Saturday, August 8, 2026

કાંકરેજી સરેરાશ ૧૮૦૦ લિટર દુધ પેદા કરતી હોવાનું નોંધાયેલું છે

કાંકરેજ ઓલાદ:આપણા રાજયના બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ નામના ગામ ઉપરથી આ જાતની ગાયોનું નામ કાંકરેજ પાડવામાં આવ્યું. વઢીયાળી વાગળ અને વાગોળીયાના નામથી પણ તે ઓળખાય છે. આ r r MA ઓલાદના જનાવરો આપણા રાજયના મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, ભરુચ અને સુરત જીલ્લા સુધી પ્રસરેલા જોવા મળે છે. શારીરિક લક્ષણો : - આ કાંકરેજ ઓલાદના જનાવરો કદમાં મોટા અ...

મૈસુરી ગૌવંશ બહુ ચપળ, તેજ મિજાજના અને મારકણા હોય છે

ભારતીય ગાયોની ઓલાદોમાં જોવા મળતી ગાયોને તેમના રંગ, કદ, શિંગડાનો પ્રકાર અને માથાની ખાસિયતો મુજબ મોટા વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગને એક સરખા બાહય શારીરીક લક્ષણો (તેમજ આર્થિક લક્ષણો) ધરાવતા નાના વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સમુહ વિશેષને જે તે પ્રાણીની ઓલાદ કહે છે. બીજ ચન્દ્રાકાર શિંગડાવાળી સફેદ કે મુંજડા રંગની ગાયોની ઓલાદો : આ ઓલાદોની ગા...

સંકર ગાયોએ દૂધનું ઉત્પાદન વધાર્યું

હિન્દુ સંસ્કૃતિમાં ગાય મહત્વનું સ્થાન ધરાવે છે. ગાયને માતાનું બિરુદ પણ આપવામાં આવેલ છે. ગાયનું દૂધ ઉત્તમ પ્રકારનું માનવામાં આવે છે. ગાયની દેશી તથા વિદેશી ઓલાદો જોવા મળે છે. જેમાં હવે વિદેશી ગાયોની ઓલાદોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિદેશી ગાય વધી રહી છે. શીત અને સમશીતોષ્ણ કટીબંધના દેશોમાં જોવા મળેલ ગાયો આપણા દેશની ગાયોની ઓલાદો ...

સૌરાષ્ટ્ર કચ્છમાં પાલતુ પશુ ઘટી રહ્યાં છે

ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. રાજયમાં ૬૭.૮૪ લાખ ગાયો, પર.૪૧ લાખ ભેંસો, ૨૦-૨૫ લાખ ઘેટા, ૪૨.૨૮ લાખ બકરા તેમજ ૧૩.૨૪ લાખ અન્ય પશુઓ છે. પરંતુ દિન-પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. સૌરાષ્ટ્રની ખેતી સંસ્કૃતિમાં ભારે...

પ્રદુષણથી પાક ખાક, ભૂગર્ભ જળ પ્રદુષીત

તલોદમાં 86.82 MCM પાણી દર વર્ષે મોટાભાગે વરસાદની સિઝનમાં ભૂગર્ભમાં રિચાર્જ થાય છે. જેમાંથી સિંચાઈમાં 63.36 MCM પાણી વપરાઈ જાય છે. અને પિવા તથા ઉદ્યોગો માટે 4.17 MCM વપરાય છે. જે ઈ.સ.2025માં 7.54 MCM વધારો થવાનો છે. તેથી આ વિસ્તાર ભૂગર્ભ જળ માટે સેમી ક્રીટીકલ સ્થિતીમાં 2011ના જાહેર કરાયો હતો. ત્યાર બાદ અહીં એક કેમિકલ ફેકટરી આવતાં તે ફેક્ટરી પોતાનું ...

પ્રદુષણથી પશુના થતાં મોત કેમ અટકાવી શકાય ?

પ્રદુષણની માઠી અસર સૌથી વધારે પશુને ભોગવવી પડે છે. કારણ કે પશુને વધારે સમય ઘરની બહાર રહેવું પડે છે, ઉપરાંત તેઓએ ઘણી વખત મજબુરીથી પ્રદૂષિત ઘાસચારો અને અખાધ્ય ખોરાક ખાવો પડતો હોય છે. આપણાં દેશમાં પ્રદુષણનું પ્રમાણ દરરોજ વધતું જાય છે. રોજ નવી ફેકટરીઓ નંખાય છે પરંતુ તેનાથી ઉત્પન્ન થતું પ્રદુષણ નાથવા માટેના યોગ્ય નિયમ મુજબના પગલા લેવામાં આવતા નથી. તદ્ઉપ...

પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે

સ્વસ્થ પ્રજનનતંત્ર તો સ્વચ્છ, સ્વસ્થ અને નફાકારક દૂધ ઉત્પાદન. અત્યારે ઋતુકાળમા ન આવવુ, વારમ્વાર ઉથલા મારવા પશુપાલનમા પશુપાલકો માટે  મુખ્ય મુંજવતા પ્રશ્ન છે. કુલ ગાયો/ભેંસોમા ૩૦ થી ૪૦% ગાયો/ભેંસો, ઉથલા મારવા અને ગરમીમા ન આવવુ જેવા પ્રજનન રોગોથી પિડીત છે. વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. જેથી વાછરડ...

