જુલાઇ મહિનામાં ભલામણ કરેલા ખેતીના કાર્ય
ખેડુતમિત્રો ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને જુલાઇ મહિના માટે ભલામણ કરેલા ખેતીના કાર્ય (recommended agriculture work for July) નિચે મુજબ છે. વિવિધ બાગતી પાકોની કલમોનું રોપણી કાર્ય હાથ ધરવું.
બીડી તમાકુ અને કલક્તી તમાકુનું ધરૂવાડીયું તિબયાર કરવું તેમજ ધરૂવાડિયાના કોહવારા અને જીવાતોથી રક્ષણ કરવું.
ડંગરની ભલામણ કરેલ જાતો જી.આર. -૨, ૩, ૬ અને ૭નું વાવ...
ખેતી પાકો ઘંઉ, મગફળીમાં ઉધઈનુ નિયંત્રણની છેલ્લી પદ્ધતિ
ઉધઈ એક અગત્યની બહુભોજીય રાષ્ટ્રીય જીવાત છે. ઉષ્ણકટિબંધના પરદેશોમાં જમીનમાં રાફડો બનાવી રહેતી ઉધઈ શેરડી, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, ભીંડા, રીંગણ, મરચી, ફળઝાડ અને સુશોભનના વૃક્ષોમાં ખુબજ નુકસાન કરે છે. તેમજ મકાનમાં લાકડાના બારી-બારણાં, લાકડાના ફર્નિચર વગેરે કોરી ખાય છે. આમ ઉધઈ એ ખેડૂત માટે એક દ્રષ્ટિએ પડકારરૂપ જીવાત છે. બીજી દ્રષ્ટિએ તે સૂકા પાંદડા તથા ...
નર્મદાની માઈનોર નહેર તૂટી, ભ્રષ્ટાચારમાં પણી વહી ગયું
પાટણ વિસ્તારમાં નર્મદા નહેરમાં પાણી છોડતા જ જર્જરિત હાલતમાં પડેલ કેનાલોમાં ફરી ગાબડાઓ પડવાનું શરુ થવા પામ્યું હતું. જેમાં પાણી છોડવાના બે જ દિવસમાં રાધનપુરના છાણીયાથર – ગુલાબપુરા સબ માઈનોર કેનાલમાં ૫૦ ફૂટનું મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ખેતરમાં ફરી વળતા ખેડૂતો લાલઘુમ થઇ જવા પામ્યા હતા અને ખેડૂતોની પડતા પર પાટું જવી સ્થિતિ સર્જાઈ હતી.
...
પાકિસ્તાર સરહદે પાણી છોડો
સરહદી સુઇગામ તાલુકામાં આ વર્ષે વરસાદ ખુબજ ઓછો પડેલ છે અને તેં માટે રાજ્યની સરકારે કેનાલોમાં પાણી છોડવા જાહેરાત કરી પણ છેવાડાના ગામો સુધી પાણી પોહચતુ ન હોવાથી સોમવારે સુઇગામ તાલુકાના રાજપુરા, નવાપુરા મસાલી, મોરવાડા,બેણપ, સેડવ,દુધવા,લિબુંણી, મસાલી, માધપુરા સહિત ના ખેડૂતો એ ભેગા મળી પ્રાપ્ત કચેરી આગળ ઉપાસ ઉપર ઉતરતા પોલીસ તંત્ર હરકતમાં આવી બંદોબસ્ત ગોઠ...
પાણી માટે ખેડૂતોની ભૂખ હડતાલ
સોજિત્રા તાલુકાના બાલિન્ટા ગામના ખેડૂતોની સિંચાઇ માટેના પાણીની માંગણી વણસંતોષાયેલી રહેતા સોમવારે ગામના ખેડૂતોએ સોજિત્રા સિંચાઇ વિભાગની કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે. સોજિત્રા તાલુકાના બાલિન્ટા ગામની કેનાલમાં દર વર્ષે પાણી છોડવામાં સિંચાઇ વિભાગ દ્વારા ધાંધિયા કરાતા હોય છે. જેને લઇને ખેડૂતો ડાંગરની ખેતી સારી રીતે કરી શકતા નથી....
ખેડામાં પાણી આપવા રજૂઆત
વિરપુર અને બાલાસિનોરની કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માગણી કરી છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદના રિસામણાને કારણે તળાવો અને નદીઓમાં પાણી નથી. જેથી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકશાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભાદરવાના આરંભે વીરપુર તાલુકામાં આ...
ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય ? ખેડૂત અને બિનખેડૂત વર્ગને લડાવ...
સરકાર હવે સરકારી અર્થશાસ્ત્રીઓ (અનર્થશાસ્ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરૂઘ્ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે એમ ખેડૂત સંગઠનો કહે છે. હાર્દિક પટેલની માંગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબાગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેકટર વગેરે માટે લીધેલી...
ખેડૂતોને સૌથી વધુ વીજળી આપતું ગુજરાત, પણ ખેડૂતો કહે છે ના આવું નથી
કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં 15 લાખ કૃષિ વીજ જોડાણમાં વિક્રમજનક 10 કરોડ યુનિટથી વધુ વીજળી કૃષિક્ષેત્રે પૂરી પાડી છે. ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે રોજની 6થી 7 કરોડ યુનિટ વીજળીનો ...
