નવવાડીમાં નર્મદા નહેરનું પાણી ફરી વળતાં કપાસનાં પાકને નુકસાન
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાની રાજ્યમાં પાણી પૂરું પાડવાની યોજનાને જાણે કોઈકની નજર લાગી ગઈ છે. જ્યારથી નર્મદાની મુખ્ય કેનાલ તૈયાર થઈ અને તેની બ્રાન્ચ કેનાલો ઉપરાંત માઈનોર કેનાલો જોડાઈ ત્યારથી આ યોજના પર કોઈકને કોઈક કારણસર તકલીફ આવે જ છે. કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. કેમ કે કેનાલ બનાવવામાં સરકારી બાબુઓએ એટલી બધી મલાઈ તાર...
ડીસાનાં માણેકપુરાનાં પશુપાલકોએ દુધ રસ્તા પર ઢોળ્યું
રાજ્યનાં ખેડૂતોની સમસ્યાનો અંત હજુ આવ્યો નથી, ત્યાં પશુપાલકોની સમસ્યાઓની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં વિવિધ ડેરીઓ દ્વારા પશુપાલકોને તેમનાં ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ નથી મળતાં જેનાં કારણે પશુપાલકોની સ્થિતિ પણ ખેડૂતોની માફક કફોડી બનવા તરફ આગળ વધી છે. આવું જ કંઈક બનાસકાંઠાનાં ડીસાનાં માણેકપુરા ગામમાં પશુપાલકોએ કેટલાંક સમયથી ડેરી બંધ હોવાનાં...
ગોંડલ વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફળ
ગોંડલ તાલુકાના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે માસથી પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતો કપાસનો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલના દેરડી(કુંભાજી), પાટ ખિલોરી, ધરાળા, સહિતના અનેક ગામોમાં પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે.
એક બાજુ વધતા જતાં ખાતર બિયારણોનાં ભાવો અને બીજી ત...
બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદ અને ભાવ વધારાનાં પગલે ખેડૂતોની હાલત ક...
સમગ્ર દેશમાં મોંઘવારીએ માંઝા મૂકી છે. દરેક ચીજવસ્તુઓ મોંઘી. સામાન્ય પ્રજાનાં ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે. સામાન્ય પ્રજા મોંઘવારીનાં મારમાં પિસાઈ રહી છે. પરંતુ રાજ્યનાં ખેડૂતોની હાલત તો બદથી પણ બદતર થઈ ગઈ છે. કેમ કે જગતનાં તાતને પોતાનાં ખેતરમાં પાક માટે બિયારણ, ખાતરમાં પણ ભાવ વધારાનાં કારણે મોંઘા ભાવની ખરીદી કરવી પડે છે. તો પોતાનું ખેતર ખેડવા...
છોટા ઉદેપુરની સુખી યોજના કરી રહી છે ખેડૂતોને દુઃખી
પેટા હેડિંગઃ 1986માં તૈયાર થયેલો ડેમ માંગે છે સમારકામ, સરકારી બાબુઓ સબ સલામતનો આલાપે છે રાગ
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના ચાર તાલુકા વિસ્તારમાં સિંચાઇનું પાણી પૂરું પડે છે. આ સુખી સિંચાઇ યોજના આજે ખેડૂતો માટે દુઃખી યોજના સાબિત થવા જઇ રહી છે. કેમ કે આ યોજના દ્વારા વર્ષો પહેલાં બનાવેલી કેનલોમાં ઝાડી ઝાખરાં ઉગી નીકળ્યા છે. તો ...
રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ, મહિલાઓ બની રણચંડી
રાજ્યનાં ખેડૂતો દેવાંમાફીની માંગણી સાથે છેલ્લાં કેટલાંક સમયથી માંગણી કરી રહ્યાં છે. અને આ માટે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યાં છે. પરંતુ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર આ મામલે કોઈ નિર્ણય કરતી નથી, ત્યારે આજે રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોએ આક્રોશ રેલીનું આયોજન કરીને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રય...
છોટાઉદેપુરમાં કેનાલમાંથી પાણીનો વેડફાટ, નર્મદામાંથી છોડાયેલું પાણી નથી...
એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરનાં ખેડૂતોની માંગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગય...
