Friday, August 7, 2026

અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છ...

આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૂલ ડેરીનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે વાત કરવામાં આવી તે તદ્દન ખોટી હોવાનું ખેડૂત અગ્રણીઓનું માનવું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતનાં પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેડૂતોની અને પશુપાલકોની હંમેશા ...

જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ

રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છ...

મોરબીનાં 12 ગામનાં ખેડૂતોએ સિંચાઈના પાણી માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું

ગુજરાતનાં ખેડૂતો પર આસમાનમાંથી આફત તૂટી પડી હોય એવું લાગે છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પોતાનાં પાકને બચાવવાં જગતનો તાત હવાતિયા મારી રહ્યો છે તો બીજી બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે કેનાલો મારફતે રાજ્યનાં ગામડાંઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનાં બણગાં ફૂંકી રહી છે. ત્યારે મોરબી પંથકનાં ખેડૂતો માટે તો મોટી ઘાત બેઠી છે. આ વિસ્તા...

સરકારની રૂ.17 કરોડની 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે

ગુજરાતમાં નાફેડ દ્વારા મગફળી કાંડની શ્યાહી હજુ સુકાઈ નથી અને તેની તપાસ પણ મંથરગતિએ ચાલી રહી છે ત્યારે નાફેડની વધુ એક ઘોર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા-છોટાઉદેપરુના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે. રાજકોટ જિલ્લામાં મગફળી કાંડનો ભારે ચકચાર મચેલો છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા પણ ભારે ઉહાપોહ મચાવવામાં આ...

ભાવ નીચે જતાં લસણ નાખી ખાલી ડેમ પુરી નવતર વિરોધ કાર્યક્રમ કર્યો

આજી અને તેના જેવા બીજા બે ત્રણ ડેમો મોટા મોટા તાયફાઓ કરી, સરકાર પોતાની વાહવાહી કરવા માટે ભર ચોમાસે ભરે છે અને અત્યારે જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે સરકાર જાણે મોઢું ફેરવી ગઈ હોય તેવું ગુજરાતનો એક એક ખેડુત અનુભવી રહ્યા છે, અત્યારે વાવણીના વરસાદ પછી કુદરત રુઠેલો છે, વરસાદ પડ્યો નથી ત્યારે ખેડૂતને ખરેખર પાણીની જરૂર છે, અત્યારે ડેમ તળિયા જાટક છે, ખરેખ...

કૃષિ ઉત્પાદન વધારવા અને પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા

– ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ ભારતભરની ૧૨૩૭ પક્ષીઓની જાતો પૈકી ગુજરાતમાં ૪૭૧ પક્ષીની જાતો જોવા મળી છે એ તેની વિપુલતાનું પ્રમાણ છે. પક્ષીઓ કૃષિ પર્યાવરણનું અવિભાજ્ય અંગ છે. આધુનિક વિકાસને કારણે પક્ષીઓનાં રહેઠાણ ઉપર માઠી અસર જોવા મળેલ છે. ખેડૂતમિત્રો માટે ફાયદારૂપ પક્ષીઓ ખેતી-પાકોમાં વિવિધ જીવાતોનું ૬૦% નિયંત્રણ કુદરતી રીતે થતું હોય...

આધ્યાત્મિક ખેતીની વાત, રાસાયણિક ખેતી પદ્ધતિથી દૂર થઈ હવે કરી રહ્યાં છે...

 ભારત એક આધ્યાત્મિક દેશ છે અને ભારતમાં વર્ષોથી ખેડૂતો ખેતી પણ આધ્યાત્મિક પદ્ધતિથી કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ભારતના ખેડૂતો પણ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈ રાસાયણિક ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂતે ફરી એકવાર ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ બીડું ઝડપ્યું છે. કહેવત છે કે જેવું અન્ન તેવું મ...

ખેડૂતો માંગે પાણી, ધારાસભ્યોનાં પગારમાં વધારો, કોંગ્રેસે પણ ન કર્યો વિ...

ખેડૂતોને દેવાં માફીની વાત બાજુ પર મૂકીને આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનાં પગાર ભથ્થાંમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાં કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ વિરોધનો જુવાળ જોવા મળ્યો છે. ધારાસભ્યોનાં પગાર જે પહેલાં મહિને 70 હજાર રૂપિયા હતાં તેમાં 25 ટકા જેટલો એટલે કે લગભગ 1 લાખ 16 હજાર 136 રૂપિયા પગાર થયો. આ પ્રકારનું વિધેયક રાજ્યનાં વિધાનસ...

મોરબીનાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ડેમનાં પટમાં ક્રિકેટ રમ્યા

મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્...

મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું...

નર્મદા નહેરમાં ફરી ગાબડું, ભ્રષ્ટાચાર દેખાયૈ

બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ...

ખોટ કરતી સાબર ડેરી શરૂ કરશે ચારસો કરોડનાં ખર્ચે પાવડર પ્લાન્ટ

સાબર ડેરીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેને લઈને પશુપાલકોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સાબર ડેરી ચારસો કરોડના ખર્ચે નવો પાવડર પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી છે. જેને લઈને પશુ પાલકોમાં ફરી એકવાર રોષ જાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ જ્યાં સાબર ડેરી કહી રહી હતી કે મોટા પ્રમાણમાં પાવડરનો...

21 ટકા વધું ઉત્પાદન આપતી અને ઓછી તીખી ડૂંગળી વિજ્ઞાનીઓએ શોધી

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન લાલ ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-11” બહાર પાડવામાં આવેલી છે. જે 21 ટકા વધારે ઉત્પાદન આપે છે, બીજી ડૂંગળી કરતાં તેની તીખાશ એકદમ ઓછી જોવા ...

દુષ્કાળમાં ખાતરના વધારા પર દીવો, ખેતરમાં નાંખેલું ખાતર નકામું ગયું

કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કહ્યું પણ ખાતરની સબસિડી 20 ટકા ઘટાડી દીધા બાદ ખાતર બનાવતી કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ ખાતરના ભાવ નહીં વધારે. કંપનીઓએ ભાવમાં 30 ટકા સુધીનો જંગી ભાવ વધારો કર્યો છે. 2014માં જે થેલી રૂ.800માં મળતી હતી તે આજે રૂ.1400માં મળે છે. રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુ...

અછત જાહેર કરવામાં અન્યાય, કચ્છને જ ફાયદો

1 ઓક્ટોબર 2018થી જે તાલુકામાં સવાસો મિલિમીટરથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે. વાવણી કરવી હોય તો આટલો વરસાદ જોઈએ. તેથી ખેડૂતો એવું કહી રહ્યાં છે કે, જ્યાં 10 ઈંચ વરસાદ પડેલો છે ત્યાં સદંતર પાક નિષ્ફળ ગયો છે તેથી આવા તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા જોઈએ. ગુજરાતના 13 તાલુકામાં દુષ્કાળ જાહેર ક...