર છે. તેઓ કુદરતી સંસાધન વ્યવસ્થાપન, પશુપાલન વિકાસ, આજીવિકા અને લૈંગિક મુદ્દાઓ પર કાર્યશીલ છે.
અનુવાદ: કૌસર સૈયદ

કચ્છના ઉંટને જેલ, બધા 24ના મોત

કચ્છના ઉંટને જેલ, બધા 24ના મોત

ભાગ 2

કચ્છી ઊંટનો કબજો: તરછોડાયેલાં રણનાં વહાણ
મહારાષ્ટ્ર પોલીસે 7મેં જાન્યુઆરીના રોજ એ પરંપરાગત રીતે વર્ષમાં લાંબો સમય વિચારતા રહેતા કચ્છના પાંચ પશુપાલકો અને તેમના 58 ઊંટની એ આશંકા હેઠળ અટકાયત કરી છે કે તેઓ હૈદરાબાદના કતલખાનામાં ગેરકાયદે ઊંટ પૂરા પાડતા હતા

લેખક – જયદીપ હાર્દિકર
અનુવાદ – મૈત્રેયી યાજ્ઞિક

અમરાવતી જિલ્લાના તાલેગાંવ દશાસર પોલીસ સ્ટેશનના પ્રભારી ઇન્સ્પેક્ટર અજય અકારે ભારપૂર્વક જણાવે છે, “અમે આ 58 ઊંટ જપ્ત નથી કર્યા. મહારાષ્ટ્રમાં આ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કોઈ ચોક્કસ કાયદો નથી તેથી અમારી પાસે આવું કરવાની સત્તા નથી.”

તેઓ કહે છે, “(અમે) ઊંટને અટકાયતમાં લીધેલ છે.”

અમરાવતીના સ્થાનિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મદદ ન હોત તો તેમના પાલકો પણ અટકાયતમાં હોત. આ પાંચ રખેવાળ ગુજરાતના કચ્છના વિચરતા સમુદાયના પશુપાલકો છે, ચાર રબારી સમુદાયના અને એક ફકીરણી જાટ. બંને સામાજિક જૂથો પેઢીઓથી અને સદીઓથી પરંપરાગત રીતે ઊંટ-પાલકો છે. જાતે બની-બેઠેલા ‘પ્રાણી અધિકાર કાર્યકરો’ની ફરિયાદ પરથી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ મેજિસ્ટ્રેટે પાંચેયને તાત્કાલિક અને બિનશરતી જામીન આપ્યા હતા.

અકારે કહે છે, “આરોપી પાસે ઊંટની ખરીદી અને કબજાને લગતા કોઈ કાગળો અથવા તેમના પોતાના કાયમી વસવાટની જગ્યાને લગતા કોઈ કાનૂની દસ્તાવેજો નહોતા.” તેથી આ પછી પારંપરિક પશુપાલકોને અદાલત સમક્ષ ઊંટના આઈડી કાર્ડ (ઓળખપત્રો) અને તેમની માલિકીના દસ્તાવેજો રજૂ કરવા પડે એવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ ઓળખપત્રો અને માલિકીના દસ્તાવેજો તેમના સંબંધીઓ અને બે વિચરતા પશુપાલક જૂથોના અન્ય સભ્યો દ્વારા મોકલાવવામાં આવી રહ્યા છે.

તેમના પાલકોથી અલગ થઈ ગયેલા ઊંટ હવે ગૌરક્ષા કેન્દ્ર, ગાયો માટેના આશ્રયસ્થાન, ખાતે તેમની સંભાળ રાખવા અને ખવડાવવાની બાબતે તદ્દન અજાણ લોકોના કબજામાં દુઃખી રહે છે. ઊંટ અને ગાય બંને વાગોળનારા પ્રાણીઓ છે પરંતુ બંનેનો આહાર ખૂબ જ અલગ છે. અને જો કેસ લંબાયા કરશે તો ગાયો માટેના આશ્રયસ્થાનમાં ઊંટની હાલત ઝડપથી કથળવાની શક્યતા છે.

‘અટકાયત’ કરાયેલા 58 ઊંટ અને તેમના પશુપાલકોને છોડાવવામાં મદદ કરવા કેટલાક રબારી પશુપાલકો અમરાવતીમાં પડાવ નાખીને રહ્યા છે

ઊંટ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે અને તે અન્ય રાજ્યોમાં અનુકૂળ થઈ શકતું નથી.
જસરાજ શ્રીશ્રીમલ, ભારતીય પ્રાણી મિત્ર સંઘ, હૈદરાબાદ

આ બધાની શરૂઆત થઈ એક ગંભીર આશંકાથી.

7 મી જાન્યુઆરી, 2022ના રોજ હૈદરાબાદ સ્થિત 71 વર્ષના પ્રાણી કલ્યાણ કાર્યકર્તા જસરાજ શ્રીશ્રીમલે તાલેગાંવ દશાસર પોલીસમાં ફરિયાદ નોંધાવી કે પાંચ પશુપાલકો કથિત રીતે હૈદરાબાદના કતલખાનામાં ગેરકાયદે ઊંટ પહોંચાડતા હતા. પોલીસે તરત જ આ પાલકો અને તેમના ઊંટની અટકાયત કરી. જોકે શ્રીશ્રીમલને આ પશુપાલકોનો ભેટો હૈદરાબાદમાં નહીં પણ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં થયો હતો.

શ્રીશ્રીમલની ફરિયાદમાં રજૂઆત કરાઈ છે કે, “હું એક સાથીદાર સાથે અમરાવતી જવા રવાના થયો અને [ચંદુર રેલ્વે તહેસીલમાં] નિમગવ્હાણ ગામ પહોંચ્યો. ત્યાં ચાર-પાંચ લોકોએ એક ખેતરમાં ઊંટ સાથે પડાવ નાખેલો હતો. ગણતરી કરતા અમને જાણવા મળ્યું કે ત્યાં 58 ઊંટ હતા – અને તેમની ડોકે અને પગે (દોરડા) બાંધેલા હતા, પરિણામે તેઓ બરોબર ચાલી પણ શકતા નહોતા, આમ તેમની સાથે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાકને ઈજાઓ પણ થયેલી હતી જેના માટે પશુપાલકોએ કોઈ દવા લગાવી ન હતી. ઊંટ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે અને અન્ય રાજ્યોમાં તે અનુકૂળ થઈ શકતું નથી. આ માણસો પાસે કોઈ દસ્તાવેજો નહોતા અને તેઓ ઊંટને ક્યાં લઈ જતા હતા એ સ્પષ્ટ કરી શક્યા ન હતા.”

વાસ્તવમાં ભારતમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં અને બીજા કેટલાક સ્થળોએ ઊંટ જોવા મળે છે. જો કે તેમનું સંવર્ધન રાજસ્થાન અને ગુજરાત પૂરતું મર્યાદિત છે. 20મી પશુધન વસ્તી ગણતરી-2019 અનુસાર દેશમાં ઊંટની કુલ વસ્તી માત્ર 250000 છે. 2012 ની પશુધન વસ્તી ગણતરીની સરખામણીએ તેમની સંખ્યામાં આ 37 ટકાનો ઘટાડો છે.

બે થી પાંચ વર્ષની ઉંમરના તમામ નર ઊંટ અમરાવતી શહેરમાં આવેલ ગાયો માટેના એક આશ્રયસ્થાનની કસ્ટડીમાં છે

આ પાંચ માણસો અનુભવી પશુપાલકો છે અને મોટા પ્રાણીઓના પરિવહનમાં કુશળતા ધરાવે છે. પાંચેય ગુજરાતના કચ્છના છે. તેઓ ક્યારેય હૈદરાબાદ ગયા નથી.

શ્રીશ્રીમલે હૈદરાબાદથી ટેલિફોન પર પારીને જણાવ્યું હતું કે, “મને એ લોકો (પાલકો) તરફથી કોઈ સ્પષ્ટ જવાબો મળ્યા નહીં જેને કારણે મને શંકા ગઈ.” તેમની સંસ્થા – ભારતીય પ્રાણી મિત્ર સંઘ – એ પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાંથી 600 થી વધુ ઊંટને બચાવ્યા હોવાનો દાવો કરતા તેઓ કહે છે કે, “ઊંટની ગેરકાયદે કતલના કિસ્સાઓ વધી રહ્યા છે.”

તેમનો દાવો છે કે આ બચાવ ગુલબર્ગા, બેંગલુરુ, અકોલા અને હૈદરાબાદ સહિત બીજા સ્થળોએથી કરાયો હતો. અને તેમની સંસ્થાએ ‘બચાવાયેલા’ પશુઓને રાજસ્થાનમાં ‘પાછા છોડી દીધા’ હતા. તેઓ કહે છે કે ભારતભરના બીજા કેન્દ્રોની સરખામણીએ હૈદરાબાદમાં ઊંટના માંસની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ સંશોધકો અને વેપારીઓનું કહેવું છે કે માત્ર વૃદ્ધ નર ઊંટને જ કતલ માટે વેચવામાં આવે છે.

પીપલ ફોર એનિમલ્સ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સાથે શ્રીશ્રીમલ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ગાંધીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “આ એક મોટું કૌભાંડ છે અને તેનું સંચાલન ઉત્તર પ્રદેશના બાગપતથી કરવામાં આવે છે. ઊંટને બાંગ્લાદેશ પણ લઈ જવામાં આવે છે. આટલા બધા ઊંટ એકસાથે રાખવાનું (બીજું) કોઈ કારણ જ નથી.