છોટાઉદેપુરમાં ટામેટનાં ભાવ ગગડી જતાં ખેડૂતો પાયમાલ
ટામેટાના પોષણક્ષમ ભાવના અભાવે છોટાઉદેપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહા મહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોનો કસ કાઢી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં ખેડુતો દ્વારા ટામેટાનો પાક કરવામાં આવ્યો હતો અને હાલમાં ટામેટાનો પાક તૈયાર છે. ત્યારે ટામેટાનો ભાવ તળીયે જતાં ખેતરોમાં કાળી મજુરી અને બિયારણ તેમજ ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ ખર્ચનું વળતર પણ નહીં મળતાં...
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ, મગફળીનું ઉત્પાદન ઘટ્યું
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 15-20 દિવસથી સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થવા પામ્યો છે. જો કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત વર્ષની સાથે છેલ્લાં પાછોતરો વરસાદ થયો ન હોવાથી મગફળીના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હોય તેમ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં છે...
જિલ્લામાં સેંકડો ખેડૂતોની વીજ કનેક્શન માટેની અરજી હજુ પડતર
રાજ્યમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. જગતનો તાત આજે સિંચાઈનાં પાણી માટે તરસે છે, તો બીજી બાજુ રાજ્યમાં ચાલુ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાનાં કારણે પહેલાંથી જ દેવાનાં બોજ તળે દબાયેલો ખેડૂત વધુ દેવાં હેઠળ જઈ રહ્યો છે અને રાજ્ય સરકાર આ મામલે કોઈ નિરાકરણ લાવી નથી રહી. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખેડૂતોને વીજ પૂરવઠો મળી રહે એવાં મોટાં ...
ડાંગરના પાકમાં ઈયળો પડી, પાક વીમો મળતો નથી
ભારત ખેતી પ્રધાન દેશ ગણવામાં છે. ત્યારે જગતનો નાથ અને તાત ખેડૂતને ગણવામાં આવે છે. થોડાં સમય પેહલા દિલ્હીમાં ખેડૂતો દ્વારા સરકારનો ઘરાવ કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતનો ખેડૂત પણ પોતે વાવેલા પાકની નિષ્ફળતાને લઈ હેરાન પરેશાન છે. અમદાવાદ દસ્કોઇ તાલુકાના વિશલપુર ગામ ખાતે ખેડૂતોએ વાવાલો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. જેનો પાક વીમો સરકાર આપી ન...
12 દિવસે પિવાનું પાણી
ચોમાસા ની વિદાય થતાંની સાથે જ રાણપુર શહેરમાં સર્જાઈ છે પીવાના પાણીની સમસ્યા. રાણપુર શહેરને ૧૨ દિવસે પાણી આપતાં ગામ લોકો પરેશાનીમાં મૂકાઈ ગયાં છે. ગ્રામ પંચાયતનાં પાંચ કૂવામાંથી હવે માત્ર ત્રણ કૂવામાં હવે થોડાક દિવસો ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. ઓછા વરસાદના કારણે આજુબાજુના ડેમો અને નદી નાળાં પણ ખાલીખમ થઈ ગયાં છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પીવાન...
સજીવ ખેતી પર ગુજરાતી ફિલ્મ બની
સજીવ ખેતી પરની પ્રથમ ફિલ્મ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું શૂટિંગ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રાંગણમાં માધાપર અને કુકમામાં જ કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના જ કચકડે મઢાયા છે. મહેશભાઈ અને મનોજભાઈ...
અમુલને ગોબરધનના નવા મોડલ પ્રચલિત કરે, વડાપ્રધાન
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સહકારીતાના સશકત મોડલને આધાર બનાવીને અમૂલ અને
ગુજરાતના સહકારી સંઘો સ્વીટ રીવોલ્યુએશન અને ગોબરધનના નવા મોડલ પ્રચલિત કરે તેવી ભલામણ કરી
હતી.
ચરોતરમાં નવા પ્રયોગો કરવાની તાકાત છે. અમૂલના પ્રોફેશનલ્સ એમનું માર્ગદર્શન કરે એવા
અનુરોધ સાથે પ્રધાનમંત્રીશ્રીએ જનધન, વનધન અને ગોબરધનનો નવો વિકાસ મંત્ર આપ્યો હતો. તેમણે
પ...
૬૦ દેશોના ૧૧૮ પ્રતિનિધિઓએ પુંસરીની મુલાકાત લીધી :
૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું. તેમની મુલાકત દરમ્યાન સમગ્ર ગામમાં અનેક જગાએ સાંસ્ક્રુતિક નૃત્ય નિદર્...

English