ભ્રષ્ટાચાર અટકાવવામાં રૂપાણી નિષ્ફળ : પોલીસ ચોકીઓ ભ્રષ્ટાચારના કારણે બ...
RTO ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું નિતિન પટેલે જાહેર કર્યું છે. આ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આવી જ જાહેરાત કરી હતી. તેનો મતલબ કે ભ્રષ્ટાચારને કાબુમા લેવામાં ભાજપની વિજય રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે. ખરેખર તો ચોકી હોય તો જ વ્યવસ્થા જળવાય છે. ભ્રષ્ટાચાર થતો હોવાથી બંધ કરવી તે શાણા શ...
નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ
બનાસકાંઠા : સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.
આવેદન આપીને નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા ...
બનાસ ડેરીને ખોરાક સલામતીનો પુરસ્કાર અપાયો
બનાસ ડેરીને ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારે ફૂડ સેફટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ભારત સરકારની સંયુક્ત ઉપક્રમે ફૂડ સેફ્ટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. સમિટમાં દેશની ૧૮૦૦ જેટલા ઉદ્યોગ જગતની સંસ્થાઓ હાજર હતી. એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીર...
શિક્ષક દંપતીએ લડીને ગુજરાત ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી
ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ જમીન પર કબજો કરીને પચાવી પાડ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક અરવિંદ મોહન પ્રજાપતિ સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.
પાલનપુરમાં રહેતા શિક્ષિકા જાગૃતિ નરેશ ચંદાણીએ ભાજપન...
ગોલા ગામની ગો ગૌશાળામાં ચાર ગાયો મોત, પીવાનું પાણી ન હતું
ધાનેરા તાલુકાના ગોલા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં ૫૦૦૦ જેટલી વસ્તી છે. પાણી માટેનો બોર 15 દિવસથી બંધ છે. સ્થાનિક સરપંચ તલાટીની નિષ્ક્રિયતાના લીધે ગ્રામજનો સહિત શાળાના બાળકો પાણી માટે નજીકના ખેતર સુધી પાણી ભરવા જવું પડે છે. પાણી ન મળતાં ગામની ગૌ શાળાની ગાયો તરસના કારણે મોતને ભેટી છે. ગૌ શાળામાં પીવાના પાણી માટેનો હવાડો પણ ક...
શંકર ચૌધરીનો પુત્ર વિક્રમ ગુમ થતાં ધારાસભ્યની રજૂઆત, વર્ષે 2307 બાળકો ...
પાલનપુર - ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકર ચૌધરી નામનો બાળક બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. મળી ન આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુમ થયેલો કિશોર પરિવારનો એકનો એક પુત્ર છે. સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે પોલીસની ખાસ ટૂકડી બનાવી બાળકની ...
બનાસ ડેરીમાં પાણીની મિલાવટ કરી દૂધ વેચી મારવાનું કૌભાંડ
થરાદના ચુડમેરની દુધ મંડળીનું દુધ બનાસ ડેરી માટે પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં દૂધ લઈ જતી મીની ટ્રકમાં દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરતાં કેનમાં રાખેલું દૂધ કાઢી લઈને તેમાં પાણી ઉમેરી દેતાં હોવાનું કૌભાંડ પકડાયું છે.
પ્રતાપપુરા દુધ મંડળી, મહાદેવપુરા દુધ મંડળી અને ચુડમેર દૂધ મંડળીમાં પણ આ રીતે દૂધ નિકળ...
ડીસામાં હનુમાન મંદિર તોડી પાડ્યું
બનાસકાંઠાના ડીસા શહેરના વેલુંનગરની બહારની બાજુ ભારે આસ્થા ધરાવતું ઇચ્છાપૂર્ણ હનુમાનજીનું મંદિર પુલ બનાવવા નડતર રૂપ જણાતું હોઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગુરુવારે તોડી પાડ્યું હતું. ધાર્મિક સ્થળ તોડવાની વાત વાયુવેગે આસપાસમાં પ્રસરી ઉઠતા અનેક શ્રદ્ધાળુંઓ દોડી આવ્યા હતા.
લોકો વિરોધ ન કરે તે માટે હાઇવે ઓથોરિટી દ્વારા મોટો ચુસ્ત પોલોસ બંદોબસ્ત બોલાવવ...
8 IPS સહિત દેશના સૌથી નાના 24 વર્ષના સફિનને જામનગરમાં મૂકાયા
રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા,હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે મુકવામાં આવ્યા છે.