પ્રાથમિક તપાસ પછી પોલીસે 8 મી જાન્યુઆરીએ પ્રથમ માહિતી અહેવાલ (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ – એફઆઈઆર) દાખલ કર્યો. મહારાષ્ટ્રમાં ઊંટ સંરક્ષણ માટે કોઈ ચોક્કસ કાયદો ન હોવાથી પોલીસે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ( પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ 1960 ) ની કલમ 11(1)(d) હેઠળ કેસ દાખલ કર્યો.

હતા, તેમના પર; લગભગ 50 વર્ષના વિસાભાઈ સરવુ પર ; અને લગભગ 70 વર્ષના વેરસીભાઈ રાણા પર આરોપો ઠોકી બેસાડવામાં આવ્યા.

કચ્છના પરંપરાગત પશુપાલકો – વેરસીભાઈ રાણા રબારી, પ્રભુ રાણા રબારી, વિસાભાઈ સરાવુ રબારી અને જગા હીરા રબારી (ડાબેથી જમણે) – જેમની 14 મી જાન્યુઆરીએ મુસાભાઈ હમીદ જાટ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને પછી જામીન પર છોડવામાં આવ્યા હતા

ઇન્સ્પેક્ટર અકારે કહે છે કે 58 ઊંટની સંભાળ રાખવી એ હકીકતમાં એક પડકાર હતો. બે રાત સુધી અમરાવતીમાં મોટા ગૌરક્ષા કેન્દ્રનો સંપર્ક સાધી શકાય ત્યાં સુધી પોલીસે નજીકના નાના ગૌરક્ષા કેન્દ્રની મદદ લીધી. અમરાવતીના દસ્તુર નગર વિસ્તારનું કેન્દ્ર સ્વૈચ્છિકપણે સેવા આપવા આગળ આવ્યું અને આખરે ઊંટને ત્યાં મોકલવામાં આવ્યા, કારણ કે તેમની પાસે ઊંટને રાખવા પૂરતી જગ્યા હતી.

વિચિત્રતા તો એ હતી કે ઊંટને લઈ જવાનું કામ આરોપીના સંબંધીઓ અને પરિચિતોને માથે પડ્યું, જેઓ પશુઓને 55 કિલોમીટર ચલાવીને બે દિવસમાં તાલેગાંવ દશાસરથી અમરાવતી નગર લઈ ગયા.

પશુપાલકોને ચારે તરફથી ટેકો સાંપડી રહ્યો છે. કચ્છની ઓછામાં ઓછી ત્રણ ગ્રામ પંચાયતોએ અમરાવતી પોલીસ અને જિલ્લા સત્તાવાળાઓને ઊંટને ખુલ્લામાં ચરવા માટે છોડવા માટેની અરજીઓ મોકલી છે, જો તેમ નહીં કરવામાં આવે તો તેઓ ભૂખે મરી જઈ શકે છે. નાગપુર જિલ્લાની મકરધોકાડા ગ્રામ પંચાયત, જ્યાં રબારીઓનો મોટો ડેરો (વસાહત) છે, તેણે પણ સમુદાયની સ્થિતિને સમર્થન આપ્યું છે કે આ લોકો પરંપરાગત પશુપાલકો હતા અને ઊંટને હૈદરાબાદમાં કતલખાનામાં લઈ જવામાં આવતા ન હતા. તેમની સોંપણી અંગે નીચલી અદાલત નિર્ણય કરશેઃ જે આરોપીઓ ઊંટને અહીં લાવ્યાં છે તેમને ઊંટ પાછા આપવા જોઈએ કે કચ્છ પાછા મોકલવા જોઈએ?

આખરી પરિણામનો આધાર કોર્ટ આ લોકોને ઊંટના પરંપરાગત પાલકો માને છે કે નહીં તેના પર છે.

આપણી અજ્ઞાનતા આ પરંપરાગત પશુપાલકો પ્રત્યે શંકા જગાડે છે કારણ કે તેઓ આપણા જેવા દેખાતા નથી કે આપણી બોલી બોલતા નથી.
સજલ કુલકર્ણી, પશુપાલક સમુદાયો વિષયક સંશોધક, નાગપુર

પાંચ પશુપાલકોમાંના સૌથી વૃદ્ધ વેરસી ભાઈ રાણા રબારી આખી જિંદગી તેમના ઊંટ અને ઘેટાંના ટોળા સાથે પગપાળા દેશના મોટાભાગના ચરાઉ ઘાસના મેદાનોમાં ફર્યા છે, પરંતુ ક્યારેય કોઈએ તેમની પર પશુઓ પ્રત્યે ક્રૂરતાનો આરોપ મૂક્યો નથી.

કરચલીવાળા ચહેરાવાળા વૃદ્ધ માણસ કચ્છી ભાષામાં બોલતા કહે છે, “આ પહેલી વાર આવું થયું છે.” તેઓ પોલીસ સ્ટેશનમાં એક ઝાડ નીચે ઢીંચણથી પગ વાળીને અધૂકડા બેસી રહ્યા છે – તેઓ ચિંતિત અને મૂંઝાયેલા છે.

છત્તીસગઢ અને બીજેથી આવેલા રબારીઓ (અટકાયતમાં રખાયેલા) ઊંટને છોડી મૂકવામાં આવે તેની રાહ જોતા અમરાવતીમાં આવેલા ગૌરક્ષા કેન્દ્રમાં ખુલ્લા શેડમાં પડાવ નાખીને રહ્યા છે

પાંચ આરોપીઓ પૈકીના એક પ્રભુ રાણા રબારીએ 13 મી જાન્યુઆરીએ અમને તાલેગાંવ દશાસર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે “અમે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રહેતા અમારા સગાઓને પહોંચાડવા આ ઊંટ કચ્છથી લાવ્યા હતા.” 14 મી જાન્યુઆરીએ ઔપચારિક રીતે તેમની અટકાયત કરવામાં આવી અને તેમને જામીન પર છોડવામાં આવ્યા તેના એક દિવસ પહેલા આ વાત થઈ હતી.

કચ્છમાં ભુજથી અમરાવતી સુધીના રસ્તામાં ક્યાંય કોઈએ તેમને રોક્યા ન હતા. કોઈએ તેઓ કોઈ ગેરકાયદે કામ કરતા હોય એવી શંકા પણ ઉઠાવી નહોતી. આ અકલ્પ્ય અનપેક્ષિત ઘટના સાથે તેમની આ અતિશય લાંબી મહાયાત્રા ઓચિંતી જ અટકી ગઈ.

વર્ધા, નાગપુર, (મહારાષ્ટ્રમાં) ભંડારા અને છત્તીસગઢની રબારી વસાહતોમાં પશુઓ પહોંચાડવાના હતા.

રબારી સમુદાય એ અર્ધ-વિચરતો પશુપાલક સમુદાય છે. આ સમુદાય કચ્છ અને રાજસ્થાનના બીજા બે-ત્રણ જૂથો સાથે આજીવિકા માટે ઘેટાં-બકરાં પાળે છે અને ખેતરના કામ અને વાહનવ્યવહારમાં ઉપયોગ માટે ઊંટ ઉછેરે છે. કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન દ્વારા દસ્તાવેજીકૃત કરાયેલ સ્થાપિત ‘બાયોકલ્ચરલ કોમ્યુનિટી પ્રોટોકોલ’ અંતર્ગત તેઓ આ કામ કરે છે.

સમુદાયની અંદરનો જ એક વર્ગ, ઢેબરિયા રબારી, વર્ષનો મોટા ભાગનો સમય પાણી અને ઘાસચારાની વિપુલતા ધરાવતા સ્થળોની શોધમાં લાંબા અંતરે સ્થળાંતર કરે છે; ઘણા પરિવારો હવે વર્ષનો મોટા ભાગનો સમય મધ્ય ભારતમાં વસાહતો અથવા ડેરાઓમાં રહે છે. તેમાંના કેટલાક દિવાળી પછી મોસમી સ્થળાંતર કરે છે અને કચ્છથી ચાલતા-ચાલતા તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશ જેવા દૂર-દૂરના સ્થળોએ જાય છે.

પશુપાલકો અને પરંપરાગત પશુધન રાખનારાઓ વિષયક સંશોધક નાગપુર સ્થિત સજલ કુલકર્ણી કહે છે કે મધ્ય ભારતમાં ઢેબરિયા રબારીઓની ઓછામાં ઓછી 3000 વસાહતો છે . કુલકર્ણી રિવાઈટલાઈઝિંગ રેઈનફેડ એગ્રિકલચરલ નેટવર્ક (RRAN) ના ફેલો છે, તેઓ કહે છે કે એક ડેરામાં 5-10 પરિવારો, ઊંટ અને ઘેટાં અને બકરાંના મોટા ટોળાં હોઈ શકે છે, જેને રબારીઓ માંસ માટે પાળે છે.

નાગપુર જિલ્લાના ઉમરેડના નિષ્ણાત પશુપાલકો જકારા રબારી અને પરબત રબારી (ડાબેથી પહેલા બે), તેમના સગાઓ સાથે. કચ્છના પશુપાલકો અને ઊંટની અટકાયતની જાણ થતાં તેઓ અમરાવતી દોડી આવ્યા હતા

કુલકર્ણી એક દાયકાથી વધુ સમયથી રબારીઓ સહિતના પશુપાલકો અને તેમની પશુધન સંસ્કૃતિનો અભ્યાસ કરી રહ્યા છે. પશુપાલકોની અટકાયત અને ઊંટને ‘અટકમાં લેવા’ અંગે તેઓ કહે છે, “આ ઘટના પશુપાલકો વિશેની સમજણનો અભાવ દર્શાવે છે. આપણી અજ્ઞાનતા આ પરંપરાગત પશુપાલકો પ્રત્યે શંકા જગાડે છે કારણ કે તેઓ આપણા જેવા દેખાતા નથી કે આપણા જેવી બોલી બોલતા નથી.”