દાડમમાં સુકારાનો રોગ આવતાં ખેતરો સુકાઈ ગયા
દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી ગયા બાદ હવે તેમાં મુંડા નામની જીવાત પડી જતાં દાડમ સુકાવા લાગ્યો છે. 5000 હજાર હેક્ટર વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં દાડમ પર જોખમ આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લાંમાં 6,800 હેક્ટરના વાવેતર થાય છે. જેમાં લાખણી તાલુકામાં 5000 હેક્ટર દાડમ ઉગાડવામાં આવ્યા છે. તેના ઉપર આફત આવી પડી છે. તેથી દ...
74 ટકા વરસાદ પડ્યો પણ 53 ટકા બંધો ખાલી રહ્યાં
ચોમાસાની વિદાય લીધી છે, ગુજરાતમાં ચોમાસામાં 74% વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં 93%, સૌરાષ્ટ્રમાં 72%, મધ્ય ગુજરાતમાં 67%, ઉત્તર ગુજરાતમાં 43% અને કચ્છમાં 26% વરસાદ પડયો છે.ત્યારે ગુજરાતના બંધોમાં સરેરાશ 53% પાણી સંગ્રહ થયો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધું કઠણાઈ થશે. નર્મદા બંધમાં 63% પાણી આવ્યું છે. જે પૂરતું નથી. કચ્છના 20 બંધમાં 12% પાણી છે જ્યાર...
500 મિલર-ઉત્પાદકોનો ‘નાફેડ’ની મગફળી ખરીદવા ઇનકાર
સરકારે ટેકાના ભાવે ખરીદીને ગોદામોમાં સંઘરી રાખેલી મગફળીમાંથી જે 5 લાખ ટન જેટલો જથ્થો હજુ પડ્યો રહ્યો છે, તેનું ભાવિ હે અધ્ધરતાલ થઇ ગયું છે કેમ કે ‘નાફેડ’ની અવ્યવહારૂની નીતીઓ સામે મિલરો-વેપારીઓએ કરેલી ફરિયાદનો ઉકેલ ન આવતાં અને ઉપરથી નવી વાહિચાત પધ્ધતિ દાખલ કરાતા "સોમા એ તે મગફળી ખરીદીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે.
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન (સોમ...
નર્મદાનું પાણી મળતું નથી, જાહેરાત ફોકટ
રાજ્ય સરકારે નર્મદા બંધનું પાણી આપવાની જાહેરાત કરી છે પણ જ્યાં વરસાદ ઓછો પડતાં સિંચાઈ માટે પાણીની જરૂર છે ત્યાં નહેરનું પાણી મળતું નથી. કચ્છ જિલ્લાના લખપતમાં માત્ર અડધો ઈંચ વરસાદ થયો છે. રાપરમાં 1 ઇંચ વરસાદ થયો છે. ગુજરાતના 33 થી વધુ તાલુકામાં 50% કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. 12 જિલ્લામાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 10 જીલ્લામાં સરેરાશ 50% વરસાદ પડ્યો...
દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચાર સામે બેઠક મળી
દૂધ સાગર ડેરી ના સંચાલકો દ્વારા ડેરી માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર , ખોટા ખર્ચાઓ, વિપુલ ચૌધરી પાસેથી ૨૨.૫૦ કરોડ ની વસુલાત મુદ્દે મંડળીઓ ઉપર કરાવાતા ખોટા ઠરાવ અને સહીઓ, તેમજ પશુપાલકો ને દૂધ ના ઓછા ભાવ અને ઓછો ભાવ વધારો, રાજસ્થાન ખાતે થી થતી ખોટી દૂધ ખરીદી ના કારણે જીલ્લાના મુળ દૂધ ઉત્પાદકો ને કરોડો રૂપિયા ના થતા નુકસાન વગેરે મુદ્દે આજ રોજ દૂધ ઉત્પાદક હ...
દેવું વધી જતાં ઝેર પીનાર દંપતિના પતિ બાદ પત્નનું પણ મોત
અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ એક અઠવાડીયા પહેલા ઝેરી ગટગટાવી લેતાં પતિના મોત થયા બાદ તેમનાં પત્નીનું પણ મોત થયું છે. લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 42 વર્ષના મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં પતિનું મૃત્યુ થયું હતું. ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્લા 13 દિવસના ઉપવાસ કર્યા તે જ દિવસે આ ખેડૂતે લીધેલ લોન ભરપાઈ...
કચ્છમાં ઓછો વરસાદ થતાં વકરતી સ્થિતી
કચ્છમાં ઓછો વરસાદ પડવાના કારણે 20 લાખ પશુઓના ઘાસચારાનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે અને જેના કારણે કચ્છના કેટલાંક તાલુકાઓમાંથી માલધારીઓએ હિજરત શરૂ કરી છે. છતાં રાજ્ય સરકારે પૂરતું ઘાસ કાપવાનું શરૂ કર્યું નથી. કચ્છના રાપરમાં લગભગ સવા બે લાખ લોકોની વસ્તી છે અને પોણા ત્રણ લાખ પશુઓ છે. જ્યાં સૌથી વધારે ખરાબ સ્થિતી જોવા મળી રહી છે. રાપરમાં મુશ્કેલીઓ ઊભી ...

English