[:gj]દેશ અને રાજ્યમાં મંદીના માહોલે 73 ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફમાં[:]

[:gj]ગાંધીનગર, તા. 24

સમગ્ર દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાત અને દેશના ૭૩ ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફ અનુભવી રહ્યા છે. તેનું કારણ છે છેલ્લા બાર મહિના દરમિયાન તેમની આવકની તુલનાએ ખર્ચા નોંધપાત્ર દરે વધ્યા છે, તેમ સ્થાનિક સર્કલ્સનો તાજેતરનો સરવે દર્શાવે છે. આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારની આર્થિક નીતિને જવાબદાર ગણવામાં આવી રહી છે. અને આ સ્થિતિ આવનારા થોડા સમય સુધી સુધરે એવા કોઈ એંધાણ પણ નથી જોવા મળી રહ્યા.

સમગ્ર દેશના સરવે કરાયેલા લોકોમાં ૪૦ ટકા લોકો તેમની ઓછી કે સ્થિર આવકના લીધે અને વધતા જતા ખર્ચાના લીધે હતાશામાં છે. બીજા ૩૩ ટકાએ જણાવ્યું હતું કે આવક વધવા છતાં પણ તે તેમના ખર્ચાના પ્રમાણમાં વધી નથી, એમ મૂડ ઓફ ધ કન્ઝ્યૂમર સરવેમાં જણાવાયું હતું.

આ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ સિટિઝન એન્ગેજમેન્ટને સમર્પિત છે. આગામી ૧૨ મહિનામાં તેમની વાર્ષિક આવકમાં ફેરફારની સંભાવના અંગે પૂછવામાં આવતા સરવેએ દર્શાવ્યું કે ૧૪ ટકા માને છે કે તેમની આવક ૧૫ ટકાથી વધુ વધશે અને ૩૦ ટકાએ જણાવ્યું હતું કે તેમની આવક ૧૫ ટકા સુધી વધશે. જ્યારે ૩૮ ટકા લોકોએ જણાવ્યું હતુ કે તેમની આવક જળવાઈ રહેશે અને ૧૮ ટકાએ ઘટાડો થશે તેમ જણાવ્યું હતું. આમ આવક સ્થિર હોવાનું કહેનારાઓની ટકાવારી વધારે હતી.

આ સરવેમાં સમગ્ર દેશના ૨૦,૦૦૦થી વધુ લોકોને આવરી લેવાયા હતા એમ લોકલ સરવેએ જણાવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે જૂનથી ઓગસ્ટના સમયગાળામાં ભારતનો ગ્રાહક ખર્ચ વધતો જોવા મળવાની સંભાવના છે. ઘણા બધા માટે મે મહિનો પગારવૃદ્ધિનો અને બોનસોનો છે, જેમાં તેઓ કુટુંબ માટે પડતર ખરીદીનું આયોજન કરે છે. આ વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણીના પરિણામમાં નાગરિકોએ ફરીથી વડાપ્રધાન મોદીને રાષ્ટ્રીય હિતને જારી રાખી ચૂંટ્યા હતા. આ બંને બાબત જોડે કરવાના લીધે ગ્રાહકોમાં અને બજારોમાં હકારાત્મક માનસ જળવાશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ જે રીતે કેન્દ્ર સરકારે પોતાની આર્થિક નીતિ જાળવવામાં તકલીફો ઉઠાવવી પડી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી કરોડો રૂપિયા લઈને આર્થિક સ્થિતિ મજબૂત કરવાની યોજના ઊંધે માથે પટકાઈ હતી. તેનું કારણ એવું છે કે, જે રીતે દેશભરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે સરકારની યોજના બૂમ રેન્ગ સાબિત થઈ છે.[:]