કુલકર્ણી કહે છે જો કે આજકાલ રબારીઓના વધારે ને વધારે જૂથો સ્થાયી થઈ રહ્યા છે. ગુજરાતમાં તેઓ તેમના પરંપરાગત કામથી દૂર જઈ રહ્યા છે, ઔપચારિક શિક્ષણ મેળવીને નોકરીઓમાં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઘણા પરિવારો પાસે હવે અહીં પોતાની જમીન છે અને તેઓ સ્થાનિક ખેડૂતો સાથે મળીને કામ કરે છે.

કુલકર્ણી કહે છે, “તેમની (પશુપાલકો) અને ખેડૂતોની વચ્ચે સહજીવનનો (પરસ્પરોપજીવનનો) સંબંધ છે.” દાખલા તરીકે, ‘પેનિંગ’ – એક પ્રક્રિયા જેમાં ખેતીની સીઝન ન હોય તે દરમિયાન રબારીઓ તેમના ઘેટાં-બકરાંના ટોળાને ખેતરની જમીનમાં ચરાવે છે. અને પરિણામે આ પશુઓની લીંડીઓ જૈવિક ખાતર તરીકે કામ કરી જમીનને વધુ ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. તેઓ કહે છે, “જે ખેડૂતો આ વાત જાણે છે અને રબારીઓની સાથે આવો સંબંધ જાળવે છે તેઓ તેમનું મૂલ્ય સમજે છે.”

જે રબારીઓને આ 58 ઊંટ મળવાના હતા તેઓ મહારાષ્ટ્ર અથવા છત્તીસગઢમાં રહે છે. તેઓ લગભગ આખી જિંદગી આ રાજ્યોની વસાહતોમાં રહેતા આવ્યા છે, પરંતુ તેઓ કચ્છમાં રહેતા પોતાના સગા-સંબંધીઓ સાથે ગાઢ સંબંધ જાળવી રાખે છે. બીજી બાજુ ફકીરણી જાટો લાંબા અંતરે સ્થળાંતર કરતા નથી પરંતુ તેઓ ઉત્તમ ઊંટ સંવર્ધકો છે અને રબારીઓ સાથે સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે.

ભુજમાં નફાના હેતુ વિના પશુપાલન કેન્દ્રનું સંચાલન કરતી સંસ્થા (એનજીઓ) સહજીવનના જણાવ્યા અનુસાર, કચ્છમાં રબારીઓ, સમાસ અને જાટ સહિત તમામ પશુપાલક સમુદાયોમાં થઈને 500 જેટલા ઊંટ સંવર્ધકો છે.

સહજીવનના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ પારીને ભુજથી ફોન પર જણાવ્યું, “અમે તપાસ કરી લીધી છે, અને એ સાચું છે કે આ 58 યુવાન ઊંટને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન [કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન] ના 11 સંવર્ધક-સભ્યો પાસેથી ખરીદવામાં આવ્યા હતા – અને તે મધ્ય ભારતમાં તેમના સંબંધીઓ માટે હતા.”

ભટ્ટી અમને જણાવે છે કે આ પાંચ માણસો હોશિયાર ઊંટ પ્રશિક્ષકો પણ છે, તેથી જ તેઓને આ લાંબી, કઠિન, મુસાફરીમાં પશુઓ સાથે જવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. વેરસી ભાઈ કદાચ કચ્છના સૌથી જૂના સક્રિય નિષ્ણાત પ્રશિક્ષક અને પરિવાહકોમાંના એક છે.

અટકાયતમાં રાખવામાં આવેલ 58માંથી બે-બે ઊંટ ચંદ્રપુર જિલ્લાના સુજા રબારી (ડાબે) અને ગડચિરોલી જિલ્લાના સાજન રાણા રબારી (જમણે) લેવાના હતા

અમે વિચરતો સમુદાય છીએ ; ઘણી વખત અમારી પાસે દસ્તાવેજો નથી હોતા…
મશરૂભાઈ રબારી, વર્ધાના (રબારી) સમુદાયના આગેવાન

તેઓએ કચ્છથી ચોક્કસ કઈ તારીખે નીકળ્યા હતા એ તેમને યાદ નથી.

લઘરવઘર અને પરેશાન પ્રભુ રાણા રબારી કહે છે, “અમે નવમા મહિના [સપ્ટેમ્બર 2021] માં વિવિધ સ્થળોએથી અમારા સંવર્ધકો પાસેથી પશુઓ ભેગા કરવાનું શરૂ કર્યું અને દિવાળી પછી તરત જ [નવેમ્બરની શરૂઆતમાં] ભચાઉ [કચ્છમાં આવેલ એક તહેસીલ] થી ચાલવાનું શરૂ કર્યું. આ વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં અથવા અંતમાં અમે – અમારે જ્યાં જવાનું હતું ત્યાં – બિલાસપુર, છત્તીસગઢ પહોંચી ગયા હોત.”

તેમની અટકાયત કરવામાં આવી હતી તે દિવસે પાંચેય જણાએ તેમના વતન કચ્છથી લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભચાઉથી અમદાવાદ થઈને પછી તેઓ મહારાષ્ટ્રમાં નંદુરબાર, ભુસાવળ, અકોલા, કારંજા થઈને તાલેગાંવ દશાસર આવ્યા હતા. તેઓ (મહારાષ્ટ્રમાં) વર્ધા, નાગપુર, ભંડારા તરફ આગળ વધીને પછી (છત્તીસગઢમાં) દુર્ગ અને રાયપુર થઈને બિલાસપુર પહોંચવા આગળ વધ્યા હોત. તેઓ વાશિમ જિલ્લાના કારંજા શહેર થઈને પછી નવા બંધાયેલા સમૃદ્ધિ હાઇવે પર પણ ચાલ્યા હતા.

આ પાંચ લોકોમાં કદાચ સૌથી નાના મુસાભાઈ હમીદ જાટ નોંધે છે, “અમે રોજના 12-15 કિલોમીટર ચાલતા, જોકે એક યુવાન ઊંટ સરળતાથી 20 કિલોમીટર ચાલી શકે છે. અમે રાત પડે (ક્યાંક) રોકાઈ જતા અને વહેલી સવારે ફરી (ચાલવાનું) શરૂ કરતા.” તેઓ પોતાના માટે રસોઇ કરતા, બપોરે થોડો વિસામો લેતા, ઊંટને આરામ કરવા દેતા અને પછી ફરી (ચાલવાનું) શરુ કરતા.

માત્ર ઊંટ પાળવા માટે અટકાયત કરવામાં આવતા તેઓ ગભરાઈ ગયા છે.

સમુદાયના પીઢ આગેવાન વર્ધા જિલ્લામાં રહેતા મશરૂભાઈ રબારીએ અમને જણાવ્યું, “અમે ક્યારેય અમારા માદા ઊંટ વેચતા નથી, અને પરિવહન માટે અમારા નર ઊંટનો ઉપયોગ કરીએ છીએ. ઊંટ તો અમારા પગ છે.” હાલમાં જે 58 ઊંટ અટકાયતમાં છે તે બધા નર છે.

તેમને (બધા) પ્રેમથી ‘મશરૂ મામા’ કહીને બોલાવે છે, પાંચ પશુપાલકોની પોલીસે અટકાયત કરી તે દિવસથી તેઓ તેમની સાથે ને સાથે જ છે. તેઓ પશુપાલકોના પરિવારના સભ્યો સાથે સંકલન કરી રહ્યા છે, અમરાવતીમાં વકીલોની વ્યવસ્થા કરી રહ્યા છે, પોલીસને અનુવાદમાં અને તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં મદદ કરી રહ્યા છે. તેઓ મરાઠી અને કચ્છી બંને ભાષા સરળતાથી બોલી શકે છે અને અહીંની રબારીઓની તમામ છૂટીછવાયી વસાહતો વચ્ચે તેઓ એક મહત્ત્વપૂર્ણ કડી છે.

મશરૂભાઈ કહે છે, “આ ઊંટ વિદર્ભ, તેલંગાણા અને છત્તીસગઢના વિવિધ ડેરાઓમાં રહેતા અમારા 15-16 લોકોને પહોંચાડવાના હતા. તેમાંના દરેકને 3-4 ઊંટ મળવાના હતા.” રબારીઓ જ્યારે વિચરતા હોય ત્યારે પશુઓની પીઠ પર તેમનો સામાન લાદે છે, ક્યારેક નાના બાળકોને તો ક્યારેક ઘેટાંના ગાડરાંને તેમની પીઠ પર બેસાડે છે – આમ જુઓ તો તેઓ તેમની આખેઆખી દુનિયા આ પશુઓની પીઠ પર લાદે છે. મહારાષ્ટ્રના એક ભરવાડ સમુદાય ધનગરથી વિપરીત આ લોકો ક્યારેય બળદ ગાડાનો ઉપયોગ કરતા નથી.

મશરૂભાઈ કહે છે, “અમે આ ઊંટ અમારા પોતાના વતનના સંવર્ધકો પાસેથી ખરીદીએ છીએ. જ્યારે પણ અહીં 10-15 લોકોને તેમના ઘરડા થઈ ગયેલા ઊંટના બદલામાં યુવાન નર ઊંટની જરૂર હોય ત્યારે અમે કચ્છમાં અમારા સંબંધીઓને ઓર્ડર આપીએ. પછી સંવર્ધકો તેમને પ્રશિક્ષિત માણસો સાથે એક મોટા કાફલામાં અહીં મોકલે, ખરીદદારો આ માણસોને ઊંટ પહોંચાડવા માટે વેતન ચૂકવે છે – જો મુસાફરી લાંબી અવધિની હોય તો મહિને 6000 થી 7000 રુપિયા વેતન ચૂકવે. મશરૂભાઈ અમને જણાવે છે કે એક યુવાન ઊંટની કિંમત 10000 થી 20000 રુપિયાની વચ્ચે હોય. ઊંટ 3 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરે છે અને 20-22 વર્ષ જીવે. તેઓ કહે છે, “નર ઊંટનો કાર્યકાળ 15 વર્ષનો હોય.”

