બગસરામાં ઠેરઠેર વીજથાંભલા ઉપર વેલીઓ વિંટળાઇ જતાં શોટસર્કિટનો ભય
બગસરા,તા.15 અમરેલી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ચારેકોર લીલોતરી છવાઇ ગઇ છે. સમગ્ર પંથક લીલોછમ બની ગયો છે. ત્યારે હરિયાળા બની ગયેલા અમરેલીમાં ઠેરઠેર વેલ પણ ઉગી નકળી છે. લાંબી લાંબી વેલને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યાં છે. ખાસ કરીને વિજપોલ ઉપર પથરાઇ રહેલી વેલને કારણે વીજધાંધિયા ઉભાથઇ રહ્યાં છે.લોકોને શોટસર્કીટ નો ...
બગસારામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના અનેક દર્દીઓઃ સરકારી અને ખાનગી દવાખાન...
બગસરા,તા.12
અમરેલીના બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદ પછી રોગચાળાએ સમગ્ર જીલ્લામા તાવ શરદી ઉધરસ ડેંગ્યુ જેવા અસંખ્ય રોગોએ ભરડો લીધો છે. બગસરા અને આસપાસના ગામડાઓના અનેક દર્દીઓનો ધસારો બગસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત વધી રહ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ યોગ્ય વ્યવસ્થા છે કે નહીં અને તંત્ર કેટલું સતર્ક છે તેની પણ તકેદા...
વાંરવાર વીજ ધાંધિયાને કારણે નવી હળિયાદ ગામના લોકોના ધરણા
બગસરા,તા.11
અમરેલી જીલ્લાના બગસરા તાલુકાની નવી હળિયાદ 66 કેવી નીચે આવતા ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. જેને કારણે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જેના વિરોધમાં છ ગામના ખેડૂતોએ સ્ટેશનનો ઘેરાવો કરતા વિજ અધિકારી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. નવી હળીયાદ 66 કેવી સબ સ્ટેશન માં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિ...
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે પણ ચેકડેમ ખાલી
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે આટલા વરસાદ છતાં બગસરાના ચેકડેમ ખાલીના ખાલી જ રહ્યા છે. એટલે કે કહી શકાય કે અતિવૃષ્ટિથી પાક બરબાદ તો થયો જ, બાકીની સિઝનમાં પાણીના અભાવે ફરી પાક બરબાદ થવાનો છે.
અમરેલીના બગસરા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પર...
સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે.
હાલમાં સ્થિતિ એવી છે...
રેલી પંથકમાં વૃક્ષછેદનની ગેરકાયદે પ્રવૃત્તિથી પર્યાવરણ પ્રેમીઓ નારાજ
અમરેલી,તા.08
રાજ્યમાં ગેરકાયદે વૃક્ષછેદની પ્રવૃત્તિએ જે રીતે જોર પકડ્યું છે તે પર્યાવરણ માટે હાનીકારક છે. ત્યારે અમરેલીના મોટા બારમણમાં બેફામ રીતે વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાયડી ડેમ સાઈડ નજીકના દાયકાઓ પુરાણા ઝાડને જડમૂળથી કાપી નાંખવામાં આવી રહ્યાં છે.સિંહ, મોર, દીપડા, ઝરખ સહિત તમામ પ્...
શેત્રુંજી નદીમાં કાર ખાબકીઃ ચાલકનો આબાદ બચાવ
અમરેલી,તા.07
અમરેલીના સાવરકુંડલાથી જીરા રોડ પર આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી હતી.શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે વરસાદને કારણે વહી રહેલા પાણીમાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જોકે કારચાલક જેમતેમ કરીને કારની બહાર આવી જતાં બચી ગયો હતો. કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાની લોકોન જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ તાત્ક...
પિતા પાસેથી 2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ
અમરેલી, તા:૦૩ એસઓજી અને અમરેલી સિટી પોલીસે પિતા પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે.
તાલાલામાં રહેલા નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં રહીને નોકરી કરતી હતી, જેણે પોતાના જ અપહરણનું નાટક કરીને તેના મિત્ર પાસે 2.5 કરોડની ખંડણીનો પિતાને ફોન કરાવ્યો હતો. દિશા વડોદરાથી પરત અમરેલી આવવા નીકળી હતી, જે મુજબ દિશા...
અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...
અમરેલી,તા.02
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પ...
અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...
અમરેલી,તા.02
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ...
મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત
અમરેલી,તા.29
અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
અમરેલીમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળતાં લોકોમાં રોષ
અમરેલી,તા.24
અમરેલીમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટી માંથી માળી આવતા સરકારી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ચુંટણીકાર્ડ કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવેલી છે.
સમગ્ર બનાવની મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અમરેલી શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલા હાઉસિ...
હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી
અમરેલી,તા.23 હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...
ગુજરાતી
English