Tuesday, August 4, 2026

ગુજરાતમાં 130 ટકા વરસાદ, ખરીફ પાકનું વિક્રમી 102 ટકા વાવેતર

ગાંધીનગર,તા:૨૭   ગુજરાતમાં આ વર્ષે સરપ્લસ વરસાદના કારણે ખરીફ વાવેતરમાં વિક્રમસર્જક વાવેતર થયું છે, પરંતુ સારા વાવેતરના પગલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સંભાવના ઓછી છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ સિઝનનું વાવેતર 85 લાખ હેક્ટર જમીનમાં થયું છે, જે આ મહિનાના અંત સુધીમાં 86 લાખ હેક્ટર વિસ્તારમાં થવાની શક્યતા છે. રાજ્યના કૃષિવિભાગના અધિકારીએ કહ્યું હતુ...

બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા

ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી લઈન...

પહેલીથી શરૂ થનાર મગફળીનાં ખરીદી કેન્દ્રો પર નિવૃત્ત સૈનિકો તહેનાત રહેશ...

ગાંધીનગર, તા.૨૭  રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે આગામી 1લી ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થનાર છે, ત્યારે મગફળીની પ્રક્રિયામાં ગેરરીતિ ન થાય તેની આગોતરી તકેદારી અને વ્યવસ્થા પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહી છે. કેન્દ્રો પર પોલીસ ઉપલબ્ધ થઇ શકે તેમ નહીં હોવાથી જીઆઇએસએફના જવાનો અને નિવૃત્ત સૈનિકોની મદદ લેવાશે અગાઉ કેન્દ્રો ઉપરથી ખરીદાયેલી...

મગફળીની ધૂમ આવક થતાં માર્કેટીંગ યાર્ડમાં હજારો ગુણી આવક

રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવે ખેડૂતોની મગફળી વેચાઈ રહી છે. હાલ સરેરાશ 1હજાર થી 1300 રૂપિયા ગુણીના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યુ છે. ખેડ...

નવેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી બજારમાં એવી આશા બંધાઈ છે કે ઓક્ટોબરમાં મળનારી ટ્રેડ વોર સમાધાન બેઠકમાં કૈંક તો હકારાત્મક ઘટના બનશે. વૈશ્વિક ફલક પર આ સપ્તાહના રૂ બજારના અહેવાલ કહે છે કે અમેરિક...

કપાસના બમ્પર ક્રોપની આશા વચ્ચે ડચકાં ખાઈ રહેલા ગુજરાતના જિનિંગ-સ્પિનિં...

અમદાવાદ,બુધવાર સારા વરસાદને પરિણામે ગુજરાતમાં વાવેતર વિસ્તાર વધ્યો છે તેથી ગયા વરસે 92 લાખ ગાંસડીની થયેલી ઉપજ સામે આ વરસે 120 લાખ ગાંસડીથી વધુ કપાસની ઉપજ થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કપાસના થતાં કુલ ઉત્પાદનમાંથી 70 ટકા કપાસનું ઉત્પાદન એકલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં આ વરસે કપાસના વાવેતરના વિસ્તારમાં 3 લાખ હેક્ટરનો વધા...

ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.5...

ખંભાળિયા, તા.25 2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018  ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભા...

ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા

અમદાવાદ,તા:૨૪  ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે  નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત' પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ  થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્...

સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે

ઇબ્રાહિમ પટેલ મુંબઇ,24  ખેંચ પકડ મુજે જોર આતા હૈ જેવો ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર ઝઘડો અંત વગરની ચર્ચા જેવો છે, જો આ ઝઘડો ચાલુ રહે અને બ્રાઝીલમાં ધારણા પ્રમાણે પાક ઓછો આવશે તો, સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે. સતત સુકા હવામાનને લીધે બ્રાઝીલના ખેડૂતો અત્યાર સુધીમાં માત્ર ૦.૨૮ ટકા અથવા ૯૭.૨ લાખ હેકટરમાં જ વાવેતર કરી શક્યા છે, જે ગતવ...

મગફળી કૌભાંડમાં રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી

અમદાવાદ, તા.૨૨ ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં. રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની...

બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી

જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...

બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી

જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...

7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

ગાંધીનગર, તા. 18  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે રૂ. 5090ના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે. સરકાર 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરશે અ ત્યારબાદ થયેલા રજિસ્ટ્રેશનના આધારે સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદાર...

ખેડૂતોના તેમની ઉપજના રોકડ વ્યવહાર ઉપર બે ટકાના ટીડીએસ ચૂકવવાનો નિર્ણય...

રાજકોટ, તા. ૧૭ : કેન્દ્રની મોદી સરકારે યાર્ડને રોકડ વ્યવહારો ઉપર બે ટકા ટિડીએસના નિયમમાંથી મુકિત આપતા સૌરાષ્ટ્રના ખેડૂતો તથા યાર્ડ વેપારીઓની માંગણીનો વિજય થયો છે. ખેડૂતોની માગણીનો સ્વિકાર કરવાના  નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. રૂપિયા એક કરોડથી વધુની રોકડના ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ લાગુ કરવામાં આવતા રાજકોટ  સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડના વેપારી...

હવે એક કરોડથી વધુ રકમના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ નહી

અમદાવાદ,તા.17 ગુજરાતના સુરત, વડોદરા, ઊંઝા, રાજકોટ, ગોન્ડલ, સિદ્ધપુર, મહેસાણા સહિતના સંખ્યાબંધ માર્કેટ યાર્ડ દ્વારા એક કરોડથી વધુ રોકડના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાત કરવાના નિર્ણય સામેના વિરોધને ગ્રાહ્ય રાખીને કેન્દ્ર સરકારે આજે એક કરોડથી વધુના રોકડના પેમેન્ટ કરવામાં આવે તો તેના પર ટીડીએસ ન કરવાની જાહેરાત કર...