Tuesday, August 4, 2026

શાહઆલમ હિંસા, વીડિયો પોસ્ટ કરનારો મુફિસ અહેમદ અનિસ ઝડપાયો

અમદાવાદ: નાગરિકતા કાયદાના વિરોધની આડમાં શાહઆલમમાં લોકોને ભડકાવીને હિંસા કરવાનું એક ષડયંત્ર રચાયું હતુ, જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે, હવે આ કેસમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારો આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો તેના ...

બકરાના લોહીથી સારવાર થાય છે, તે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલને નવી બના...

અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી સરકારી આયુર્વેદ હૉસ્પિટલ-અખંડાનંદનું નવીનીકરણ થશે ગુજરાતની સૌથી મોટી પંચાવન વર્ષ જૂની સરકારી આયુર્વેદ હૉસ્પિટલ (અખંડાનંદ)નું આગામી સમયમાં જર્જરીત ઈમારતનું નવીનીકરણ કરવામાં આવશે. હૉસ્પિટલના દર્દીઓ અને સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નક્કી કરાયું હતું. આયુર્વેદ હૉસ્પિટલના પંચકર્મ,ઓપીડ...

ક્રિક્ટના સટ્ટામાં 57 બોબડી સીમ કાર્ડ અમદાવાદમાં મળી આવ્યા

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો થયો છે. આ ઘટનામાં  ક્રિકેટ પર સટ્ટો રમતાં 10 લોકોને ઝડપી પાળ્યા છે.  88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના 603 નંબરના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચાલી રહ્યું...

ગુજરાત પોલીસ વિલંબ વિના તુરંત એફઆઈઆર નોંધે – ઉપરાષ્ટ્રપતિ

ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે મહિલાઓ અને બાળકો સામે થતાં અપરાધ સાથે સંબંધિત બાબતોમાં વધારે સંવેદનશીલ વલણ અપનાવવા પોલીસ દળને જણાવ્યું હતું. તેમણે પોલીસને આ પ્રકારની બાબતોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરેક એફઆઇઆર નોંધવા અને આ પ્રકારનાં દરેક કેસની વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું હતું. ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સામે થતા...

એસ ટીની 35 ટકા બસોમાં ખામી મળી આવી

8 હજાર ST બસોનું અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ST નીગમના એન્જિનીયર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી કરવામાં આવતા 35% બસો ખામીયુક્ત હોવાનું જાણવા મળ્યું હતું. 200 બસની તપાસ કરવામાં આવી હતી અને આ 200 બસમાંથી 62 બસમાં અલગ-અલગ પ્રકારની ખામીઓ સામે આવી હતી. જેમાં બારીના કાચ વગરની 11 બસ, તૂટેલી બારી અને લોક વગરની 14 બસ, સીટ તૂટેલી હોય તેવી 3 બસ, ફલોર...

અમદાવાદમાં રૂ. ૩૩પ કરોડના 7 પુલ બનશે, 60 પુલ હયાત છે

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી હતી. વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2...

એક બુલેટ ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 શરૂ કરવા વિચારણા

મુંબઇ-અમદાવાદ બાદ સરકાર ૪ નવા રૂટો પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે. આ માટે રેલ્વે મંત્રાલય દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતા, મુંબઇ-ચેન્નાઈ અને મુંબઇ-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની શક્યતાઓ શોધી રહ્યું છે. એક ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 બુલેટ ટ્રેન શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. દેશના ૪ મહત્વપૂર્ણ અને અત્યંત વ્યસ્ત રૂટ પર બુ...

શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો

ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...

ચોરી ન કરવી – અમદાવાદની વીવી પટેલ શાળામાં શિક્ષકો વગર પરીક્ષા આપ...

આ શાળામાં શિક્ષક વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, છતાં ચોરી થતી નથી અમદાવાદમાં વિંદવાડી પાસે આવેલી વી.વી. પટેલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ એવી સ્કૂલ છે કે, જે શાળામાં પરીક્ષાના સમયે ક્લાસરૂમમાં માત્ર વિદ્યાર્થીઓ જ હોય છે અને તેઓ પરીક્ષા આપતા સમયે એક બીજા વિદ્યાર્થીની સાથે વાતચીત નથી કરતા, ચોરી નથી કરતા અને પરીક્ષાનું પેપર પૂરું થયા પછી તેઓ ઉત્તરવહી ટેબ...