મશરૂભાઈ કબૂલે છે, “એ સાચું છે કે આ માણસો પાસે કોઈ દસ્તાવેજ નહોતા. અમારે અગાઉ ક્યારેય તેની (દસ્તાવેજોની) જરૂર પડી નહોતી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ભવિષ્યમાં અમારે સાવચેત રહેવું પડશે. સંજોગો બદલાઈ રહ્યા છે.”

તેઓ ચિડાઈને કહે છે કે આ ફરિયાદે ઊંટ-પાલકોને અને તેમના ઊંટને ઘણી બિનજરૂરી મુશ્કેલીમાં મૂક્યા છે. તેઓ મરાઠીમાં કહે છે, “આમી ઘુમંતુ સમાજ આહે, આમચ્યા બર્યાચ લોકે કડે કધી કધી કાગદ પત્ર નસ્તે, અમે વિચરતા સમુદાય છીએ; ઘણી વખત અમારી પાસે દસ્તાવેજો હોતા નથી [જેમ કે અહીં બન્યું હતું].”

તેમના પાલકોથી અલગ થઈ ગયેલા ઊંટ હવે ગાયો માટેના આશ્રયસ્થાન ખાતે તેમની સંભાળ રાખવા અને ખવડાવવાની બાબતે તદ્દન અજાણ લોકોના હવાલામાં દુઃખી રહે છે

અમારા પર આરોપ છે કે અમે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું. પરંતુ જ્યારે તેમને ખુલ્લામાં ચરવા દેવાની જરૂર હોય ત્યારે તેમને અહીં જ અટકાયતમાં ગોંધી રાખવા જેવી મોટી ક્રૂરતા બીજી કોઈ નથી.
નાગપુરના વડીલ રબારી અને ઊંટના રખેવાળ પ્રભાત રબારી

અટકાયતમાં રાખવામાં આવેલ તમામ ઊંટ બે થી પાંચ વર્ષની વયના યુવાન નર ઊંટ છે. તે ખાસ કરીને કચ્છની અંતરિયાળ ભૌગોલિક ઇકોસિસ્ટમ્સમાં જોવા મળતી કચ્છી જાતિના છે. હાલ કચ્છમાં અંદાજિત 8000 આવા ઊંટ છે.

આ જાતિના નરનું વજન સામાન્ય રીતે 400 થી 600 કિલો હોય છે જ્યારે માદાનું વજન 300 થી 540 કિલોની વચ્ચે હોય છે. વર્લ્ડ એટલાસ નોંધે છે કે સાંકડી છાતી, એક જ ખૂંધ, લાંબી, વળાંકવાળી ગરદન અને ખૂંધ, ખભા અને ગળા પર લાંબા વાળ એ આ ઊંટની મહત્વની લાક્ષણિકતા છે. તેમનો રંગ ભૂખરાથી માંડીને કાળો કે સફેદ પણ હોય છે.

કથ્થઈ રંગના, આ સસ્તન કચ્છી પશુઓ ખુલ્લામાં ચરવાનું પસંદ કરે છે અને જાતજાતના છોડ અને પાંદડા ખાઈને જીવે છે. તેઓ જંગલોના ઝાડના પાંદડા અથવા તો ગોચર જમીન પર કે પછી ખેડ્યા વિનાના પડતર ખેતરોમાં પડેલા પાંદડા ખાઈ શકે છે.

રાજસ્થાન અને ગુજરાતમાં દિવસે દિવસે ઊંટ ઉછેરવાનું વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. બંને રાજ્યોમાં છેલ્લા એક-બે દાયકામાં જંગલો અને મેન્ગ્રોવ સ્વેમ્પ્સમાં પ્રવેશ પર ઘણા બધા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે તેને પગલે પણ ઊંટની અને તેમના સંવર્ધકો અને માલિકોની સમસ્યાઓમાં ઉમેરો થયો છે. આ બધા કારણોસર આ પશુઓને માટે અગાઉ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતો મફત ચારો મેળવવાનું હવે મુશ્કેલ બન્યું છે.

હાલ જામીન પર છૂટેલા પાંચ જણ અમરાવતીના પશુઆશ્રયમાં તેમના સગાંઓ સાથે રહે છે, જ્યાં તેમના ઊંટને હાલમાં – ચારે બાજુ વાડ બાંધેલા – એક વિશાળ મેદાનમાં ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. રબારીઓ ઊંટની સુખાકારી વિશે ચિંતિત છે કારણ કે તેઓ જેનાથી ટેવાયેલો છે એ પ્રકારનો ઘાસચારો તેમને મળતો નથી.

સાંકડી છાતી, એક જ ખૂંધ, લાંબી, વળાંકવાળી ગરદન અને ખૂંધ, ખભા અને ગળા પર લાંબા વાળ એ કચ્છી ઊંટની ઊંટની મહત્વની લાક્ષણિકતા છે

રબારીઓ કહે છે કે એ વાત સાચી નથી કે ઊંટ કચ્છ (અથવા રાજસ્થાન)થી દૂરના પ્રદેશોમાં અનુકૂળ થઈ શકતા નથી અથવા રહી શકતા નથી. ભંડારા જિલ્લાના પૌની બ્લોકમાં અસગાંવમાં રહેતા અનુભવી રબારી ઊંટપાલક આશાભાઈ જેસા કહે છે, “તેઓ યુગોથી અમારી સાથે દેશભરમાં રહે છે અને ફરે છે.”

નાગપુરના ઉમરેડ શહેર નજીકના ગામમાં સ્થાયી થયેલા બીજા એક પીઢ સ્થળાંતરિત પશુપાલક પરબત રબારી કહે છે, “વિચિત્રતા તો જુઓ. અમારા પર આરોપ છે કે અમે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું. પરંતુ જ્યારે તેમને ખુલ્લામાં ચરવા દેવાની જરૂર હોય ત્યારે તેમને અહીં જ અટકાયતમાં ગોંધી રાખવા જેવી મોટી ક્રૂરતા બીજી કોઈ નથી.”

નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકાના સિરસી નામના ગામમાં રહેતા જકારા રબારી કહે છે, “ગાય-ભેંસ જે ખાય તે ઊંટ ખાતા નથી.” (58 ઊંટના) આ કાફલામાંથી જકારાભાઈને ત્રણ ઊંટ મળવાના હતા.

કચ્છી ઊંટ વિવિધ જાતોના છોડ અને – લીમડો, બાવળ, પીપળો સહિત બીજી પ્રજાતિઓના ઝાડના – પાંદડા ખાય છે. કચ્છમાં તેઓ જીલ્લાના સૂકા અને પહાડી વિસ્તારોમાં ઊગતા ઝાડ(ના પાંદડા) અને ઘાસચારો ચરે છે, જે તેમના દૂધના નોંધપાત્ર ઉચ્ચ પોષક મૂલ્યમાં ફાળો આપે છે. આ જાતિના માદા ઊંટ સામાન્ય રીતે દિવસનું 3-4 લિટર દૂધ આપે છે. કચ્છી પશુપાલકો શક્ય હોય ત્યાં સુધી એકાંતરે દિવસે તેમના ઊંટને પાણી પીવડાવવા માટે લઈ જાય છે. સામાન્ય રીતે – તરસ્યા હોય ત્યારે 15 થી 20 મિનિટમાં – આ પશુઓ એકસાથે 70-80 લિટર પાણી પી શકે છે. પરંતુ તેઓ ઘણા લાંબા સમય સુધી પાણી વિના ટકી રહી શકે છે.

ગૌરક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલા 58 ઊંટમાંથી એક પણ ક્યારેય બંધિયાર જગ્યામાં ચરવાની પદ્ધતિથી ટેવાયેલા નથી. પરબત રબારી કહે છે ઘરડાં પશુઓ તો તેમને અહીં મળતો મગફળીનો ખોળ ખાતા હોય છે, પણ યુવાન પશુઓએ તો હજી સુધી ક્યારેય આવો ચારો ખાધો હોતો નથી. તેઓ કહે છે કે અમરાવતીમાં આવેલ આ સ્થળે પહોંચતા સુધી તેઓ રસ્તાના કિનારે કે ખેતરમાં ઉગેલા ઝાડના પાંદડા ખાતા હતા.

પરબત અમને જણાવે છે કે એક યુવાન નર ઊંટ દિવસનો 30 કિલો જેટલો ચારો ખાય છે.

ડાબે: અમરાવતીમાં ગાયો માટેના આશ્રયસ્થાનમાં ઊંટ ગાય-ભેંસનો ચારો ખાય છે. જમણે: એક રબારી બંધિયાર જગ્યામાં રખાયેલા ઊંટને ખવડાવવા પાંદડા મેળવવા માટે લીમડાની ડાળીઓ કાપવા પરિસરમાં આવેલા લીમડાના ઝાડ પર ચઢે છે

અહીં આશ્રયસ્થાન ખાતે ગાય-ભેંસને તમામ પ્રકારના પાક – સોયાબીન, ઘઉં, જુવાર, મકાઈ, નાની બાજરી અને મુખ્ય બાજરી – ના ખોળ અને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે. અને હાલ અટકાયતમાં લેવાયેલા ઊંટને પણ આ જ આપવામાં આવે છે.