આઠ જેટલા પ્રોબેશનલ આઈ....
થરાદના ખેતરમાં બળાત્કાર કરનારને 6 વર્ષ પછી સાત વર્ષની સજા
થરાદ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષની પરિણીતા પોતાના ખેતરમાં રહેતી હતી. .28/02/2013 ના રોજ તેણીનો પતિ રાજસ્થાન ગયેલ હતો. આથી તેણી બાળકો સાથે ખેતરમાં બનાવેલા ઢાળીયામાં સુતેલી હતી. મજુરીએ રાખેલ શિવા ભીખા મેઘવાળ શેરાઉ થરાદનાએ કાંબળી વડે મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું.
બુમબરાડા કરતાં જાગેલા પરિવારજનોએ તેને પકડી લીધો હ...
65 વર્ષની મહિલા ઉપર બે 65 વર્ષીય પુરુષોએ બળાત્કાર કર્યો
65 વર્ષીય બે શખ્સોએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો, શિક્ષાત્મક હુક્કાના પાણી પૂરું કરવા લૂંટ ચલાવી
બનાસકાંઠા જિલ્લામાં એક 65 વર્ષીય મહિલા પર બે 65 વર્ષીય પુરુષોએ બળાત્કાર ગુજાર્યો છે. આ કેસમાં પોલીસ તમામ ફરાર આરોપીઓની શોધમાં છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બે 65 વર્ષીય વડીલો દ્વારા 50 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્ય...
અંધ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર કામાંધ બે શિક્ષક પાલનપુરથી પકડાયા
પાલનપુર, તા.-08
અંબાજીમાં અંધશિક્ષકો દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકી દુષ્કર્મની ઘટનાએ રાજ્ય ભરમાં ચર્ચા ફિટકારની લાગણી વરસી છે. મામલાની ગંભીરતાના પગલે પોલીસે બન્ને આરોપીઓના ઘરની બુધવારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે બન્ને હવસખોર અર્ધ અંધશિક્ષકોને પાલનપુર નજીકથી દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. આ ઉપરાંત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ...
હિસાબમાં ગોટાળા હોવાનું કહી રૂ.૨૨ હજારની લાંચ લેતા પાલનપુરના ઓડિટરને ઝ...
પાલનપુર, તા.૦૭
પાલનપુરમાં નાણાં ધિરધારની સહકારી કચેરીના ઓડિટ કરતા અધિકારીએ લાયસન્સ ધારકના હિસાબોમાં ગોટાળા છે તેવો ભય બતાવી 25 હજારની લાંચ માંગી હતી. જેમાં છેલ્લે રૂ. 22માં સોદો નક્કી થયો હતો. જોકે બુધવારે વેપારીને એસીબીએ જોડે રાખી રૂ.22 હજાર લાંચ લેતાં અધિકારી ગોરધન જોષીને ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નાણાં ધિરધારનો ધંધો કરતા વે...
અંબાજીમાં પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર દુષ્કર્મની ઘટનામાં કેન્દ્રીય મહિલા આય...
પાલનપુર, તા.૦૭
અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય સગીરા પર બે કામાંધ અંધ શિક્ષકોએ આચરેલા દુષ્કર્મ બાદ પણ જિલ્લાનું શિક્ષણ તંત્ર સમાજ સુરક્ષા વિભાગ હજુ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો છે ત્યાં કેન્દ્રીય મહિલા આયોગના સદસ્યાએ ઘટનાની ગંભીરતા લઈ સમગ્ર મામલે રાજ્ય મહિલા આયોગને ઘટના સ...
બનાસ નદીના પટમાં નદીમાં તણાતાં દાદી-પૌત્રીને બચાવી લેવાયાં
અમીરગઢ, તા.૦૬
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની બનાસ નદીના પટમાં વાડી બનાવી વાવેતર કરવા માટે નદીમાં વહેતા પાણીના પ્રવાહને એક તરફી વાળી દેવાતાં અહીંથી પસાર થતા દાદી-પૌત્રીનો પગ લપસી જતાં બંને તણાવાં લાગ્યા હતા. આ દરમિયાન એકઠા થયેલા ગ્રામજનોએ બચાવી લઈ પાણીની પાળ તોડી દીધી હતી. કાકવાડા ગામની સીમમાં બનાસ નદીના પટમાં માળી સમાજના લોકો વાડી બનાવી વાવેતર કર...
ગુજરાતી
English