Wednesday, August 5, 2026

જિકાના રિપોર્ટ, ખેડૂતોના વિરોધથી બૂલેટ ટ્રેનને બ્રેક

અમદાવાદ, તા. 2 રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે. જો સરકાર આ મામલે આગામી દિવ...

કપાસનું વાવેતર ૬ ટકા વધ્યું રૂ ઉત્પાદન ૨૦ ટકા વધશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ તા. ૨૯: જી-૭ બેઠકના અંતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક નિવેદનમાં “તમને ફૂલ દીધાની યાદ” એવું ચીનને કહ્યું, તે સાથે જ ઈરાન સાથે કુટનીતિક વાટાઘાટોના દ્વાર અમે ખુલ્લા રાખ્યા છે એમ પણ કહ્યું. આ ઘટનાએ આખા વિશ્વના નાણાબજારને આંચકો આપ્યો હતો. શુક્રવારે અમેરિકા અને ચીને સામસામાં ટ્રેડ વોર ટેરીફનાં દારૂગોળા ફોડ્યા, પછી કોમોડીટી કોમ...

બે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ...

રૂપાણી શાસનમાં રાજયની ખેતી તુટી, ખેડુતો કંગાળ, ગરીબીનો દર વધ્યો

ગાંધીનગર, તા. 18 મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે. રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા ગુજરાત સ...

જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન

પાલનપુર, તા. 19  એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...

ગાંધીની ખાદી ભ્રષ્ટાચારની આંધીમાં 100 વર્ષે મૃત્યુ શૈયા પર

અમદાવાદ, તા.16 ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હ...

પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત ...

અમદાવાદ,તા:16 રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખર...

ગાંધીજીનું રેંટીયાથી કાપડ ઉદ્યોગનું 100 વર્ષમાં સ્વપ્ન પૂરું ન થયું

ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હજાર લોકો મીલમાં બન...

સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં

ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...

બનાસકાંઠાના ત્રણ જળાશયોમાં પાણી તળિયે, ખેડૂતોમાં ચિંતા

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય તેમજ રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરતો આવ્યો છે. સતત કુદરતી પ્રકોપનો ભોગ બનતા રહેતા બનાસકાંઠા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા છે. આ વર્ષે પણ મેઘરાજાએ મ્હો ફેરવી લીધું હોય, તેમ શ્રાવણ માસ અડધો વીતવા આવ્યો હોવા છત...

નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ

ખેતરોને લીલા છમ કરીને ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારનારો નર્મદા બંધ દરવાજા બંધ કર્યા બાદ ત્રણ વર્ષે દરવાજા ખોલવા પડ્યા છે. નર્મદા અને નર્મદા નદી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધની સપાટી 131 મીટર પહોંચતા તેનાં 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. નવો બંધ ભરતા હોય ત્યારે એન્જિનિયરિંગના સિદ્ધ...

ધોલેરાની નેનો સિટીનો પ્રોજેક્ટ પાણી

હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને ભારે પ્રસિધ્ધિ આપી હતી. અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. Hotmail.comના સ્થાપક અહીં નેનો સિટી બનાવવા મા...

સર્વત્ર ૧૬૮ તાલુકાઓમાં વરસાદ : છોટા ઉદેપુરમાં સાડા તેર ઈંચ

૧૪ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો :  ક્વાંટ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૯/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં, ...

નર્મદાના દરવાજા ખોલી નંખાયા, ગોલ્ડન બ્રિજ પાસે 19 ફુટ પાણી

નર્મદા નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલાયા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી  બે કાંઠે વહેવા લાગી છે. ગેટ નંબર 14 પ્રથમ ખોલાયો હતો. 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલાયા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર દરવાજ...

૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે  

આગામી ત્રણ દિવસ ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થશે. ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા પ્રેઝન્ટેશન દ્વરા વરસાદની આગાહી બાબતે માહિતી આપવામાં આવી. આઇએમડીના ડાયરેકટર જયંત સરકારે વેધર વોચ ગ્રુપની બેઠકમાં જણાવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને અસડીઆરએફની ૧૭ ટુકડીઓ ડીપ્લોય કરાઇ છે ત...