પોતાના માણસો અને ઊંટની અટકાયતની જાણ થતાં જ ઘણા દાયકાઓથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં સ્થાયી થયેલા પરબત, જકારા અને બીજા બારેક રબારીઓ અમરાવતી દોડી આવ્યા. તેઓ (અટકાયતમાં લેવાયેલા) પશુઓ બાબતે ચિંતિત છે.

હાલમાં ગૌરક્ષા કેન્દ્ર ખાતે પડાવ નાખીને ઊંટની કસ્ટડી અંગે કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહેલા જકારા રબારી કહે છે, “બધા ઊંટ બાંધેલા ન હતા; પરંતુ તેમાંના કેટલાકને બાંધવાની જરૂર હતી, નહીં તો તેઓ એકબીજાને બચકાં ભરે અથવા પસાર થતા લોકોને મુશ્કેલીમાં મૂકે.” તેઓ ઉમેરે છે, “આ યુવાન નર ઊંટ ખૂબ જ આક્રમક બની શકે છે.”

રબારીઓ ભારપૂર્વક કહે છે કે ઊંટને ખુલ્લામાં ચરવા માટે છોડવાની જરૂર છે. ભૂતકાળમાં પોલીસ દ્વારા અટકાયત કરાયેલા ઊંટ બંધિયાર જગ્યામાં મૃત્યુ પામ્યા હોવાના કિસ્સા છે.

તેમના સ્થાનિક વકીલ એડવોકેટ મનોજ કલ્લા દ્વારા નીચલી કોર્ટ સમક્ષ રબારીઓને શક્ય તેટલી વહેલી તકે ઊંટની કસ્ટડી પરત આપવા સંબંધિત અરજી કરવામાં આવી છે. કચ્છમાં તેમના સંબંધીઓ, સમુદાયના સ્થાનિક સભ્યો અને વિવિધ સ્થળોએથી આવતા ખરીદદારો – બધાએ કેસ લડવામાં મદદ કરવા, વકીલોની ફીની ચૂકવણી કરવા, તેમના પોતાના રોકાણ માટે અને પશુઓને યોગ્ય ઘાસચારો પહોંચાડવા ભંડોળ એકઠું કર્યું છે.

દરમિયાન હાલ તો ઊંટની કસ્ટડી ગાયો માટેના આશ્રયસ્થાન પાસે છે.

આ 58 ઊંટને ચારે બાજુ વાડવાળા વિશાળ મેદાનમાં ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. જો કેસ લંબાયા કરે તો રબારીઓને તેમની સુખાકારીની ચિંતા છે

પશુ-આશ્રયસ્થાનનું સંચાલન કરતી ગૌરક્ષણ સમિતિ, અમરાવતીના સેક્રેટરી દીપક મંત્રી કહે છે, “શરૂઆતમાં અમને તેમને ખવડાવવામાં તકલીફ પડતી હતી, પરંતુ હવે અમને ખબર પડી ગઈ છે કે તેમને કેટલો અને કેવો ચારો આપવો – રબારીઓ પણ તેમાં અમારી મદદ કરી રહ્યા છે.” તેઓ દાવો કરે છે કે, “અમારી પાસે નજીકમાં 300 એકર ખેતીની જમીન છે, ત્યાંથી અમે ઊંટ માટે લીલા – સૂકા પાંદડા લાવીએ છીએ. તેમના માટે ઘાસચારાની કોઈ અછત નથી.” પશુઓના ડોકટરોની એક ઇનહાઉસ ટીમે આવીને જેમને થોડી ઇજાઓ હતી એવા ઊંટની સારવાર કરી હતી. તેઓ ભારપૂર્વક કહે છે, “અહીં તેમની સંભાળ રાખવામાં અમને કોઈ તકલીફ નથી.”

પરબત રબારી કહે છે, “ઊંટ બરાબર ખાતા નથી.” તેમને આશા છે કે કોર્ટ તેમની બંધિયાર જગ્યામાં થયેલી અટકાયત સમાપ્ત કરશે અને તેમના માલિકોને ઊંટ પાછા સોંપશે. તેઓ કહે છે, “આ તો તેમના માટે જેલ જેવું છે.”

હાલ જામીન પર છૂટેલા વેરસી ભાઈ અને બીજા ચાર માણસો ઘેર જવા બેચેન છે, પરંતુ તેમના પશુઓને છોડી મૂકાય અને તેમને પાછા સોંપાય તે પછી જ. રબારીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ મનોજ કલ્લાએ પારીને કહ્યું, “21 મી જાન્યુઆરી ને શુક્રવારે ધમણગાંવ (નીચલી અદાલત) ખાતેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા પાંચ પશુપાલકોને 58 ઊંટની તેમની માલિકી સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવ્યું. એ દસ્તાવેજો જે લોકો પાસેથી આ પશુઓ ખરીદ્યા હોવાનો તેઓ દાવો કરે છે તેમના દ્વારા જારી કરવામાં આવેલ રસીદો પણ હોઈ શકે.”

દરમિયાન, આ ઊંટની કસ્ટડી પાછી મેળવવાની રાહ જોઈ રહેલા રબારીઓ પણ તેમના સગાંવહાલાંઓ અને ઊંટ ખરીદનારાઓ સાથે અમરાવતીના પશુ-આશ્રયસ્થાનમાં પડાવ નાખીને રહ્યા છે. તમામ નજર ધમણગાંવ અદાલત પર છે.

બિચારા અબોલ, નાસમજ ઊંટ હજી ય અટકાયતમાં જ છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

00000000000000

ત્રીજો અહેવાલ

ઊંડા પાણીમાં ઉતારતાં જામનગરના તરવૈયા, ઊંટો
રાજ્યની નીતિઓમાં પશુપાલક સમુદાયોના પરંપરાગત જ્ઞાનની ઉપેક્ષા, ગુજરાતના જામનગરમાં અને તેની આસપાસના મરીન નેશનલ પાર્કમાં ખારાઈ ઊંટો અને તેમના પશુપાલકોના જીવનને જોખમમાં મૂકે છે, મરીન નેશનલ પાર્ક અને અભયારણ્યમાં લગભગ 1,180 ઊં ટો ચરે છે.
ઈન્ડો-જર્મન બાયોડાયવર્સિટી પ્રોગ્રામ, (જી.આઇ.ઝેડ.) દ્વારા ૨૦૧૬માં પ્રકાશિત એક સંશોધન પેપરમાં જૈવવિસ્તારની વિશિષ્ટતા સારી પેઠે દર્શાવવામાં આવી છે. આ વિસ્તાર શેવાળની ૧૦૦થી વધુ પ્રજાતિઓ, જળચરોની ૭૦ પ્રજાતિઓ અને ૭૦થી વધુ જાતના સખત અને નરમ પરવાળાઓનું ઘર છે. તે ઉપરાંત ૨૦૦ જાતની માછલીઓ, ૨૭ જાતના ઝિંગા, ૩૦ જાતના કરચલા અને ચાર પ્રકારનું દરિયાઈ ઘાસ અહીં મળે છે.

અને તે અહીં સમાપ્ત નથી થતું. પેપરમાં નોંધ્યું છે તેમ: તમને અહીં દરિયાઈ કાચબા અને દરિયાઈ સસ્તન પ્રાણીઓની ત્રણ પ્રજાતિઓ, ૨૦૦થી વધુ પ્રકારનાં છીપલાં, ૯૦થી વધુ પ્રકારની ગોકળગાય, ૫૫ પ્રકારના ગેસ્ટ્રોપોડ્સ (ગોકળગાયની એક જાતિ) – અને પક્ષીઓની ૭૮ પ્રજાતિઓ પણ મળશે.
ફોટો – લેખ – રીત્યાન મુખરજી
તંત્રી – પી સાંઈનાથ
ફોટો તંત્રી – બીનાઈફેર ભરૂચા
અનુવાદ – ફેઝ મોહંમદ

જેઠાભાઈ રબારી કહે છે, “મહેરબાની કરીને તેમની બહુ નજીક ન જતા. તેઓ કદાચ ડરી જશે અને ભાગી જશે. પછી આ વિશાળ વિસ્તારમાં તેમની હિલચાલને કાબુમાં કરવાની તો વાત જ જવા દો પણ અહીં તેમને શોધવાનું કામ પણ મારા માટે ખૂબ કંટાળાજનક થઈ પડશે.”

અહીં આ વિચરતી જાતિના પશુપાલક જે ‘તેઓ’ અને ‘તેમને’ની વાત કરી રહ્યા છે તે કિંમતી ઊંટો છે. જે ખોરાકની શોધમાં આસપાસ તરે છે.

ઊંટો? તરે છે? ખરેખર?

હા, ભાઈ હા. જેઠાભાઈ જે ‘વિશાળ વિસ્તાર’ ની વાત કરી રહ્યા છે, તે દરિયાઈ રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્ય [મરીન નેશનલ પાર્ક & સેન્ચ્યુરી – એમ.એન.પી. & એસ.] છે જે કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલું છે. અને અહીં, વિચરતા પશુપાલકોના સમુદાય દ્વારા ઉછેરવામાં આવતા ઊંટોના ટોળાઓ એક ટાપુથી બીજા ટાપુ સુધી તરીને તેમના આહાર માટે જરૂરી એવી ટાપૂઓ પરની દરીયાઈ વનસ્પતિની (એવિસેનિયા મરીના) શોધમાં નીકળે છે.