મંદીમાં ધંધો બંધ અને વ્યાજ ચઢી જતાં અત્મહત્યા

અમદાવાદ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા વધુ એક યુવાને ધંધો નહી કરી શકતાં વ્યાજખોરોનાં દબાણમા આવીને ઉધઈ મારવાની દવા પી લેતાં તેનું કરુણ મોત નીપજ્યુ છે આ અંગે મૃતક યુવાનનાં પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મૃતક છેલ્લા દોઢ વર્ષથી રજની નામની મહીલા સાથે કુબેરનગર નજીક રહેતો હતો ડ્રાઈવીગનો વ્યવસાય કરતા શુભમે નવી ગાડી લેવા માટે આશાબેન નામની મહી...

સરદાર હોસ્પિટલમાં બાઉન્સરોએ દર્દીને માર્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તનની ઘટનાઓ વધી રહી છે. એસવીપી હોસ્પીટલમાં બુધવારે બપોરના સમયે બાઉન્સરોએે એક દર્દી અને તેની માતાને માર માર્યાની ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. દર્દીની માતાએ પોલીસ બોલાવી હતી. પોલીસે આવી બંન્ને પક્ષોમાં સમાધાન કરાવીને મામલો થાળે પાડ્યો હતો. જૂનાવાડજ વિસ્તાર...

બિલ્ડરો. રાજકીય નેતાઓ અને અધિકારીઓને નહીં પણ વાહન પાર્ક કરેલાને દંડ

અમદાવાદમાં બીઆરટીના એક ડ્રાઈવરે અકસ્માત કરીને બે લોકોનો જાન લીધો પણ તેનો ભોગ બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ સોપીંગ સેન્ટરની બહાર મૂકેલા વાહનો બન્યા હતા. 3 તારીખે સંયુક્ત પોલીસ કમિશ્નર જે. આર. મોથલીયાએ ડ્રાઈવ કરી હતી જેમાં 354 લોકોના વાહનો અંગે સ્થળ પર દંડ કરીને અને ઉઠાવી જઈને રૂ.2.50 લાખનો દંડ કર્યો હતો. પણ જે શોપીંગ સેન્ટરની દુકાનો પાર્કિંગના સ્થાન...

આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ? 

રાજકોટમાં દારૂ પીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બહાર આવ્યા બાદ અમદાવાદના રાણીપમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડ્યા બાદ ગુજરાત ભરમાં ચાલતાં અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં આવા 1050 અડ્ડા હોવાનું બુટલેગરો કહે છે. સમગ્ર ગુજરાતમાં તેનાથી 20 ગણા દારૂના અડ્ડા છે. જેના પર દેશી વધું અને વિદેશી પ્રકારનો ઓછો દારૂ વેચાય છે. પણ ભાજપના સમૃદ્ધ બનેતા નેતાઓ...

અશોક સત્યાગ્રહ, રૂપાણી ઝૂક્યા

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં જ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો ગાંધીનગર રાજ્યમાં જ્યારથી રાજકોટના મુખ્યપ્રધાને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજકોટ હર હંમેશ સમાચારોના માધ્યમમાં ચમક્યા જ કરે છે. પછી તે કોઈ કૌભાંડ હોય, નિમણૂંકો હોય કે વાહનવ્યવહારના નવા નિયમો અમલી બન્યા તેમાં પણ રાજકોટમાં જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ તેમ જ અન્ય ...

હેલમેટ મુદ્દે રાજ્ય સરકારની પીછેહઠ, મતનું મેલું રાજકારણ

શહેર ટ્રાફિક પોલીસ અધિકારીઓ સહિત પૂર્વ કમિશનરે પણ સરકારના નિર્ણયની ટીકા કરી શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજિયાત કરવાનો સરકારનો નિર્ણય શરમજનક અમદાવાદ રૂપાણી સરકાર એક પછી એક નિર્ણયોને લઇને સતત વિવાદમાં આવી રહી છે, ત્યારે બુધવારે એક એવો નિર્ણય લીધો કે જેને લઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા. રૂપાણી સરકારે બુધવારે કેબિનેટમાં નિર્ણય લીધો કે રાજ્યના શહેરી વિસ...