મોરબીમાં ખેડૂતો આવ્યાં રસ્તા પર અને યોજી વિશાળ રેલી
રાજ્યનાં ખેડૂતોની દિવસેને દિવસે માઠી દશા થઈ રહી છે. એક બાજુ દેવા માફી, સિંચાઈ માટે પાણી, પાક વીમો તેમ જ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર ન થતાં માલધારીઓને ઘાસચારાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ ખાતરમાં પંદર દિવસમાં ફરી એકવાર થયેલાં ધરખમ ભાવ વધારાનાં કારણે તાતની કમર તૂટી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં રાજ્યનાં ખ...
અમદાવાદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીનો પ્રારંભ
અમદાવાદ જિલ્લામાં બાવળા ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ટોકન રૂપે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની શરૂઆત થઈ હતી. બાવળા એ મોટા પ્રમાણમાં ડાંગર પકવતો પ્રદેશ છે. આ વિસ્તારમાં પાણીની જરૂરિયાત સમયે પાણી અને વિજળી પૂરી પાડી ખેડૂતની લાગણી અને માંગણીને વાચા આપી આ વિસ્તારને વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતો કર્યો છે. ટેકાના ભાવે ખરીદીમાં ક્યા...
સંશોધન કરીને આણંદમાં દેશી ખાતર બનાવવાનો પ્રોજેકટ
કરમસદ ખાતે વર્ષ 2007માં મેડિકલ કોલેજમાં ડાયરેકટર ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ટેકનોલોજી દ્વારા દેશી ખાતર બનાવવાનો સંશોધન કરીને આણંદમાં ખાતર બનાવવાનો પ્રોજેકટ બનાવાયો છે. જેને સારી સફળતા મળી છે. સ્ટેનલેસ સ્ટીલ, લોખંડ અને ફાઇબરની 60 કિ.ગ્રા., 100 કિ.ગ્રા. અને 200 કિ.ગ્રા.ની ટાંકી તૈયાર કરાવવામાં આવી છે. જેમાં ઓર્ગેનીક વેસ્ટ પ્લાન્ટમાં 12 દિવસનો એંઠવાડો એકત્...
રૂપાણીને પ્રજામાં નહીં રાજકારણમાં વધું રસ, ત્રણ જિલ્લામાં અર્ધદુષ્કાળ ...
ઉત્તર ગુજરાતનો 70 ટકા વિસ્તાર અપુરતા વરસાદનો સામનો કરી રહેલો છે. ચોમાસુ સિઝનના ત્રણ માસમાં છૂટા છવાયા ઝાપટાથી 23 તાલુકામાં 10 ઈંચ વરસાદ પણ પડ્યો નથી. 5 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ રહ્યો છે, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસણા અને બનાસકાંઠા જિલ્લામાં અર્ધ દુષ્કાળ શરૂ થયો છે. ગયા વર્ષે અહીં બેશુમાર વરસાદ પડ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાને કમાન્ડો સાથે અહીં એક ...
એરોબિક્સ ચોખાની નવી જાત
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોખા થતાં નથી કારણ કે ત્યાં વિપુલ પાણી નથી. હવે એક એવી ચોખાની નવી જાત વિકસાવવામાં આવી છે કે જે સૌરાષ્ટ્ર, કચ્છ અને સુકા પ્રદેશમાં તે ઓછા પાણીએ થઈ શકશે. કર્ણાટક રાજયનાં આઇએસઓ 9001:2015 પ્રમાણિત સંસ્થાએ ગુજરાતના અમદાવાદ અને નવસારીના ચરીગામમાં એરોબિક્સ ચોખાની ( કિસાનક્રાફ્ટ) એરોબિક્સ નવી જાત વિક્સિત કરી છે. જે ઓછા પાણીનો ઉપયોગ કર...
39 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરો
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઓછો અને અનિયમિત વરસાદ થયો છે. રાજ્યના ૧૦૪ તાલુકાઓ કે જેમાં ૬૫.૫૪%થી ઓછો વરસાદ પડયો છે તેવા તાલુકાઓને અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવાની જરૂર હતી. ભાજપ સરકારે કિન્નાખોરીપૂર્વક રાજ્યના ઓછા ...
બહુચરાજીની માઈનોર કેનાલ ખાલીખમ, સીએમનાં તપાસના આદેશના 15 દિવસો થયા પરિ...