કારુ મેરુ જાટ કહે છે, “જો આ પ્રજાતિઓ લાંબા સમય સુધી દરિયાઈ વનસ્પતિ ન ખાય, તો તેઓ બીમાર થઈ શકે છે, નબળાં પડી શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે. તેથી મરીન પાર્કની અંદર, અમારા ઊંટોનું ટોળું દરિયાઈ વનસ્પતિની શોધમાં ફરે છે.”

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભા ળી યા તાલુકાના મરીન નેશનલ પાર્કમાં જેઠાભાઈ રબારી પોતાના ઊંટના ટોળાને શોધી રહ્યા છે

મરીન નેશનલ પાર્ક & સેન્ચ્યુરીમાં ૪૨ ટાપુઓનો સમાવેશ થાય છે , જેમાંથી ૩૭ મરીન નેશનલ પાર્ક હેઠળ આવે છે અને ૫ અભયારણ્ય વિસ્તાર હેઠળ આવે છે. આ આખો પટો ગુજરાત રાજ્યમાં જામનગર, દેવભૂમિ દ્વારકા (જામનગરમાંથી ૨૦૧૩માં જુદું પડેલ) અને સૌરાષ્ટ્રના મોરબી જિલ્લા સુધી ફેલાયેલો છે.

મુસા જાટ કહે છે, “અમે બધા અહીં ઘણી પેઢીઓથી રહીએ છીએ.” કારુ મેરુની જેમ, તેઓ મરીન નેશનલ પાર્કમાં રહેતા ફકીરાણી જાટના સમુદાયના સભ્ય છે. મરીન નેશનલ પાર્કમાં તેમના જેવો એક વધુ એક સમુદાય રહે છે – ભોપા રબારીનો કે જેમની સાથે જેઠાભાઈ સંબંધ ધરાવે છે. બંને જૂથો પરંપરાગત રીતે પશુપાલકો છે, જેમને અહીં ‘માલધારી’ કહેવાય છે. ગુજરાતી ભાષામાં ‘માલ’ એટલે પ્રાણીઓ, અને ‘ધારી’ એટલે રક્ષક અથવા માલિક. સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, ઘેટા અને બકરા પાળે છે.

હું આ બન્ને જૂથોના સભ્યોને મળી રહ્યો છું જેઓ મરીન પાર્કની આસપાસના ગામડાઓમાં રહે છે જ્યાં લગભગ ૧,૨૦૦ લોકો વસવાટ કરે છે.

મુસા જાટ કહે છે, “અમે આ જમીનનું મૂલ્ય સમજીએ છીએ. આ જગ્યાને ૧૯૮૨માં મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી એના ઘણા સમય પહેલાં જામનગરના રાજાએ વર્ષો પહેલા અમને અહીં સ્થાયી થવા આમંત્રણ આપ્યું હતું.

જેઠાભાઈ રબારી તેમના ઊંટોના ટોળાને કચ્છના અખાતની ખાડીઓમાં ચરાવવા માટે બહાર કાઢે છે

ભુજમાં પશુપાલન કેન્દ્રનું સંચાલન કરતી બિનસરકારી સંસ્થા સહજીવનનાં ઋતુજા મિત્રા આ દાવાને સમર્થન આપતાં કહે છે, “એવું કહેવાય છે કે તે પ્રદેશના એક રાજકુમાર બંને કુળના જૂથોને તેમના નવા રચાયેલા રાજ્ય નવાનગરમાં લઈ ગયા હતા, જેને પાછળથી ‘જામનગર’ તરીકે ઓળખવામાં આવ્યું. અને ત્યારથી, તે પશુપાલકોના વંશજો આ જમીનો પર વસવાટ કરી રહ્યા છે.”

સહજીવનમાં વન અધિકાર અધિનિયમનાં રાજ્ય સંયોજક ઋતુજા કહે છે, “આ પ્રદેશોના કેટલાક ગામોના નામ પણ સૂચવે છે કે તેઓ લાંબા સમયથી અહીં છે. આવા જ એક ગામનું નામ ઊંટબેટ શામપર છે – જેનો અનુવાદ ‘ઊંટોનો ટાપુ’ થાય છે.”

આ ઉપરાંત, ઊંટો તરવાનું શીખ્યા છે તે માટે તેઓ અહીં ઘણા લાંબા સમયથી રહેતા હોવા જોઈએ. સસેક્સ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝનાં સંશોધક લૈલા મહેતા કહે છે : “જો ઊંટો દરિયાઈ વનસ્પતિ સાથે પરંપરાગત રીતે સહઅસ્તિત્વ ધરાવતા ન હોય, તો તેઓ તરતા શી રીતે હોય?”

ઋતુજા અમને જણાવે છે કે, મરીન નેશનલ પાર્કમાં લગભગ ૧,૧૮૪ ઊંટો ચરતા હશે. અને આ ઊંટો કુલ ૭૪ માલધારી પરિવારોની માલિકીના છે.

જામનગરની સ્થાપના ઇસવી સન ૧૫૪૦માં તત્કાલીન નવાનગર રજવાડાની રાજધાની તરીકે કરવામાં આવી હતી. માલધારીઓ કહે છે કે તેઓ ૧૭મી સદીમાં કોઈક સમયે અહીં આવ્યા હતા અને ત્યારથી અહીં જ છે.

ભરતી સાથે પાણી વધી રહ્યું છે તેમ ખારાઈ ઊં ટો તરીને દરિયાઈ વનસ્પતિ તરફ આગળ વધી રહ્યા છે

તેઓ શા માટે “આ જમીનનું મૂલ્ય સમજે છે” તે સમજવું મુશ્કેલ નથી. ખાસ કરીને જો તમે વિચરતી જાતિના પશુપાલક હો, અહીંની નવાઈ પમાડે તેવી દરિયાઈ વિવિધતાને સમજતા હો, અને તેની સાથે જીવતા હો. ઉદ્યાનમાં પરવાળાના ખડકો, દરિયાઈ વનસ્પતિના જંગલો, રેતાળ દરિયાકિનારા, કાદવ, ખાડીઓ, ખડકાળ દરિયાકિનારો, દરિયાઈ ઘાસ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

અહીં, ફકીરાણી જાટ અને રબારીઓ પેઢીઓથી ખારાઈ ઊંટ ચરાવતા આવ્યા છે. ગુજરાતીમાં ‘ખારાઈ’ નો અર્થ થાય છે ‘ખારું’. ખારાઈ ઊંટ એ એક એવી ખાસ જાતિ છે જેમણે તમે સામાન્ય રીતે ઊંટ સાથે સાંકળતા હો તેના કરતા ખૂબ જ અલગ વાતાવરણમાં સફળતાપૂર્વક અનુકૂલન સાધ્યું છે. તેમના આહારમાં વિવિધ છોડ, ઝાડીઓનો તેમજ જેમ કારુ મેરુ જાટ આપણને કહે છે તેમ, ખૂબ જ અગત્યતા ધરાવતી દરિયાઈ વનસ્પતિનો સમાવેશ થાય છે.

આ પ્રાણીઓ, તરી શકે તેવી ઊંટોની એકમાત્ર પ્રજાતિ છે. તેમની સાથે એક ચોક્કસ માલધારી પરિવારમાંથી તેમના માલિકો પણ હોય છે. તેમાં સામાન્ય રીતે બે માલધારી માણસો હોય છે જેઓ ઊંટની સાથે તરતા હોય છે. કેટલીકવાર, તેમાંથી કોઇ એક પશુપાલક નાની હોડીનો ઉપયોગ ખોરાક અને પીવાનું પાણી લાવવા માટે અને ગામમાં પાછા ફરવા માટે પણ કરે છે. જ્યારે બીજો પશુપાલક પ્રાણીઓ સાથે ટાપુ પર રહે છે, જ્યાં તે હળવા ભોજનને ઊંટનું દૂધ મેળવે છે, જે તેમના સમુદાયના આહારનો આવશ્યક ભાગ છે.

જેઠાભાઈ રબારી (ડાબે) અને દુદાભાઈ રબારી ખંભા ળી યામાં ઊંટ ચરાવીને ચા બનાવી રહ્યા છે

માલધારીઓ માટે, જોકે, પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે. જેઠાભાઈ રબારી કહે છે, “અમારે પોતાને અને અમારા વ્યવસાયને ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. આ વિસ્તારમાંથી વધુને વધુ ભાગ વન વિભાગના નિયંત્રણ હેઠળ આવવાથી અમારું ચરવાનું મેદાન સંકોચાઈ ગયું છે. અગાઉ, અમે દરિયાઈ વનસ્પતિઓને સરળતથી મેળવી શકતા હતા. ૧૯૯૫થી, ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પછી ત્યાં મીઠાના ઢગલાઓ છે જેનાથી અમને તકલીફ પડે છે. આ ઉપરાંત, અહીં સ્થળાંતર માટે ભાગ્યે જ કોઈ અવકાશ બાકી છે. આ બધું જાણે કે ઓછું હોય તેમ – હવે અમે વધુ પડતી ચરાઈના આરોપોનો સામનો કરી રહ્યા છીએ. પણ તે કેવી રીતે શક્ય છે?”

ઋતુજા મિત્રા, જેમણે લાંબા સમયથી આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ પર કામ કર્યું છે, તેઓ પશુપાલકોના દાવાને સમર્થન આપતા કહે છે, “જો કોઈ ઊંટની ચરાઈ [અથવા તેના ફરવાની] ભાત જુએ, તો જાણવા મળશે કે તેઓ છોડને ઉપરથી કાપવાનું વલણ ધરાવે છે, જે વાસ્તવમાં તેના પુનર્જીવનમાં મદદ કરે છે! મરીન નેશનલ પાર્કના ટાપુઓ હંમેશા લુપ્તતાને આરે રહેલા ખારાઈ ઊંટો માટે એક પસંદગીની જગ્યા રહ્યા છે, જેઓ ખોરાક માટે દરિયાઈ વનસ્પતિ અને તેમની સહયોગી પ્રજાતિઓ પર આધારિત છે.”

