દેશ અને ગુજરાતની રાજનીતિમાં રાજકીય હનુમાનની બોલબાલા
ગાંધીનગર, તા.૨૬
રાજનીતિમાં જે વ્યક્તિ સર્વોચ્ચપદે બિરાજમાન હોય છે તેમને તેમનો હનુમાન હોય છે. અહીં હનુમાન એટલે કટ્ટર સમર્થક નેતા. ભગવાન રામચંદ્ર પાસે કટ્ટર રામભક્ત હનુમાન હતા, તેવા હનુમાન પ્રત્યેક સરકારમાં જોવા મળે છે. ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે, મુખ્યમંત્રી પાસે હનુમાન રહ્યાં છે. એવા હનુમાન ભારતના વડાપ્રધાન પાસે પણ હોય છે.
...
સચિવાલયમાં પણ દિવાળી ફિક્કી, ગિફ્ટ નહીં માત્ર મીઠાઈને સ્થાન
ગાંધીનગર, તા. 26
ગુજરાતમાં આ વર્ષે દિવાળીના તહેવારો ફિક્કા નજરે પડી રહ્યાં છે. આર્થિક મંદીની અસર કોર્પોરેટ ક્ષેત્રમાં વધુ જોવા મળી રહી છે. સચિવાલયમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રધાનમંડળના સભ્યો, તેમના અંગત સ્ટાફ અને સચિવોની ચેમ્બરમાં દરવર્ષે દેખાતી દિવાળીની ગિફ્ટનું સ્થાન માત્ર મીઠાઇએ લીધું છે.
દિવાળીના મીની વેકેશન પહેલાં સચિવાલયના વિભાગો અન...
સુરત ડીજીજીઆઇએ અઢી કરોડની જીએસટીની ચોરી પકડી
ગાંધીનગર, તા.૨૫
જીઆઈ પાઇપ્સ, એમએસ પાઇપ્સ, એન્ગલ્સ, ચેનલ્સ, ગડર, પટ્ટી, એમએસ પ્લેટ્સ અને સ્ટીલના સળિયા જેવી વિવિધ ચીજવસ્તુઓનાં વેપારમાં સંકળાયેલી કંપની મેસર્સ વૃષ્ટિ એન્ટરપ્રાઇજ જીએસટીની ચૂકવણી કર્યા વિના ઉપરોક્ત ઉત્પાદનોનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરવામાં સંકળાયેલી હોવાની બાતમી મળ્યાનાં આધારે ડીજીજીઆઈ, સુરત ક્ષેત્રીય એકમે સુરતમાં પાંચ સ્થળો પર...
નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે
ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે.
31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધ...
દેશ અને રાજ્યમાં મંદીના માહોલે 73 ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફમાં
ગાંધીનગર, તા. 24
સમગ્ર દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાત અને દેશના ૭૩ ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફ અનુભવી રહ્યા છે. તેનું કારણ છે છેલ્લા બાર મહિના દરમિયાન તેમની આવકની તુલનાએ ખર્ચા નોંધપાત્ર દરે વધ્યા છે, તેમ સ્થાનિક સર્કલ્સનો તાજેતરનો સરવે દર્શાવે છે. આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારની આર્થિક નીતિને ...
રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...
અમદાવાદ,24
શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ...
રાજકારણની યુવા ત્રિપુટીમાં મેવાણી શાણા, અલ્પેશ મુરખ
ગાંધીનગર, તા. 24
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. અને આ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં ભાજપને થરાદની બેઠકનું નુકશાન થયું છે તો કોંગ્રેસે આ બેઠક જીતીને ફાયદો કર્યો છે. તો 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં પોતાનું સ્થાન ખિલવવા ગયે...
પેટાચૂંટણીના આંચકાજનક પરિણામથી રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવ...
ગાંધીનગર, તા.24
ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે...
ટૂર બૂકિંગમાં આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો નોંધાતા ટૂર ઓપરેટરોમાં ચિંતા ...
ગાંધીનગર, તા. 24
દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં ટૂર બૂકિંગમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંદીના આ માહોલમાં દરેક વેકેશનમાં મોજ માણતા ગુજરાતીઓએ પોતાના ફરવાના શોખ ઉપર કાતર ફેરવી છે અને હવે ગુજ્જુઓ ઓછા ખર્...
દિવાળી બાદ બાર હજાર શિક્ષકોની ખાલી જગ્યા ઓ પર ભરતી થશે
ગાંધીનગર,તા.23
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાઓ સત્વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તુરંતજ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર...
ગાંધીનગર, તા.23
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કર...
ગાંધીનગર,તા.22
ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે....
ખાદ્ય ચીજવસ્તુઓ કયા કૂકિંગ માધ્યમથી બનાવી છે એ નોટીસ બોર્ડ પર પ્રદર્શિ...
ગાંધીનગર, તા. 22
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને છેલ્લાં બે મહિના દરમિયાન રાજ્યમાં મીઠાઈમાં નકલી માવા વગેરેનો ઉપયોગ વધી ગયો હતો ત્યારે હવે રહી રહીને જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણ મળી રહે એ માટે રાજ્ય સરકારે મીઠાઈ...
ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા, સિંગતેલ સસ્તુ થશે
ગાંધીનગર,તા.22
ભારતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા છે, સાથે સાથે સિંગતેલના દામ ઘટી શકે છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણરિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 37.25 લાખ મેટ્રીક ટન થયું હતું જે આ વર્ષે વધીને 51 લાખ મેટ્રીક ટન થવાની શક્યતા છેઆ સર્વેક્ષણ મગફળી પકવતા રાજ્યોમાં કરવામાં આવ્યું છ...
બાળકો કેમ ગુમ થઇ રહયા છે?
ગાંધીનગર,તા:23 ગુજરાતમાં એક વર્ષમાં 2172 બાળકો ગૂમ થયાં છે જે પૈકી 1653 બાળકો પાછા મળી આવ્યા છે. જો કે બીજા વર્ષે પણ એટલી જ સંખ્યામાં બાળકો ગુમ થયાં હોવાનો પોલીસ રિપોર્ટ છે. પોલીસે બાળકોને શોધવા બાળ સેલ અને ઓપરેશન મુસ્કાન શરૂ કર્યું છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા ક્રાઈમ ઈન ઈન્ડિયા ના નવીનતમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સગીર બ...
ગુજરાતી
English