ખેડૂતો દ્વારા કરવામાં આવતી વારંવાર રજુઆતને લઈને મુખ્યમંત્રીએ કોરી કેનાલોને મામલે તપાસના આદેશ આપ્યા છે. પણ મુખ્યમંત્રીએ આપેલા આદેશને પંદર પંદર દિવસો વિતી ગયા હોવા છતા પણ કોઈ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારમાં આવેલી માઈનોર કેનાલમાં પાણી નહિ હોવાથી ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અને અંતે છેલ્લે ખેડૂતોએ ...
ટેકાના ભાવ ન મળતાં લસણ રસ્તા ઉપર ફેંકતાં ખેડૂતો
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનોમાં ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવ્યાં. જોકે, આ ટેકાનાં ભાવે દિવાળી પહેલાં ખરીદી કરવાનો નિર્ધાર સોમવારે ભાજપની મળેલી પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ભાજપનાં પ્રવક્તા આઈ. કે. જાડેજાએ આ અંગે જાહેરાત પણ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનો જાહેર કરાયેલાં લઘુત્તમ ટે...
સુરેન્દ્રનગર અને જેતપુરમાં ખેડૂતોનું હલ્લાબોલ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી...
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતનાં તાતનાં માથે ઘાત બેઠી છે. એકબાજુ દેવાં માફીની માંગણી સરકાર સાંભળતી નથી તો બીજી બાજુ અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં પાણીની અછત ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોને હાલત વધુને વધુ કફોડી બની રહી છે. આવી વિવિધ માંગણીઓને લઈને સુરેન્દ્રનગરમાં તેમ જ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં છે.
સરક...
કચ્છમાં અપૂરતા વરસાદનાં કારણે સ્થિતિ દિવસે દિવસે બની રહી છે વિકટ
કચ્છ જિલ્લામાં અપૂરતાં વરસાદનાં કારણે અહીંનાં માલધારીઓની માંગણી છે કે સરકાર દ્વારા પ્રતિબંધિત બોર્ડર વિસ્તાર ઘાસ માટે મંજૂરી આપવામાં આવે તો પશુઓનો નિભાવ થઇ શકે તેમ છે. નહિતર માલધારીઓ પશુઓ સાથે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું સારું ન રહેતાં અછતની સ્થિતિ ઊભી થઈ છે. અપૂરતાં વરસાદનાં કારણે અછતની સ્થિતિ દ...
અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છ...
આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૂલ ડેરીનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે વાત કરવામાં આવી તે તદ્દન ખોટી હોવાનું ખેડૂત અગ્રણીઓનું માનવું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતનાં પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેડૂતોની અને પશુપાલકોની હંમેશા ...
જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ
રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છ...
મોરબીનાં માળિયાનાં 12 ગામનાં ખેડૂતોની પાણીનાં પોકાર સાથે ઉપવાસ આંદોલન ...
ગુજરાતનાં ખેડૂતો પર આસમાનમાંથી આફત તૂટી પડી હોય એવું લાગે છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પોતાનાં પાકને બચાવવાં જગતનો તાત હવાતિયા મારી રહ્યો છે તો બીજી બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે કેનાલો મારફતે રાજ્યનાં ગામડાંઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનાં બણગાં ફૂંકી રહી છે. ત્યારે મોરબી પંથકનાં ખેડૂતો માટે તો મોટી ઘાત બેઠી છે. આ વિસ્તા...
17 કરોડની 62 હજાર બોરી તુવેરનો સરકારી જથ્થો સડી ગયો
ગુજરાતમાં નાફેડ દ્વારા મગફળી કાંડની શ્યાહી હજુ સુકાઈ નથી અને તેની તપાસ પણ મંથરગતિએ ચાલી રહી છે ત્યારે નાફેડની વધુ એક ઘોર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા-છોટાઉદેપરુના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે. રાજકોટ જિલ્લામાં મગફળી કાંડનો ભારે ચકચાર મચેલો છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા પણ ભારે ઉહાપોહ મચાવવામાં...
વલ્લભીપુરનાં રતનપર ગામે 40 ગામોનાં ખેડૂતોનો પાણીનો પોકાર
રાજ્યનાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. તેમની છેલ્લાં લાંબા સમયથી દેવા માફીની માગણી ઉપર રાજ્ય સરકાર દ્વારા કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ઊભી થયેલી પાણીની તંગીને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આંદોલન કરી રહ્યાં છે. આ સંજોગોમાં એક સાંધો ત્યાં તેર તૂટ...

English