વન વિભાગની માન્યતાઓ આનાથી વિપરિત છે. તેમણે પ્રકાશિત કરેલા કેટલાક પેપરો અને કેટલાક વિદ્વાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પેપરોમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ઊંટની ફરવાની ભાત પરથી ‘વધુ પડતી ચરાઈ’ ને સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.

૨૦૧૬ના એક સંશોધન પેપરમાં દર્શાવવામાં આવ્યું છે તેમ, દરિયાઈ વનસ્પતિમાં થયેલ ઘટાડા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. તેમાં ધોવાણને ઔદ્યોગિકીકરણ અને અન્ય પરિબળો સાથે જોડવામાં આવ્યું છે. તે ક્યાંય પણ માલધારીઓ અને તેમના ઊંટો પર તે આવરણના ધોવાણનો દોષનો ટોપલો ઢોળતું નથી.

તે બહુવિધ પરિબળો નોંધપાત્ર છે.

આ પ્રાણીઓ, તરી શકે તેવી ઊંટોની એકમાત્ર પ્રજાતિ છે. તેમની સાથે એક ચોક્કસ માલધારી પરિવારમાંથી તેમના માલિકો પણ હોય છે

જામનગર અને આજુબાજુના વિસ્તારોમાં ૧૯૮૦ના દાયકાથી ઘણું ઔદ્યોગિકીકરણ જોવા મળ્યું છે. ઋતુજા જણાવે છે, “આ વિસ્તારોમાં મીઠાના ઉદ્યોગો, તેલ માટેના બંધ, અને અન્ય ઔદ્યોગિકીકરણની અસર જોવા મળી રહી છે. તેમને તેમ લાભ માટે જમીન આંચક્વામાં ખૂબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે – પરંતુ પશુપાલકોના નિર્વાહ માટે કરવામાં આવતા જમીનના ઉપયોગની વાત આવે ત્યારે તે વિભાગ સંરક્ષણવાદી બની જાય છે. જે, આકસ્મિક રીતે, બંધારણના અનુચ્છેદ ૧૯(જી) ની વિરુદ્ધમાં છે, જે ‘કોઈપણ વ્યવસાય, અથવા કોઈપણ ધંધો, વેપાર અથવા વ્યવસાય કરવાના’ અધિકારની ખાતરી આપે છે.”

મરીન નેશનલ પાર્કમાં પશુપાલકોને ચારવા દેવા પર પ્રતિબંધ હોઈ, ઊંટોના પશુપાલકોને વારંવાર વન વિભાગ તરફથી હેરાનગતિનો સામનો કરવો પડે છે. આદમ જાટ એવા પીડિત માલધારીઓમાંના એક છે. “થોડા વર્ષો પહેલાં, અહીં ઊંટો ચરાવવા બદલ વન અધિકારીઓએ મારી અટકાયત કરી હતી, અને ૨૦,૦૦૦ રૂ. નો દંડ કર્યો હતો.” અહીંના અન્ય પશુપાલકો પણ અમને આવા જ અનુભવો જણાવે છે.

ઋતુજા મિત્રા કહે છે, “કેન્દ્ર સરકારના ૨૦૦૬ના કાયદાથી હજુ પણ મદદ મળી નથી. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત હેઠળ, કલમ ૩(૧)(ડી) વિચરતી જાતિ કે પશુપાલક સમુદાયોને પરંપરાગત મોસમી સંસાધનોના ઉપયોગ અને ચરાઈ (સ્થાયી અને મોસમી સ્થળાંતર બન્ને માટે) માટે વન સુધી પહોંચવાનો હક પ્રદાન કરે છે.

ઋતુજા કહે છે કે વન અધિકાર અધિનિયમ હેઠળ કાગળ પર કંડારેલી વિવિધ જોગવાઈઓ બિન–કાર્યકારી રહી છે, “તેમ છતાં, આ માલધારીઓને ચરાવવા બદલ વનરક્ષકો દ્વારા નિયમિતપણે દંડ કરવામાં આવે છે, અને ઘણીવાર તેમણે ૨૦,૦૦૦ રૂ. થી લઈને ૬૦,૦૦૦ રૂ. આપવા પડે છે.”

પેઢીઓથી અહીં રહેતા અને આ જટિલ પટાને અન્ય કોઈ કરતાં વધુ સારી રીતે જાણતા પશુપાલકોના વિચારોનો સમાવેશ કર્યા વિના મેન્ગ્રોવના વિસ્તારને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવો નિરર્થક લાગે છે. જગાભાઈ રબારી કહે છે, “અમે આ જમીનને સમજીએ છીએ, જૈવવિવિધતા કેવી રીતે કામ કરે છે તે સમજીએ છીએ અને પ્રજાતિઓ, દરિયાઈ વનસ્પતિને બચાવવા માટે તેઓ જે સરકારી નીતિઓ બનાવે છે તેનો અમે વિરોધ પણ નથી કરતા.” અમે ફક્ત આટલું જ કહીએ છીએ: “મહેરબાની કરીને કોઈપણ નીતિઓ બનાવતા પહેલા અમને સાંભળો. અન્યથા આ વિસ્તારમાં રહેતા લગભગ ૧,૨૦૦ લોકોના જીવ જોખમમાં મુકાઈ જશે અને તે જ રીતે તે તમામ ઊંટોના જીવ પણ જોખમમાં મુકાઈ જશે.”

ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક અને અભયારણ્યનું ઘટાદાર મે ન્ગ્રુવ આવરણ

ભીખાભાઈ રબારી તેમના ચરતા ઊંટોની સાથે તરીને તેમની સાથે જાય છે

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં, આદમ જાટ તે મ ના ઘેર બનાવેલા થર્મોકોલ ના તરવાના સાધન સાથે , જે તે મ ને તે મ ના પ્રાણીઓ સાથે તરવામાં મદદ કરે છે

નજીકના ટાપુ પર પહોંચવા અર્થે તરવા માટે પાણીમાં ઉતરવા જઈ રહેલા ભવ્ય ખારાઈ ઊંટ

ખારાઈ ઊંટો તરવા માટે જાણી તી ઊંટોની એકમાત્ર જાત છે અને તેઓ એક દિવસમાં 3 થી 5 કિલોમીટરનું અંતર કાપી શકે છે

દરિયાઈ વનસ્પતિની શોધમાં મરીન નેશનલ પાર્ક ની ખાડીઓમાં ઊંટ તરતા હોય છે

જેઠાભાઈ રબારી ના પુત્ર હ રી તે મ ના ઊંટ પાસે તર તી વખતે. ‘મને ઊંટ સાથે તરવું ગમે છે. તે માં બહુ મજા પડે છે !’

આદમ જાટ તે મ ના ખારાઈ ઊંટ સાથે. આ વિસ્તારમાં તેમની હિલચાલ અને છોડને ખાવાની તેમની રીતથી દરિયાઈ વનસ્પતિના પુનઃજન્મ માં મદદ મળે છે

દરિયાઈ વનસ્પતિની શોધમાં નીકળેલ સંપૂર્ણ વૃદ્ધિ પામેલ ખારાઈ ઊંટ

આદમ જાટ (ડાબે) અને તેમના સમુદાયના એક સાથી સભ્ય હોડી દ્વારા જોડિયા તાલુકામાં તેમના ગામ પરત ફરતા ઊંટો અન્ય પશુપાલ ક સાથે કિનારે ગયા પછી

ફકીરાણી જાટ સમુદાયના આદમ જાટ પાસે 70 ખારાઈ ઊં ટો છે અને તે ઓ જામનગર જિલ્લાના મરીન નેશનલ પાર્કની આસપાસ રહે છે

જોડીયા તાલુકાના બાલંભા ગામમાં પોતાના ઘરની સામે બેસેલા આદમ જાટ . ‘ અમે અહીં ઘણી પેઢીઓથી રહીએ છીએ. તેમ છતાં અમારે શા માટે ઊંટ ચ રાવ વા માટે હેરાનગતિનો સામનો કરવો પડે છે?’

જેઠાભાઈનો પરિવાર એક સમયે 300 ખારાઈ ઊંટ ની માલિકી ધરાવતો હતો . ‘મારી પાસે હવે ફક્ત 40 ઊંટ જ બચ્યા છે; ઘણા મૃત્યુ પામ્યા. આ વ્યવસાય હવે ટકાઉ નથી રહયો’

દુદાભાઈ રબારી (ડાબે) અને જેઠાભાઈ રબારી ચર્ચામાં વ્યસ્ત. દુદા રબારી કહે છે, ‘ મરીન નેશનલ પાર્ક દ્વારા લાદવામાં આવેલા નિયમોને કારણે અમે બન્ને મુશ્કેલીમાં છીએ. પરંતુ અમે તે બધાની વચ્ચે ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ’

નીચી ભરતી સ્થાયી થતાં, જેઠાભાઈ પાછા જવા માટે તૈયાર થાય છે

જગાભાઈ રબારી અને તેમ નાં પત્ની જીવીબેન ખંભાળા પાસે 60 ઊંટ છે . જગાભાઈ કહે છે, ‘ મારી આજીવિકા તેમના પર નિર્ભર છે. જો તેઓ ખુશ અને સ્વસ્થ રહેશે , તો હું પણ રહીશ’

એક માલધારી બાળક ફો ટો લેવા માટે સ્માર્ટફોન પકડે છે; જેના કવર ઉપર ચિત્રો ચીતરેલાં છે

ખંભા ળીયા તાલુકાના બેહ ગામમાં આવેલું એક મંદિર . જ્યાં ભોપા રબારીઓ દે વી ની પૂજા કરે છે, જેઓ માને છે કે તે ઊંટ અને તેમના પશુપાલકોની સંભાળ રાખે છે

આ વાર્તાના અહેવાલ દરમિયાન તેમની જ્ઞાન અને મદદ માટે પત્રકાર સહજીવનના ઊંટ કાર્યક્રમના ભૂતપૂર્વ સંયોજક મહેન્દ્ર ભાનાનીનો આભાર માને છે.

