Thursday, July 17, 2025

ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...

ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...

સાચું કોણ – ખેડૂત કે વિજ્ઞાનીઓ ? સીડલેસ જાંબુની શોધ કરનારા કૃષિ ...

દિલીપ પટેલ - અમદાવાદ, 4 નવેમ્બર 2020 લખનઉની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાગાયતી (Central Institute for Subtropical Horticulture)ના વૈજ્ઞાનિકોએ 'જામવંત' જાંબુ-બેરીની નવી જાત વિકસાવી છે. પણ ગુજરાતમાં એક ખેડૂત એવા છે જે આ વિજ્ઞાનીઓને માટે પડકાર આપી રહ્યા છે. કારણ કે અમરેલીના આ ખેડૂત છેલ્લાં 30 વર્ષથી ઠળીયા વગરના "પારસ" જાંબુના વૃક્ષો ધરાવે છે. આમ દેશન...

કોંગ્રેસને ટક્કર આપવા ભાજપ દ્વારા ગઢડા વિધાનસાભાની બેઠક પર ટીવી એન્કર ...

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020 2005માં ભાજપે સુરત, વડોદરા, રાજકોટ , ભાવનગર મહાનગરોમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 70 ટકા બેઠકો પર નો રીપીટ થીયરી લાગુ કરી હતી. જૂનાના બદલે તદ્દન નવા યુવાન ચહેરાઓને સ્થાનિક રાજકારણમાં ઉતાર્યા હતા. પરિણામો કોંગ્રેસને કોમામાં નાંખી જે તેવા આવ્યા હતા. નેવું ટકા બેઠકો ભાજપને મળી હતી. 8 બેઠકોની પેટા ચૂંટણી 8 ...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

અમરેલી જિલ્લાના 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ

કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા ...

8 સિંહ રાજુલા શહેરમાં ઘસીને સોસાયટીમાં ફરવા લાગ્યા

રાજુલા, 14 જૂન, 2020, ગુજરાતના રાજુલામાં રહેણાંક વસાહત નજીક સિંહો કેવી રીતે મુક્તપણે ફરતા હોય છે. રખડતા કૂતરાની જેમ સિંહ તમારા માર્ગને પાર કરે તે સામાન્ય રીતે કોઈ રહેણાંક વિસ્તારમાં અપેક્ષા રાખે તેવું નથી, પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સિમેન્ટ મોજરો દ્વારા સ્થપાયેલી વસાહતોમાં રહેતા લોકો મોડી રાજાના મહેમાનોનું મનોરંજન કરે છે. શુક્રવારની મો...

લેડી ડૉન સોનુ ડાંગર સામે SPએ અધધધ… 21,000 પાનાનું ચાર્જશીટ ફાઈલ ...

પોલીસ અને રાજકારણીની મદદ વગર કોઈ ગુંડો મોટો થઈ શકતો નથી, પણ જો એક સારો અને પ્રમાણિક પોલીસ ઓફિસર સામે આવે તો ગુંડાને પોતાની હેસીયતની ખબર પડી જાય છે. ભુતકાળમાં અમદાવાદને બાનમાં લેનાર લતીફ પણ નેતા અને પોલીસની મદદથી એટલો મોટો થયો કે ખુદ પોલીસ તેનાથી ડરવા લાગી હતી, પણ ત્યાર બાદ આવેલા પ્રમાણિક પોલીસ અધિકારીઓએ તેને તેની હેસીયત બતાડી જેના કારણે લતીફને ભાઈ ...

પગાર ન મળતા જાફરાબાદમાં પથ્થરમારા બાદ હજુ લોકોમાં અજંપો

જાફરાબાદ, 22 મે 2020 અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પથ્થરમારો થયો છે. ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર નહીં ચૂકવવાનો નિર્ણય કર્યા બાદ પરિસ્થિતી વણસી હતી. લોકોના ટોળાએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો શરૂ કરી દીધો.જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાફરાબાદમાં પથ્થરમારો ખારવા સમાજના આગેવાનોના ઘર પર ...

