પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...
પાટણ, તા.૦૨ પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...
યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો
ઊંઝા, તા.૦૨ શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.330...
સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ
હિંમતનગર, તા.01 બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...
માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે
ગાંધીનગર, તા. 31 રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...
ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં ત...
૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં અમૂલડેરીની નવી યોજનાઓ, બીજા રાજ્યોમાં પ્લાન્ટ નાંખવા કે વિસ્તરણની માહિતી દૂધ મંડળીઓના સૌ પશુપાલકોને આપી હતી. પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા બે વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુ સારા ભાવો ચૂકવાવામાં આવશે. આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પ...
કપાસ અને મગફળીનો નાશ થતાં ખેતી પતનના માર્ગે
ગુજરાતમાં 15.52 લાખ હેક્ટરમાં મગફળી અને 26.68 લાખ હેક્ટર કપાસનું વાવેતર 2019ના ખરીફ ઋતુમાં થયું હતું જેમાં ચોમાસુ પૂરું થયું છતાં કમોસમી વરસાદ ચાલુ રહેતા અને લીલો દુષ્કાળ પડતાં 41 લાખ હેક્ટરમાંથી 20 લાખ હેક્ટર પાક સદંતર ખરાબ થઈ ગયો છે. ઉપરાંત કૂલ મળીને ગુજરાતમાં 87 લાખ હેક્ટરમાં 20 જેટલા મુખ્ય પાકોનું વાવેતર થયું હતું. જેમાં 50 ટકા વિસ્તારમાં કપ...
અમેરીકાની 9 કરોડ જર્સી ગાયો 40 વર્ષમાં ગીરની ઓલાદ બની જશે
એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયો...
બે હજાર વર્ષ જીવતા બાઓબાબ વૃક્ષની દિવાલ કચ્છના રણને આગળ વધતી અટકાવી શક...
ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ સૌથી મોટું વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું છે. આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. જે 2000થી 6000 વર્ષ જુના છે. આ વૃક્ષને ગુજરાતના કચ્છ, દ્વારકા, ખંભાતના રણને આગળ આવતું અટકાવવાની ક્ષમતા ધરાવે છે. તેનું વ્યાપક વાવેતર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસ કાંઠા જેવા રણના...
કાંદા પકવવા માટે ધરુ ઉછેર કેવી રીતે કરશો?
પાટણ, તા.૧૪ રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ એક કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. O.૧ ટકા અ...
ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા
અમદાવાદ,તા.26 આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે. આધુનિક મ...
કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો પણ ફટકો (હેડિંગ)
અમદાવાદ, તા. 26 ખેડૂતોને એક તરફ ભારે વરસાદના કારણે પાક બગડી જવાથી મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ઘટી રહેલા ભાવથી આ માર બેવડાયો છે. ભારતીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂનો ભાવ ઓછો રહેતાં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એકમાત્ર સરકારી ખરીદીની જ રાહ જોવી પડશે. આંતરરાષ્...
સરકારે ઘઉં સહિત અનેક રવી પાકોની એમએસપી વધારતાં સંલગ્ન શેરોમાં તેજી
અમદાવાદ
શેરબજારમાં બેતરફી વધઘટે સુધારો થયો હતો. ગઈ કાલની નફારૂપી વેચવાલી બાદ શેરબજારમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન સુધારો થયો હતો. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં સુધારો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 94.99 પોઇન્ટ વધીને 39,058.83ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 16 પોઇન્ટ વધીને 11,604ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયુ બેન્કોમાં નોંધપાત્...
ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા, સિંગતેલ સસ્તુ થશે
ગાંધીનગર,તા.22 ભારતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા છે, સાથે સાથે સિંગતેલના દામ ઘટી શકે છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણરિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 37.25 લાખ મેટ્રીક ટન થયું હતું જે આ વર્ષે વધીને 51 લાખ મેટ્રીક ટન થવાની શક્યતા છેઆ સર્વેક્ષણ મગફળી પકવતા રાજ્યોમાં કરવામાં આવ્યું છ...
હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક
હિંમતનગર, તા.22 હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી. હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબ...
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. દ્વારા અંદાજ જાહેર, મગફળીનું ઉત્પાદન ગયા વર્ષ ક...
રવિવારે સોરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષે જાહેર કરવામા આવતા પાક પાણીના ચિત્રમાં ચાલુ સાલ ગુજરાતમાં સરેરાશ વીઘે ૧૫.૩૩ મણનો ઉતારો આવવાની અને વર્ષ દરમિયાન ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યૂ જનરેટ થશે. લોકો સાઈડ તેલનો વપરાશ ઘટાડીને મગફળીના તેલનો વધુ વપરાશ કરી ફ...

English