રિટાયન મુખર્જી પશુપાલક અને વિચરતા સમુદાયો પર પશુપાલન કેન્દ્ર તરફથી મળેલ સ્વતંત્ર પ્રવાસ અનુદાન અન્વયે અહેવાલ આપે છે. આ કેન્દ્રએ આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ

000000000000000

અન્ય એક સ્ટોરી

ગોચર માટે અનંત શોધ

જાટ અયુબ અમીન, માલધારીઓ કચ્છના વિચરતી પશુપાલકો છે, ગુજરાતીમાં ‘માલ’ નો અર્થ ઢોર છે જેઓ આ પ્રાણીઓને પાળે છે. તેમના ટોળામાં ઊંટ, ઘેટાં, બકરાં, ભેંસ અને ગાયોનો સમાવેશ થાય છે.

માલધારી સમુદાયના ઘણા લોકો ઉનાળાની શરૂઆત પહેલા માર્ચ-એપ્રિલમાં લીલા ઘાસની શોધમાં સ્થળાંતર કરે છે. તેઓ જુલાઈ-ઓગસ્ટમાં તેમના ઘરે પાછા ફરે છે, જ્યારે ચોમાસું શરૂ થાય છે. તેઓ જે પ્રાણીઓ રાખે છે તે પ્રમાણે તેમની સ્થળાંતર યાદી બદલાતી રહે છે. પરંતુ તે બધા જીવંત છે કારણ કે તેઓ આગળ વધતા રહે છે.

કચ્છના માલધારી સમુદાયોની મુખ્ય જાતિઓ જાટ, રાબડી અને સંમા છે. તેઓ હિન્દુ (રાબડી) અથવા મુસ્લિમ (જાટ અને સંમા) હોઈ શકે છે, પરંતુ આ તમામ સમુદાયો એકબીજા સાથે સ્નેહપૂર્ણ સંબંધો જાળવી રાખે છે અને સમાન વિચારો સાથે વિચરતી જીવન જીવે છે.

જાટોમાં ચાર જાતિઓ છે: ફકીરાણી જાટ, હાજિયાની જાટ, દાનેતા જાટ અને ગરસીયા જાટ. તેમાંથી કેટલાક ઘણા સમય પહેલા સ્થાયી થયા છે અને ભેંસ અને ગાયો રાખે છે. માત્ર ફકીરાણી જ ઊંટ રાખે છે, વિચરતી હોય છે અને આખું વર્ષ તેમના તાલુકામાં જ ફરે છે.

જેઓ સંત સાવલા પીરના અનુયાયીઓ છે તેઓને ફકીરાની જાટ કહેવામાં આવે છે. સાવલાનીએ મને કહ્યું કે 1600 એડીમાં સાવલી પીરે દેવીદાસ રાબરીને એક ઊંટ ભેટમાં આપ્યો અને આ રીતે રાબડીઓએ ખારાઈ ઊંટનું સંવર્ધન કરવાનું શરૂ કર્યું, જેની તેઓ આજે પણ કદર કરે છે.

ફકીરાની જાટ રૂઢિચુસ્ત છે અને તેમને કેમેરા પસંદ નથી. જો કે તે ઊંટના દૂધમાંથી બનેલી ચા સાથે મહેમાનોનું સ્વાગત કરે છે, પરંતુ તેને ફોટોગ્રાફ કરવાનું બિલકુલ પસંદ નથી. મોટાભાગના પરિવારો તેમના રોજિંદા જીવનને ફિલ્માવવાને નકારી કાઢતા હતા.

અહીંની જાટ જાતિ મૂળભૂત રીતે કચ્છી બોલી બોલે છે, પરંતુ 55 વર્ષીય અમીન અસ્ખલિત હિન્દી બોલે છે, જે તેઓ કહે છે કે તેઓ હિન્દી રેડિયો સાંભળીને શીખ્યા હતા. અન્ય ફકીરાની જાટોથી વિપરીત, અમીન અને તેનો પરિવાર પાકામાં રહે છે (ઘાસ, શણ, દોરડા અને લાકડામાંથી બનેલા અસ્થાયી મકાનો). તેઓ ખુલ્લા આકાશ નીચે સૂઈ રહ્યા છે.

ફકીરાની જાટ ઉંટની બે જાતિઓ રાખે છે, ખારાઈ અને કાચાઈ, અયુબ પાસે માત્ર ખારાઈ ઊંટ છે. અને આ પ્રાણીઓના ચારામાં મેન્ગ્રોવના છોડનો સમાવેશ થતો હોવાથી તેમને સતત ગોચરની શોધ કરવી પડે છે.

વનનાબૂદી અને ઔદ્યોગિકીકરણને કારણે, ખાસ કરીને અબડાસા, લખપત અને મુન્દ્રા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં જંગલોનો નાશ થયો છે, જોકે 1982માં વન વિભાગે આ દરિયાકાંઠાના વિસ્તારોને સંરક્ષિત વિસ્તારો તરીકે જાહેર કર્યા હતા. ગાંડો બાવર ઘાસના વિકાસને અટકાવે છે.

છારી ઢંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ પાસે આગળ વધી રહેલ ફકીરાણી જાટ પરિવાર. આ કુટુંબ, અન્ય કેટલાક માલધારીઓથી વિપરીત, જેઓ મોસમી સ્થળાંતર કરે છે, સમગ્ર વર્ષ દરમિયાન સતત કચ્છની અંદર જ ફરતા રહે છે.

ખાદી રોહરમાં, જાટ અયુબ અમીન નવજાત ખારાઈ ઊંટને પ્રેમ કરે છે. અય્યુબ કચ્છના ભચાઉ તાલુકાના વતની છે અને આ વર્ષે તેની પાસે 100-110 જેટલા ઊંટ છે

જત અમીન ખાતૂન ભચાઉ તાલુકાના ચિરઈ મોતી ગામમાં ચરાઈ રહેલા ખારાઈ ઊંટોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે

જાટ હસીના ખરાઈ પાણી શોધવા ઊંટ સાથે ચાલી રહી છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં ચારા અને પાણીની એટલી અછત સર્જાય છે કે આ પરિવાર દર બીજા દિવસે પોતાની જગ્યા બદલે છે.

આગા ખાન સાવલાની સૂર્યાસ્ત પહેલા પ્રાર્થના માટે તૈયારી કરી રહ્યા છે. સાવલાની જાટ સમુદાયના આધ્યાત્મિક શિક્ષક અને ફકીરાની છે.આદરણીય વડીલો છે. તે લખપત તાલુકાના પીપર ગામમાં રહે છે.

ઉંટને વર્ષમાં એક કે બે વાર ઉનાળો આવે છે – પશુપાલકો વાળ દૂર કરવા માટે કાતરનો ઉપયોગ કરે છે.

રોટલો (ઘઉં અને બાજરીમાંથી બનેલી બ્રેડ) સાથે ઊંટનું દૂધ અને ચા એ ફકીરાણી જાટ પરિવારનું સામાન્ય ભોજન છે. એક સંપૂર્ણ યુવાન ઊંટ એક દિવસમાં 10-12 લિટર દૂધ આપી શકે છે.

ગ્રામીણ મેળામાં ‘બ્યુટી’ હરીફાઈ માટે તૈયાર થઈ રહેલો ઊંટ. જાટ ઈંટોને સજાવવા માટે મહેંદી અને અન્ય કુદરતી રંગોનો ઉપયોગ કરે છે, જેથી પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય.

ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છના મોહાડી ગામમાં આવેલા કૂવામાંથી ખારાઈ ઊંટ પાણી પીવે છે.

જાટ અય્યુબ અમીન ગર્ભવતી ખારાઈ ઊંટને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે, જે ચરતી વખતે પડી હતી. ગાઢ જંગલોના કેટલાક ભાગોમાં જમીન એટલી નરમ હોય છે કે જો ઊંટ નીચે પડી જાય તો તે પોતાની મેળે ઊભો રહી શકતો નથી. જો તે બે કલાક સુધી આ રીતે પડ્યો રહે તો તેને હાર્ટ એટેક આવી શકે છે.

ફકીરાણી જાટના બાળકો પણ તેમના માતા-પિતાને અનુસરે છે અને નાનપણથી જ ઊંટ ચરાવવાનું કૌશલ્ય શીખવાનું શરૂ કરે છે.

ઉનાળામાં ધૂળનું તોફાન ભેગું થાય છે ત્યારે એક ફકીરાણી જાટ છોકરો તેના ટોળા સાથે ચાલી રહ્યો છે

સહજીવન, ભુજ સ્થિત ટ્રસ્ટ અને માલધારીઓ સાથે કામ કરતી NGO પર દરેકનો ખૂબ ખૂબ આભાર. હાર્દિક દયાલાણીનો પણ આભાર, જેમણે કચ્છની વિચરતી સંસ્કૃતિનો પરિચય કરાવ્યો.
(અંગ્રેજીથી હિન્દી અનુવાદઃ ડૉ. મોહમ્મદ કમર તબરેઝ)