ગીરમાં સિંહોએ એમ્બ્યુલન્સ ઘેરી લેતાં મહિલાએ જંગલમાં બાળકને જન્મ આપ્યો

ગુજરાતમા ગર્ભવતી મહિલાને અનેક ગીર સિંહોની વચ્ચે બાળકને જન્મ આપ્યો છે. સિંહોએ એમ્બ્યુલંસને ચારેબાજુથી ઘેરી લેતાં મહિલાને જંગલની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું હતું. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. ગઢડાના ભાખા ગામની સીમમાં સિંહોને હટાવ્યા પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, બાળક અને મહિલા બંને સ્વસ્થ છે. હકીકતમાં, 20 મેના રોજ રાત્રે 10.20 વ...

લાયન શો કરતા બે ઝડપી પાડ્યા, એક વર્ષ પહેલાં સરકારે કહ્યું તે કર્યું નહ...

અમદાવાદ, 21 મે, 2020 જંગલ વિસ્તારમાં જતા બે ઇસમોને ભારે પડ્યું. લાયન શોના કિસ્સા વધું આવી રહ્યા છે. સાવરકુંડલાના મેવાસાની નાની વડાલ બીડની અંદર બે લોકો લાયન શો કરી રહ્યાં હતા. બંને આરોપી પાસેથી 20,000 દંડ વસુલવામાં આવ્યો. ધારીના વન અધિકારી ડો. અનસૂમન શર્માએ આરોપી હિરેન પુનાભાઈ મેર, રાજેશ ભોળાભાઈ સરવૈયા બને ઈસમો લાયન શો કરતા ઝડપાયા હતા. એક વ...

રાજુલાના 10 હજાર લોકો ગુજરાત બંધમાં ફસાયા, પરત લાવો – ધારાસભ્ય

અમરેલીના 4 તાલુકાઓના 10 હજાર કરતાં વધું લોકો બહાર ફસાયા છે તેમને ફરી પોતાના વતનમાં લાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર સરકાર સમક્ષ માંગણી કરી  છે. અમરેલીના રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાતમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા 10 હજારથી વધું લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે....

બે મહિનામાં ધારીમાં 20 સિંહના મોત, કોઈ રોગ નથી તો મોત કેમ ?

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં તાજેતરમાં ગીર વનવિભાગ ધારી હેઠળ આવેલા તુલસીશ્યામ, જસાધાર, હડાળા અને સાવરકુંડલા રેન્જમાં મોટી સંખ્યામાં ભેદી રોગ અને સી.ડી.વી.થી સિંહો મરતા નથી. 20 સિંહના મોત કયા કારણસર થયા છે તે અંગે વન વિભાગે કંઈ કહ્યું નથી. હાલ ગીર વનવિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવેલ સિંહોમાં સી.ડી.વી. એટલે કે કે...

ભાજપના સાંસદ નારણ વારંવાર કેમ વિવાદો ઊભા કરવા ટેવાઈ ગયા છે ?

ગાંધીનગર, 22 એપ્રિલ 2020 ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે. તેમના વિવાદો શું રહ્યાં છે ? કારના કાચ કાળા રાખ્...

અમરેલી ભાજપના સાંસદ નારણ સામે પગલાં ભરવા માંગણી કેમ કરવી પડી ?

અમરેલી, 22 એપ્રિલ 2020 અમરેલી શહેરમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા બોર્ડનીની ઉત્તરવહી ચકાસણી સ્થળે ગેરકાયદેસર પ્રવેશ કરનાર અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડીયા અને તેના ભાજપના સાથીદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી આપના અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડિયાએ કરી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જાણ કરી છે કે, કોરોનાવાયરસની મહામારીથી લોકડાઉનની અમલવારી ...

નિવૃત્ત આર્મીમેન ગુજરાતમાં ફરજ પર મૂકાયા

લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની મોડાસામાં ફેલગ માર્ચ યોજાઈ સમગ્ર ગુજરાતમાં 65 હજાર જેટલાં એક્સ આર્મીમેન છે. જેઓ લશ્કરમાંથી નિૃત્ત થઈને અન્ય વ્યવસાયમાં રોકાયા છે. તેમને કોરોના સામેના યુદ્ધમાં લગાવવામાં આવી રહ્યાં છે. મોડાસામાં જુદી જુદી જગ્યાએ પોલીસ અને એક્સ આર્મી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને લોકોને ઘરમાં જ રહેવા મા...