શાક ભાજી અને ફળમાં રંગોનું મહત્વ કૃષિ વેચાણમાં ફાયદો કરાવે છે

શાકભાજી અને ફળોના જુદા-જુદા રંગો કુદરતે આપેલા છે તેનો ઉપયોગ ખેડૂતો માર્કેટીંગ તરીકે કરી શકે છે. ગ્રાહકોને આરોગ્ય માટે રંગ કઈ રીતે મદદ રૂપ થાય છે તે જાણી લેવાંમાં આવે તો મોલ અને એપીએમસીમાં માલ વેચવામાં સરળતા રહે છે. આપણા જીવનમાં રંગોનું મહત્વ ઘણું વધારે છે. દરેક રંગનો પોતાનો મિજાજ અને વિશિષ્ટતા છે. કલર-થેરપી નામની થેરપી પણ પ્રસિદ્ધ છે, જેમાં જુદા-જુ...

પશુઓના ખોરાક પર કરવામાં આવતી પ્રક્રિયાઓની પોષણમૂલ્ય પર અસર

પ્રોસેસીંગની પધ્ધતિઓઃ પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે. પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ૧. ભૌતિક ર. રાસાયણિક અને ૩. જૈવિક પ્રક્રિયાઓ થાય છે. પશુઆહારના પ્...

ઓર્ગેનિક વસ્તુઓ કઈ કહેવાય છે તે ગ્રાહકોને સમજાવો

બજારમાં તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉપલબ્ધ છે, જે જોવાથી વધુ તાજાં લાગે છે, પરંતુ એનો એવો મતલબ નથી કે તે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ફૂડ આઈટમ્સ સર્ટિફાઈડ હોય છે. એના પર સર્ટિફાઈડ સ્ટિકર્સ હોય છે. તેનો સ્વાદ પણ નોર્મલ ફૂડથી થોડો અલગ હોય છે. ઓર્ગેનિક મસાલાની ગંધ નોર્મલ મસાલાની તુલનામાં વધુ હોય છે. આથી ઓર્ગેનિક શાકભાજી રાંધવામાં વધુ સમય લેતી નથી. સ્વાસ્થ્...

પશુ ચારો ક્યારે ઝેર બને છે ?

આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ઘાસચારો પશુનો મુખ્ય પોષણક્ષમ આહાર કહી શકાય. પરંતુ રજકો અને જુવાર જેવા પ્રચલિત ઘાસચારામાં પણ ઝેરી તત્વ અમુક કક્ષાએ હોય છે અને પશુ માટે જીવલેણ નીવડી શકે છે. અછત અને અર્ધઅછત જેવી પરિસ્થિતિ કેટલીકવાર અતિવૃષ્ટિ, પિયતની અપુરતી સગવડ વિગેરે બાબતો ઘાસચારાના ઉત્પાદન અને તેમાં રહેલાં તત્વો પર અસર કરે છે. જ...

કચ્છી રણ ધોડીની નવી નસલને માન્યતા

દેશની 7મી ઘોડાની નસલ - ઓલાદ તરીકે કચ્છી-સીંઘી ધોડાને માન્યતા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે જ અશ્વની નસલને માન્યતા મળી હતી. લાંબા સમય બાદ કચ્છ ઉપરાંત રાજસ્થાન પંથકમાં જોવા મળતા ‘કચ્છી સિંધી' સમાજ નસલને કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની બ્રીડ રજીસ્ટ્રેશન કમિટીએ ત્રીજી નસલ તરીકેનો સત્તાવાર સ્વીકાર કર્...

11 વિઘા જમીન પડાવી પણ 7 વર્ષની જેલ થઈ

મૃતક ખેડૂતના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કોટેશ્વર ગામની ૧૧ વિઘા જમીન પડાવી લેવાના મામલે ગાંધીનગર કોર્ટે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે.  રામાજી છોટાજી ઠાકોરના પિતાએ પરસોત્તમદાસ સી. ચીમનાણી (રહે. નરોડા)ને આપેલો પાવર ઓફ એટર્ની રદ કર્યો હતો અને આ અંગેની નોટિસ પણ બજાવવામાં આવી હતી. આમ છતાં આરોપીએ છોટાજી ભગાજીના વારસો અને ફરિયાદીનો ગુનાઈત વિશ...

કૃષિ અને પશુ પાલન દેશ ગુજરાતમાં 43 ટકા ડોક્ટરોની જગ્યા ખાલી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૪૩ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોઇ ૧૦ વર્ષ બાદ ગત જુલાઇ માસમાં ૨૮૦ જેટલી બેઠકો ભરવામાં આવશે  તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. પરંતુ ૧૫મી ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં માત્ર ૪૦ જ તબીબોની ભરતી કરાશે તેવું પ્રસિદ્ધ થતાં વિદ્યાર્થીઓએ સરકારની આ નીતિનો વિરોધ કરી આણંદ જિલ્લા કલેક્...

8 મહિનાથી નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોના ધરણા

કાંકરેજ તાલુકાના ચાંગ ગામ નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં પાણી મળતું નથી. ચાંગા નજીક પાણીનો સંપ બનાવવામા આવ્યો છે. જેમાંથી ચાંગાથી દાંતીવાડા સુધી પાણી પાઇપલાઇનથી પહોચાડવામાં આવે છે. જે છેલ્લા ૮ મહિનાથી બંધ છે. આ બંધ પાણી ચાલુ કરવામાં નહિ આવે તો ખેડૂતો પોતાની જાતે ચાલુ કરવાની ચીમકી આપી હતી. કેનાલોમાં પાણી ઓછુ હોવાથી ખેડૂતોના પાક પા...